વિદાઈ ભાષણ


ખંભાતના છેવાડે જ્ઞાનનું ઘર
ત્રણ વર્ષમાં બન્યું પોતીકું ઘર

ખટ મીઠાં સપનાં સહુનો સંગ
રીસામણા મનામણામાં હોળીનો રંગ

ખંભાતના છેવાડે મારું મનગમતું ઘર
હા, જ્ઞાનનું ઘર… પોતીકું ઘર

નમસ્તે પરિવારજનો,


એક સમય એવો હતો જયારે શાળામથી અહીં કોલેજમાં આવી ત્યારે મનના એક ખૂણામાં અજમ્પો-ડર હતો.
શું થશે? કોલેજમાં બધું જ નવું અને કલ્પનાથી અલગ.
પણ….. સમયે મને શાળાની જેમ જ કોલેજમાં પરિવારનો સભ્ય બનાવી દીધી.
આજે અમારું પાંખો આપનાર પોતીકું, પ્રેમાળ, વ્હાલું ઘર છોડી રહ્યા છે… ત્યારે અચૂક દુઃખ થાય.

સાચું કહું તો…ટૂંકાગળામાં અમે એક ઘરમાં, એક તાંતણે બંધાયા હોય તેમ આત્મીય બની ગયા.
આજે અમે જયારે કોલેજમાંથી વિદાઈ લઇ રહ્યા છે ત્યારે અનેક સ્મરણો લઈને જઈ રહ્યા છે. બહેનપણીઓ,અધ્યાપકો, અન્ય કર્મચારીઓ….. બધા સાથેની પ્રત્યક્ષ નાતો આજથી અપ્રત્યક્ષ બની જશે.
દુઃખ ઘણું છે પરંતુ સહજ છે. કાલની નવી સવાર માટે સાંજને છોડવી પડે. મને સાંજ પણ ગમે છે અને સવાર પણ…. પણ કોઈ એક સાથે કાર્યશીલ રહેવાનું છે.
કોલેજમાં જે જ્ઞાન અને આનંદ મળ્યો તેનો આનંદ છે. અધ્યાપકોએ અમને પૂરતો જ્ઞાનનો લાભ આપ્યો છે. અમારી મુશ્કેલીઓ સમજ્યા છે અને સરળતાથી વિષયને સમજાવતા જેથી ભણવામાં મઝા રહેતી.
મિત્રો સાથે ગોષ્ઠિ અને ગમ્મત કાયમ યાદ રહેશે.અહીં  દરેક અધ્યાપક યુનિક છે.દરેકની અલગ અલગ લક્ષણિકતાઓ…એ બધું યાદ રહેશે.
હું આને વિદાઈ ન ગણતા શુભેચ્છા સમારંભ કહીશ.
અમને સંસ્થાએ ઘણું આપ્યું આભાર માનીએ છે અને સંસ્થાની પ્રગતિ માટે શુભેચ્છા પાઠવીએ છે.
સંસ્થાની શુભેચ્છાઓથી જ અમે વધુ ઉન્નત અને સફળ જીવન જીવી શકીયે…. બસ, આજના દિવસે અમે આપના આર્શીવાદ ઝંખીયે છે. આપ સહુના આશીર્વાદ, શુભેચ્છાઓ અને  માર્ગદર્શન સદૈવ મળતું રહે તેવી અભ્યર્થના.

-શૈલેષ રાઠોડ