બીજમાંથી વટવૃક્ષ નડિયાદનું શ્રી વિઠ્ઠલ કન્યા કેળવણી મંડળ


“અમારી બંને વચ્ચે એક વસ્તુ સામાન્ય હતી, દેશને સારું જીવવાની અને મરવાની ધગશ.”

આ શબ્દોથી પૂજ્ય ગાંધીજીએ જેમને નવાજ્યા તે દેશભક્ત વીર વિઠ્ઠલભાઈનું 1933 માં પરદેશમાં અવસાન થયું.ખેડા જિલ્લાની પ્રજાએ તેમના સ્મારકમાં અનેક વિઠ્ઠલભાઈ પેદા કરી શકે એવી માતાઓ તૈયાર કરવા એક નમૂનેદાર કન્યા વિદ્યાલય સ્થાપવાનું નક્કી કર્યું. જેના ભાગરૂપે એક સમિતિ રચાઈ,જેની સભામાં તારીખ 18/11/1934 ના રોજ વિઠ્ઠલ કેળવણી મંડળ નામનું મંડળ સ્થપાયું.

લીમડાનું વૃક્ષ જ્યાં મહાત્મા ગાંધીએ સહુને સંબોધ્યા

આપણા દેશની આઝાદીની લડત દરમિયાન ગઈ સદીના પૂર્વાર્ધમાં ગાંધીજીએ મેકોલેએ આપેલી કેળવણીના તરાહના વિકલ્પ તરીકે શિક્ષણની એક નવી જ તરાહ આપણને આપી. 1919 માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ. તેના પગલે ગુજરાતમાં જે બીજી રાષ્ટ્રીય કેળવણીની સંસ્થા ઊભી થઈ તેમાં કન્યા કેળવણી માટે નડિયાદમાં શ્રી વિઠ્ઠલ કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રી વિઠ્ઠલ કન્યા વિદ્યાલય મોખરાના સ્થાને છે. જેમાં સ્વાતંત્ર સેનાનીઓના ઘણા સંતાનો એ તાલીમ લીધી છે.

વિઠ્ઠલભાઈ પટેલ સ્મારક

શ્રી વિઠ્ઠલ કન્યા કેળવણી મંડળ 1934 માં સ્થપાયું અને 1935 માં શ્રી વિઠ્ઠલ કન્યા વિદ્યાલય નું ગાંધીજીએ સંતરામ મંદિરમાં ઉદ્ઘાટન કર્યું.

1935 માં વિશ્વવિભૂતિ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ વાવેલું કન્યા કેળવણીનું બીજ વટ વૃક્ષ થઈ ઊભું છે. તેની શાખા પ્રશાખાઓ અને વડવાઈઓ આજે કેટલાય પથિકોને શિતળ છાય આપતી રહી છે. સંસ્થાની ચોક્કસ ધ્યેયલક્ષી ગતિશીલતાએ અનેક દીકરીઓને સ્પષ્ટ ધ્યેય સાથેનું ઉન્નત જીવન આપ્યું છે.

“વૃક્ષોના પારખા ફળ ઉપરથી”એ ન્યાયે આજે આ સંસ્થાની દીકરીઓ વિસ્તરી છે, વિક્સી છે.

તારીખ 30/10/36 ના રોજ સ્વ.શેઠ જમનાલાલ બજાજ ના શુભ હસ્તે કન્યા છાત્રાલય શરૂ કરાયું.

તારીખ 10/03/42 ના રોજ સરદાર સાહેબના હસ્તે કન્યા વિદ્યાભવનનું ઉદ્ઘાટન કરાયું

તારીખ 13/06/1956ના રોજ સ્વ.મોરારજીભાઈ દેસાઈના વરદ હસ્તે અધ્યાપન મંદિર નું ઉદ્ઘાટન કરાયું

-શૈલેષ રાઠોડ

આનંદના પાંચ માર્ગ


List five things you do for fun.
આનંદ માટેના પાંચ માર્ગ


આનંદના માર્ગ ઘરમાં જ

-પ્રવાસ અને તેમાંય લોન્ગ ડ્રાઈવ… આનંદ માટેનો સરળ માર્ગ. જેમાં દુનિયાને વિસરી પોતાનામાં મસ્ત થવાનું મળે.
-લેખ લખવો… મારા આનંદનો બીજો માર્ગ
-ત્રીજો માર્ગ બાળકો સાથે રમવું, ઓતપ્રોત થવું.
-ચોથો માર્ગ મિત્રોને કે સ્નેહીઓની મુલાકાત
-મનપસંદ વિડીયો જોવો

રાજ્યભરના યુવાનો માટે યુવા અહિંસક નેતૃત્વ શીબીર


રાજ્યભરના યુવાનો માટે યુવા અહિંસક નેતૃત્વ શીબીર
ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ગ્રીષ્મ શિબિરના ભાગરૂપે ગ્રામ સેવા કેન્દ્ર, દેથલી મુકામે યુવા અહિંસક નેતૃત્વ શીબીર આયોજિત કરવામાં આવેલ. આ શિબિર સાચે જ અનોખી એટલા માટે હતી, કેમકે ગાંધી મૂલ્યો સાથે ઉત્તમ સમાજ ઘડતર માટે અહીં ગુજરાતનાં ખૂણે ખૂણેથી આવેલા પ્રગતિશીલ અને પ્રવૃતિશીલ યુવક યુવતીઓ આવ્યા હતા.જેમાં ગુજરાતની અલગ અલગ ગ્રામ વિદ્યાપીઠ, કોલેજના કુલ ૩૬ વિદ્યાર્થીઓ સહભાગી બન્યા.આ શિબિરમાં અહિંસક યુવા નેતૃત્વ વિશે અનેક ચર્ચાઓ, રમત દ્રારા જ્ઞાન, જૂથ ચર્ચા, રાત્રી સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રભાતફેરી,સફાઈ, એશિયાનાની સૌથી મોટી અમૂલ ડેરીની મુલાકાત, ત્વરીત નિર્ણય શક્તિ અંગેની રમતો અને આ શિવાય અનેક આ વિષયને ન્યાય આપવા માટે તજજ્ઞો પણ આવ્યા. આ શિબિર આજે જ્યારે ચારેય બાજુ પ્રત્યક્ષ અને પરોક્ષ હિંસા વ્યાપી રહી છે ત્યારે આ શિબિરમાં આવેલ ૩૬ વિદ્યાર્થીઓએ આવનાર સમયમાં કેવી રીતે કામ કરવું તેનું મનોમંથન કર્યું. અંતે એજ કે આવી શિબિરો દ્રારા જ જીવનઘડતર અને સમાજ ઘડતર થાય છે ત્યારે ગૂજરાત વિદ્યાપીઠ નો આભાર માનવો જ રહ્યો. જે સમાજનાં છેવાડાનાં જનને સાથે રાખીને આવી ઉત્તમ પ્રકારની શિબિરનું આયોજન કરે છે.

રાજ્યભરના યુવાનો માટે યુવા અહિંસક નેતૃત્વ શીબીરમાં શૈલેષ રાઠોડ

વિઠ્ઠલભાઈ પટેલ


વિઠ્ઠલભાઈ પટેલ

વિઠ્ઠલભાઈ પટેલ નો જન્મ ગુજરાતના નડિયાદમાં થયો હતો. તેઓ પાંચ ભાઈઓમાં ત્રીજા ક્રમે હતા અને વલ્લભભાઈ કરતાં ૪ વર્ષ મોટા હતા. તેમનું બાળપણ કરમસદમાં વીત્યું હતું. ગોરધનભાઈ પટેલ અનુસાર ઘણાં આધુનિક દસ્તાવેજોમાં વિઠ્ઠલભાઈ પટેલની ખોટી જન્મ તારીખ દાખલ થઈ ગઈ છે. તેમના પાસપોર્ટ પર તેમની જન્મ તારીખ ૨૭ સપ્ટેમ્બર ૧૮૭૩ લખાયેલી છે. પરંતુ તેમના મૃત્યુ બાદ છ્પાયેલી જાહેરાતમાં તેમની ખોટી જન્મ તીથિ ૧૮ ફેબ્રુઆરી ૧૮૭૧ છપાતાં, અને તે પ્રચલિત થતાં ઘણી ગૂંચવણો જન્મી છે. આ તારીખને આધારે તેઓ વલ્લભભાઈ કરતાં માત્ર બે વર્ષ જ મોટા ગણાય.


તેમના પિતાનું નામ ઝવેરભાઈ હતું અને તેમની માતાનું નામ લાડબાઈ હતું. તેમના માતા પિતા વૈષ્ણવ હિંદુ સંપ્રદાયના સ્વામીનારાયણ પંથના ભક્ત હતા. આ પંથ ભક્તિમય જીવન માટે નિજી જીવનની શુદ્ધિ પર ઘણો ભાર મુકે છે. તેમના માતા પિતાના આદર્શમય જીવનનો વિઠ્ઠલભાઈ અને તેમના ભાઈ વલ્લભભાઈના જીવન પર ઘણો પ્રભાવ પડેલો જોવા મળે છે. વિઠ્ઠલભાઈનો અભ્યાસ નડિયાદ અનેમુંબઈ માં થયો. ત્યાર બાદ તેમણે કર્મનિષ્ઠ વકીલ (પ્લીડર) તરીકે ગોધરા અને બોરસદના ન્યાયાલયોમાં કાર્ય કર્યું. ખૂબ નાની ઉંમરે તેમના લગ્ન દીવાળીબા નામની કન્યા સાથે થયા હતા.

તેમના નાનાભાઈ પણ તેમની જેમ જ પ્લીડર તરીકે ન્યાયાલયમાં વ્યવસાય કરતા હતા. બંને ભાઈઓને ઈંગ્લેંડમાં અભ્યાસ કરવાનું સપનું હતું. વલ્લભભાઈ પટેલે પાસપોર્ટ, ટિકિટ આદિ માટે જોઈતા પૈસા બચાવી, પાસપોર્ટ અને ટિકિટ કઢાવ્યા હતા. જ્યારે ટપાલી તે પરબિડિયું લઈ આવ્યો ત્યારે તેના પર મિ. વી. જે. પટેલ, પ્લીડર એમ લખ્યું હતું અને તે વિઠ્ઠલભાઈ ને મળ્યો. તે દસ્તાવેજ ઉપર વિઠ્ઠલભાઈએ પોતે પ્રવાસ કરવાનો આગ્રહ કર્યો, કેમકે જો મોટા ભાઈને મૂકીને નાનો ભાઈ વિદેશ જાય તો એ સમાજમાં વસમું લાગશે. મોટા ભાઈની લાગણીને માન આપીને વલ્લભભાઈએ વિઠ્ઠલભાઈને ઈંગ્લેંડ જવાની રજા આપી અને તેમને ત્યાં રહેવાની સગવડ માટેનું ધન પણ આપ્યું. વિઠ્ઠલભાઈએ લંડન જઈ મિડલ ટેમ્પલમાં પ્રવેશ મેળવ્યો અને ૩૬ મહિનાનો અભ્યાસ ૩૦ મહિનામાં વર્ગમાં પ્રથમ ક્રમાંકે પૂર્ણ કર્યો. તેઓ ૧૯૧૩માં ગુજરાત પાછા ફર્યા અને ત્યાર બાદ તેઓ અમદાવાદ અને મુંબઈના ન્યાયાલયમાં જાણીતા બેરિસ્ટર બન્યા. તેમના પત્ની ૧૯૧૫માં અવસાન પામ્યા ત્યારબાદ તેઓ વિધુર જ રહ્યા.
તેઓ ક્યારેય પૂર્ણ રીતે ગાંધીજીની નેતાગીરી કે વિચારધારાના સમર્થક ન હતા. તેમ છતાં તેઓ કૉંગ્રેસની સ્વાતંત્ર્ય માટેની લડતમાં જોડાયા. તેમને કોઈ ક્ષેત્રીય જનાધાર નહતો તેમ છતાં પણ ઉગ્ર ભાષણો અને જ્ય્વલંત લેખનો થકી તેઓ એક વગ ધરાવતા નેતા બન્યા હતા. ૧૯૨૨માં ચૌરી ચૌરા કાંડ પછી જ્યાંરે ગંધીજીએ સ્વાતંત્ર્યની ચળવળ પડતી મૂકી ત્યારે પટેલે કૉંગ્રેસ છોડી અને ચિત્તરંજનદાસ અને મોતીલાલ નહેરૂ સાથે મળી સ્વરાજ્ય પાર્ટીની સ્થાપના કરી. આ પાર્ટીનો ઉદ્દેશ ધારાસભાઓમાં બહુમતી મળવી ધારાસભા થકી સત્તા ઉથલાવી પાડવાનો હતો. અલબત્ આ પાર્ટી માત્ર કૉંગ્રેસમાં ભાગલા પાડવા પૂરતી જ સફળ રહી અને છેવટે તેમાં પણ ભાગલા પડ્યા. તેમ છતાં અસહકારની ચળવળ બંધ પડ્યા પછી રાષ્ટ્રમાં વ્યાપેલા ગાંધીજીના વિરોધીઓમાં વિઠ્ઠલભાઈ પટેલ એક પ્રમુખ અવાજ બની રહ્યા.

વિઠ્ઠલભાઈ બોમ્બે લેજીસ્લેટેવ કાઉન્સીલની બેઠક જીત્યા હતા, જોકે આ કાઉન્સીલ પાસે કોઈ વિશેષ કાર્ય હતું જ નહિ. રાષ્ટ્રીય સ્વતંત્રતાની લડત, સ્વરાજ્ય કે લોકહિતના કાર્યો આદિમાં વિઠ્ઠલભાઈ કશી મહત્વપૂર્ણ ઉપલબ્ધી ન મેળવી શક્યા પરંતુ તેમની વિનોદી અને બુદ્ધિમાન વકૃત્વ કળા, બ્રિટિશ રાજના અધિકારીઓની ઝાટકણી આદિને કારણે તેમને નામના મળી. ૧૯૧૪ના મુંબઈના “ધ બોમ્બે ડિસ્ટ્રીક્ટ મ્યુનીસીપાલિટી એક્ટ અમેન્ડમેંટ બિલ” અને ” ધ ટાઉન પ્લાનીંગ બિલ”માં તેમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો.
પ્રાથમિક શિક્ષણના મુંબઈ શહેરની બહાર સમગ્ર બોમ્બે પ્રેસીડેંસીમાં લાગુ કરવાના તેમના ૧૯૧૭ના પ્રસ્તાવે તેમને ઘણી નામના મેળવી આપી. ઘણી લાંબી લડત પછી, અમુક સુધારા વધારા સાથે તે બિલ છેવટે પસાર થયું. તેમના ધારા સભ્ય તરીકેના સમગ્ર કાળ દરમ્યાન તેમણે વૈદકીય બાબતને લાગતા ઘણાં ખરડાઓ માટે લડ્યા. ૧૯૧૨માં બોમ્બે મેડિકલ એક્ટમાં ચૂક કરનાર ડૉક્ટરો માટે સજાની જોગવાઈ તેમણે ઉમેરાવી હતી. આ સુધારામાં આયુર્વેદિક ચિકિત્સકો શામેલ ન હતા. ૧૯૨૩માં તેઓ સેન્ટ્રલ લેજીસ્લેટીવ એસેમ્બલીમાં ચુંટાઈ આવ્યા અને ૧૯૨૫માં તેઓ એ એસેમ્બ્લીના પ્રમુખ કે સ્પીકર બન્યા.

એસેમ્બેલીના પ્રમુખ તરીકે તેમણે કાર્ય કરવાની પદ્ધતિઓ અને રીતો પ્રસ્થાપિત કરી. ૧૯૨૮માં તેમણે ભારત સરકારના વ્યવસ્થાપનથી બહાર એસેમ્બેલીની પોતાનું કાર્યાલય સ્થાપ્યું. તેમણે સ્ટેટસ ક્યૂઓ માટેના કાસ્ટિંગ વોટ સિવાયના મુદ્દાઓ પરની ચર્ચા પર પ્રમુખની નિષ્પક્ષતાની નીતિ દાખલ કરી.
૧૯૨૯માં ભારત સરકારના સમર્થકોએ વિઠ્ઠલઞાઈ પટેલને ઈમ્પિરીયલ લેજીસ્લેટીવ એસેમ્બલીના પ્રમુખ પદેથી દૂર કરવા પ્રયત્નો કર્યા. પણ આમૂલ પરિવર્તનશાળી રાષ્ટ્રવાદીઓને ખુશ રાખવા મથતા તે સમયના વાઈસરૉય લૉર્ડ ઈરવીને તે પ્રયત્ન સફળ થવા દીધો નહી. ઈરવીનના આ પ્રયત્નો સફળ રહ્યા નહી. ઈ.સ.૧૯૩૦માં ગાંધીજીએ સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ કરી અને આ ચળવળ સાથે સહાનુભૂતિ ધરાવતા વિઠ્ઠલભાઈ પટેલે લેજીસ્લેટીવ એસેમ્બલીના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું. પૂર્ણ સ્વરાજ ના ઠરાવ પછી તેઓ ફરી કૉંગ્રેસમાં જોડાયા અને તેમને જેલ થઈ. ત્યાં તેમની તબિયત ખરાબ થતાં ૧૯૩૧માં એમને છોડી મૂકવામાં આવ્યા અને તેઓ ઈલાજ માટે યુરોપ ગયા. મીઠાના સત્યાગ્રહ પછી તેઓ ગાંધીજીના આક્રમક આલોચક સુભાષચંદ્ર બોઝના સમર્થક બન્યા. ૧૯૩૩માં બોઝને ઉત્તરપ્રદેશની ભોવાલી સેનેટોરિયમમાંથી ઈલાજ માટે યુરોપના વિયેના જવા મુક્તિ મળી. વિઠ્ઠલભાઈ પણ તે સમયે ઈલાજ માટે વિયેના ગયા હતા. આ બંને નેતાઓની વિચારધારા સમાન હોવાને કારણે બન્ને નેતાઓ એકબીજાની નજીક આવ્યા. તેમને સંયુક્ત નિવેદનમાં જણવ્યું હતું કે, “….રાજનૈતિક નેતા તરીકે ગાંધીજી નિષ્ફળ રહ્યા છે…. અને નેતાગીરિમાં બદલાવની જરૂર છે….” બોઝ અને પટેલ સમગ્ર યુરોપમાં ભંડોળ અને રાજનૈતિક ટેકા માટે સાથે ફર્યા. અન્ય નેતાઓ સહિત તેઓ આયર્લેંડના પ્રમુખ ઈમૉન ડી વલેરા ને મળ્યા. યુરોપમાં બોઝની તબિયત સુધરી પણ વિઠ્ઠલભાઈને તબિયત વધુ ખરાબ બની. તેઓ સુભાષબાબુના નિસ્વાર્થથી પ્રભાવિત થયા હતા અને તેઓ જાણતા હતા કે સુભાષબાબુને કૉંગ્રેસ તરફથી તેમના કાર્યો માટે એક પાઈ પણ મળશે નહિ. આથી તેમણે તેમને ૧,૨૦,૦૦૦ રૂપિયાની મિલકત સુભાષબાબુને તેમના રાજનૈતિક કાર્યો માટે આપી અને ૨ ઑક્ટોબર ૧૯૩૩ના દિવસે સ્વિત્ઝરલૅન્ડના જીનીવામાં અવસાન પામ્યા.
તેમની અંત્યેષ્ટી ૧૦ નવેમ્બરના દિવસે મુંબઈમાં કરવામાં આવી, જેમાં ૩ લાખ લોકો હાજર રહ્યા હતા. મહાત્મા ગાંધી અને સરદાર પટેલ, તે ધન સુભાષબાબુ કોંગ્રેસની રાજનૈતિક કાર્યોમાં ખર્ચે એવી ઈચ્છા હતી. સુભાષબાબુએ તેમ કરવાની ના પાડી અને તેથી મુંબઈની હાઈ કોર્ટમાં દાવો મંડાયો. અંગ્રેજ ન્યાયાધીશો અનુસાર “ભારતના રાજનૈતિક ઉત્થાન” એ ઘણી અસ્પષ્ટ વ્યાખ્યા હતી, અને સુભાષબાબુને તે ધન મળી શક્યું નહિ. આ સમગ્ર કામ ચાલ્યું તે દરમ્યાન સરદાર પટેલ તટસ્થ રહ્યા. પરંતુ નવજીવન પ્રેસ, અમદાવાદ દ્વારા છપાયેલ તેમની જીવન કથામાં તે વીલની અધિકૃતતા પર પ્રશ્ન ઉઠાવાયો છે.

સરદાર સાહેબ સાથે વિઠ્ઠલભાઈ પટેલ

સેન્ટ અર્સલા ઈંગ્લીસ મીડીયમ સ્કૂલ,ડભાણ નડિયાદ ખાતે કેરિયર ગાઈડન્સ અને વ્યક્તિત્વ વિકાસ અંગે સેમિનાર યોજાયો
નડિયાદના ડભાણ સ્થિત પ્રતિષ્ઠિત અંગ્રેજી માધ્યમની શાળા સેન્ટ અર્સલા ખાતે માધ્યમિક અને ઉ. માધ્યમિક ના બાળકો માટે કેરિયર ગાઈડન્સ અને વ્યક્તિત્વ વિકાસ અંગે સેમિનાર યોજાયો હતો. જેમાં લેખક અને રાજ્ય રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શ્રેષ્ઠ શિક્ષક શૈલેષ રાઠોડ તેમજ સેન્ટ આંન્ના હાઈ.ના શિક્ષક અનિલ ક્રિષ્ટીએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.


આ સેમિનારમાં વક્તા શૈલેષ રાઠોડે જણાવ્યું હતું કે, આપણે મહત્તમ કિસ્સાઓમાં પ્રવાહની સાથે દોડતા હોઈએ છે. જ્યાં કેરિયર માટે સ્પર્ધા વધુ અને તકો ઓછી હોય છે. લાખોની ફી ભરી કોચિંગ ક્લાસમાં ભણતા બાળકોમાં સફળતાનો રેશીયો 20 ટકા હોય છે ત્યારે 80ટકા બાળકો માર્ગદર્શનને અભાવે કોચિંગ સેન્ટરોને તગડી કમાણી કરાવે છે અને પરિવારના પૈસાનો વ્યય કરે છે. વિધાર્થીએ દોરવાયા દોરવાવાનું નથી પરંતુ સ્વયં મૂલ્યાંકન કરવાનું છે કે હું કેટલે અંશે ક્યા કોર્ષ માટે યોગ્ય છું.
સફળ કારકિર્દીનો આધાર મહેનત કરતાં યોગ્ય દિશા સાથે અને સહાયક પરિબળોની સમજણ સાથે રહેલો છે. “આ પ્રસંગે શૈલેષ રાઠોડે ધો 10 અને ધો.12 પછીના અભ્યાસક્રમોની માહિતી ઉપરાંત વર્ષ 2022 માં ક્યા પ્રકારના કોર્ષ અને કેરિયરની માંગ રહી અને આવનાર દિવસોના કયો ટ્રેન્ડ રહેશે તેની માહિતી આપી હતી.
આ પ્રસંગે અનિલ ક્રિષ્ટીએ જણાવ્યું હતું કે, કોઈપણ સફળતાનો પાયો પ્રામાણિક સ્વ વિકાસથી શરુ થાય છે. સ્વયં જાગૃત બની વ્યસન, નિંદા, વ્યભિચાર, અપશબ્દોથી દૂર રહી કારકિર્દી તરફ પગલું ભરવું પડશે.કોઈપણ સંસ્થા કે વ્યવસાયમાં સફળતા ત્યારે જ મળે જયારે આપણે સ્વયં શુદ્ધ અને અજ્ઞાકિત હોઈએ.
આ પ્રસંગે શાળાના આચાર્ય સિસ્ટર રજનીએ બન્ને વક્તાઓનો પરિચય આપી આવકાર્યા હતા.શાળાના વિધાર્થીઓએ પુષ્પ ગુચ્છથી સન્માન કર્યું હતું. શાળાના મદદનીશ શિક્ષિકા મિસ કપિલા મેડમ અને વિધાર્થીની પ્રતિનિધિએ આભાર વિધિ કરી હતી.

સેન્ટ અર્સલા ઈંગ્લીસ મીડીયમ સ્કૂલ,ડભાણ નડિયાદ ખાતે કેરિયર ગાઈડન્સ અને વ્યક્તિત્વ વિકાસ અંગે સેમિનાર યોજાયો

“છેલ્લો શો”


“છેલ્લો શો”અને ઓસ્કાર નોમિનેશન ગૌરવપૂર્ણ ઘટના છે, પણ તેનું સત્વ સમજીશું તો છેવટે બાળકોની વેદના પ્રગટ થશે, શિક્ષણની અધૂરપ વર્તાશે…..જોકે… પછી પ્રગટશે પ્રકાશ.


ફિલ્મમાં સૌરાષ્ટ્રના ચલાણા ગામનો બાળક કેવી રીતે ફિલ્મના પ્રેમમાં પડે છે તે વાત રજુ કરાઈ છે.બાળકો પોતાની જિજ્ઞાસા સંતોષવા કેવા પ્રયત્નો કરે છે તે સાચે જ પ્રેરક છે.
શિક્ષણમાં ઇનોવેશનની મોટી મોટી વાતો ભલે થતી હોય,NCERT લાખો રૂપિયા ખર્ચે છે પરંતુ જેનામાં સંશોધન અને કૈક કરી છૂટવાની તમન્ના પડી છે તેવા છેવાડાના બાળકોની ઈચ્છાઓ, ઇનોવેશન આજે માળખાગત સુવિધાના અભાવે મરણ પામી છે.
આ સંજોગોમાં “છેલ્લો શો “ના કલાકાર ભાવિન રબારી, રિચા મીના, ભાવેશ શ્રીમાળી, દીપેન રાવલ, રાહુલ કોળી, વિકાસ બાટા જે રીતે અભાવ વચ્ચે ઇનોવેશન કરે છે… તે ફિલ્મનું હાર્દ છે.
“મારે પ્રકાશ શીખવો છે.”સંવાદ સાચે જ શિક્ષણની નવી દિશાનો સંકેત કરે છે.
21મી સદીમાં ગુજરાતી ફિલ્મ “છેલ્લો શો ” શિક્ષણ અને બાળકોની વાસ્તવિકતા રજુ કરે છે… એટલે જ ફિલ્મ ઓસ્કાર માટે શોર્ટ લિસ્ટ થઇ છે.
સાચે જ ફિલ્મ અદ્ભૂત છે… શિક્ષણજગતનું ધ્યાન જાય તો ભાવિ બાળકોનું ભવિષ્ય સુધારનારી છે.

Niagara Falls as viewed from the Canadian side of the river. The three individual falls from left to right are American Falls, Bridal Veil Falls, and Horseshoe Falls.Niagara Falls as viewed from the Canadian side of the river. The three individual falls from left to right are American Falls, Bridal Veil Falls, and Horseshoe Falls.


ન્યાયતંત્ર માત્ર બંધારણ પ્રત્યે જવાબદેહ રાજકારણને નહીં


ભારત દેશની જનતા એક માત્ર જેને ભારોષામંદ માને છે તે છે સુપ્રીમ કોર્ટ.સરકારો બદલાતી રહે અને મનસ્વી નિર્ણયો કરે,અધિકારીઓ નિયમો નેવે મૂકી જુલમ કરે…ગુંડાઓનો પ્રકોપ વધે વગેરે સંજોગોમાં સુપ્રીમ કોર્ટ એક માત્ર આશાનું કિરણ દેખાય.હાલ જયારે ન્યાયતંત્ર અને સરકાર સામસામે છે ત્યારે ભારતના ચીફ જસ્ટિસ એન વી રમનાએ ન્યાયતંત્ર મુદ્દે નિવેદન આપ્યુ છે તે પ્રેરક છે.


તેમણે કહ્યું કે, શાસક પક્ષો માને છે કે સરકારી કાર્યવાહી ન્યાયિક સમર્થનને પાત્ર છે અને વિરોધ પક્ષોને આશા છે કે તે તેમના કારણને સમર્થન આપશે. પરંતુ એ સમજવુ જરૂરી છે કે ન્યાયતંત્ર માત્ર બંધારણ પ્રત્યે જવાબદેહ છે. દેશે હજુ પણ બંધારણ દ્વારા પ્રત્યેક સંસ્થાને સોંપેલી ભૂમિકાઓને પૂર્ણરીતે નિભાવવાનું શીખ્યા નથી. શનિવારે સાન ફ્રાન્સિસ્કોમાં એસોસિએશન ઓફ ઈન્ડિયન અમેરિકન્સ દ્વારા આયોજિત એક સન્માન સમારોહને સંબોધતા સીજેઆઈ એન વી રમનાએ કહ્યું, આપણે આ વર્ષે સ્વતંત્રતાના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ અને આપણુ ગણતંત્ર 72 વર્ષનું થઈ ગયું છે.

સીજેઆઈએ કહ્યુ, આ સામાન્ય જનતા વચ્ચે મોટી અજ્ઞાનતા છે જે એવી તાકાતોની સહાયતા કરે છે, જેમનો એકમાત્ર ઉદ્દેશ ન્યાયતંત્રને નષ્ટ કરવાનો છે. હુ આને સ્પષ્ટ કરી દઉં, અમે માત્ર અને માત્ર બંધારણ પ્રત્યે જવાબદેહ છીએ. બંધારણમાં પરિકલ્પિત નિયંત્રણ અને સંતુલનને લાગુ કરવા માટે આપણે ભારતમાં બંધારણીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાની જરૂર છે. આપણે વ્યક્તિઓ અને સંસ્થાઓની ભૂમિકાઓ અને જવાબદારીઓ વિશે જાગૃતતા ફેલાવવાની જરૂર છે. લોકતંત્ર તમામની ભાગીદારી વિશે છે.

સંયુક્ત રાજ્ય અમેરિકાનુ ઉદાહરણ આપતા સીજેઆઈએ ભારત સહિત દુનિયામાં દરેક જગ્યાએ સમાવેશને સન્માનિત કરવાની જરૂરિયાત પર જોર આપ્યુ અને અવગત કર્યા કે બિન-સમાવેશક અભિગમ એ આપત્તિને આમંત્રણ છે.

ભારતીય સમુદાયની સિદ્ધિઓના વખાણ કરતા સીજેઆઈએ કહ્યુ, આ અમેરિકી સમાજની સહનશીલતા અને સમાવેશી પ્રકૃતિ છે જે દુનિયામાંથી સર્વશ્રેષ્ઠ પ્રતિભાઓને આકર્ષિત કરવામાં સક્ષમ છે, જે બદલામાં આના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે. વ્યવસ્થામાં સમાજના તમામ વર્ગોના વિશ્વાસને જાળવી રાખવા માટે વિવિધ પૃષ્ઠભૂમિથી યોગ્ય પ્રતિભાઓને સન્માનિત કરવા પણ જરૂરી છે.

વાત ખુબ જ વિચારવા યોગ્ય છે.પ્રજાની અંતિમ આશા સમાન ન્યાય વ્યવસ્થાને ખલેલ ન પહોચે તે જરૂરી છે.લાંબા ગાળાના વિકાસ માટે બનેલા આવા પાયાને ક્યારેય ખલેલ પહોંચાડવી જોઈએ નહીં. સમગ્ર દુનિયામાં સરકાર બદલવાની સાથે નીતિઓ બદલાય છે પરંતુ કોઈ પણ સમજદાર, પરિપક્વ અને દેશભક્ત સરકાર નીતિઓમાં એ પ્રકારના પરિવર્તન કરશે નહીં જે તેમના પોતાના ક્ષેત્રના વિકાસને ધીમો કે રોકી દે. તેમણે ખેદ વ્યક્ત કરતા કહ્યુ કે દુર્ભાગ્યવશ, જ્યારે પણ સરકારમાં કોઈ પરિવર્તન થાય છે ત્યારે આપણે ભારતમાં એવી સંવેદનશીલતા અને પરિપક્વતાને જોતા નથી.

-શૈલેષ રાઠોડ

ખંભાતની આર.શી. મિશન શાળા ખાતે બી.આર.સી દ્વારા બાળ વૈજ્ઞાનિકોનો મેળો યોજાયો


ખંભાતની આર.શી. મિશન શાળા ખાતે બી.આર.સી દ્વારા બાળ વૈજ્ઞાનિકોનો મેળો યોજાયો હતો. જેમાં નવનિયુક્ત ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે મેળાનું ઉદ્ઘાટન કરી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા.

ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ બાળકો આવતીકાલનું ભવિષ્ય છે.ભાવિ ભારતના ઘડવૈયા અને બાળ વૈજ્ઞાનિકોએ ઉત્તમ કૃતિઓ બનાવી છે. જે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચે તેવી શુભેચ્છાઓ.

ખંભાત તાલુકાની શાળાઓના બાળ વૈજ્ઞાનિકોએ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન દરમિયાન ઉત્કૃષ્ઠ કૃતિઓ રજૂ કરી હતી.

આ પ્રસંગે ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ, પ્રાંત અધિકારી-નિરૂપમા ગઢવી, બી.આર.સી.મનીષભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.સહુએ  બાળકો ધ્વારા બનાવેલ પ્રોજેક્ટ નિહાળી પ્રોત્સાહિત કર્યા હતા.

-શૈલેષ રાઠોડ

ખંભાત વિધાનસભા બેઠક માટે કોંગ્રેસમાંથી ચિરાગ પટેલે જંગી રેલી યોજી ફોર્મ ભર્યું


ચિરાગ પટેલને મળ્યું અભૂતપૂર્વ સમર્થન

ભાજપના ગઢ ગણાતા ખંભાત વિધાનસભા બેઠક ઉપર ત્રિકોણીય જંગ ખેલાનાર છે.ભાજપના સીટીંગ ધારાસભ્ય મયુર રાવલ સામે કોંગ્રેસે યુવાન અને પ્રમાણિક સામજિક કાર્યકર ચિરાગ પટેલને ટીકીટ ફાળવતા જ રાજકીય ગરમાવો આવી ગયો છે.આ બેઠક ઉપર મહિપતસિંહ ચૌહાણે પણ ફોર્મ ભર્યું હોય ચૂંટણી રસપ્રદ બની છે.ખંભાત વિધાનસભા બેઠક પર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ચિરાગ પટેલે ૧૨:૩૯ કલાકે નામાંકનપત્ર ભર્યું હતું.જેમાં અભૂતપૂર્વ જનમેદની એકત્રિત થઇ હોય ખંભાતમાં તહેવાર જેવો માહોલ સર્જાયો હતો.

લોકો સ્વયંભૂ યાત્રામાં જોડાયા

ભવ્ય આતિશબાજી અને ડીજેના તાલે નીકળી યાત્રા

ખંભાતના ઐતિહાસિક પાણિયારી મેદાન ખાતેના અંબાજી માતાજીના મંદિરે દર્શન કરી ચિરાગ પટેલે નામાંકન માટે આગેકૂચ કરી હતી.પરિવર્તન નેમ  સાથે પાણીયારીથી શરૂ થયેલી રેલીમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી. જોકે મોદી સાંજે ટીકીટની જાહેરાત થતા જ ખંભાત સહીત વાસણા ગામમાં ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી.ખંભાતના  સરદાર ટાવર પાસે ભવ્ય આતશબાજી થઈ હતી.

 હું જીત માટે અને સંઘર્ષ માટે મક્કમ :ચિરાગ પટેલ

આ અંગે ચિરાગ પટેલે જણાવ્નાયું હતું કે,પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મુક્યો છે તે સિદ્ધ કરીને બતાવીશ.હું જાણું છું કે રાજનીતિ માર્ગ કઠીન છે.આવનાર દિવસોમાં મારે મુશ્કેલીઓ વેઠવી પડશે પરંતુ હું મક્કમ છું.હું સત્ય અને ન્યાયના માર્ગે ચાલનાર વ્યક્તિ છું.કાંટાઓથી ડરતો નથી.

પરિવર્તનની લહેર પ્રસરાઈ

નામાંકનપત્ર ભરવા જતા મોટી સંખ્સ્વયામાં લોકો સ્વયંભુ લોકો જોડાયા છે તે મારો વિજય છે.મને તિક્લોત મળતા લોકોમાં  ભારે ઉત્સાહ છે.ખંભાતમાં પરિવર્તનની લહેર પ્રસરાઈ હોય હું પ્રજાની પડખે રહી જરૂર વિજયી બનીશ.

 ખંભાતમાં ચિરાગ પટેલને વિજયી બનાવવા ઠેર ઠેરવિવિધ  સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.યાત્રામાં ખુશમનભાઈ પટેલ,ચિરાગ મકવાણા સહિતના અગ્રણીઓ જોડાયા હતા. 

અદ્ભૂત સફળતા :નડિયાદના ડૉ. સુપ્રીત પ્રભુએ 8 વર્ષના બાળકનો જીવ બચાવ્યો


નડિયાદ ખાતે એક 8 વર્ષનું બાળક ધારદાર વસ્તુ ગળી જતાં તેને આંખ, નાક ગળાના સ્પેશ્યાલિસ્ટ ઈ.એન.ટી સર્જન ડૉ. સુપ્રીત પ્રભુની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ભારે મહેનત બાદ સફળતમ રીતે તિક્ષ્ણ વસ્તુ કરતાં બાળકને જીવતદાન મળતા આનંદની લાગણી વ્યાપી ગઈ હતી.

ડૉ. સુપ્રીત પ્રભુએ પ્રભુનો આભાર માન્યો

આ અંગે ડૉ.ડૉ. સુપ્રીત પ્રભુએ જણાવ્યું હતું કે,મને એક 8 વર્ષના બાળકનો જીવ બચાવવાની તક મળી.જે બદલ ઈશ્વરનો આભાર માનું છું.બાળક ભૂલથી દાંત વડે તીક્ષ્ણ ધાતુના પદાર્થને ગળી ગયો હતો. જેની અસર થોરાસિક એસોફેગસ (અન્ન નળી)માં થઈ હતી. દોષરહિત એનેસ્થેસિયા માટે સુધીર સક્સેના અને સ્ટાફ પરિવારની જહેમથી અમને સફળતા મળી હતી.


ઉલ્લેખનીય છે કે, ડૉ.સુપ્રીત પ્રભુ ગોલ્ડમેડાલિસ્ટ ઈ એન ટી સર્જન છે. ઉત્તરાયણ સમયે દોરીથી ગળાની નસ કપાઈ જતી હોય છે, ત્યારે તેઓ દ્વારા સફળતમ રીતે ઑપરેશન કરી જીવતદાન આપવાના અનેક કિસ્સા છે.બાળકોની સર્જરી તેમજ અનેક ગાંઠોને લગતી સર્જરી, સાયનસ જેવા કિસ્સાઓનો સફળ ઈલાજ કરતા હોય ચરોતરવાસીઓ માટે તેઓ આશીર્વાદરૂપ છે.

બે વર્ષમાં 55,575 કરોડની જીએસટી ચોરી


જીએસટી સંબંધે ચોકાવનારા આંકડા પ્રકાશમાં આવ્યા છે.ભારતમાં છ વર્ષ અગાઉ લાગુ કરવામાં આવેલ જીએસટી ટેક્સ પ્રણાલીમાં કલેક્શન તાજેતરના મહિનામાં નવા રેકોર્ડ સ્તરે પહોંચી રહ્યું છે તેવામાં જીએસટી આવકની સાથે છેતરપિંડીના આંકડા વધી રહ્યા છે.

બે વર્ષમાં 55,575 કરોડની જીએસટી ચોરી પકડાઈ હોવાનું જીએસટી અધિકારીઓ એ જણાવ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, જીએસટી સંબંધે સરકારને નુકસાન પહોંચાડવા બદલ 700 થી વધુ લોકોની આ કેસોમાં ધરપકડ કરવામાં આવી છે.

“અંતિમ વિસામો” કૅથલિક કબ્રસ્તાન નડિયાદ ખાતે સદગત શ્રદ્ધાળુઓના આત્માની શાંતિ માટે ભવ્ય પરમ પૂજાનું આયોજન કરવામાં આવ્યું


નડિયાદ સ્થિત “અંતિમ વિસામો” કૅથલિક કબ્રસ્તાન ખાતે સદગત શ્રદ્ધાળુઓના આત્માની શાંતિ માટે ભવ્ય પરમ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.મોટી સંખ્યામાં ધર્મજનોએ ભાગ લઈ સ્વજનોની કબરોએ પ્રાર્થના કરી હતી.

આ તહેવાર અવસરે ફાધર અવિનાશ, ફાધર રમેશ મેકવાન, ફાધર ટોની, ફાધર જોસ્ટન, ફાધર અશોક વાઘેલા, ફાધર અંતોન અપ્પાઉ, ફાધર ફ્રાન્સિસ તથા ફાધર જીગ્નેશ ઉપસ્થિત રહ્યા હતા.

ફાધર અવિનાશે જણાવ્યું હતું કે, ઈસુપંથી ધર્મ મૂલ્યો પ્રમાણે પુનરુત્થાનની આશાએ આપણી મુખ્ય ધાર્મિક શ્રદ્ધા છે.જેનું આજે સ્મરણ કરી સદ્દગત mate પ્રાર્થના કરવામાં આવે છે, કબરને આશીર્વાદ આપવામાં આવે છે. લોકસમુદાયને સંબોધતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મૃત્યુના પ્રસંગને માત્ર દુઃખદ ન ગણતા ઈશ્વર તરફથી મળેલી પુનરુત્થાનની આશા માટે મૃત્યુને પ્રવેશદ્વાર તરીકે ગણીને ઈશ્વરનો આભાર માનીએ અને સદગતો માટે સતત પ્રાર્થના કરતા રહીએ.

પરમ પૂજા બાદ ઉપસ્થિત ફાધરોનુ સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સદગત સ્વજનોની કબરોને આશીર્વાદ આપવામાં આવ્યા હતા.

નડિયાદના ત્રણેય પેરિસના ધર્મજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.કાંતિભાઈ પરમારે તમામ ધર્મગુરુઓ,ધર્મજનો અને સ્વયં સેવકોનો આભાર માન્યો હતો.

મહાત્મા ગાંધીના હૈયે સરદાર અને નહેરુ


(ગાંધીજીના પૌત્ર રાજમોહન ગાંધી સાથે લેખક શૈલેષ રાઠોડની મુલાકાત)

રાજમોહન ગાંધી મહાત્મા ગાંધીના સૌથી નાના પુત્ર દેવદાસ ગાંધીના પુત્ર છે.તેમનો જન્મ ૭ ઓગસ્ટ ૧૯૩૫ના રોજ થયો હતો.જાણીતા ઇતિહાસકાર, ચરિત્રલેખક, ટીકાકાર અને રાજ્યસભાના પૂર્વસભ્ય.તેમને તેમના અંગ્રેજી ચરિત્રગ્રંથ ‘રાજાજી : એ લાઇફ’ માટે 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે.તેમની સાથેનો ઈન્ટરવ્યું અહી રજુ કરીએ છે.

દાદા મહાત્મા ગાંધી પાસેથી કયો ગુણ શીખવા મળ્યો?

મને મારા દાદા મહાત્મા ગાંધી પાસેથી સૌથી મહત્વનો કોઇ ગુણ શીખવા મળ્યો હોય તો એ છે કે કોઇ પણ પરિસ્થિતિમાં મગજને શાંત રાખો. દુશ્મન સાથે પણ સંવાદ સાધવાથી તેની સાથેના મતભેદ દૂર કરી શકાય છે.’

મહાત્મમા ગાંધી ભારત પાકિસ્તાનના સંબધ અંગે શું વિચારતા?

કોઈ આયોજન?

મેં ‘ધ ગુડ બોટમૅન : એ પોર્ટ્રેટ ઑફ ગાંધી ઍન્ડ અંડરસ્ટેન્ડિંગ ધ મુસ્લિમ માઇન્ડ’માં પણ નોધ્યું છે કે, ‘ઑગસ્ટ 1947થી જ ગાંધી પાકિસ્તાનની યાત્રા કરવા માગતા હતા. 23 સપ્ટેમ્બરના રોજ તેમણે કહ્યું કે હું લાહોર જવા માગું છું, હું રાવલપિંડી જવા માગું છું.’તેમણે આ ઇચ્છા વિશે ઝીણાને પણ લખ્યું હતું.27 જાન્યુઆરીના રોજ એ નક્કી થયું કે ગાંધી 8 કે 9 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન પહોંચશે.જો ગાંધી 40ના દાયકાના અંત અને 50ના દાયકાની શરૂઆતમાં હયાત હોત તો ભારત અને પાકિસ્તાનના સંબંધને સુધારી શક્યા હોત.

ગાંધીજીના પૌત્ર રાજમોહન ગાંધી સાથે લેખક શૈલેષ રાઠોડ, વિઠ્ઠલ કન્યા કેળવણી મંડળના મંત્રી અરવિંદભાઈ પટેલ સાથેની મુલાકાત

ડેમોક્રેસી બાબતે આપનો મત શું છે?

આઝાદી બાદ નહેરુ વડપ્રધાન બન્યા પછી તેમની ડોમેસ્ટિક અને ફોરેન પોલીસીએ દેશને ઉંચાઈ પર પહોંચાડ્યો.આજે જે ડેમોક્રેસીની ચર્ચા થઇ રહી છે અને ડેમોક્રેસી સામે ખતરો વર્તાઈ રહ્યો છે.ડેમોક્રેસી જે અનુભવ દેશને થયો તે જવાહરલાલ નહેરુના ઉત્તમ શાશન ને કારણે થયો.તેમણે ૧૭ વર્ષ પ્રધાનમંત્રી તરીકે રહી જે ડેમોક્રેસી બનાવી અને નિભાવી તે દેશ માટે બેમિસાલ હતી.

દેશની એકતા અને અખંડીતતા બાબત મહાત્મા ગાંધીની ભૂમિકા શું હતી?ગાંધીજી નહેરુને જ કેમ પ્રાધાન્ય આપતા?

મારા મતે ગાંધીજી સમજી ગયા હતા કે નહેરુની પર્શનાલીટી એવી હતી કે જે અન્યોને આકર્ષિત કરતી હતી.તેનાથી અધિક વિશેષ કહું તો ગાંધીજી જાણતા હતા જવાહરલાલ નહેરુ ભારતની આઝાદી માટે કોઇપણ કિંમત ચુકવવા તૈયાર હતા.અને બીજો પ્રભાવ એ હતો કે ગાંધીજી સમજી ચૂક્યા હતા કે જ્યાં સુધી હિંદુ-મુસ્લિમનો પ્રશ્ન છે તેમાં જવાહરલાલ કઈ પણ કરવા તૈયાર હતા. મારો જે અભ્યાસ છે એ મુજબ જયારે ૧૯૨૪ માં હિદુ મુસ્લિમ માટે ગાંધીજીએ દિલ્હીમાં ઉપવાસ કર્યા હતા ત્યારે જવાહરલાલ તો યુવાન હતા.લગભગ ૩૫ વર્ષની ઉમર હશે.તે વખતે તેઓ ગાંધીજીને મળવા આવ્યા.તે વખતે બંને વચ્ચેના સંબધો ખુબ ઘનિષ્ઠ બની ગયા.

ગાંધીજી સમજી ગયા હતા કે જવાહરલાલ નહેરુ કે જેમનું વ્યક્તિત્વ પ્રભાવી હોય અને જે રાજનીતિમાં આવ્યા પછી હિંદુ-મુસ્લિમ એકતાને વધુ મજબુત કરવા કંઈપણ કરવા તૈયાર હતા.મહાત્મા ગાંધીજીએ ૧૯૨૮ માં યંગ ઇન્ડીયામાં લેખ લખ્યો હતો કે,જવાહરલાલ નહેરુના હાથમાં દેહ સલામત રહેશે.એજ સમયે “કીર્તિ મેગેજીનમાં ભગતસિંગ લખે છે કે,યુવાનોએ નહેરુને ફોલો કરવા જોઈએ.ભગતસિંહ,ટાગોર અને સરદાર સાહેબ પણ કહેતા કે દેશને આંતરરાષ્ટ્રીય લેવલે જો કોઈ ભારતને રજુ કરી શકે તો તે જવાહરલાલ નહેરુ છે.

આઝાદી પૂર્વે શા માટે સહુ નહેરુને ભાવી વડાપ્રધાન તરીકે ઈચ્છતા હતા?તેમનામાં એવી કઈ વિશેષતા હતી?

દરેકની વિચારસરણી અલગ અલગ હોઈ શકે છે પરંતુ મારા માટે સ્પષ્ટ છે કે તેઓ દેશ માટે કોઇપણ પ્રકારની કુરબાની આપવા તૈયાર હતા.જેમાં જેલ હોય કે મારવાનો વારે તે માટે પણ તૈયાર રહેતા.ઉપરાંત તેઓ ખુબ જ મહેનતુ હતા.સવારથી મોદી રાત સુંધી સખત મહેનત કરતા હતા.તેમની પાસે દેશની આઝાદી સિવાઈ બીજો કોઈ ઉદેશ નહોતો.ઉપરાંત સહુ જાણતા હતા કે દેશની જાણતા હતા કે દેશની જનતા તેમને ખુબ જ ચાહતી હતી.દેશની જનતા સમજી ગઈ હતી કે તેઓ નેતૃત્વ માટે કામ નથી કરતા પણ દેશની જનતા માટે કામ કરી રહ્યા છે.બીજા બધા નેતા દેશ માટે વિચારતા હતા જયારે નહેરુ દેશ અને દુનિયા વિષે વિચારતા હતા.સહુ કોઈ જાણે છે કે જેલમાંથી તેઓ પોતાની બેટીને ચિઠ્ઠી લખતા હતા ત્યારે તેમાં તેઓ દુનિયાની ચિતા પણ કરતા હતા.દુનિયાની સમસ્યા દેશની જનતાને બતાવવી અને સમજાવવામાં તેમની મોટી ભૂમિકા રહી હતી. સમાજમાં જયારે ચર્ચાનો વિષય બન્યો છે કે,જવાહરલાલ નહેરુને બળજબરીપૂર્વક વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા.

સરદાર પટેલ વડાપ્રધાન પદના હક્કદાર હતા.આ અંગે આપનો મત શું છે.?કારણ કે આપે સરદાર પટેલના જીવન અંગે પુસ્તક લખ્યું છે.

આ પ્રશ્ન સંદર્ભે મેં ઘણો જ અભ્યાસ કર્યો છે.બન્યું એવું કે ૧૯૪૬ ના એપ્રિલ મહિનામાં “કવિટ ઇન્ડિયા” અંદોલનમાં ઘણા લોકો જેલમાં ગયા.તેઓ જુન-જુલાઈ ૧૯૪૫માં છૂટ્યા તે વખતે મૌલાના આઝાદ ૧૯૪૦ થી કે બિહારના રામગઢમાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું હતું ત્યારથી કોંગ્રેસના પ્રમુખ હતા.૧૯૪૯ થી ૧૯૪૬ સુંધી તેઓ પ્રમુખ રહ્યા.આ સમયે નવા કોંગ્રેસ પ્રમુખની પસંદગી નક્કી કરવાની હતી.તે વખતે આઝાદી મળશે કે નહિ તે નક્કી નહોતું.હા આઝાદી નજીક છે તેમ લાગતું હતું.જોકે વડાપ્રધન બનવા માટે કોઈ ચર્ચા નહોતી.માત્ર નવા પ્રમુખ બનાવવા અંગે ચર્ચા ચાલી હતી.એ સમયે કોંગ્રેસમાં એવી પ્રણાલી હતી કે વિવધ પ્રદેશમાંથી પ્રમુખ માટે નામની ભલામણ થતી.જે ચારપાંચ નામ આવતા તે પ્રણાલી મુજબ સહુ ગાંધીજી સમક્ષ રજુ કરતા હતા.તે સમયે ગાંધીજી પોતાનો મત મુકતા.જેને લગભગ બધા સર્વસંમતીથી સ્વીકારી લેતા હતા.હું એમ નથી કહેતો કે આ પદ્ધતિ સાચી હતી પંરતુ તે સમયે આવી પદ્ધતિ અમલમાં હતી.૧૯૪૬ માં કેટલાક લોકોએ સરદાર પટેલનું નામ અધ્યક્ષ માટે રજુ કર્યું હતું.

જવાહરલાલ નહેરનું નામ કોઈ એ ન મુક્યું.એક દ્વારકાપ્રસાદ મિશ્રા કે જે મહાકૌશાલના પ્રસિદ્ધ નેતા હતા.(જેમના દીકરા બ્રિજેશ મિશ્રાના સહુ કોઈ જાણે છે કે જે અટલજીના વિશેષ સલાહકાર હતા.)દ્વારકાપ્રસાદ મિશ્રાએ પણ તેમના પુસ્તકમાં લખ્યું છે કે,તે સમયે વડપ્રધાન માટે કોઈ ચર્ચા નહોતી.જવાહરલાલ નહેરુ ૩ વખત અધ્યક્ષ બની ચુક્યા હતા.જયારે સરદાર પટેલ માત્ર ૧૯૩૦ માં એક જ વખત અધ્યક્ષ બન્યા હતા.તેમને આદર આપવા સરદાર પટેલ સાહેબની અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.આજે લોકો ચર્ચા કરે છે કે સરદાર પટેલ સાહેબને વડપ્રધાન બનવવા સહુ ઈચ્છતા હતા.

જોકે તે વખતે વડાપ્રધાન બનવા કે બનાવવા કોઈ ચર્ચા થઇ નહતી. માત્ર અધ્યક્ષ પસંદગીની જ ચર્ચા થઇ હતી.ટૂંકમાં,1946માં કોંગ્રેસના નવા અધ્યક્ષ ચૂંટવાના હતા. નહેરુ, સરદાર, રાજેન્દ્રપ્રસાદ અને મૌલાના આઝાદ ઉમેદવારો હતા,જેમાંથી સરદાર ઉંમરમાં સહુથી મોટા હતા.તેમની તબિયત લથડેલી. બધાની રાય હતી સરદાર અધ્યક્ષ બને, પણ સરદારે ગાંધીની વાત માન્ય રાખી અને નહેરુ અધ્યક્ષ બન્યા. કોઈને પટેલ વડાપ્રધાન બને તેવી ધારણા નહોતી. કોઈ વર્તમાનપત્રો કે રિપોર્ટ એ પ્રસ્તાવને બહાલી આપતા નહોતા. અરે, પટેલે પોતે મૃત્યુના એક મહિના પહેલાં કહેલું, ગાંધીજીનો નહેરુ વડાપ્રધાન બને એ વિચાર સાચો જ હતો. ગાંધી, જનતા અને પટેલ વગેરે બધા ખોટા હતા, તેમ કહી જરૂર શકાય પણ એ હકીકત સત્યથી વેગળી સાબિત થશે.તે સમયે સમગ્ર દેશ ખુશ હતો.

ખુદ સરદાર પટેલ પણ જવાહરલાલ નહેરુ વડાપ્રધાન બને તેમ ઈચ્છતા હતા. આઝાદી મળ્યા પછી અધ્યક્ષ હોવાને નાતે મંત્રીમંડળ અને પસંદગીની સત્તા નહેરુના હાથમાં આવી.નહેરુના વડાપ્રધાન બનાવવાને પગલે કોઈને કોઈ જ મનદુઃખ નહોતું થયું જો થયું હોત તો અવિશ્વાસ પ્રસ્તાવ રજુ થાત. કદાચ લોકો એ વાત નથી જાણતા કે સરદાર સાહેબનું નિધન ૧૯૫૦ માં ઇન્દોર ખાતે થયું તેના ૧૦ દિવસ પહેલા સરદાર પટેલે કહ્યું હતું કે,”આ દેશનું સદભાગ્ય છે કે દેશને જવાહરલાલ નહેરુ જેવા વડાપ્રધાન મળ્યા.”આ ભાષણ દરેક અખબારમાં પણ છપાયું હતું.

મહાત્મા ગાંધી અને સરદાર-નહેરુના સંબધો વિષે શું કહેશો?

જવાહરલાલ નહેરુ અને ગાંધીજી ૧૯૧૬ માં પ્રથમ વખત મળ્યા હતા.સરદાર પટેલ સહીત અનેક લોકો કહેતા હતા કે,નહેરુ અને ગાંધીજી વચ્ચે ખુબ જ પ્રેમનો ઘનિષ્ટ સંબધ હતો.આજે લોકો ભૂલી ગયા છે તેવા મશહુર લેખક કિશોરલાલ મશરુવાલા કે જે મહાત્મા ગાંધીના “હરીજન”અખબારના તંત્રી હતા.કિશોરલાલ મશરુવાલા કહેતા હતા કે ગાંધી અને પટેલનો નાતો ભાઈ જેવો હતો અને ગાંધી તેમજ જવાહરલાલનો સંબધ એક બાપ બેટા જેવો સંબધ હતો. પટેલના અંતિમ સંસ્કાર સમયના નહેરુના શબ્દો વાંચવા યોગ્ય છે. સરદાર ગાંધીની હત્યા માટે પોતાને કદી માફ ન કરી શક્યા. એમને હાર્ટ એટેક આવી ગયો. સ્મરણ રહે કે ગાંધી અને પટેલ ખૂબ નિકટ હતા. પટેલ ગાંધીની ખૂબ મજાક કરતા, એટલું જ નહીં, ગાંધી ઇચ્છતા કૈં પટેલ તેમની હાજરીમાં ગાંધીની મજાક કરે! આવી નિકટતમ વ્યક્તિના જવાથી બંને નહેરુ અને સરદાર અત્યંત વ્યથિત હતા એ સમજવું અનિવાર્ય છે.

સરદાર અને ઉદ્યોગપતિના સંબધો કેવા હતા?

સરદારે ઉદ્યોગપતિઓ સાથેના પોતાના મીઠા સબંધો ક્યારેય છુપાવ્યા નથી પણ તેના થકી સંપત્તિ બિલકુલ અર્જિત ન કરી. મૃત્યુ સમયે તેઓ સાવ અકિંચન હતા. તેમના પુત્રી મણિબહેન તદ્દન સાધારણ સ્થિતિમાં લગભગ નિર્ધન અવસ્થામાં જીવ્યાં. એટલી તો તેમની પ્રામાણિકતા. આજે એવું વિશુદ્ધ ચારિત્ર્ય ધરાવનાર રાજકારણી કે સમાજસેવી મળવા દુર્લભ. જેમને સરદારના જીવનનું આ પાસું જ્ઞાત હોય તે તેમના વિરોધ માટે કઇં પણ કહેવા લલચાય નહીં. ખરેખર તો સરદાર વિશેની આ બધી વિગતોનો સંચય કરીને પ્રજા માટે ઉપલબ્ધ કરવી જોઈએ.

-શૈલેષ રાઠોડ

મલ્ટીપર્પઝ ચણીયાચોળીનો ટ્રેન્ડ:દેશ -વિદેશમાં પાથરે છે રૂપ


-શૈલેષ રાઠોડ

કોરોનાકાળ બાદ પહેલી વાર હસ્તકલાની હાથકડી ખુલી હોય એમ ઠેર ઠેર ચણીયા ચોળી અને ઓર્નામેન્ટના સ્ટોલ અને બાઝાર ભરાયા હતા.કોરોનાકાળનાતમામ બંધનો દુર થતા ખુલ્લા આકાશ નીચે મન મૂકી ગરબે ગુમવા યુવાધન થનગની રહ્યું છે.ગરબાનું મુખ્ય આકર્ષણ અને સ્ત્રીઓનો નીખાર એટલે ચણીયા ચોળી.ચાલુ વર્ષે મનમૂકી ચણીયા ચોળીની ખરીદી થઇ હોય નવરાત્રીનો રંગ દેશ વિદેશમાં સર્વત્ર છવાઈ રહ્યો છે.

જાણીતા ડિઝાઇનર અર્ચના મકવાણાની ડિઝાઇન કરેલ ચણીયા ચોળી વિશ્વ સ્તરે વિસ્તરી

જાણીતા ડિઝાઇનર અર્ચના મકવાણાની ડિઝાઇન કરેલ ચણીયા ચોળીમાં કલાત્મક ભરત ગુંથન તેમજ આધુનિક વસ્ત્ર નિરૂપણ સહુમાં આકર્ષણ જમાવે છે.

કારીગર કલાત્મક વર્ક કરી સુંદરતા આપી શકે છે પંરતુ યુવાનોનો ટેસ્ટ એક ડીઝાઇનર જ સમજી શકે.ચાલુ વર્ષે રામલીલા થી લઇ શીબોરી ચણિયાચોળીની અવનવી ફેશન ટ્રેન્ડિંગમાં છે. ચાલુ વર્ષે “આઉટ ઓફ ફેશન” ન થાય તેવા અને “મલ્ટીપર્પઝ” ચણીયા ચોળીનું ધૂમ વેચાણ આણંદ, નડિયાદ,વડોદરા,રાજકોટ,અમદાવાદ,વિદ્યાનગર,સુરત સહિતના શહેરોમાં થયું છે.નડિયાદ સહીત ચરોતરમાં ૨૮ કરોડથી વધુનો ચણીયા ચોળીનો વ્યવસાય થયો હોય નવરાત્રીમાં અનેરી રંગત જોવા મળી રહી છે.

તસ્વીર:જાણીતા ડિઝાઇનર અર્ચના મકવાણા

વડોદરાના જાણીતા ડિઝાઇનર અર્ચના મકવાણા છેલ્લા કેટલાક વર્ષોથી ટ્રેન્ડ સેટર ચણિયા ચોળી ડિઝાઇન કરે છે.તેમની ડિઝાઇન કરેલી ચણીયા ચોળી માત્ર ગુજરાત જ નહિ અમેરિકા,ઓસ્ટ્રેલીયા,દુબઈ અને યુ.કેમાં જાણીતી બની છે.તેઓ જણાવે છે કે,મેં ચાલુ વર્ષે એવી ચણીયા ચોળીની ડીઝાઇન તૈયાર કરી છે જે ક્યારેય આઉટ ઑફ ફેશન થશે જ નહીં.ઉપરાંત આ ચણીયા ચોળી નવરાત્રી કે ગરબા સિવાય અન્ય કાર્યક્રમો,પ્રસંગોમાં પણ પહેરી શકાશે.જેને કારણે ઉંચી કીમતે પણ તેની ખરીદી થઇ રહી છે.

પેસ્ટલ કલેક્શન

અર્ચના મકવાણા જણાવે છે કે,વિદેશમાં વસતા ચરોતરવાસીઓ તેમજ ગુજરાતીઓ મોટા પ્રમાણમાં ચણીયાચોળી આયાત કરે છે.ચાલુ વર્ષે અમેરિકા,યુ.કે,કેનેડા,ઓસ્ટ્રેલીયા,દુબઈ,ન્યુજીલેન્ડ સહિતના ૧૨ જેટલા દેશોમાં મોટા પ્રમાણમાં ચણીયા ચોળીની નિકાસ થઇ છે.બહુ નાની ઉંમરે ફેશન ડિઝાઇનિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.સંઘર્ષો પછી અનુભવે જોયું કે ખેલૈયાઓના કપડાનો ટેસ્ટ સમયાન્તરે બદલાતો રહે છે.મેં ગુજરાતની સર્વ પ્રથમ “રામલીલા “ચણીયા ચોળી ડીઝાઇન કરી હતી.જેને અપ્રિતમ સફળતા સાંપડી હતી.આ ચણીયા ચોળી એવેર ગ્રીન ગણાય છે.આ એક સત્ય છે કે,કચ્છ,પાટણ કે કારીગર કલાત્મક વર્ક કરી સુંદરતા આપી શકે છે પંરતુ યુવાનોનો ટેસ્ટ એક ડીઝાઇનર જ સમજી શકે.

શિબોરી ચણિયાચોળી
અર્ચના મકવાણા જણાવે છે કે,વિદેશમાં વસતા ચરોતરવાસીઓ તેમજ ગુજરાતીઓ મોટા પ્રમાણમાં ચણીયાચોળી આયાત કરે છે.ચાલુ વર્ષે અમેરિકા,યુ.કે,કેનેડા,ઓસ્ટ્રેલીયા,દુબઈ,ન્યુજીલેન્ડ સહિતના ૧૨ જેટલા દેશોમાં મોટા પ્રમાણમાં ચણીયા ચોળીની નિકાસ થઇ છે.

શીબોરી કલેક્શન ચાલુ વર્ષે ટ્રેન્ડમાં છે.જેમાં કાપડને ફોલ્ડ કરીને પ્લિટ કરીને પછી સ્ટીચ કરીને તેને ડાયમાં નાખવામાં આવે છે એટલે તેની કોસ્ટ વધુ હોય છે.તેની ડાયીંગ ટેકનીક ખુબ જ અઘરી છે.જે દેખાવમાં ખુબ જ સુંદર છે જેને કારણે જેટલું ઉત્ત્પાદન થયું તે વેચાઈ ગયું છે.જેની કીમત ૧૫ હજારથી લઈને ૨૦ હાજર સુંધી ની હોય છે.જેનો મલ્ટીપર્પઝ ઉપયોગ થાય છે.પેસ્ટલ કલર,સેડીંગવાળા ગ્રેડેડ ચાનીયાચોળી એટલે કે ડોટેડ મશરૂ પાટણનું એની ઉપર પેસ્ટલ શેડ્સના ઓમ્બ્રે કલરવાળા ચણીયા ચોળી ની માંગ વધી છે.જે બહુ હિટ્સ છે.તે પેસ્ટલ કલરમાં ઉપલબ્ધ છે.જેની ઉપર લેસીસ અને મિરર વર્કની લેસીસ બહુ ચાલે છે.આ ચણીયા ચોળી લગ્નપ્રસંગ કે કોઈ તહેવારમાં-પાર્ટીમાં પણ પહેરી શકો છો.

અર્ચના મકવાણાએ રામલીલા થી લઈ પેસ્ટલ, શિબોરી જેવા વિશ્વ વિખ્યાત કલેક્શન તૈયાર કર્યા છે.

સંપર્ક :અર્ચના મકવાણા

Archana’s Fashion House & House Of Archana

01 Monalisa Apartment, 48, Nutan Bharat Society, Alkapuri, Vadodara, Gujarat 390007

Mo:08469077744

એક રીતે કહીએ તો આ મલ્ટીપર્પઝ ચણીયા ચોળી છે.મિક્સ મેચ કરી તેની ઉપર કુર્તી પહેરી શકો છો.તમે જાતે પણ અવનવા મેચિંગ કરી શકો છો.અમુક લોકોને ટ્રેડીશનલ ગમતા હોય છે.હેન્ડવર્ક વાળા કે જેમાં ચણીયા અઢી મિટર હોય છે જેમાં કાપડ ઉમેરી વધુ ઘેર વાળા ચણીયા ચોળીની ડીમાંડ છે.જેનો ફ્યુજન લુક લાગે છે.લુધિયાણા(પંજાબની)ની ફુલકારી હેન્ડ એમ્રોયાડરી ડીઝાઇન સાથે ટ્રેડીશનલ વર્ક વાળા ચણીયાચોળીને મર્જ કરી દીધું છે.જેના બ્લાઉઝ મશરૂથી બન્યા છે અને તેની સ્લીવ્સ છે તે કચ્છી ભરતની બનાવી છે.

બાંધણી પેટર્નના ચણીયા કોળી જે જેના ઘેર ૧૦ થી ૧૨ મિત્રના હોય છે.જેની કીમત ૬,૫૦૦ થી લઇ ૧૨૦૦૦ સુંધીની હોય છે.જેમાં મિરર વર્ક અને લમ્પી લેસનો ઉપયોગ કરી હાફ બાંધણી અને હાફ પ્લેન મટીરીયલ ઉપયોગમાં લઈને બનેલા ચણીયા ચોળી બજારમાં ધૂમ મચાવી રહ્યા છે.ગુજરાતની નવરાત્રીની વિશ્વમાં એક આગવી ઓળખ છે.

વડોદરાના અર્ચના મકવાણા જેમણે રામલીલા થી લઈ શિબોરી સુંધીના અદ્ભૂત ચણિયાચોળી ડિઝાઇન કરી ખેલૈયાઓના મન મોહી લીધા છે.

વિશ્વનો સૌથી લાંબો નૃત્ય મહોત્સવ પણ નવરાત્રીને કહેવામાં આવે છે.નવ દિવસ નિત નવા શણગારને કારણે પણ ચણીયા ચોળીની માંગ વધી જાય છે.એંકલ લેંથ અને ડિજીટલ પ્રિન્ટની ડિઝાઇનર ચણિયાચોળી,ડિઝાનર બ્લાઉઝ,શોર્ટ બેકલેસ બ્લાઉઝનો પણ ટ્રેન્ડ છે.બીજી તરફ કુર્તા અને કોટી પણ ભારે ડિમાન્ડમાં છે.

આ કુર્તા પહેરવામાં પણ કમ્ફર્ટેબલ છે. છોકરામાં હાથના લટકણ, વર્ક વાળી ટોપી કે વિવિધ હાથ પગના લટકણ અને વર્કવાળી કોટી ટેન્ડમાં છે. અને હેવી દુપટ્ટા પણ ડિમાન્ડમાં છે. જ્યારે આ વર્ષે નાના લાઇટ ધરેણાની સાથે લાંબા અને હેવી જ્વેલરીનો પણ ટ્રેન્ડ છે. તો ગળાબંધ ચોકર વધારે ડિમાન્ડમાં છે. નાના બાળકો માટેની પણ ચણિયાચોળી અને કેડીયા ડિમાન્ડમાં છે. સાથે ટ્રેડિશનલ પર્સ અને મોજડીની પણ ખરીદી લોકો કરી રહ્યા છે. ચણીયા ચોળી સુંદર અને કલાત્મક જોઈએ તો તેની કોસ્ટ વધી જાય છે.આ સંજોગોમાં મલ્ટીપર્પઝ ચણીયા ચોળીની ખરીદી વધી છે.

એક રીતે કહીએ તો આ મલ્ટીપર્પઝ ચણીયા ચોળીમાં મિક્સ મેચ કરી તેની ઉપર કુર્તી પહેરી શકો છો.તમે જાતે પણ અવનવા મેચિંગ કરી શકો છો.:અર્ચના મકવાણા

નવરાત્રી એક એવો તહેવાર છે જેમાં આનંદ લેવાની મજા કંઇક અલગ જ આવે છે. નવરાત્રીમાં ફેશન જ્વેલરીની વાત કરીએ તો આ વખતે નવરાત્રીમાં મિરર ગ્લાસીસ,સિલ્વર અને ઓક્સોડાઇઝ જ્વેલરી ટ્રેન્ડમાં રહે છે.જોકે ચાલુ વર્ષે માથા ઉપર હેડ જ્વેલરીની ડીમાંડ છે.જે ખુબ જ સુંદર લાગે છે અને ટ્રેન્ડીંગમાં છે.

કચ્છી ભરત વર્ક સાથે કચ્છી અજરખબાટી તથા બાંધણીના વસ્ત્રોની માંગ સદૈવ રહી છે.ફેશનની વાત કરીએ તો ઇન્ડિગો બ્લુ સિલ્ક ફિનિશ ઘાઘરો, મલ્ટી કલર ફૂલકારી દુપટ્ટો અને ભરત ભરેલા પૅચ મુકેલું લાંબી બાંયનું બ્લાઉઝ બહુ ગ્રેસફુલ લાગે છે. પ્રિન્ટેડ ચણીયા ચોળી,બાંધણી,બાટીક,અજરખ પ્રિન્ટ,મશરૂ,મિરર વર્ક,આહિર વર્ક ચણીયા ચોળીની માંગ નિયમિત જોવા મળી રહી છે.

Archana’s Fashion House & House Of Archana, Vadodara

Archana’s Fashion House & House Of Archana

01 Monalisa Apartment, 48, Nutan Bharat Society, Alkapuri, Vadodara, Gujarat 390007

Mo :08469077744

આલેખન :શૈલેષ રાઠોડ

અર્ચના મકવાણાએ તૈયાર કરેલ વિશ્વ વિખ્યાત પેસ્ટલ મશરૂ ફેબ્રિક્સ ચણિયા ચોળી

તસ્વીર સૌજન્ય :અર્ચના મકવાણા

આલેખન :શૈલેષ રાઠોડ

ગુજરાતના રાજકુમાર : ગોપાળદાસ દેસાઈ


મહાત્મા ગાંધીના પૌત્ર રાજમોહન ગાંધી સાથેની એક અદ્ભુત મુલાકાત નડિયાદ પાસેના વસો ગામના ‘દરબાર’ ગોપાલદાસ દેસાઈ સુંધી લઇ ગઈ.રાજમોહન ગાંધીએ અંગ્રેજીમાં નોંધપાત્ર જીવનચરિત્રો આપ્યાં છે.

તેમણે વાત વાતમાં જ પોતે લખેલ એક પુસ્તક ભેટ સ્વરૂપે આપ્યું.શીર્ષક:Prince of Gujarat – The Extraordinary story of Prince.આ ગુજરાતના પ્રિન્સ એટલે ‘દરબાર’ ગોપાલદાસ દેસાઈ.

આ પુસ્તક એમનાં બીજાં જીવનચરિત્રોથી જૂદું એટલે પડી આવે છે કે એમાં રાષ્ટ્રીય સ્તરે લગભગ અજાણ્યા એવા એક વ્યક્તિત્વની વાત છે. ‘દરબાર’ ગોપાલદાસ દેસાઈ એમના સમયમાં ગુજરાતમાં અને સ્વતંત્ર્ય સંગ્રામની નેતાગીરીમાં તો ઘણા જાણીતા હતા, પણ વિવિધ કારણોસર ભારતને સ્વતંત્રતા મળ્યા પછીના ઇતિહાસમાં એમનું નામ લગભગ નહીં જેવું જોવા મળે છે.

હું આ સંદર્ભે લેખ વિષે વિચારું ત્યાં થોડા જ દિવસમાં ‘દરબાર’ ગોપાલદાસ દેસાઈના ચોથા નંબરના પુત્ર જે વિદેશમાં રહે છે તે બારીનભાઈ દેસાઈ સાથે મુલાકાત છે.આ બંને મુલાકાતોની વાત તંત્રીશ્રી નરેશભાઈને કરી અને તેમણે અભિયાન માટે લેખ તૈયાર કરાવ્યો.

(નોધ:તસ્વીરમાં રાજમોહન ગાંધી અને બારીનભાઈ દેસાઈ અને પુસ્તક )

મહાત્મા ગાંધીના પુત્ર રાજમોહન ગાંધી સાથે લેખક શૈલેષ રાઠોડ

ગુજરાતના રાજકુમાર : ગોપાળદાસ દેસાઈ

પ્રિન્સ દરબારની સંતાયેલી પ્રેરક કથા

દીઠા રાજા ઘણા,

આપની હેડી નહીં જડે!

-શૈલેષ રાઠોડ

ગુજરાતમાં કેળવણીનો પાયો નાંખનાર પ્રથમ રાજવી,૧૦૦ વર્ષ પૂર્વે અસ્પૃશ્યતા હટાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર, ગણોતનિયંત્રણ,ખેડે તેની જમીન,વેઠનાબૂદી સુધારણા કરનાર, સમાજસુધારક, ક્રાંતિકારી નેતા, ત્યાગમૂર્તિ તેમજ પ્રજાસેવક,ભારતના રજાઓમાં સર્વ પ્રથમ ગાદી છોડનાર અને આઝાદીના મહત્વના આંદોલનોમાં સરદાર-ગાંધી સાથે ખભે ખભા મિલાવનાર પાયાના સત્યાગ્રહી,આઝાદી અપાવવામાં અને સમાજને નવી દિશા અપાવવામાં પહેલ કરનાર ગોપાળદાસ દેસાઈને શત શત નમન.

જ્યારે ગુલામીના ચીન્હો રાખવા કે ન રાખવા એ પ્રશ્ન બળવાખોર દરબાર સાહેબના મગજમાં તરતો હતો.અને પોતાની ગાદીને લાત મારવી પણ પોતાના આત્માને સ્વતંત્ર રાખવો એમાં જ માનવતા છે તે વાત દરબારશ્રીને લાગતા શ્રી ભક્તિબાની સહર્ષ અનુમતિ મળતા તરત જ ગાદી છોડી દીધી. અને એ બનાવે હિંદ અને ખાસ કરીને ગુજરાતના રાષ્ટ્રિયતાના પગલાને એક કદમ આગળ ધપાવ્યું. સૌના મનમાં તે વખતે એક જ પોકાર હતો. ધન્ય છે દરબાર સાહેબને ! ધન્ય છે ભક્તિબાને ! ગાદીથી મળતા લાભ, ગાદીથી મળતા સુખ,ગાદીથી મળતા એશઆરામ,ગાદીથી મળતી પ્રતિષ્ઠા એ સૌને તેમણે તિલાંજલી આપી અને સામાન્ય માણસ તે બની ગયાં,રાજારાણી મટી ગયાં,પણ માન્ય સેવક અને સેવિકા થઈ ગયાં. મહાત્મા ગાંધી અને સરદાર સાહેબના પ્રેરક મિત્ર-રાજા-આઝાદીના આંદોલનના નાયક પ્રિન્સ દરબારની સંતાયેલી પ્રેરક કથા સાચે જ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ટાણે યુવક-યુવતીઓ માટે “રોલ મોડેલ” સમાન છે.

અસ્પૃશ્યતા નિવારણ માટે આજથી સૌ વર્ષ પહેલા સૌરાષ્ટ્રમાં એક એવા રાજવી થયા જેમણે અસ્પૃશ્યોને (અનુસૂચિત જાતિ)પોતાના ગણ્યા.ગુજરાતમાં ભદ્ર વર્ગ તરફથી દલિતો અને મહિલાઓને સન્માન આપવાની જો કોઈએ શરૂઆત કરી હોય તો તે દરબાર ગોપાળદાસ દેસાઈ હતા. તેમણે ગણોતનિયંત્રણ, ખેડે તેની જમીન, વેઠનાબૂદી વગેરે સુધારાઓનું અમલીકરણ કર્યું હતું, ખેડૂતોનાં દેવાં માફ કર્યાં હતાં; પોતાના નાનકડા તાલુકામાં મફત પ્રાથમિક શાળાઓ શરૂ કરી હતી. 1915માં વસોમાં મૉન્ટેસોરી પદ્ધતિનું બાલમંદિર શરૂ કરવામાં દરબારસાહેબે અગત્યની ભૂમિકા ભજવી હતી. નડિયાદમાં વિઠ્ઠલ કન્યાવિદ્યાલય તથા રાજકોટમાં વલ્લભ કન્યાવિદ્યાલયની સ્થાપનામાં પણ તેમણે પહેલ કરી હતી.

સૌરાષ્ટ્રના ઢસા અને રાય-સાંકળીના રાજા દરબાર ગોપાળદાસ દેસાઈએ તેમના છેલ્લા સંતાનના જ્ન્મ પહેલા જાહેર કર્યું હતું કે, ‘જો દીકરી જન્મશે તો તેને હરિજન દિકરા સાથે પરણાવશે’. જાણીતા લેખક રાજમોહન ગાંધીએ ગોપાળદાસ દેસાઈનું જીવન-ચરિત્ર આલેખતું પુસ્તક લખ્યું છે. આ પુસ્તકનું નામ છે : ‘પ્રિન્સ ઓફ ગુજરાત, ધ એક્સ્ટ્રાઑર્ડિનરી સ્ટોરી ઓફ પ્રિન્સ દરબાર ગોપાળદાસ દેસાઇ : 1887-1951’.

દરબાર ગોપાલદાસ દેસાઈના પુત્સાર બારીનભાઈ દેસાઈ સાથે લેખક શૈલેષ રાઠોડ

લેખક રાજમોહન ગાંધી કે જે મહાત્મા ગાંધીના પૌત્ર છે.દરબાર ગોપાળદાસ દેસાઈએ સ્થાપેલ વિઠ્ઠલ કન્યા કેળવણી મંડળ સહીત વસો સ્થિત નિવાસ સ્થાનની મુલાકાત દરમ્યાન દરબાર સાહેબની અનેક ઇતિહાસમાં ધરબાયેલી વાતો રજુ કરી.તેમણે પુસ્તક અંગે જણાવ્યું કે,”આ પુસ્તક દરેક વ્યક્તિએ વાંચવા-વંચાવવા જેવું છે અને વર્તમાન ગુજરાતમાં મજબૂત થઇ રહેલી જ્ઞાતીવાદી જડતા વચ્ચે માણસાઇને ઢંઢોળવામાં કદાચ મદદરૂપ થઇ શકે.આઝાદી પૂર્વે સમાનતાના સિદ્ધાંતને ચરિતાર્થ કરનાર દરબાર ગોપાળદાસ દેસાઈનું જીવન પ્રેરક અને ઘટનાપ્રધાન રહ્યું છે.તેમનો જન્મ ૧૮૮૭માં થયો હતો. ગોપાળદાસ દેસાઈનું મૂળ વતન નડિયાદ પાસે આવેલું વસો.”

રાજમોહન ગાંધીએ રાજેન્દ્ર પ્રસાદ, સુભાષ બોઝ કે એવાં બીજાં જાણીતાં નામો છોડીને આવી લગભગ અજાણ વ્યક્તિ વિષે લખવાનું અને એ પણ આટલાં વર્ષો પછી, કેમ પસંદ કર્યું? આ સવાલનો જવાબ લેખક પુસ્તકની ઓળખાણ આપતા ‘Why Darbar Gopaldas Now?’ (દરબાર ગોપાલદાસ અત્યારે શા માટે?) નામના પ્રકરણમાં આપે છે. એમના જવાબનો સાર એ છે કે આજના 21મી સદીના ભારતને નેતાઓમાં જે જે યોગ્યતાની જરૂર છે – સાદાઈ, નિખાલસતા, નૈતિક હિંમત,વિચારોની દૃઢતા, શાંત આત્મવિશ્વાસ અને સંબંધોની શુદ્ધતા – એ બધી ગોપાલદાસમાં મોટા પ્રમાણમાં હતી.

તેઓ સમાજસુધારક, ક્રાંતિકારી નેતા, ત્યાગમૂર્તિ તેમજ પ્રજાસેવક હતા. 1910થી 1922 સુધીમાં મોતીભાઈ અમીનના પ્રયાસોથી વસોમાં તેમણે કરેલાં કાર્યો બીજાં રાજ્યો માટે આદર્શરૂપ હતાં.

અસ્પૃશ્યતાનિવારણની ગાંધીજીની ઝુંબેશને તેમણે સ્વીકારી હતી. તે વખતે એજન્સીમાં શિક્ષણવિભાગના વડા કવિ શ્રી ન્હાનાલાલના પ્રમુખપદે, એમણે 1920માં અંત્યજ પરિષદ ભરી હતી. આ પરિષદમાં હાજરી આપવા ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકર, નરહરિભાઈ પરીખ અને મગનલાલ ગાંધીને મોકલ્યા હતા. પાટીદાર કોમમાં ગોળપદ્ધતિ, પૈઠણ, પડદાપદ્ધતિ, બાળલગ્ન, વૈધવ્ય જેવા કુરિવાજોને દૂર કરવા માટે પણ તેમણે ઝુંબેશ ચલાવેલી. ગોપાળદાસને આદર્શ રાજવી બનાવવામાં અને ઉમદા સંસ્કાર આપવામાં જાણીતા કેળવણીકાર તથા સમાજસુધારક મોતીભાઈ અમીનનો ફાળો મહત્ત્વનો હતો.

વડોદરા કૉલેજમાં અભ્યાસ કરતા હતા (1907–1911) ત્યારે શ્રી અરવિંદના પરિચયમાં આવેલા. તેઓ ‘ફ્રીમેસન’ નામની સંસ્થાના સભ્ય પણ હતા, છતાં તેમણે ભારતીય સંસ્કાર અને ખમીર છોડ્યાં ન હતાં. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) દરમિયાન બ્રિટિશ સરકારે ભારતના દરેક રાજવી પાસેથી યુદ્ધ માટેનો ફાળો ફરજિયાત ધોરણે ઉઘરાવ્યો હતો જે આપવાની ગોપાળદાસે ના પાડી હતી. 1919માં રોલેટ ઍક્ટ સામે તેમની જાગીરમાં હડતાળ પડી હતી.

અસ્પૃશ્યતાનિવારણની ગાંધીજીની ઝુંબેશને તેમણે સ્વીકારી હતી. તે વખતે એજન્સીમાં શિક્ષણવિભાગના વડા કવિ શ્રી ન્હાનાલાલના પ્રમુખપદે, એમણે 1920માં અંત્યજ પરિષદ ભરી હતી. આ પરિષદમાં હાજરી આપવા ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકર, નરહરિભાઈ પરીખ અને મગનલાલ ગાંધીને મોકલ્યા હતા. પાટીદાર કોમમાં ગોળપદ્ધતિ, પૈઠણ, પડદાપદ્ધતિ, બાળલગ્ન, વૈધવ્ય જેવા કુરિવાજોને દૂર કરવા માટે પણ તેમણે ઝુંબેશ ચલાવેલી.

લેખકે આ જીવનચરિત્રની શરૂઆત ઐતિહાસિક સંદર્ભ આપીને કરી છે.હરપ્પાની સંસ્કૃતિના સમયથી માંડીને ગુજરાત પરના મોગલ, મરાઠા અને અંગ્રેજ શાસનની તવારીખની અસર ગુજરાત-સૌરાષ્ટ્રના રાજકીય વાતાવરણ પર કેવી હતી એનો ખ્યાલ આપવા એમણે પ્રયત્ન કર્યો છે. ગોપાલદાસના ચરોતરવાસી પૂર્વજ અને વડોદરાના ગાયકવાડના લશ્કરી અમલદાર દેસાઈભાઈએ સૌરાષ્ટ્રમાં દૂર રાય-સાંકળી અને ઢસામાં પોતાનું નાનકડું રજવાડું કેવી રીતે સ્થાપ્યું એનો વિગતવાર ઇતિહાસ લેખક આપે છે.

વસોના દરબાર અંબાઈદાસને કોઈ સંતાન નહીં એટલે તેમણે તેમની બહેન સમજુબાના દીકરા એટલે કે ભાણેજ ગોરધનને દત્તક લીધો અને પોતાનો વારસ જાહેર કરી એને નવું નામ આપ્યું ગોપાળદાસ. અંબાઈદાસના અવસાન પછી ૧૯૧૧માં ગોપાળદાસે વિધિવત રીતે રાજ-કારભાર સંભાળ્યો હતો. સૌરાષ્ટ્રનું ઢસા અને રાય-સાંકળી દરબાર ગોપાળદાસ દેસાઇનાં તાબામાં, દેખરેખ હેઠળ આવ્યું.

૧૯૧૧માં જ્યારે ગોપાળદાસે ઢસા અને રાય-સાંકળીના રાજવી તરીકે સુકાન સંભાળ્યુ ત્યારે એ રાજ્યનો વિસ્તાર બાર ચોરસ માઇલનો હતો અને વસતી માત્ર ૧૫૦૦ની હતી. રાજા બનતાની સાથે જે તેમણે જાહેર કર્યું કે ‘રાજ્યમાં દરેક વ્યકિત વિના સંકોચે તેમનો સીધો સંપર્ક કરી શકે છે’.

1910માં ગોપાલદાસનાં પત્ની ચંચળબા એમને પ્રથમ પુત્રની ભેટ આપે છે. પણ,એ પુત્ર સૂર્યકાન્ત બે વરસનો થાય એ પહેલાં ચંચળબા ક્ષય રોગનો ભોગ બની દુનિયા છોડે છે, પણ મરણપથારીએ ગોપાલદાસ પાસેથી બે વચન લે છે: એક, પુત્ર સૂર્યકાન્તની સંભાળ સચવાય તે માટે એમણે ફરી લગ્ન કરવાં;બે, એ કન્યા છ ગામના ગોળની ન હોય. ગોપાલદાસ બંને વચન પાળે છે અને કુટુંબની સલાહ અવગણીને છ ગામથી બહારના ગામ વિરસદની કન્યા ભક્તિલક્ષ્મીને પરણે છે.

ગોપાલદાસે એમના નાનકડા રાજ્યમાં દાખલ કરેલા જવાબદાર લોકશાહી શાસનના અમુક અંશો સમગ્ર ભારતના નાનામોટા રાજાશાહી શાસનોના ઇતિહાસમાં તો વિરલ જ હશે.તેમના રાજ્યમાં ઢસામાં અંત્યજો (હરિજનો અથવા દલિતો) માટે પીવાના પાણીનો પોતાનો આગવો કોઈ કૂવો નહોતો.ગામ લોકો જાહેર કૂવામાંથી તેમને પાણી ભરવા દેતા નહીં. એટલે જે તળાવમાં પશુઓ પાણી પીતા હતા તેમાંથી જ દલિતોએ પાણી પીવું પડતું હતું.

દરબાર ગોપાળદાસને ખબર પડી એટલે ગામ લોકોની એક સભા બોલાવી અને કહ્યું કે, ‘જાહેર કૂવો બધા માટે છે. જો તેઓએ અંત્યજોને પાણી ભરવા ન દેવું હોય તો ગામ લોકોએ બીજો કૂવો બનાવી આપવો પડે.’ ગામ લોકોએ વળતો જવાબ આપ્યો કે ‘જો એમ હોય તો એનો ખર્ચ અંત્યજો પોતે જ ઉપાડી લે અથવા તો તે ખર્ચ રાજા આપે.’ ગામલોકોની આ વાત સાંભળતા જ ગોપાળદાસે અંત્યજોને કહ્યું, ‘આજથી તમે મારા દરબારગઢના કૂવામાંથી પાણી ભરજો.’

દરબારની આ વાત ગામ લોકોને ગમી નહીં અને (અસ્પૃશ્યોને) અંત્યજોને કરિયાણાની દુકાનેથી સીધુ-સામાન વેચાણથી આપવાનું બંધ કર્યું. ગામ લોકોએ અંત્યજોનો બહિષ્કાર કરતા રાજાએ અંત્યજો માટે એક વિશેષ દુકાન ખોલી અને સસ્તા દરથી વસ્તુઓ વેચવાનું શરૂ કર્યું.આ ઉપાય કામ કરી ગયો. ગામ લોકો રાજા પાસે આવ્યા અને કહ્યું કે ‘તેઓ બીજો કુવાના નિર્માણ માટે થનાર ખર્ચના પચાસ ટકા રકમનો ફાળો આપવા તૈયાર છે. બાકીની રકમ રાજા આપે’. એ સમયે અંત્યજો માટે અલગ કુવો બન્યો. એ વખતે અંત્યજો માટે અલગ કુવો કરવો એ પણ એક ઐતિહાસિક પગલું હતું.

દરબાર ગોપાળદાસે તેમના નાનકડા રાજ્યમાં કેળવણીને વેગ આપવા ઢસામાં ચાર શાળાઓ શરૂ કરી.તેમાં એક શાળા દીકરીઓ માટે અને એક શાળા અંત્યજો માટે પણ હતી. ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા મોતીભાઈ અમીનની પ્રેરણાથી ઢસામાં એક જાહેર પુસ્તકાલય પણ શરૂ કર્યું.

મહત્વની વાત એ છે કે, દરબાર ગોપાળદાસના આ કામોની વાત જાણીને બહારવટીયો અભલ પટગીર પ્રભાવિત થયો અને તેણે પોતાના સાથીદારોને એવી સુચના આપી હતી કે ‘રાય – સાંકળીના લોકોને લુંટવા નહીં!’ દરબાદ ગોપાળદાસ દેસાઇનાં જીવનની આવી તો કેટલીએ વાતો તેમના ચરિત્રકાર રાજમોહન ગાંધીએ તેમના પુસ્તકમાં નોંધી છે. પોતાના રાજ્યમાં ખેડૂતોની સ્થિતિ સુધારવા ગોપાળદાસે ખેડૂતોનું દેવું માફ કર્યું હતું અને દુષ્કાળના સમયમાં રાજાએ પોતાની અંગત તિજોરીમાંથી ખેડૂતોનું દેવું ભરી તેમને લેણદારોની ચુંગાલમાંથી મુક્ત કર્યા હતા.

૧૯૩૬માં દરબાર ગોપાળદાસ દેસાઈએ ‘અસ્પૃશ્ય’ ગણાતી જ્ઞાતિમાંથી આવતા ભીજીભાઈ વાઘેલા નામના વ્યક્તિને બિનહરીફ ધારાસભ્ય ચૂંટીને મોકલ્યા હતા. તે સમયે પૂરા ભારતમાં આ પ્રકારનો પ્રથમ કિસ્સો હતો એમ જાણવા મળે છે.

૧૯૨૨ના અરસામાં નવજીવનનાં ‘કાઠીયાવાડ’ વિશેષાંકમાં રાજાઓને ઉદ્દેશીને ગોપાળદાસે એક માર્મિક પત્ર લખ્યો હતો ‘આપણે રાજાઓ અને તાલુકદારો, એવો દાવો કરીએ છીએ કે, આપણે પ્રજાના રક્ષક છીએ. પણ ખરેખર આપણા રાજ્યોમાં લોકલાગણી જેવું કાંઈ છે? આપણા મંત્રીઓ પ્રજાનું કઈ રીતે શોષણ કરાય એ યોજનાઓ જ ઘડ્યા કરે છે.’ મિત્રો અને માનવંતા વડીલો, ‘હિંમતવાન બનો અને લોકહિતના કામમાં જોડાવ. વિદેશી વસ્ત્રોનો ત્યાગ કરો. સ્વદેશી અપનાવો. મહાત્મા ગાંધીમાં તમારી શ્રધ્ધા જાગે તેવી પ્રાર્થના.”.

દરબાર ગોપાળદાસ રાજા હોવા છતાં ગાંધીજીની આઝાદીની લડતમાં સામેલ થયા અને અંગ્રેજો સામે ઝંપલાવ્યું. ગાંધીજી સાથે લડતમાં જોડાતા અંગ્રેજ સરકારે ૧૯૨૨માં દરબાર ગોપાળદાસનું રાજ્ય ઢસા અને રાય – સાંકળીને ટાંચમાં લીધું. અંગ્રેજોએ તેમનું રાજ્ય ટાંચમાં લેતા સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું હતું , ‘ભાઇશ્રી ગોપાળદાસનો ત્યાગ ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાશે.’ દરબાર ગોપાળદાસ અને તેમના પત્ની ભક્તિલક્ષ્મી આઝાદીની ગાંધી બાપૂ સાથે લડતમાં રંગાઈ ગયા. તેમણે ખાદી અપનાવી અને સ્વદેશીની લડતને વેગ આપવા હાકલ કરી.

રાજમોહન ગાંધી જણાવે છે કે, ગોપાળદાસ અને તેમના ધર્મપત્ની ભક્તિબાએ વૈભવ-વિલાસનું જીવન ત્યજી કઠીન અને પરીશ્રમ વાળું જીવન પસંદ કર્યું. શ્રીમંતાઈ છોડી સ્વૈચ્છિક ગરીબી સ્વીકારી. ૧૯૯૨માં સરદાર પટેલના દીકરી મણીબહેન પાસેથી પ્રાપ્ત ડાયરીમાં એવો ઉલ્લેખ મળે છે કે દરબાર ગોપાળદાસ દેસાઈ તેમના યુગના રાજા હરિશ્ચન્દ્ર હતા.

દરબાર સાહેબના પરિવારજનોમાં પુત્ર બારીન દેસાઈ કે જે લંડન રહે છે.તેઓ પૌત્રી વિશાખાબેન પટેલ,સાધનાબેન પટેલ સાથે નડિયાદ વિઠ્ઠલ કન્યા કેળવણી મંડળ સંચાલિત સંસ્થાઓની મુલાકાત કરી ત્યારે સ્નાસ્થાની બાળાઓએ દરબાર સહેની અનોખી રંગોળી બનાવી હતી.આ પ્રસંગે બારીન દેસાઈએ જાન્વ્યું કે,

પરદેશી શાસનને ધિક્કારતા અને સામાજિક સુધારાની જરૂર સમજતા ગોપાલદાસ 1915માં દક્ષિણ આફ્રિકાથી પાછા ફરેલા ગાંધીજીની અસર નીચે આવ્યા અને,ખાદીધારી બની ઉઘાડેછોગ અસહકારની ચળવળમાં ભાગ લીધો હતો.

સ્વાતંત્ર્યસંગ્રામમાં ઉત્તરોત્તર ઊંડા ઊતરતા અને પોલિટિકલ એજન્ટના હુકમોને સીધા પડકારતા ગોપાલદાસ સમજે છે કે પોતાની રિયાસત ગમે ત્યારે જઈ શકે, પણ સરકારની માફી માગવાની એ સ્પષ્ટ ના કહે છે.ન બનવાનું બને તો રિયાસત પરનું એક લાખ રૂપિયાનું દેવું સરકાર ઢસા અને રાય-સાંકળીના પ્રજાજનો પાસેથી વસૂલ ન કરે એટલા માટે કુટુંબનાં ઘરેણાં વેચીને એ દેવું ભરપાઈ કરે છે. અંતે 1922ના જુલાઈમાં સરકાર એમનું રાજ જપ્ત કરે છે. મારા પિતા ગોપાલદાસ અને માતા ભક્તિબા,વસોની પોતાની હવેલીમાં રહેવા ન જતાં, આણંદ અને પછી બોરસદમાં રહીને પોતાની તમામ શક્તિથી સ્વાતંત્ર્યસંગ્રામમાં ઝંપલાવે છે.

અહી રહી તેમણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં એમણે પ્રાણ પૂર્યા હતા. તેઓ બોરસદ નગરપાલિકા અને ખેડા જિલ્લા લોકલ બોર્ડના પ્રમુખ હતા. તેઓ ભારતની બંધારણ સભાના સભ્ય પણ હતા. વડોદરા રાજ્ય પ્રજામંડળ તથા કાઠિયાવાડ રાજકીય પરિષદનાં પ્રમુખપદ તેમણે શોભાવ્યાં હતાં.

અસહકારના આંદોલનની ગુજરાતમાં થતી બધી જ પ્રવૃત્તિમાં સક્રિય ગોપાલદાસ વલ્લભભાઈ પટેલની સાથે ખભેખભો મિલાવીને કામ કરે છે. વલ્લભભાઈ ગોપાલદાસને પાટીદાર કોમના ‘રત્ન’ તરીકે વર્ણવે છે. ગોપાલદાસ સૌરાષ્ટ્રની પ્રજાના લાડકા ‘દરબાર’ બને છે. એમને છ મહિનાની સખત કેદની સજા મળે છે. 1928નો બારડોલી સત્યાગ્રહ ગોપાલદાસની નેતૃત્વશક્તિ અને ધગશની ઝાંખી કરાવે છે. 1930માં દાંડી તરફની કૂચ દરમ્યાન ગાંધીજી જાહેરમાં કહે છે કે ‘સરદાર અને દરબાર’ને જન્મ આપનાર ખેડા જિલ્લાને એમણે વધુ કાંઈ કહેવાનું રહેતું નથી. એ મીઠાના સત્યાગ્રહમાં ભાગ લેવા માટે બે વર્ષની જેલની સજા ગોપાલદાસ પોતાના જ્યેષ્ઠ પુત્રનાં લગ્ન અને પાંચમા પુત્રના જન્મ પછી ત્રણ જ દિવસે હસતે મોઢે સ્વીકારે છે. થોડા મહિના પછી ભક્તિલક્ષ્મી પણ કાનૂનભંગ માટે સજા પામીને સાત-આઠ મહિનાના બાળક બારિંદ્ર સાથે એ જ સાબરમતી જેલમાં પહોંચે છે. ગોપાલદાસ 1942માં હિંદ છોડો ચળવળ માટે ફરી જેલમાં જાય છે. સ્વાતંત્ર્ય જ્યારે નક્કી જ હતું ત્યારે સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડવા માટે સ્થપાયેલી Constituent Assembly (બંધારણસભા)માં ગોપાલદાસ વડોદરા રાજ્યના પ્રજાજનોના પ્રતિનિધિ નિમાય છે.

દરબારસાહેબે સ્વરાજસંગ્રામનાં બધાં આંદોલનોમાં તથા ગાંધીજી અને સરદાર પટેલની રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. 1923નો નાગપુર ઝંડા સત્યાગ્રહ, 1924નો બોરસદ સત્યાગ્રહ, 1927નું ગુજરાતનું રેલસંકટ, 1928નો બારડોલી સત્યાગ્રહ, 1930ની સવિનય કાનૂનભંગની ચળવળ, 1934માં પ્લેગ-ઉપદ્રવ, 1940નો વ્યક્તિગત સત્યાગ્રહ, 1942ની ‘હિંદ છોડો’ લડત – આ બધાંમાં દરબારશ્રી અને ભક્તિબા મોખરે રહ્યાં હતાં.

અંગ્રેજો ગયા પછીનું સ્વતંત્ર ભારત એક સંગઠિત રાષ્ટ્ર બને એ માટે સૌરાષ્ટ્ર-ગુજરાતનાં રાજ્યો-રજવાડાંને ભારતના એકમમાં ભેળવી દેવાના સરદાર પટેલના પ્રયાસોમાં ગોપાલદાસ દિવસ-રાત ભાગ લે છે. 1946માં એમને પાછું મળેલું એમનું નાનકડું રાજ્ય ઢસા-રાય-સાંકળીનું રજવાડું એ જ દિવસે એ ભારતીય એકમમાં આપી દે છે; ભારતનાં બધાં જ રજવાડાંમાં એમનું આ પગલું સર્વપ્રથમ બને છે.

ગુજરાત-સૌરાષ્ટ્રના ચાર મુખ્ય પ્રધાનો ઉ. ન. ઢેબર, બળવંતરાય મહેતા, જીવરાજ મહેતા અને બાબુભાઈ જશભાઈ પટેલ પોતાને દરબાર ગોપાલદાસના હાથ નીચે તૈયાર થયેલા ગણાવવામાં ગર્વ લેતા હતા.

અંતે, ગોપાલદાસે જો 1951માં 64વર્ષની ઉંમરે આપણી વચ્ચેથી વિદાય લીધી ન હોત તો એ શું બન્યા હોત અને શું કરી શક્યા હોત એની તો, લેખક કહે છે તેમ, હવે કલ્પના જ કરવાની… અને એ (કે એમના જેવા કોઈ) પાછા આવે એની વાટ જોવાની.

આઝાદી મળ્યા પછી પણ આ ઓજસ્વી દંપત્તિએ સામાજિક શૈક્ષણિક સંસ્થાઓમાં વિકાસલક્ષી ઘણા કાર્યો કર્યા આજે જ્યારે આપણા કિશોરો યુવાનો તેમના માટે જીવનમાં આદર્શ બની શકે તેવા રોલ મોડલની શોધમાં છે ત્યારે આપણા ઇતિહાસના આવા ઉજળા પાત્રો જરૂર પ્રેરણા રૂપ બની શકે.

દર્શક દાદાએ પોતાના શબ્દોથી અલગ અંદાજમાં દરબાર સાહેબને બિરદાવ્યા છે.

દીઠા રાજા ઘણા,

આપની હેડી નહીં જડે!

બીજાએ કાળ સેવ્યો,

આપે કાળ ઉઠાપિયો.

કાળના કિંકર બીજા,

આપ તો કાળના પિતા!

શિક્ષક દિન 


-શૈલેષ રાઠોડ

‘મારી ડાળ ડાળમાં ફૂટે છે આનંદની ટશરો, 

મને  ઉદાસીભરેલી કોઈ સવાર ન આપો’,

મારે તો ચાંદ સૂરજ ઉગાડવા છે વર્ગખંડમાં, 

સાવ મને મશીનનો આકાર ન આપો…!!

  ઉપરોક્ત શૈલેશ પંડ્યાના શબ્દોમાં શાળા જીવંત સૃષ્ટી છે. ‘શાળા, બાળક, શબ્દો અને પ્રેમ ચાર ધામ છે.શિક્ષક એટલે કોરી આંખોમાં સ્વપ્નાં વાવે તે.શિક્ષક એટલે જેને બાળકની આંખોમાં ઈશ્વરનો વાસ દેખાય.

બાળકોમાં ક્યારેય ખામી નથી હોતી પરંતુ બાળકોની આદતો ખામીયુક્ત હોય છે.શિક્ષકે આદતો બદલવાની જરુરુ છે.

શિક્ષક એ વ્યક્તિ છે જે એક બગીચાને જુદા જુદ રંગરૂપના ફૂલોથી સજાવે છે. જે વિદ્યાર્થીઓને કાંટાળા માર્ગે પણ હસીને ચાલવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમને જીવવાનુ કારણ સમજાવે છે. શિક્ષક માટે બધા વિદ્યાર્થીઓ સમાન હોય છે અને તે બધાનુ કલ્યાણ ઈચ્છે છે. 

 ડૉકટર સર્વેપલ્લી રાધાકૃષ્ણન….આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ  માનતા હતા કે દેશમાં શ્રેષ્ઠ વિચાર ધરાવતા લોકો જ શિક્ષક બનવા જોઈએ. 1962 થી દર વર્ષે દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડો.રાધાકૃષ્ણનનો જન્મદિવસ શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે.તેમણે પોતાના વિદ્યાર્થીઓને જન્મદિવસ શિક્ષક દિન તરીકે ઉજવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ડૉ.રાધાકૃષ્ણન એક વિદ્વાન, ચિંતક અને અત્યંત આદરણીય શિક્ષક હતા.


આજે 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિન છે. શિક્ષકોનું સન્માન, ઓળખ અને ઉજવણી કરવાનો દિવસ.

શિક્ષક દિનની ઉજવણી કરવામાં ચીનથી લઈને અમેરિકા, ઓસ્ટ્રેલિયા, અલ્બેનિયા, ઇન્ડોનેશિયા, ઈરાન, મલેશિયા, બ્રાઝીલ અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. જોકે આ દિવસની ઉજવણીની તારીખ દરેક દેશમાં અલગ અલગ છે. ઉદાહરણ તરીકે, શિક્ષક દિવસ ચીનમાં 10 સપ્ટેમ્બર, અમેરિકામાં 6 મે, ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબરનો છેલ્લો શુક્રવાર, બ્રાઝિલમાં 15 ઓક્ટોબર અને પાકિસ્તાનમાં 5 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે.

બાળકો શિક્ષકનું મહત્વ સમજે અને આદર કરતા થાય એ આશયથી આ દિવસે બાળકો ખુદ શિક્ષક બનીને કામ કરે એવી રીતે ઊજવવમાં આવે છે. આ દિવસે ઉત્સાહી બાળકો શિક્ષકની ભૂમિકા નિભાવે છે.સવારની પ્રાર્થના સભાથી લઈને આખા દિવસની શાળાની જવાબદારી બાળકો જ સંભાળે છે. વર્ગખંડમાં કાર્ય કરવામાં કેટલી મુશ્કેલીઓ પડે છે એનાથી વાકેફ થાય છે. જ્યારે એક વિદ્યાર્થી તરીકે પોતે પોતાના શિક્ષકની સૂચના નથી માનતા કે વર્ગખંડમાં શાંતિ નથી જાળવતા ત્યારે કોઈ શિક્ષકની મનોદશા કેવી હોય છે એનો જાતે અનુભવ મેળવે છે. આખો દિવસ શિક્ષક તરીકે કામગીરી કર્યા બાદ આ બાળકો પોતાના સહાધ્યાયીઓને વર્ગખંડમાં પડેલી મુશ્કેલીઓ અને આનંદની પળો વિશે જણાવે છે. શિક્ષક બન્યાનો ગર્વ અનુભવવાની સાથે સાથે તેઓ બીજા બાળકોને શિક્ષકોનો આદર કરવાની સલાહ પણ આપતા જાય છે.  આ ઉપરાંત શાળાઓમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો અને ગુરુવંદના કાર્યક્રમો પણ કરવામાં આવે છે. શિક્ષણ વિભાગ દ્વારા તાલુકા કક્ષાએ , જિલ્લા કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ વિશિષ્ટ શિદ્ધી મેળવનાર શિક્ષકોનું સન્માન પણ કરવામાં આવે છે.

” શિક્ષક કભી સાધારણ નહીં હોતા , પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ .” 

ચાણક્યનું આ વાક્ય શિક્ષકનું ઘણું મહત્વ સમજાવી જાય છે. શિક્ષક વિદ્યાર્થીને સાચુ-ખોટુ અને સારુ-ખરાબની ઓળખ કરાવવા માટે બાળકની અંદર રહેલી શક્તિઓને વિકસિત કરવાની આંતરિક શક્તિને વિકસિત કરે છે. આપણા જીવનને યોગ્ય માર્ગે લઈ જવામાં શિક્ષક ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. આપણા જ્ઞાન , કૌશલ્યો અને આવડતને જાણીને આપણી સફળતામાં સહભાગી અને માર્ગદર્શક બને છે. આપણો આત્મવિશ્વાસ વધારીને , આપણો આત્મવિશ્વાસ બનીને આપણને સફળતાના શિખરો સર કરાવે છે. એકડે એક ઘુંટાવવાથી લઈને જીવનમાં અનેક સંસ્કારોનું સિંચન કરે છે. માત્ર અક્ષરજ્ઞાન જ નહી પણ બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષક હમેશાં ચિંતિત હોય છે. એક ડૉક્ટર , એક વકીલ , એક પ્રોફેસર , એક અધકારી કે એક સફળ ઉધોગપતિના ઘડતરમાં શિક્ષકનો ખૂબ જ મહત્વનો ફાળો હોય છે. દેશના ભાવિ નાગરિકોના સર્જનનો પાયો એક શિક્ષકના હાથમાં છે. એક શિક્ષક જ છે જે હંમેશા પોતાના વિદ્યાર્થીઓની પ્રગતિ થી ખુશ થાય છે. એક એક સફળ વિદ્યાર્થી એમના માટે એક વિશેષ પુરસ્કાર હોય છે. બીજાની સફળતા પર ગર્વ લેવો એ એક શિક્ષક હૃદય જ કરી શકે છે.

સર્વેપલ્લી ડો.રાધાકૃષ્ણને કહ્યું કે શિક્ષક એ નથી કે જે વિદ્યાર્થીના મનમાં હકીકતોને દબાણ કરે, પરંતુ વાસ્તવિક શિક્ષક તે છે જે તેને આવતીકાલના પડકારો માટે તૈયાર કરે છે. તેમને ભારત રત્નથી પણ નવાજવામાં આવ્યા હતા. વિશ્વ શિક્ષક દિવસ 5 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. 1994 માં, યુનેસ્કોએ શિક્ષકોના કાર્યની પ્રશંસા કરવા માટે 5 ઓક્ટોબરની ઉજવણીને વિશ્વ શિક્ષક દિવસ તરીકે માન્યતા આપી. સાવિત્રીબાઈ જ્યોતિરાવ ફુલે દેશના પ્રથમ મહિલા શિક્ષક તરીકે જાણીતા છે. તેમણે છોકરીઓના શિક્ષણમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

આવો આજના પવિત્ર દિને આપના સહુ શિક્ષકોને વંદન કરી આનંદપૂર્વક પવિત્ર શિક્ષણ મેળવવા કટિબદ્ધ બનીએ. એક આદર્શ વિદ્યાર્થી તરીકે આપણે પણ આપણા શિક્ષકનો આદર કરવો જોઈએ. વર્ગખંડમાં હમેશા શાંતિ જાળવવી જોઈએ. શિક્ષકોની સૂચનાઓનું પાલન કરવું જોઈએ અને એમણે આપેલા સંસ્કારોને જીવનમાં ઉતારવા જોઈએ. સર્વે ગુરૂજનો ને પ્રણામ.

આઝાદી કા અમૃત મહોત્સવ:સફર અને પડકારો 


 શૈલેષ રાઠોડ

સ્વતંત્રતા એ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓની અમૂલ્ય ભેટ છે.આ સ્વતંત્રતા માટે દેશના અનેક  બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓ અને નેતાઓએ બલિદાન આપ્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવ એ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને સ્વાતંત્ર્ય ચળવળને શ્રદ્ધાંજલિ છે.આઝાદીના 75 માં વર્ષમાં પહોંચતા, આપણે હવે વાસ્તવિક આઝાદીનો સ્વાદ ચાખી રહ્યા છીએ ખરા?21 મી સદીનું ભારત આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે પરંતુ તેની સામે અનેક પડકારો છે.

આઝાદી કા અમૃત મહોત્સવનો અર્થ નવા વિચારોનું અમૃત છે.આઝાદી કા અમૃત મહોત્સવ એવો જ એક ઉત્સવ છે જેનો અર્થ સ્વતંત્રતાની ઉર્જાનું અમૃત છે . મતલબ કે ક્રાંતિકારીઓ , સ્વાતંત્ર્ય સેનાનીઓ , દેશભક્તોની આઝાદીનું એવું અમૃત કે જે આપણને હંમેશા દેશ પ્રત્યે સમર્પિત રહેવાની પ્રેરણા આપે છે . આપણા મનમાં નવા વિચારો , નવા સંકલ્પોની ક્રાંતિ લાવે છે .

વહેલી સવારે અખબારો લૂંટ,બળાત્કાર ચોરી,હત્યા જેવા સમાચારોથી ભરાયેલા જોવા મળે છે જે આડકતરી રીતે પ્રજાની આઝાદી સામેના પડકારનો નિર્દેશ કરે છે.સામજિક અસમાનતા યક્ષ પ્રશ્ન છે.કોમી રમખાણો દેશની છબીને હાની પહોંચાડી રહ્યા છે.અખબારમાં જોવા મળતા સમાચારોની હેડ લાઈન જોઈએ તો-“જામીન પર છૂટેલા દુષ્કર્મના આરોપીઓએ પીડિતાને જીવતી સળગાવી”,સરકારના મંત્રી સામે યૌન શોષણનો આરોપ,દલિત યુવક લગ્નમાં ઘોડા ઉપર સવાર થતાં વરઘોડા ઉપર હુમલો,માતાએ પ્રેમમાં અંધ બની ૫ વર્ષના પુત્રની હત્યા કરી,પુત્રએ માતાની હત્યા કરી સહીત ધાર્મિક જૂથ અથડામણ,જીવતા સળગાવી દેવા,કોમી હુલ્લડ,નેતાઓની ખરીદી જેવા સમાચારોની જાને પ્રજાને આદત પડી ગઈ છે.

રાષ્ટ્રનું ભવિષ્ય ત્યારે જ ઉજ્જવળ બને જ્યારે તે તેના ભૂતકાળના અનુભવો અને વારસાના ગૌરવ સાથે ક્ષણે ક્ષણે જોડાયેલ રહે.સ્વતંત્રતાનું અમૃત તે લોકોનો આભાર માનવાનો પ્રયાસ છે જેના કારણે આપણે સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ.શું આઝાદીના ૭૫ વર્ષમાં આપણે મહાત્મા ગાંધીની વિચારધારા ફેલાવવામાં અને બાળકો-યુવાનોના માનસપટ અંકિત કરી શક્યા છે?આજનું ભારત અનેક પ્રશ્નો સાચવીને બેઠું છે.

આઝાદી કા અમૃત મહોત્સવનો ઉદ્દેશ

આઝાદી કા અમૃત મહોત્સવનો ઉદ્દેશ દેશભરમાં અભિયાન ચલાવીને દેશભક્તિની લાગણી ફેલાવવાનો છે.દેશની અઝાદીની લડતમાં શહીદી વહોરનાર વીરોની ગાથાઓ જનતા સુધી પહોંચાડવાનો છે. આઝાદી કા અમૃત મહોત્સવનો ઉદ્દેશ્યભારતને દેશભક્તિના રંગોથી રંગવાનો છે.આ અભિયાન અંતર્ગત શાળાઓ અને કચેરીઓમાં રમતગમત,ગીતો,સાંસ્કૃતિક કાર્યક્રમો,પોસ્ટરો,બેનરો જેવા કાર્યક્રમો વડે આજની યુવા પેઢીમાં દેશભક્તિની ભાવનાઓને પ્રોત્સાહન આપવામાં આવશે.આ સુંદર પ્રયાસ સાથે ઉજવણી જરૂર થશે પરંતુ સાથે સાથે વર્તમાન સમયમાં પ્રેમનું આત્મિક સિંચન ખુબ જ જરૂરી છે.શહીદવીરોની ગાથા સાથે તેમના સમાનતા,પ્રેમ અને ભાઈચારોના સંદેશ પહોંચાડવાની જરૂર છે.

આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી

આઝાદી કા અમૃત મહોત્સવ એ પ્રગતિશીલ સ્વતંત્ર ભારતના 75 વર્ષની ઉજવણી અને સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરવા માટે ભારત સરકારની પહેલ છે.આઝાદીના અમૃત મહોત્સવ દ્વારા,ભારત તેના લોકો,સંસ્કૃતિ અને ગૌરવશાળી ઇતિહાસની સિદ્ધિઓની ઉજવણી કરી રહ્યું છે.આઝાદી કા અમૃત મહોત્સવ એ ભારતની પ્રગતિશીલ સામાજિક , સાંસ્કૃતિક , રાજકીય અને આર્થિક ઓળખનું એક સ્વરૂપ છે.આ સ્વરૂપ ઉજવણીમાં જરૂર દેખાશે પરંતુ વાસ્તવિક સુધાર હજુ બાકી છે.જે માટે સરકારે લાંબાગાળાના આયોજન કરી દેશને ખુશહાલ બનાવવો પડશે.

“ આઝાદી કા અમૃત મહોત્સવ ” ની સત્તાવાર યાત્રા 12 માર્ચ , 2021 ના રોજ સાબરમતી આશ્રમથી શરૂ થઈ હતી , જ્યારે વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની આઝાદીના 75 વર્ષની સ્મૃતિમાં 75 અઠવાડિયા લાંબી ઉજવણીને લીલી ઝંડી આપી હતી . આઝાદીનો આ અમૃત ઉત્સવ 15 મી ઓગસ્ટ 2023 સુધી ચાલશે.

મહાત્મા ગાંધીએ 12 માર્ચ 1930 ના રોજ સાબરમતી આશ્રમથી દેશની આત્મનિર્ભરતા અને સ્વાભિમાનની જાગૃતિ માટે દાંડી યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને આ દિવસે 2021 માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પ્રતિકાત્મક દાંડી યાત્રા શરૂ કરી હતી જે આપણા આત્મનિર્ભરતા અને સ્વાભિમાનના પુનરુત્થાનનું પ્રતિક છે .

દેશ સામે પડકારો પડકારો:

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ટાણે દેશ સામેના પડકારો પણ વધ્યા છે.વધતી જતી વસ્તી એક મોટો અવરોધ બની ગયો છે. કારણ કે, વર્ષ 1947માં ભારતની વસ્તી આશરે 37.6 કરોડ હતી, જે હવે વધીને 139.3 કરોડ થઇ ગઇ છે.

કોવિડ-19એ ભારતમાં ગરીબી વધી છે.વર્લ્ડ બેન્કના અહેવાલ પ્રમાણે, 2019માં દેશમાં ગરીબોની સંખ્યા લગભગ 36 કરોડ છે. “ આઝાદી કા અમૃત મહોત્સવ “એ આપણા માટે સંપતિ અને આવકની અસમાન વિતરણ દેશ માટે મોટી સમસ્યા અને પડકારો બન્ને છે. દેશ માટે વિકાસ અને આત્મનિર્ભરતામાં સંતુલન બનાવવું ઘણું મહત્વપૂર્ણ છે અને તેના પર ઘણાં કામ કરવાના બાકી છે.

ગરીબી પણ દેશ માટે એક પડકાર છે. ઉદાહરણ તરીકે આઝાદી સમયે દેશની 80 ટકા વસ્તી એટલે કે, લગભગ 250 મિલિયન લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા. જ્યારે 2011-12ના આંકડાઓના આધારે દેશમાં 269 મિલિયન લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા. જે સંબંધિત સમયની વસ્તીના લગભગ 22 ટકા છે. એટલે કે તુલનાત્મક રીતે આંકડામાં સુધારો થયો છે, પરંતુ 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરનારા દેશ માટે આ ચોક્કસપણે ચિંતાજનક બાબત છે.

ક્લાયમેટ ચેન્જ (Climate Change) પણ એક નવી મુશ્કેલી બનીને બહાર આવ્યું છે તેની સામે લડવા માટે આપણે ન્યૂ એનર્જીની જરૂર છે. 

સેક્સ રેસિયોમાં ભારતની સ્થિતિ સુધરી નથી, પણ વધુ ખરાબ થઈ છે. 1951ની વસ્તી ગણતરી મુજબ, દેશની વસ્તીમાં 1000 પુરુષોની સામે 946 મહિલાઓ હતી, જે હવે ઘટીને 934 થઈ ગઈ છે.

સામાજિક વિવિધતા અને હિતોમાં ટકરાવ દેશ માટે મોટી સમસ્યા અને પડકાર છે. ચૂંટણી અને સામાન્ય પ્રશાસનમાં સમય પ્રમાણે ફેરફારની જરૂર છે. દેશમાં પાર્ટી લોકશાહીમાં ઘણી આંતરિક ભૂલો છે, જેનો ઉકેલ એક મોટો પડકાર છે.

બેજવાબદાર લોકોને કારણે દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પ્રશ્નો થઇ રહ્યા છે.દેશમાં લોકશાહી ચુંટણીશાહી બની ગઈ છે.

આઝાદી મળી અને તેની ઉજવણી પણ અનિવાર્ય છે.પરંતુ તે ઉજવણી ત્યારે જ શોભી ઉઠે જયારે દેશ સોને કી ચીડિયા બને.

ઉજવણીમાં રાષ્ટ્રીય એકીકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીની ભૂમિકાનો ખ્યાલ રજુ કરી સમાનતાનો ખ્યાલ ભારતીઓના હૈયે કાયમી અંકિત કરવાની જરૂર છે.ધાર્મિક કટ્ટરતા દુર થાય અને શાંતિ એખલાસનું વાતાવરણ જીવંત બને તે વર્તમાન ઉજવણીની માંગ છે.

 ગાંધીજી,લાલા લાજપત રાય,લોકમાન્ય તિલક અને લાલ – બાલ – પાલ તરીકે જાણીતા બિપિન ચંદ્ર પાલના યોગદાનની સાથે સાથે અન્ય ક્રાંતિકારીઓ-જેમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ , મંગલ પાંડે , રાજા રામમોહન રાય , સ્વામી દયાનંદ , સ્વામી વિવેકાનંદ , ખુદીરામ બોઝ , વીર સાવરકર , કરતાર સિંહજી , ભીખાઇજી કામા અને એની બેસન્ટના માત્ર ફોટોગ્રાફ્સ નહિ પણ તેમના યોગદાન અને વિચારધારાને લોક સમુદાય સમક્ષ મુકવામાં આવે તે જરૂરી છે.

આઝાદી કા અમૃત મહોત્સવ ‘ ઉત્સવ એ છેલ્લા 75 વર્ષમાં ભારતે કરેલી ઝડપી પ્રગતિ અને ઉન્નતીની અનુભૂતિનો તહેવાર છે.આ તહેવાર નવા પ્રેમાળ અને આનંદિત ભારતની ઓળખ બને તો દેશ સોને કી ચીડિયા ઉક્તિને સાર્થક કરતો જણાય.પ્રત્યેક નેતા,અધિકારી,કર્મચારી,નાગરિક જો દિલથી ઈચ્છે તો  પ્રામાણિક અને ક્રિયાત્મક પગલાં થકી સ્વત્રંતાની સાચી ઉજવણી કરી શકે છે.

-શૈલેષ રાઠોડ “અભિધેય”

સુરતનો ટેક્ષટાઈલ ઉદ્યોગ 15 લાખ લોકોને રોજગારી આપી રહ્યો છે.


-શૈલેષ રાઠોડ

સુર્યપુર  નામથી આદિકાળમાં તાપી નદી કિનારે વસેલું આ શહેર પહેલાં મુઘલો ત્યાર બાદ પોર્ટુગીઝ અને પછી અંગ્રેજો માટે મુખ્ય બંદર બન્યું હતું.૧૬મી સદી દરમ્યાન જ્યારે મુઘલકાળમાં  લુટમારી છતા ભારતની પ્રજા એકંદરે સ્થિર અને શાંત તથા પ્રગતિશીલ હતી, ત્યારે સુરત ભારતનું એક સમૃદ્ધ શહેર અને બંદર બની ગયુ હતું. ઇ.સ.૧૯૮૦નાં દાયકામાં, પહેલાં કાપડ ઉદ્યોગ અને પછી હીરા ઉદ્યોગનાં વીજવેગી વિકાસને લીધે આજે સુરત ગુજરાતનું જ નહિ, પરંતુ ભારતનું પણ સૌથી વધુ ઝડપે વિકાસ કરી રહેલું શહેર બની ગયું.

પ્રચલિત કહેવત મુંબઈમાં રોટલો મળી રહે છે, પણ ઓટલો મળતો નથી, પણ સુરતમાં રોટલો અને ઓટલો બંને આસાનીથી મળી રહે છે.રોજેરોજ સુરતમાં રોજગારી માટે અસંખ્ય લોકો આવતા હોય છે.

અહી કોઇપણ પ્રાંતનો  સ્કીલ્ડ અથવા અનસ્કીલ્ડ કારીગર પગ મૂકે એટલે તેને રોજગારી અચૂક મળે જ.અહી ભારતભરના નાગરિકો રહેતા હોય તેને મીની ભારત પણ કહેવામાં આવે છે. રાજ્યમાં અમદાવાદ સૌથી મોટું શહેર હોવા છતાં માથાદીઠ આવકમાં અમદાવાદ બીજા ક્રમે આવે છે.સમગ્ર દેશમા સૌથી વધુ માથાદીઠ આવક સુરત શહેરની જ છે. સુરતની માથાદીઠ આવક રૂ. ૪,૫૭,૦૦૦ છે,જ્યારે અમદાવાદની માથાદીઠ આવક રૂ. ૩,૨૮,૦૦૦ છે.ડાયમંડ અને ટેક્ષટાઈલ્સ ઉદ્યોગને કારણે અહી યુવાનોમાં રોજગારીની વિપુલ તકો હોય ભારતભરમાંથી યુવાનો અહી આવે છે.સુરત દેશનું સૌથી યુવાન શહેર છે. સુરત શહેરની કુલ વસ્તીના લગભગ ૭૪ ટકા એટલે કે, ૩૩ લાખ લોકો ૩૫ વર્ષથી આછી ઉંમર ધરાવે છે.

છેલ્લા બે દાયકામાં સુરતનો કાપડ ઉદ્યોગ રોકેટ ગતિએ વિસ્તર્યો છે.આજે ૧૫ લાખ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે રીતે રોજગારી આપી રહ્યો છે.અહીં વર્ષે દહાડે અંદાજિત ૧૪,૬૦૦ મિલિયન મીટર કાપડ અને ૧૦.૫૦ લાખ મેટ્રિક ટન યાર્નનું ઉત્પાદન થાય છે.સુરત હીરાપોલિશિંગ અને જરીના ઉદ્યોગ સાથે કાપડ ઉત્પાદનમાં પણ  અવ્વલ સ્થાન મેળવી રહ્યું છે.સુરતના ઉદ્યોગકારો બદલાતી સ્થિતિને અનુરૂપ ઉત્પાદન પદ્ધતિમાં બદલાવ કરે છે. યુરોપ અને ચીનમાં સારી ટેકનોલોજી ધરાવતી ટેક્ષટાઈલ મશીનરીને આયાત કરવામાં આવે છે.

ભારતના 65 ટકા મેનમેડ ફાઈબરનું ઉત્પાદન એકલું સુરત કરે છે. સુરતમાં વર્ષ 1960 થી પોલિયેસ્ટર ઉદ્યોગમાં સુરતે કાઠું કાઢ્યું અને ધીરે ધીરે ડાઈંગ, પ્રિન્ટીંગ, યાર્ન મેન્યુફેક્ચરીંગ, એમ્બ્રોયડરી ડિઝાઈનિંગ, નેટ ફેબ્રિકસ, ટેકનિકલ ટેક્ષટાઈલમાં સુરતના ટેક્ષટાઈલ ઉદ્યોગે નામના મેળવી છે.

સુરતનું વિશાળ ટેક્ષ્ટાઈલ માર્કેટ એશિયાભરમાં કાપડ ઉદ્યોગ માટે વિખ્યાવત છે.સુરતનો કાપડ ઉદ્યોગ હવે ગારમેન્ટ અને ટેકનિકલ ટેક્ષટાઈલ તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં ઉદ્યોગસાહસિકો પણ જરૂરિયાત મુજબ અપગ્રેડ થઈ રહ્યા છે. કેટલાક લોકો જે કાપડ ઉદ્યોગમાં આવવા માંગે છે, અને કેટલાક જેમનો પારિવારિક વ્યવસાય કાપડ ઉદ્યોગ સાથે સંબંધિત છે, તેઓ હવે અભ્યાસ બાદ કાપડઉદ્યોગને લગતા અભ્યાસક્રમોમાં એડમિશન લઈને આ ક્ષેત્રમાં કંઈક નવું કરવાના માર્ગે આગળ વધ્યા છે. ઉપરાંત, ઉચ્ચ લાયકાત ધરાવતા યુવાનો પણ તેમાં જોડાઈ રહ્યા છે.

સુરતના કાપડ ઉદ્યોગની વિશેષતા એ છે કે દિનપ્રતિદિન બદલાઈ રહેલી ફેશનના આધારે સુરતના કાપડ ઉદ્યોગકારોએ પણ તેમની ઉત્પાદન પદ્ધતિમાં ફેરફારો કર્યા છે, અને આજે નવી-નવી વેરાયટીનાં કાપડ બનાવી રહ્યાં છે. માત્ર સાડી અને ડ્રેસ સિવાય હવે ડેનિમ અને ગારમેન્ટ તરફ પણ સુરતનો કાપડ ઉદ્યોગ વળી રહ્યો છે. હાલ દેશભરમાં નેટના કાપડની ડિમાન્ડ વધતાં મોટા પાયે ઉદ્યોગકારો નિટિંગ ફેબ્રિક્સના ઉત્પાદન માટે રોકાણ કરી રહ્યા છે.અનેક  ઉદ્યોગકારોએ વિદેશોથી મશીનો પણ મોટી સંખ્યામાં આયાત કરી ઉત્પાદનમાં વધારો કર્યો છે.જે દર્શાવે છે કે,આવનાર દિવસોમાં સુરતની તોલે કોઈ નહી આવી શકે.

સુરત શહેરમાં 7.15 લાખ જેટલા શટલ, વોટરજેટ, રેપિયર, એરજેટ જેવા લુમ્સ મશીનો થકી ફેબ્રિકસ પ્રોડક્શનમાં 81,228 કરોડનું વાર્ષિક ટર્નઓવર થાય છે. હાલ સુરતમાં 6 ટેક્ષટાઈલ પાર્ક કાર્યરત છે, જ્યારે આગામી દિવસોમાં વધુ ચાર નવા ટેક્ષટાઈલ પાર્કના નિર્માણ થકી લાખો રોજગારીનું સર્જન થશે. કાપડ ઉદ્યોગમાં ઉત્તરપ્રદેશ, બિહાર, ઓડિશાના કારીગરો વધુ જોવા મળે છે.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ આશિષ ગુજરાતી જણાવે છે કે,વિશ્વમાં ફેશનનું ઉદ્દગમસ્થાન ગણાતા ફ્રાન્સના ‘પેરિસ’ શહેરમાં સુરતનું કાપડ વપરાય છે. ઝારા જેવી પ્રખ્યાત બ્રાન્ડેડ કંપનીઓ વિસ્કોસ ફિલામેન્ટ યાર્નમાંથી બનતું ફેબ્રિક્સ ખરીદવા સુરત આવે છે. સુરતના છેલ્લાં પાંચ વર્ષમાં ટેક્નોલોજી અપગ્રેડેશન ફંડનો લાભ ઉઠાવી 70,000 થી વધુ આધુનિક મશીનરી માત્ર સુરતમાં વસાવવામાં આવી છે. જે ઉત્તર અને દક્ષિણ ભારતની ટેક્ષટાઈલ ડિમાન્ડ પૂરી કરી રહી છે. સુરતમાં તૈયાર કરવામાં આવતા નેટ ફેબ્રિક્સની બાંગ્લાદેશ અને ગલ્ફના દેશોમાં ભારે ડિમાન્ડ છે. બાંગ્લાદેશમાં રેડિમેડ ગારમેન્ટમાં ઉપયોગ માટે મોટાપાયે ત્યાંના ઉદ્યોગકારો તરફથી ઓર્ડર મળે છે. જ્યારે ગલ્ફના દેશોમાં પણ ફેશનેબલ બુરખા,સ્કાર્ફ અને ડ્રેસિસ માટે ત્યાંના ઉદ્યોગકારો ઓર્ડર આપી રહ્યા છે.

વધુમાં આશિષ ગુજરાતી સુરતમાં જણાવે છે કે, સુરતમાં કાપડની અદ્ભુત વેરાયટીનું ઉત્પાદન થાય છે જેમાં શિફોન, જ્યોર્જેટ, ક્રેવ, કોટન. લિનન જેવી કાપડની મુખ્ય છે.ભારતનું 65 ટકા યાર્ન સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં બને છે.સુરતમાં 1.50 લાખ એમ્બ્રોઈડરી મશીન, ૨૦ હજાર રેપિયર મશીન તેમજ 7.15 લાખ પાવરલુમ્સ યુનિટ છે. માત્ર પાવરલૂમ ઈન્ડસ્ટ્રીમાં જ ચાર લાખ કારીગરો કામ કરી રહ્યાં છે. સુરતની 2.50 લાખ મહિલાઓ ઘરેબેઠા ટીકી- સ્ટોન વર્ક, ભરતકામ, લેસ કટિંગ અને મેકિંગ, સિલાઈકામ જેવા વિવિધ પ્રકારના જોબવર્ક કરી રોજગારી મેળવી રહી છે અને પરિવારને આર્થિક ટેકો આપી રહી છે.સુરત આસપાસના 45 કિલોમીટરની ત્રિજ્યામાં યાર્ન ઉત્પાદન, ડાઈંગ, પ્રિન્ટીંગ, એમ્બ્રોઈડરી સહિત મેનપાવરનું સુવ્યવસ્થિત નેટવર્ક ગોઠવાયેલું છે. સુરત વેલ્યુ એડિશનમાં પ્રખ્યાત છે. જે કાપડ લક્ઝરી લાગતું હતું એને સુરતે વેલ્યુ એડિશન થકી અફોર્ડેબલ બનાવ્યું છે.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા જૂન-૨૦૨૨ માસમાં યુએસએના ન્યુ જર્સી ખાતે બીટુસી ટેબલ ટોપ બાયર – સેલર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્‌ઘાટન ન્યુ જર્સીના મેયર સેમ જોશીના હસ્તે કરવામાં આવ્યું હતું.બાયર – સેલર મીટમાં પણ સુરતના ઉદ્યોગકારોને સ્થાનિક બાયર્સ તરફથી જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો. આ મીટમાં સ્થાનિક ખરીદદારો – વેચાણકારો તથા ઉત્પાદકો એક મંચ ઉપર આવ્યા હતા. દિવસ દરમ્યાન પ૪૭ જેટલા વિઝીટર્સે મુલાકાત લીધી હતી અને એકઝીબીટર્સને આશરે ૧ લાખ યુએસ ડોલરનો બિઝનેસ મળ્યો હતો. સાથે જ અન્ય ઓર્ડર્સ તથા ઘણી ઇન્કવાયરી પણ જનરેટ થઇ હતી. આવનાર દિવસોમાં સુરતના કાપડ ઉદ્યોગને વૈશ્વિક ઓળખ મળશે.

હાલમાં સુરતમાં 60 હજાર વોટરજેટ યુનિટ પર વાર્ષિક 1.80 કરોડ મીટર કાપડનું ઉત્પાદન કરવામાં આવે છે. એટલે કે વાર્ષિક રૂ.22,995 કરોડનું કાપડ માત્ર વોટરજેટ યુનિટ પર બને છે. જ્યારે 6,15,000 પાવરલૂમ મશીનો પર વાર્ષિક 50,000 કરોડનું 2.60 કરોડ મીટર કાપડ ઉત્પાદિત કરવામાં આવે છે. સુરતમાં આવેલા 1 હજાર એરજેટ મશીન પર વાર્ષિક રૂ.2,737 કરોડનું 18 કરોડ મીટર ડેનિમ કાપડ અને રૂ.700 કરોડનું લીનન કાપડ બનાવવામાં આવે છે.

-શૈલેષ રાઠોડ “અભિધેય”

ભારતની આઝાદીની ચળવળમાં પ્રાણ ફૂંકવામાં ચરોતર અવ્વલ


-શૈલેષ રાઠોડ

ચરોતરના સારસા અને ખંભોળજ વચ્ચે એક ઊંડી નળી એટલે કે ઊંડો કાચો માર્ગ હતો.ત્યાં મુખી ગરબડદાસ અને તેમના સાથીદારો માલાજી,બાપુજી વગેરેનો અંગ્રેજ સૈન્ય સાથે સંઘર્ષ થયો હતો.મીંઢડ બંધા મુખી ગરબડદાસને પકડવા આવેલ અંગ્રેજ સૈનિકો સાથેની ગોળીઓની રમઝટમાં મુખીની ગોળીથી એક ગોળો સૈનિક વિદાય ગયો હતો અને અંગ્રેજોની ગોળીઓથી વિંધાયેલો મુલજી ગાડાનો આધાર લઈ ગોળીઓ છોડતો હતો,ત્યારે આવી સ્થિતિમાં મૂળજીને ટેકો આપવા આવેલા મુખી ગરબડદાસને અંગ્રેજ સૈનિકોએ પકડી લીધા અને મૂળજી જોશી સદા ને માટે ત્યાં જ ઢળી પડ્યા.મુખીને જીવનભર આંદોબાર ટાપુ પર મોકલવામાં આવ્યા. તેમને દેશ નિકાલની સજા કરવામાં આવી હતી.જ્યાં પાછળથી તેઓ અવસાન પામ્યા હતા.

આવા અનેક પડકારો અને પરાક્રમો ચરોતરની ભૂમિ ઉપર આઝાદીના આંદોલન દરમ્યાન થયા છે. દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપનાર,ભારતના પહેલા ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ ચરોતરના કરમસદના પનોતા પુત્ર છે.તેમનો જન્મ નડિયાદમાં મામાને ઘરે થયો હતો.ચરોતરમાં મહત્વના બે સંગ્રામ ખેડા અને બોરસદ સત્યાગ્રહ થયા.સરદારની આગેવાનીને કારણે અન્યાય દુર થયા,ગામના ખેડૂતોને સંગઠિત બન્યા,અંગ્રેજોના અત્યાચાર નો અંત આવ્યો.૧૯૨૩માં જ્યારે ગાંધીજી જેલમાં હતા ત્યારે કોંગ્રેસીઓએ સરદાર પટેલને ભારતીય ધ્વજને નહીં ફરકાવવાના કાયદા સામે નાગપુરમાં સત્યાગ્રહની આગેવાની કરવા કહ્યું. વલ્લભભાઈએ દેશભરમાંથી હજારો સ્વયંસેવકોને એકઠા કરી ધ્વજવંદન આયોજ્યું. તેમણે વાટાઘાટો દ્વારા બંદીઓની મુક્તિ કરાવી તથા રાષ્ટ્રવાદીઓ જાહેરમાં ધ્વજવંદન કરી શકે તેવી ગોઠવણ પણ કરાવી.

ઇતિહાસના જાણકાર અને ભારતીય વિદ્યાભવન નડિયાદના સેક્રેટરી ઘનશ્યામભાઈ પટેલ જણાવે છે કે,ભારતીય સંગ્રામ રાષ્ટ્રવ્યાપી બન્યો હતો.જેમાં ચરોતરમાં પણ ઐતિહાસિક ઘટનાઓ બની હતી. ચરોતરના આણંદ ખેરડા પ્રતાપપુરા ખાનપુર કરમસદ ખોરવાડ સામરખા સારસા ખાળગોર નડિયાદ ડાકોર ઉમેટા, સાયમાં વગેરે ગામોમાં 1857માં નોંધપાત્ર બનાવો બન્યા હતા.

 આણંદનામુખી ગરબડદાસ હરિદાસ અને ખાનપુરના ઠાકોર જીવાભાઈએ 1857 ના સંગ્રામમાં નેતૃત્વ કર્યું હતું. ગરબડદાસ મૂકી તેજસ્વી અને બહાદુર હતા મોટી મૂછો લીંબુની ફાળ જેવી ચમકતી આંખો ઊંચું ખડતલ કદાવર શરીફ માથે ચરોતરી પાઘડી કાનમાં સોનાની મરચી પહેરતા ગરબડદાસ મુખીની ચરોતર પણ થાકમાં માથાભારે અને બહારવટુ ખેડતા લોકોમાં ભારે ધાક હતી 

 તેમણે ભીલ કોળી નાયક વગેરે મળી આશરે 2000 જેટલા સશસ્ત્ર લોકો એકઠા કર્યા અને કેળા નળિયા આણંદ પ્રદેશમાં આવેલા બ્રિટિશાણા ઉપર હુમલા કર્યા આથી બ્રિટિશ લશ્કરે વડોદરા થી તાબડતો આણંદ પહોંચી માર્ગમાં ગામડાઓ લૂંટ્યા અને લોકોને ફાંકે લટકાવ્યા તો ઘણાને જેલમાં પૂરી આ સંગ્રામને કચડી નાખ્યો.

 મૂકી ગરબડદાસે માલાજી જોશી બાપુજી પટેલ કૃષ્ણરામ દવે દાદાભાઈ પટેલ હાજી પગી તથા બીજા પટેલો અને ગોસાઈઓ મળીને એક ગૃહ રક્ષક દળ ની સ્થાપના કરી અને અંગ્રેજ લશ્કરને હેરાન પરેશાન કરી મૂક્યું આથી ગોરા સૈનિકો નાસી ગયા હતા. આમ પોતાનો રોષ તથા પોતાની ખુમારી અને માત્ર ભૂમિ નો પ્રેમ દર્શાવ્યો હતો. સારસા અને ખંભોળજ વચ્ચે મૂકી ગરડદાસ અને તેમના સાથીદારો બાલાજી બાપુજી વગેરે સાથે સંઘર્ષ થયો હતો જેમાં મૂકી ગરબડદાસ સિવાયના તેમના સાથીઓને ત્યાં વડ ઉપર ફાંસીએ લટકાવીને મારી નાખ્યા હતા.

ડોક્ટર મૌલેશ પંડ્યા ઇતિહાસકાર જણાવે છે કે,આધુનિક વિશ્વના ઇતિહાસમાં ભારતીય સ્વાતંત્ર સંગ્રામ એક મહત્વની ઘટના ગણવામાં આવે છે.ભારત પર અધિકાર ભોગવતી અંગ્રેજ પ્રજાની ગુલામીમાંથી આઝાદી મેળવવા માટે થયેલા સ્વાતંત્ર સંગ્રામમાં ખેડા જિલ્લાના નડિયાદ શહેરના બે 30 સ્વાતંત્ર સેનાની કપિલાબેન દલાલ અને લીલાવતીબેન પટેલનું પણ વિશિષ્ટ યોગદાન રહેલું છે.

બંનેએ ગાંધીજીએ શરૂ કરેલી સવિનય કાનૂનભંગની લડત વ્યક્તિગત સત્યાગ્રહ અને હિંદ છોડો લડતમાં રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા મહત્વનું યોગદાન આપ્યું હતું.દારૂના પીઠા અને વિદેશી કાપડની દુકાનો પર પીકેટીગ,ખાદી પ્રચાર,પ્રભાત ફેરી,સરઘસો વગેરે જેવા કાર્યક્રમો દ્વારા સરકારની નીતિઓ સામે શાંતિથી વિરોધ પ્રદર્શન દર્શાવતા કાર્યક્રમ આવ્યા હતા.પોતાના કુટુંબની જવાબદારી સાથે સાથે દેશના આ કાર્યમાં આ બંને બહેનોએ આપેલા યોગદાનને સલામ.

 વડોદરામાં જન્મેલા કપિલાબેન દલાલના લગ્ન નડિયાદના ચંદુલાલ અમૃતલાલ દલાલ સાથે થયા હતા.તેમના પિતાએ વડોદરામાં કેળવણી ક્ષેત્રે સુંદર કામગીરી કરી હતી.ઈસવીસન 1930ની સવિનય કાનૂનભંગની ચળવળ સમયે નડિયાદમાં શ્રી અંબાલાલ હીરાલાલ મોદીએ નડિયાદ શહેરમાં શરૂ કરેલ દેશે સેવિકા સંઘમાં કપિલાબેન જોડાયા હતા.સંઘના અગ્રણી બની તેમણે સંઘ તરફથી દારૂના પીઠા પર પીકેટીગ, સભા સરઘસો અને કાંતણ પીંજણના કાર્યો કર્યા હતા. નડિયાદ તાલુકા સમિતિની સહાય વગર ઉત્તરસંડા,ગુલાલ,વડતાલ,ભૂમેલ,પીપલગ જેવા ગામોમાં આ બહેનોએ પરદેશી કાપડની દુકાનો પર દારૂ ના પીઠા પર ચોકી પહેરો કરતી હતી. અનેક પ્રકારના અપમાન તથા જેલના દુઃખ વેઠીને આ બહેનોએ વિદેશી કાપડ તથા દારૂ વેચતા વેપારીઓના દિલ પલટાવી નાખ્યા હતા.

તારીખ 06/03/1931ના રોજ ખેડાના કલેકટર ખેડામાં દારૂ હરાજી કરવાના હતા.તે સમાચાર જાણી કપિલાબેન તેમની  ટુકડી સાથે ખેડા પહોંચી ગયા હતા અને કલેકટરે કરાવેલ હરાજીનો વિરોધ કર્યો હતો. સત્યાગ્રહ કરતી બહેનો પર પોલીસે લાઠીચાર્જ કર્યો. જેમાં કપિલાબેન ઘવાયા હતા. જેમાં કપિલાબેનની ધરપકડ થઈ અને બે અઠવાડિયાની જેલની સજા થઈ હતી.

 ઈસવીસન 1942 ની હિંદ છોડો લડતમાં કપિલાબેને નડિયાદની વિઠ્ઠલ કન્યા વિદ્યાલયની બહેનોની જુદી જુદી ટુકડીઓ બનાવી હતી. આ ટુકડીઓ રોજ સવારે આખા શહેરમાં પ્રભાતફેરી કાઢતી. સરકારે કપિલાબેન અને તેમના પતિ ચંદુલાલ દલાલની કોંગ્રેસની પ્રવૃત્તિઓમાં સક્રિય પણે ભાગ લીધેલ હોવાથી ધરપકડ કરી હતી. જ્યાં તેમને ત્રણ માસની સજા અને પતિને નવ માસની જેલની સજા થઈ હતી. તેઓ નડિયાદ નગરપાલિકામાં સભ્ય પદે રહી ચૂક્યા છે. નડિયાદમાં વિઠ્ઠલ કન્યા વિદ્યાલયમાં પણ તેઓ નિસ્વાર્થ સેવાઓ આપતા હતા.તેઓ 1971 માં અવસાન પામ્યા.

આઝાદીના અંદોલનમાં મહત્વના કેન્દ્ર સ્થળ એવા વિઠ્ઠલ કન્યા કેળવણી મંડળના પ્રમુખ દિનશા પટેલ જણાવે છે કે, લીલાબેન બાબુભાઈ પટેલનો જન્મ ઈ.સ.1912 માં કરમસદમાં થયો હતો.તેમના લગ્ન ઈ.સ.1929 માં બાબુભાઈ જસભાઈ પટેલ સાથે થયા હતા.તેઓ નડિયાદ શહેરના અગ્રણીઓ સ્વાતંત્ર સેનાની હતા.બાબુભાઈ પર મહાત્મા ગાંધીજીની ઊંડી અસર હોવાથી તેઓ સ્વાતંત્ર લડતમાં જોડાયા હતા.બાબુભાઈના કારણે જ લીલાવતીબહેન મહાત્મા ગાંધી,સરદાર વલ્લભભાઈ પટેલ,રવિશંકર મહારાજના સંપર્કમાં આવ્યા હતા.પરિણામે તેઓ પણ આઝાદીની લડતના સક્રિય કાર્યકર બન્યા હતા.

 નડિયાદમાં આઝાદીની લડતમાં કામ કરતા ગંગાબહેન અને કપિલાબેન સાથે લીલાવતીબહેન જોડાયા હતા.લીલાવતી બહેને બહેનોની ટુકડી બનાવી નડિયાદની આસપાસ આવેલા ગામોમાં જઈ ગ્રામસભા,ખાદી પ્રચાર,સ્વદેશી પ્રચાર,અસ્પૃશ્યતા નિવારણ જેવી રચનાત્મક પ્રવૃત્તિઓ કરી હતી.ઈ.સ.1930 ની સવિનય કાનૂનભંગની લડત સમયે ગાંધીજીની ધરપકડ થઈ.આ ઘટનાને કારણે નડિયાદની બહેનોએ ગાંધીદિન ઉજવવાનું નક્કી કર્યુ. જેની જવાબદારી લીલાવતીબેનને સોંપવામાં આવી હતી.તારીખ 26/12/1930ના રોજ નડિયાદમાં લીલાવતી બહેનની આગેવાની હેઠળ પ્રભાતફેરી કાઢવામાં આવી હતી.

 રાત્રી સભા દરમિયાન લીલાવતી બહેને સ્વદેશી વસ્તુઓ વાપરવા તથા ગાંધીજીના માર્ગે આઝાદી મેળવવા લોકોને સમજાવ્યા.લીલાવતી બહેને નડિયાદમાં ગાંધીજી આપેલા બહિષ્કારના શસ્ત્રને લઈ બહેનોનું પીકેટીગ મંડળ બનાવ્યું. આ મંડળ નડિયાદ તથા આસપાસના ગામોની બહેનોનું હતું વિદેશી કાપડની દુકાનો પર લીલાવતી બહેનને લોકોને વિદેશી કાપડ ચીજ વસ્તુ ન ખરીદવા સમજાવતા હતા.તેમની સમજાવટને કારણે નડિયાદના વેપારીઓએ વિદેશી કાપડ તેમજ ચીજ વસ્તુઓ વેચવાનું બંધ કર્યું હતું. લોકો સુતરકાંતા થાય ખાદી પહેરે તે હેતુથી નડિયાદમાં જિલ્લા કોંગ્રેસ સમિતિએ ખાદીરંજન કાર્યાલય શરૂ કર્યું જેની જવાબદારી લીલાબેને સ્વીકારી હતી.

ઈસવીસન 1940માં વ્યક્તિગત સત્યાગ્રહનો પ્રારંભ થયો.ગાંધીજીની મંજૂરી સાથે ખેડા જિલ્લા સમિતિ દ્વારા વ્યક્તિગત સત્યાગ્રહ કરનારાઓની યાદી બહાર પાડવામાં આવી.કોણ ક્યારે અને ક્યાંથી સત્યાગ્રહ કરશે તેની જાહેરાતો થઈ.ખેડાના કલેકટરે 29 /11/40 ના રોજ હોમ ડિપાર્ટમેન્ટને લખેલા પત્ર પરથી જાણવા મળે છે કે 28 /11/40 ના રોજ સરકાર સામે યુદ્ધ વિરોધી સૂત્રો પોકારતા લીલાવતીબેનની ધરપકડ અને એક દિવસ જેલની સજા અને રૂપિયા બસોનો દંડ અને દંડ ન ભરે તો ત્રણ માસની સજા સરકાર દ્વારા કરવામાં આવી.લીલાવતીબહેને પોતાના બે વર્ષના બાળકની ચિંતા છોડી દંડ ભરવાને બદલે જેલમાં નક્કી કરવામાં આવ્યું.

 20/03 /1941ના રોજ લીલાવતી બહેને ફરી વાર દબાણ ખાતેથી સરકાર સામે યુદ્ધ વિરોધી સૂત્રોપોકારી ધરપકડ સ્વીકારી લીલાવતીબહેને કલમ નંબર 38(1)(4) પ્રમાણે બે મહિનાની સજા અને બસો રૂપિયા દંડ કરવામાં આવ્યો.આ આંદોલનમાં તેમને વારંવાર સજા થઈ છતાં પણ  અડગ રહ્યા.તેમને યરવાડા જેલમાં છ મહિના રાખવામાં આવ્યા. 1942માં હિન્દ છોડો લડતમાં પણ પ્રથમ રાઉન્ડમાં જ બાબુભાઈ સાથે લીલાવતીબેનની ધરપકડ થઈ અને ત્રણ માસની જેલ થઈ. 1973 માં તેમનું અવસાન થયું.

 “હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ,

 કલેજા ચીરતી, કંપાવતી  ભયકથાઓ,

મરેલાના રુધિરને જીવતાના આંસુડાઓ” 

ભારતની આઝાદીની ચળવળમાં પ્રાણ ફૂંકવામાં ખેડા સત્યાગ્રહ મહત્વનો પુરવાર થયો હતો.ખેડા સત્યાગ્રહે એક તરફ અંગ્રેજ શાસન સામેના આક્રોશમાં લોકોને સંગઠિત કર્યા,તો બીજી તરફ તેમાંથી ગાંધીજી અને સરદાર પટેલની જુગલજોડીની શરૂઆત થઈ.પટેલે તેમની ધીખતી બૅરિસ્ટરી છોડી જ ગાંધીજી અને ખેડા આંદોલન સાથે જોડાવા માટે.

વકીલાત છોડીને સત્યાગ્રહમાં જોડાવાના સરદારના નિર્ણય અંગે ગાંધીજી કહ્યું હતું, “વલ્લભભાઈએ મને કહ્યું કે-મારી પ્રૅકટિસ ધમધોકાર ચાલી રહી છે તેમાં કોઈ શંકા નથી. મ્યુનિસિપાલટીમાં પણ હું મોટું કામ કરી રહ્યો છું, પરંતુ ખેડામાં ખેડૂતોનો સંઘર્ષ તેના કરતાં મોટો છે.”

“મારી પ્રૅક્ટિસ આજે છે અને કાલે નહીં હોય. મારા પૈસા તો કાલે ઊડી જશે, મારા વારસદારો એને ફૂંકી મારશે એટલે મારે પૈસા કરતાં મોટો વારસો મૂકીને જવું છે.”

સરદારે તેમના નિર્ણય વિશે કહ્યું હતું, “મેં ક્ષણિક આવેગમાં આવીને નહીં, પણ બહુ મંથન કરીને આ જીવન પસંદ કર્યું છે.”

ખેડા સત્યાગ્રહ ગાંધીજી માટે પણ પરિવર્તનનો પડાવ હતો.ચંપારણની ચળવળ વખતે ગાંધીજીની ભૂમિકા વકીલની વધુ અને સત્યાગ્રહીની ઓછી હતી. ખેડામાંથી તેમનો રંગ બદલાયો. તેમને બ્રિટિશરોની અત્યાચારી વૃત્તિનો પરિચય અહીંથી વધુ થયો. ચંપારણ ચળવળ વખતે તે માથે કાઠીયાવાડી પાઘડી પહેરી રાખતા હતા. ખેડામાં એ ઉતારી નાખી અને માથું ખુલ્લું કરી નાખ્યું.

ખેડા સત્યાગ્રહ એ ગુજરાતના ખેડા જિલ્લામાં મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ બ્રિટીશ રાજ વિરૂદ્ધનો એક સત્યાગ્રહ છે. આ આંદોલન ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો એક પ્રમુખ વિદ્રોહ છે. ખેડામાં વર્ષે સરેરાશ 30 ઇંચ વરસાદ પડતો હતો, પણ તે વર્ષે છે સિત્તેર ઇંચ પડ્યો અને લાંબો ચાલ્યો. પરિણામ બે પાક સળંગ નિષ્ફળ ગયા. ચોમાસુ પાક તો બગડ્યો અને ક્યાંય રવીપાક થયો હતો ત્યાં ઉંદરોએ તેનો નાશ કર્યો હતો.ખેડા જિલ્લાના ખેડૂતો પાક નિષ્ફળ જવાના કારણે તથા પ્લેગનો રોગચાળો ફાટી નીકળવાના કારણે અંગ્રેજ સરકાર દ્વારા નાખવામાં આવેલો ઊંચો કર ભરી શકે તેમ નહોતા આથી ગાંધીજીએ ખેડૂતોના સમર્થનમાં આ આંદોલન કર્યું હતું.

ગુજરાતમાં ચાલેલી આ ચળવળમાં ગાંધીજી મુખ્યત્ત્વે આધ્યાત્મિક અને નૈતિક આગેવાન હતાં. તેમના મુખ્ય સેનાપતિ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ અને અન્ય ગાંધીવાદી નેતાઓ જેવા કે, નરહરી પરીખ, મોહનલાલ પંડ્યા, રવિ શંકર વ્યાસ મુખ્ય હતા. તેમણે ગ્રામ્ય ક્ષેત્રોની મુલાકાત લઈ લોકોને સંઘર્ષ માટે તૈયાર કર્યા તથા તેમની લડતને રાજનૈતિક નેતૃત્ત્વ, પીઠબળ અને દિશાનિર્દેશ આપ્યાં હતાં.[૪]ગુજરાતના અમદાવાદ અને વડોદરા શહેરના ઘણાં લોકો આ ચળવળમાં જોડાયાં હતા પરંતુ ગાંધીજી અને સરદાર પેટેલ આ આંદોલનને ગુજરાતીઓની સ્થાનીક ચળવળ બનાવી રાખવા ઈચ્છતા હોવાથી તેમણે દેશના અન્ય પ્રાંતોમાંથી લોકોનો આ વિદ્રોહમાં જોડાવાનો વિરોધ કર્યો.

ખેડૂતોએ ચાલુ વર્ષે અતિવૃષ્ટીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પાક નિષ્ફળ જવાના કારણે કરવેરો માફ કરવા માટેની એક અરજી પર હસ્તાક્ષર કરી કોર્ટમાં એક મુકદ્દમો દાખલ કર્યો. મુંબઈ સરકારે આ અરજી ફગાવી દીધી. સાથે જ સરકારે ચેતવણી આપતા જણાવ્યું કે જે પણ ખેડૂતો કરવેરો નહિ ભરે તેમની જમીન તથા અન્ય સંપતિ જપ્ત કરવામાં આવશે તથા કોઇપણ રીતે પાછી આપવામાં આવશે નહિ. જોકે સરકારની આ ચેતવણી છતાં ખેડૂતો પોતાની માંગ પર અડીખમ રહ્યાં.

ઇતિહાસના જાણકાર નડિયાદના સિધ્ધાંત મહંતે જણાવ્યું હતું કે,આ ચળવળમાં એકતા અને શિસ્તનું અજોડ પ્રદર્શન થયું. તેમનાં ઘર, જમીન, ઢોર તથા આજીવિકાના અન્ય સ્રોત છીનવી લેવા છતાં મોટા ભાગના ખેડૂતો શાંત રહ્યાં અને સરદાર પટેલને મજબૂત ટેકો આપ્યો. દેશના અન્ય ભાગમાં રહેતાં ગુજરાતીઓએ વિદ્રોહ પ્રત્યે સહાનૂભૂતિ દર્શાવતાં સરકાર સમક્ષ વિરોધ નોંધાવ્યો અને ચળવળમાં ભાગ લેનારા ખેડૂતોના પરિવારોને ખોરાક, રહેવાની સગવડો કરી આપી. ખેડા સત્યાગ્રહની વિશેષતા એ હતી તે અહિંસક હતો અને અંગ્રેજ સરકારના એજન્ટોના જોરજુલમ છતાં મહાત્મા અને સરદારના નેતૃત્વમાં ખેડાના ખેડૂતોએ શાંતિપૂર્ણ રીતે લડીને મહેસુલ મોકૂફ કરાવ્યું હતું.સમાધાન એવું થયું હતું કે પૈસાદાર પાટીદારો મહેસુલ ચૂકવે અને ગરીબોને મહેસુલમાંથી માફી આપવામાં આવી.

બોરસદ સત્યાગ્રહ

બોરસદ સત્યાગ્રહ એ ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલા બોરસદ તાલુકામાં, ઈ.સ. ૧૯૨૨-૨૩માં અંગ્રેજો દ્વારા લાદવામાં આવેલા અન્યાયી “હૈડિયા વેરા”ના વિરોધમાં યોજવામાં આવેલો સત્યાગ્રહ હતો. આ સત્યાગ્રહની આગેવાની કરવા મહાત્મા ગાંધીએ સરદાર વલ્લભભાઈ પટેલને જણાવ્યું હતું. આ સત્યાગ્રહ ૩૮ દિવસ ચાલ્યો હતો[૨] અને છેવટે સરકારે “હૈડિયા વેરો” નાબુદ કરવો પડ્યો હતો.

તે સમયે ચરોતર ક્ષેત્રની બારૈયા અને પાટણવાડિયા જાતિને અપરાધી જાતિઓ ગણવામાં આવતી હતી અને તે જાતિના લોકોને સવાર સાંજ પોલીસ થાણામાં હાજરી નોંધાવવી પડતી હતી. બોરસદ તાલુકાના ગોલેલ ગામના વતની બાબરા દેવા આ જાતિનો હતો અને તેને પણ સવાર સાંજ પોલીસ થાણામાં હાજરી આપવાની હતી. કોઈ એક સવારે તે હાજરી ન આપી શક્યો અને તેની ધરપકડ કરવામાં આવી. સ્વભાવે પ્રમાણિક એવા બાબરા પર આ ધરપકડની ઊંડી અસર થઈ. તે અટકાયતમાંથી ભાગી છૂટ્યો અને બહારવટે ચડ્યો. તેના સ્થાનની ખબર આપનારા લોકોને તે આકરી સજા કરતો, તેમના નાક વાઢી લેતો, તેમને વૃક્ષ સાથે ખીલે જડી દેતો. પોતાની પત્ની સહિત શંકા જનાર કોઈ પણ વ્યક્તિને તે છોડતો નહિ. બહારવટા દરમ્યાન તેણે ૨૨ ખૂન કર્યા હતા.તે સમયે અલી (અલિયો) નામના બહારવટીયાની બીજી ટોળી પણ લોકોને રંજાડાતી હતી. લોકો આ બહારવટીયાઓના ભયથી એટલા ત્રાસી ગયા હતા કે અંધારું થયા પછી કોઈ ઘરમાંથી બહાર પણ નીકળતા નહિ.

બાબરા દેવાને પકડવા માટે પોલીસે બીજા બહારવટીયા અલી સાથે સાઠગાંઠ કરી તેને શસ્ત્ર સરંજામ પુરા પાડ્યા અને પોલીસો તેની લૂંટમાં ભાગ પડાવવા લાગ્યા. આ દરમ્યાન અલિની લૂંટ અને ધાડ સામે આંખ આડા કાન કરવા એ મતલબનું એક ગુપ્ત પરિપત્ર પણ પોલીસે તેમના અધિકારીઓ માટે બહાર પાડ્યું હતું. આમ છતાં બાબરો દેવો પકડાયો નહી.

અંગ્રેજ સરકારનું પોલીસ ખાતું આ બહારવટીયાઓને પકડવામાં નિષ્ફળ રહ્યું અને તેમને લોકો ઉપર ઊલટો આરોપ મુક્યો કે લોકો જ બહારવટીયાઓ સાથે ભળેલા છે. લોકોના સંરક્ષણ માટે રોકાયેલ વધારાની પોલીસનો ખર્ચ સરકારે લોકો પાસેથી એક સમયના શિક્ષાત્મક કર તરીકે વસૂલ કરવાનો ઠરાવ કર્યો. આ કર લોકોમાં “હૈડિયા વેરો” નામે પ્રસિદ્ધ થયો.

આવા પક્ષપાતી વિરુદ્ધ લોકોમાં ઘણો અસંતોષ ફેલાયો. લોકો ગાંધીજી અને સરદાર પટેલ પાસે આ અન્યાયી કરની ફરિયાદ લઈને પહોંચ્યા. ગાંધીજીના નિર્દેશન હેઠળ સરદાર પટેલે લોકોને તે કર ન ભરવા સૂચના આપી. આ સાથે ૨૦૦ સ્વયં સેવકોની ભરતી કરીને પોતાના ગામડાઓની સુરક્ષા પોતે હાથમાં લેવા માટે પણ પટેલે જણાવ્યું. સરદાર પટેલે બોરસદ પહોંચી આ લડતનું સુકાન સંભાળ્યું અને ૨ ડિસેમ્બર ૧૯૨૩ના દિવસે સત્યગ્રહની શરૂઆત થઈ. તેમણે સ્વયંસેવકોને પલટનોમાં વિભાજીત કર્યા. સ્વયંસેવકોએ અહિંસક માર્ગે ગામડાઓનું રક્ષણ કરવાનું હતું. સમય સમય પર પત્રિકાઓ છાપી લોકોનો ઉત્સાહ જાળવવા અને ચળવળ સંબંધે માહિતી લોકોને પહોંચાડવામાં આવતી. કર વસૂલી માટે મિલકતો જપ્ત કરવાના સરકારી દમનનો શાંતિ પૂર્વક મુકાબલો કરવા તેમણે લોકોને ભલામણ કરી.

સત્યાગ્રહના મુખ્ય નેતા સરદાર વલ્લભ ભાઈ પટેલ હતા. આ સાથે લોકોને પ્રેરણા આપવામાં રવિશંકર મહારાજ અને મોહનલાલ પંડ્યાએ ગામડે ગામડે જઈ વાસ્તવિક સ્થિતિ, લોકોને જાગૃતિ આદિનો ક્યાસ કાઢ્યો હતો.[૨] આ સાથે મણિબેન પટેલે સ્ત્રીઓને સત્યાગ્રહમાં જોડાવવા કાર્ય કર્યું હતું.

સરકારના બહારવટિયા સાથેની સાંઠગાંઠના આરોપો સાંભળીને ઉદાર મત ધરાવતા તે સમયના ગવર્નર લેસ્લી વિલ્સન વિચલિત થયા. તેમણે તેજ સ્થળે તપાસ માટે મોરિસ હેવર્ડ નામના અધિકારી (હોમ મેમ્બર)ને મોકલ્યા. તેમણે કમિશનર, કલેક્ટર અને અન્ય અધિકારીઓ સાથે મુલાકાત કરી અને એક ખુલ્લી અદાલત ગોઠવી. તેમાં ઠરાવેલા ૧૫૦ લોકોને બોલાવવામાં આવ્યા. બધી દલીલો સાંભળી, આ લડતના ઉદ્દેશ વિષે ખાતરી થતા તેમણે જપ્તિ લેવા પર તુરંત બંદી મુકાવી. ૮ જાન્યુઆરી ૧૯૨૪ના દિવસે આ કર નાબુદ કરવામાં આવી.

ત્યાર બાદ બાબરદેવા, અલિયો દાભલો ડાહ્યો બારિયો, રાજલો જેવા બહારવટીયાઓની ધરપકડ કરવામાં આવી. ૧૯૨૪ની શરૂઆતમાં અલિયાને અને ૧૯૨૪ના અંતમાં બાબરાને ફાંસીની સજા થઈ. રવિશંકર મહારાજના પ્રયત્નોથી છેવટે બારૈયા અને પાટન વાડીયા જાતિના લોકોને પોલીસ થાણામાં આપવી પડતી હાજરીથી મુક્તિ મળી અને સ્વમાન પાછું મળ્યું.

લોકોએ સત્યાગ્રહની જીતની ઉજવણી ૧૨ જાન્યુઆરીના દિવસે કરી. તેમાં લગભગ ૩૦,૦૦૦ લોકોએ ભાગ લીધો. છેક અમદાવાદ અને મુંબઈથી લોકો આ ઉજવણીમાં ભાગ લેવા આવ્યા. તેમના ભાષણમાં પટેલે જણાવ્યું હતું કે, “આ ટૂંકી લડત દરમ્યાન તમે ઘણા બલિદાન આપ્યા છે. તમે ઘણી બહાદુરી બતાવી, એકતા જાળવી રાખી અને ઘણો ઉત્સાહ બતાવ્યો છે. આપણે આ લડત જીતી શક્યા કારણ કે આપણે એક મહાન સંતના દોરેલા રસ્તા પર ચાલ્યા તે સંત અત્યારે જેલમાં છે.”

આ લડતની સફળતા પછી ગાંધીજીએ સરદારને બોરસદના સુબા તરીકે બિરદાવ્યા.

ગાંધીજી પોતાના યંગ ઈંડિયા નામના પત્રમાં લખ્યું: “ખેડા અને બોરસદમાં મળેલી સફળતા વલ્લભભાઈની આયોજન અને વહીવટી આવડતને આભારી છે. આમ કરતા તેમણે પોતાની આસપાસ તેવી વિચારધારા ધરાવતા અનુયાયીઓની ફોજ ઉભી કરી છે. બોરસદ સત્યાગ્રહ એ લોકો દ્વારા પ્રેરિત અને લોકોએ ચલાવેલ ચળવળનું જ્વલંત ઉદાહરણ છે.”

-શૈલેષ રાઠોડ “અભિધેય”

————————————————————–

ક્રિશ્ચિયન વસાહતો


શું તમે ગુજરાતમાં ક્રિશ્ચિયન વસાહતો – ગામો ગિલેસ્પીપુર, બ્રુકહીલ, કેથલીનપુર, રાણીપુર વિગેરે… વિશે જાણો છો, કે જે પરદેશથી આવેલા મિશનરીઓએ આેગણીસમી સદીનાં ઉત્તરાધમાં ગુજરાતનાં ક્રિશ્ચિયન સમાજ માટે વસાવ્યા હતા ?

આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની શુભ સંદેશ /સુવાર્તા ભારતમાં ઇ. સ. 52માં ભગવાન ઈસુના શિષ્ય ખુદ સંત થોમા લઇ આવ્યા હતા. કેરાલા અને તામિલનાડુમાં એમણે પ્ર્ઇતિશિક કાર્ય કર્યું હતું.

ત્યાર પછી ચૌદમી / પંદરમી સદીઓમાં પોર્ટુગીઝ મિશનરીઓ ભારતમાં આવ્યા. જેમાં મોટે ભાગે દોમેનિકન અને ફ્રાન્સિસ્કન મિશનરીઓ હતા. 1542માં મહાન જેસ્યુઈટ મિશનરી ફ્રાન્સિસ ઝેવિયર ભારતમાં આવ્યા, જેમણે ગોવા વિસ્તારમાં પ્રૈશિતિક કાર્ય કર્યું. જેમનો મૃતદેહ આજે પણ ગોવાના દેવળમાં સાચવી રાખવામાં આવ્યો છે. તે સમય સુધી ખ્રિસ્તી ધર્મ મોટે ભાગે દક્ષિણ ભારતમાંજ ફેલાયેલો હતો.

ઓગણીસમી સદીના આરંભે ઈંગ્લેન્ડથી અને અન્ય દેશોમાંથી મિશનરીઓ મુંબઈ અને ગુજરાતમાં આવ્યા. જેમાં લંડન મિશનરી સોસાયટીના બે મિશનરીઓ ગુજરાતના સુરતમાં 1815માં આવ્યા. ત્યાર પછી આયર્લેન્ડ પ્રેસ્બિટેરીયન મિશનનાં (આઈ. પી. મિશન) પ્રથમ બે મિશનરીઓ જેમ્સ ગ્લાસ્ગો અને એલેકઝાંડર કેર 25.5.1841ના રોજ સૌરાષ્ટ્રનાં ઘોઘા બંદરે ઉતર્યા. તે સમયે તેઓની સાથે સ્કોટીશ મિશનરી રેવ. જોન વિલ્સન પણ હતા, જેઓ આ વિસ્તારમાં અગાઉ આવ્યા હતા.

રેવ. જોન વિલ્સન 1826માં મુંબઈમાં આવ્યા હતા. તેમણે 1832માં મુંબઈની પ્રખ્યાત વિલ્સન કોલેજ અને વિલ્સન સ્કૂલની સ્થાપના કરી હતી.

આ મિશનરીઓ પછી અન્ય મિશનરીઓએ પણ ગુજરાતમાં પ્રભુની સુવાર્તા – શુભ સંદેશ લોકોને સંભળાવ્યો. અને તે સાંભળીને કે તેમની પત્રિકા (ટ્રાક) વાંચીને કેટલાક લોકોએ ક્રિશ્ચિયન ધર્મ અપનાવ્યો.

તે સમયે ભારતમાં અને ગુજરાતમાં હિન્દુ ધર્મ અને મુસલમાન ધર્મનું વર્ચસ્વ હતું. તેથી જેઓએ ક્રિશ્ચિયન ધર્મ અપનાવ્યો હતો, તેઓને તે સમયનાં અન્ય ધર્મી સમાજનો ભારે વિરોધ સહન કરવો પડ્યો હતો. તેઓને સામાજિક અને આર્થિક રીતે ઘણું સહન કરવું પડ્યું હતું. તેથી આવા ક્રિશ્ચિયન ધર્મ સ્વીકારનાર વ્યક્તિઓની અને તેમના કુટુંબની સામાજિક, આર્થિક અને ધાર્મિક ઉન્નતિને માટે મિશનરીઓએ અલગ ખ્રિસ્તી પરાંઓ વસાવવાનો નિર્ણય કર્યો.

આમ તે સમયનાં ક્રિશ્ચિયનો માટે ક્રિશ્ચિયન પરાંઓ આઈ. પી. મિશન અને અલાયન્સ ચર્ચના મિશનરીઓ દ્વારા વસાવવામાં આવ્યા, બાંધવામાં આવ્યા.

1850 પછી આવા અંદાજે 15 થી 20 ક્રિશ્ચિયન વસાહતો- ગામો વસાવવામાં આવ્યા, બાંધવામાં આવ્યા. જેને કારણે ગુજરાતનો ક્રિશ્ચિયન સમાજ સામાજિક અને ધાર્મિક રીતે સમૃદ્ધ બન્યો.

આ ક્રિશ્ચિયન વસાહતો સ્થપાયા, તે પહેલાં મિશનરીઓએ ચરોતર પંથકમાં એક મંડળીની સ્થાપના પણ કરી હતી. જે પ્રથમ મંડળી મિશનરીઓ દ્વારા સ્થપાઈ, તે બોરસદ મંડળી હતી, જેની સ્થાપના 1847માં થઇ હતી. ત્યાં, કચેરીના કોટ બહાર એક ખાસવાડી હતી કે જે પહેલા પેશ્ચાઈ અને ગાયકવાડી અધિકારી અમલદારોનાં મોજશોખ માટે બનાવેલી હતી. આ વાડી તે વખતે બગડી ગયેલી અને પડતર હતી. તે જગ્યાએ ક્રિશ્ચિયન વસાહત માટે કલેક્ટર દ્વારા જમીન ફાળવવામાં આવી અને ત્યાં ક્રિશ્ચિયન પરિવાર માટે પ્રથમ પાંચ ઘરો 1847માં બાંધવામાં આવ્યા. આજ ખાસવાડી પાછળથી ખાસીવાડી નામથી જાણીતી થઈ. આમ બોરસદ મંડળી ગુજરાત અને કાઠિયાવાડની માતૃમંડળી ગણાય છે.

બોરસદ મંડળીની ઝડપથી વૃધ્ધિ થતા મિશનરીઓએ ત્યાંના કેટલાક કુટુંબોને અન્યત્ર લઇ જઇને બીજી ક્રિશ્ચિયન વસાહતો વસાવી. તેને માટે જે મિશનરીઓએ મહેનત કરી હતી, તેમના માનમાં તે વસાહતોને તેમના નામ આપવામાં આવ્યા.

1. રાણીપુર: 1851ની સાલમાં આઈ. પી. મિશનના મિશનરીઓ પ્રથમવાર અમદાવાદમાં આવ્યા હતા. 1862માં અમદાવાદની બહાર આઈ. પી. મિશનના મિશનરીઓએ સુવાર્તાનું કાર્ય શરૂ કર્યું ત્યારે તેમણે અમદાવાદથી દક્ષિણે ચાર ગાઉ ઉપર શાહવાડી પાસે 300 એકર જમીન તે સમયે
રૂ।.5000/- માં સરકાર પાસેથી મેળવી અને તેમાં 1867માં એક ક્રિશ્ચિયન વસાહત વસાવવામાં આવી / બાંધવામાં આવ્યું, જે રાણીપુર નામે ઓળખાવા લાગ્યું. પ્રથમ બોરસદથી જે. વી. એસ. ટેલર સાહેબે તેર કુટુંબોને (56 વ્યક્તિઓ) ત્યાં વસવા મોકલ્યા. ઈંગ્લેન્ડની મહારાણી વિક્ટોરિયાનાં અમલનાં સમયમાં આ પરું બાંધવામાં આવ્યું હતું, તેથી રાણીના માનમાં તેનું નામ “રાણીપુર” રાખવામાં આવ્યું. શરૂઆતમાં ત્યાં દેવળનું મકાન ન હતું તેથી ત્યાંના ક્રિશ્ચિયન ક્ટુંબો શાળાના મકાનમાં ભજન સેવા કરવા ભેગા મળતા. માર્ચ 1877માં ત્યાં દેવળ બાંધવામાં આવ્યું. દેવળનાં ઉધ્ઘાટન સમયની ભક્તિ સભા વખતે 70 માણસો પ્રભુ ભોજનમાં બેઠા હતા. રેવ. લાજરસભાઈ તેજપાળભાઈનાં પુસ્તકમાંનાં ઉલ્લેખ પ્રમાણે 1930માં ત્યાં 400 સભ્યો હતા.

2. વાલેસપુર: આઈ. પી. મિશન તરફથી મિશનરી જેમ્સ વોલેસે ઘોઘા ક્ષેત્રમાં ઘણાં વર્ષો સુધી સુવાર્તાનું કાર્ય કર્યું હતું. (1845 થી 1871 સુધી). 1871માં ફર્લો પર જતાં પહેલાં વોલેસ સાહેબે મુંબઈ સરકાર પાસેથી ઘોઘાની નૈઋત્યમાં 11 માઈલ દૂર જમીન મેળવી, જે તેમને વિનામૂલ્યે મળી હતી. તેમના પછી આવેલા મિશનરી વિલ્યમ બીટીએ તે જમીન પર વસાહત ઉભી કરી. આ જમીન મિશનરી જેમ્સ વોલેસની મહેનતને કારણે વિનામૂલ્યે મળી હતી તેથી તે વર્ષમાં પ્રેબિટરીએ આ જમીનમાં બંધનાર વસાહતને, ગામને રેવ. જેમ્સ વોલેસનાં માનમાં વોલેસપુર નામ આપ્યું. આ ગામ બાંધવા માટે તે સમયે પ્રખ્યાત મિશનરી જે. વી. એસ. ટેલર સાહેબે વડોદરાથી તે સ્થળે બાંધકામ માટે શ્રી. છગનલાલ ભગવાનદાસ વ્યાસની નિમણૂંક કરી હતી. તેમણે 1872માં રેવ. વિલ્યમ બીટી સાથે મળીને આ ગામ બાંધવાનું કામ પૂર્ણ કર્યું અને અન્ય સ્થળોથી 9 કુટુંબોને લાવી ત્યાં વસાવવામાં આવ્યા હતા. જેમાનું પ્રથમ કુટુંબ શ્રી. છગનલાલ ભગવાનદાસ વ્યાસનું હતું. વીતી ગયેલા 150 વર્ષોમાં વાલેસપુરે ઘણા આગેવાનો આપણા ખ્રિસ્તી સમાજને પુરા પાડ્યા છે. રેવ. લાજરસભાઈ તેજપાળભાઈનાં 1930નાં પુસ્તકમાંનાં ઉલ્લેખ પ્રમાણે શરૂઆતમાં ત્યાં નવ કુટુંબોનાં 21 સભ્યો ગયા હતા. પણ ઈશ્વરકૃપાથી 1930માં ત્રીસ કુટુંબો અને આસરે બસો ઉપરાંત માણસોની ત્યાં વસતી હતી અને ત્યારે ગામમાં ઘરોની સાથે દેવળ, નિશાળ અને ઈસ્પીતાલ પણ બંધાયા હતા. (તે સમયે આસપાસનાં ગામનાં લોકો વાલેસપુરને વાલમપુર પણ કહેતાં હતા).

3. શેફર્ડપુરા: આ વસાહત ખેડા જિલ્લાના બોરસદ પાસેનાં વીરસદ પાસે આવેલી છે. ખેડા જિલ્લાના કલેક્ટર જી. શેફર્ડે 1874માં વીરસદ પાસે જંત્રાલમાં કેટલીક જમીન હરાજીમાં વેચવા કાઢી. તે જમીન બોરસદ પાસેના આંકલાવ ગામનાં ક્રિશ્ચિયન થયેલા શ્રી. ગીરધરભાઈ રૂપજીભાઈએ હરાજીમાં લીધી. 1877માં તેમણે તે જમીન પર નાનું ગામ વસાવ્યું અને ખેડા જિલ્લાના તે સમયના કલેક્ટર જી. શેફર્ડ સાહેબે હરાજીમાં તે જમીન ગીરધરભાઈને અપાવી તેથી તેમનાં માનમાં તે વસાહતને શેફર્ડપુરા નામ આપ્યું.

4. બ્રુકહીલ: 1874માં આઈ. પી. મિશનનાં રેવ. વિલ્યમ બ્રાઉન મિશનરી તરીકે બોરસદ આવ્યા. બોરસદથી પૂર્વમાં સાત માઈલ દૂર કસુંબાડ ગામનાં ચરામાં એક ટેકરી આવેલી હતી, તે ટેકરીની જમીન તેમણે વેચાતી લઇ ત્યાં એક ક્રિશ્ચિયન વસાહત વસાવી. સ્વ. બ્રાઉનના આયર્લેન્ડનાં તેમના બાપદાદાના ઘરનાં નામ પરથી તેમણે આ નાનકડા પરાંને બ્રુક હીલ (બ્રાઉન ટેકરી) નામ આપ્યું. 1880માં બોરસદથી અને આસપાસના ગામોમાંથી દશ ક્રિશ્ચિયન ક્ટુંબોને લાવીને અહીં વસાવવામાં આવ્યા હતા. બ્રુકહીલ મંડળીના પ્રથમ પાળક રેવ. રામભાઈ કલ્યાણ હતા. તેમને ત્યાં 1888માં પાળકની દીક્ષા આપી હતી. રેવ. રામભાઈએ બ્રુક હીલ વિશે લખ્યું છે કે, આ ખ્રિસ્તી ગામ વસાવ્યા પહેલા, તે જગ્યા બહારવટીઓને માટે સંતાવાની જગ્યા હતી. અત્યારે જે જગ્યાએ પ્રભુ મંદિર બાંધવામાં આવ્યું છે, તે એક સમયે ચોરોનું રહેઠાણ હતું. આજે ત્યાં ઈશ્વરની મંડળીના માણસો નિવાસ કરે છે. પણ જુઓ જુનું બધું જતું રહ્યું છે અને બધું નવું થયું છે. (તેમણે કદાચ 1888માં જ્યારે તે ત્યાં પાળક હતા ત્યારે લખ્યું હતું). તે સમયે દર રવિવારે બ્રુક હીલ આનંદના હિલોળે ચડતું હતું. બાજુનાં ગિલેસ્પીપુર અને સાન્ડસ પુરનાં ક્રિશ્ચિયન ભાઈ બહેનો ચર્ચમાં આવતા હતા અને આનંદથી એકબીજાને મળતાં હતાં. સાથે ક્રિશ્ચિયન બંધુત્વની – સંગતની મીઠાશ અનુભવતા હતા.

5. કેરીપુર: આઈ. પી. મિશનનાં રેવ. જોન શિલેડીએ 1878માં ડાકોરથી 8 માઈલ દૂર ઉત્તરે કપડવંજ જતી સડક પાસે એક ક્રિશ્ચિયન ગામ વસાવ્યું. તે સમયનાં એક મિશનરી રેવ. કેરી સાહેબે આ ગામ વસાવવાનો ખર્ચ આપ્યો હતો. તેથી આ ગામનુ નામ “કેરીપુર” રાખવામાં આવ્યું હતું. તે સમયનું કેરીપુર એક એકાંત અને ઉજ્જડ સ્થાનમાં વસેલું હતું. આ ગામ બંધાવવામાં પહેલા વહેલા દેવજી બળવંત વડીલને ત્યાં રાખવામાં આવ્યા હતા. પછી આણંદની આસપાસનાં કેટલાક ગામોમાંથી થોડા કુટુંબોને ત્યાં લઇ જઇને વસાવવામાં આવ્યા હતા. રેવ. થોમાભાઈ પાથાભાઈ ત્યાંના પ્રથમ પાળક હતા.

6. ટેલરપુર : 1890માં આઈ. પી. મિશનનાં એક મિશનરી રેવ. રોબર્ટ હેન્ડરસને ચરોતરમાં મુકામ કર્યો. તેમની સેવાના 24 વર્ષોમાં 1894 થી 1916 સુધીનાં 22 વર્ષો તેમણે માતૃ સંસ્થા બોરસદમાં વિતાવ્યા હતાં. તેમણે 1898ની આસપાસ પેટલાદથી ધર્મજનાં માર્ગની જમણી બાજુએ એક ક્રિશ્ચિયન વસાહત સ્થાપી અને તે સમયનાં પ્રખ્યાત મિશનરી રેવ. જે. વી. એસ. ટેલર સાહેબનાં માનમાં આ ક્રિશ્ચિયન વસાહતને ટેલરપુર નામ આપ્યું હતું. તે સમયે બાજુમાં ખડાણા વિભાગની સ્થાપના 1875માં થઇ હતી અને ત્યાં 1876માં ચર્ચ બંધાયું હતું. તે સમયે ટેલરપુર ખડાણા વિભાગ સાથે શરૂઆતમાં જોડેલું હતું. રેવ. લાજરસભાઈ તેજપાળભાઈ 1898 થી 1912 સુધી ખડાણા સહિત ટેલરપુરના પ્રથમ પાળક હતા. આવા વિદ્વાન સાહિત્યકાર અને સમર્પિત પ્રથમ દેશી પાળક ટેલરપુર – ખડાણાને પ્રાપ્ત થયા હતા. કાળક્રમે ખડાણા સહિત આ વસાહત પેટલાદ મિશનમાં અને પછી ખંભાત મિશનમાં મુકાયેલું હતું.

7. મંટગમરીપુર: રેવ. રોબર્ટ મંટગમરી 1842માં આઈ. પી. મિશનનાં મિશનરી તરીકે ગુજરાતમાં આવ્યા હતા. આણંદથી બોરીઆવી ગામની પાસે અને બી. બી. એન્ડ સી. આઈ. રેલ્વેના બોરીઆવી સ્ટેશન પાસે આ વસાહત બંધાવવામાં આવી હતી. મિશનરી રેવ. રોબર્ટ મંટગમરીનાં માનમાં આ ક્રિશ્ચિયન પરાંને મંટગમરીપુર નામ આપવામાં આવ્યું હતું.

8. ગિલેસ્પીપુર: બ્રુક હીલથી થોડે છેટે દક્ષિણ તરફ એક ક્રિશ્ચિયન વસાહત રેવ. રોબર્ટ હેન્ડરસને વસાવીહતી. આઈ. પી. મિશનનાં એક મિશનરી રેવ. રોબર્ટ ગિલેસ્પી 1868માં ગુજરાતમાં આવ્યા હતા. (તેઓ 1899માં બોરસદમાં પ્રભુમાં ઊંઘી ગયા હતા). તેમના માનમાં આ ક્રિશ્ચિયન ગામને ગિલેસ્પીપુર નામ આપવામાં આવ્યું હતું.

9. કેથલીનપુર: આઈ. પી. મિશનનાં મિશનરી રેવ. રોબર્ટ હેન્ડરસને 1900ની આસપાસ ચરોતર વિસ્તારમાં જે ક્રિશ્ચિયન વસાહતો વસાવી હતી, તેમાનું એક કેથલીનપુર હતું. તેમના ધર્મપત્ની શ્રીમતી કેથલીન હેન્ડરસનનાં માનમાં આ ક્રિશ્ચિયન ગામને કેથલીનપુર નામ આપવામાં આવ્યું હતું.

10. ક્લોપ્સપુર: આ ક્રિશ્ચિયન વસાહત પણ રેવ. રોબર્ટ હેન્ડરસને તે સમયે ચરોતર પંથકમાં વસાવી હતી.

11. સાન્ડસપુર કે સાન્સપુર: આ ક્રિશ્ચિયન વસાહત પણ રેવ. રોબર્ટ હેન્ડરસને તે સમયે ચરોતર પંથકમાં વસાવી હતી. બ્રુક હીલથી થોડે દુર દેહમી ગામ પાસે આ ગામ બાંધવામાં આવ્યું હતું.

12. બાર્કલીપુર: આ ગામ ભાલેજ પાસે વસાવવામાં આવ્યું હતું. રેવ. ડો. જોન શિલેડીએ આ ગામ વસાવ્યું હતું.

13. બ્રાઉનપુર: આ વસાહત ભાલેજ પાસે વસાવવામાં આવી હતી. રેવ. ડો. જોન શિલેડીએ આ વસાવી હતી.

14. આશાપુર: અલાયન્સ મંડળીએ 1894 પછી ગુજરાતમાં મિશનરી સુવાર્તા – શુભ સંદેશનું કાર્ય શરૂ કર્યું હતું. તે સમયે તેમણે ક્રિશ્ચિયન થયેલા કુટુંબો માટે આ એક ખેડુત વસાહત સ્થાપી હતી. 1904માં સાણંદ અને મહેમદાવાદ વચ્ચે આશાપુર ગામ વસાવવામાં આવ્યું હતું.

15. કેદેશપુર: અલાયન્સ મંડળીએ કેદેશપુર નામની બીજી વસાહત તે સમયે મહેમદાવાદ ખેડા નજીક વસાવી હતી.

16. હેબ્રોન : અલાયન્સ મંડળીએ વસાવ્યું હતું.

17. શાંતિપુર : અલાયન્સ મંડળીએ વસાવ્યું હતું.

18. મરીયમપુરા : પેટલાદ પાસે સ્પેનિશ મિશનરી ફા. સૂર્યાએ વસાવેલું એક ક્રિશ્ચિયન ગામ – વસાહત.

તે સમયે ઈશ્વરની બીક રાખીને ગુજરાતમાં આવેલા મિશનરીઓેએ એક દુર દ્રષ્ટી રાખીને આ ક્રિશ્ચિયન ગામ – વસાહતો વસાવ્યા હતા. તેમણે આ વસાહતો વસાવતા ત્યાં સારા ઘરો, નિશાળો અને ચર્ચ અચૂક બંધાવતા હતાં.

આઈ. પી. મિશન,
અલાયન્સ મંડળી, વગેરે મિશનોએ ક્રિશ્ચિયન ગામ – વસાહતો વસાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો અને ગુજરાતના ક્રિશ્ચિયન સમાજને સામાજિક રીતે, શૈક્ષણિક રીતે અને ધાર્મિક રીતે સમૃદ્ધ કર્યા હતા.

આજના સમયમાં આ ક્રિશ્ચિયન ગામ – વસાહતોમાંથી કેટલીક વસાહતોના મિશન – વિભાગ અન્ય મોટા મિશન – વિભાગ સાથે જોડી દેવામાં આવ્યા છે.

અન્ય દેશોમાંથી આવેલા મિશનરીઓએ ભારતમાં આવી પ્રભુની સુવાર્તા – શુભ સંદેશ વિશે આપણને જણાવ્યું તે માટે તેમનો આભાર માનીએ તેટલો ઓછો છે.

ખાસ નોંધ: આ ક્રિશ્ચિયન વસાહતો વિશેની માહિતી ત્રણ પુસ્તકોમાંથી , “ગુજરાતમાં ક્રિશ્ચિયન મંડળીનો ઉદય”, લેખક રેવ. લાજરસભાઈ તેજપાળભાઈ (આવૃતિ 1930), “ગુજરાતનાં ક્રિશ્ચિયન મિશનનો ઈતિહાસ”, લેખક રેવ. રોબીન બોયડ (આવૃતિ 1994), અને “માટીનાં પાત્રમાં દૈવી ખજાનો”, લેખક રેવ. મનાશ્શેહ ભુરાજીભાઈ, (આવૃતિ 2013) અને ખ્રિસ્તી બંધુના જૂના લખાણોમાંથી લેવામાં આવી છે. (WA)

ભારત રશિયા સંબંધ


શૈલેષ રાઠોડ

અવારનવાર કહેવાતું રહ્યું છે કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો ઘણા ગાઢ અને મૈત્રીપૂર્ણ રહ્યા છે. પરંતુ આ મૈત્રી કેટલી જૂની છે અને બંને દેશોના લોકોમાં એકમેકને ત્યાં આવવા-જવાની પરંપરા ક્યારે શરૂ થઈ? આ સવાલનો જવાબ ઇતિહાસના ગ્રંથોમાં મળે છે.વર્ષ 1469માં રશિયન પ્રવાસી અફનાસી નિકિતિન એક ઘોડા અને પોતાની ડાયરી સાથે ભારત પહોંચ્યા હતા.દીવ અને ગુજરાતમાંથી પસાર થઈને તેઓ મહારાષ્ટ્રના તટીય ગામ ચૌલમાં પહોંચ્યા અને દક્ષિણના ગ્રામીણ વિસ્તારોમાં થઈને વર્તમાન તેલંગણા પહોંચ્યા હતા.વર્ષ 1469માં રશિયન પ્રવાસી અફનાસી નિકિતિન એક ઘોડા અને પોતાની ડાયરી સાથે ભારત પહોંચ્યા હતાઇમેજ સ્રોત,ARTEM SOBOVઇમેજ કૅપ્શન,વર્ષ 1469માં રશિયન પ્રવાસી અફનાસી નિકિતિન એક ઘોડા અને પોતાની ડાયરી સાથે ભારત પહોંચ્યા હતાએ સમયનું ભારત કેવું હતું? નિકિતિને માત્ર એ સમયના ભારતને જ ન જોયું બલકે એના વિશે વિસ્તારથી લખ્યું.આ એ સમયની કથા છે જ્યારે ભારતમાં મુઘલ સામ્રાજ્યની શરૂઆત પણ નહોતી થઈ; બાબર હજુ જન્મ્યા પણ નહોતા; દિલ્હી પર લોદી વંશનું શાસન શરૂ જ નહોતું થયું; અને દક્ષિણમાં વિજયનગર અને બહમની સલ્તનતનું રાજ હતું.વાસ્કો ડી ગામાનો જન્મ થોડાં વરસો પહેલાં જ થયેલો અને એમના ભારત આવવાને ત્રણ દાયકાની વાર હતી.નિકિતિનની કથા બોલિવૂડ ફિલ્મ ‘પરદેશી’ દ્વારા પણ દર્શાવાઈ છે જેમાં હિન્દી સિનેમાનાં ઘણાં ખ્યાતનામ અભિનેતાઓ અને અભિનેત્રીઓએ કામ કર્યું છે. એની સાથે જ ચૌલમાં એમની યાદમાં એક સ્મારક બનાવવામાં આવ્યું છે.પરંતુ સવાલ એ છે કે નિકિતિન કોણ હતા અને એમની કથા આટલી રસપ્રદ શા માટે છે?વોલ્ગાથી કુંડલિકા સુધીની સફરરશિયન દસ્તાવેજો અનુસાર, અફનાસી નિકિતિન એક રશિયન પ્રવાસી અને વેપારી હતાઇમેજ સ્રોત,GETTY IMAGESઇમેજ કૅપ્શન,રશિયન દસ્તાવેજો અનુસાર, અફનાસી નિકિતિન એક રશિયન પ્રવાસી અને વેપારી હતારશિયન દસ્તાવેજો અનુસાર, અફનાસી નિકિતિન એક રશિયન પ્રવાસી અને વેપારી હતા. તેમનો જન્મ 1433માં રશિયન શહેર ત્વેરમાં થયો હતો.એમના ભારત આવ્યા પહેલાંના જીવન વિશે ઘણી ઓછી માહિતી મળે છે પરંતુ કોઈ પણ વ્યક્તિ એ વાતનું અનુમાન કરી શકે એમ છે કે એમણે પ્રવાસ ખેડવાનો નિર્ણય શા માટે કર્યો.એ સમયે ત્વેર વેપારીઓનો ગઢ ગણાતું હતું. વોલ્ગા નદીતટે વસેલું ત્વેર શહેર સાહસિક વેપારીઓ માટે જાણીતું હતું જેઓ યુરોપ અને મધ્ય એશિયાના પ્રવાસ કરતા રહેતા.નિકિતિને પણ એવી જ વ્યાપારિક યાત્રા પર જવાનો નિર્ણય કરીને 1466માં ત્વેર છોડી દીધું. કહેવાય છે કે એમને કોઈએ જણાવેલું કે ભારતમાં જાતવાન ઘોડા ખૂબ ઓછા મળે છે. એ જોતાં એમણે પોતાની સાથે એક ઘોડો લઈ જવાનો નિર્ણય કર્યો.નિકિતિને પોતાના આ પ્રવાસ વિશે વિસ્તારથી લખ્યું છે. એમાંથી મધ્યકાલીન ભારતના વેપારી માર્ગો વિશેની માહિતી મળે છે.નિકિતિને જણાવ્યું છે કે એમણે કઈ રીતે વોલ્ગા નદીથી કૅસ્પિયન સમુદ્ર સુધીનો પ્રવાસ કર્યો.આ સફરમાં એમને બે વાર લૂંટી લેવાયા. આ પ્રવાસમાં એમની સાથે કેટલાક અન્ય લોકો પણ હતા જેમણે પાછા ફરવાનો અથવા જ્યાં સુધી પહોંચ્યા હતા ત્યાં જ રોકાઈ જવાનો નિર્ણય કર્યો હતો.પરંતુ નિકિતિન આગળ વધતા રહ્યા. ત્યાર બાદ તેઓ પર્શિયા (આજનું ઈરાન)માં પ્રવેશ્યા, ત્યાંથી હોરમુઝ પહોંચ્યા અને ત્યાંથી અરબ સાગરના રસ્તે ભારત પહોંચ્યા.નિકિતિનની હોડી સૌથી પહેલાં દીવ પહોંચી હતી, ત્યાર બાદ તેઓ ગુજરાતના ખંભાત પહોંચ્યા. ખંભાત બંદરે પહોંચીને એમણે ઇન્ડિગો એટલે કે ગળી વિશે લખ્યું. ગળી રશિયામાં ખૂબ મોંઘી હતી.ત્યાર બાદ એમણે મહારાષ્ટ્રની કુંડલિકા નદીના મુખપ્રદેશ પાસે સ્થિતિ ચૌલ બંદર માટે યાત્રા શરૂ કરી. રશિયન ઇતિહાસકારો માને છે કે અફનાસી નિકિતિને ભારતની ધરતીનો ચૌલમાં પહેલી વાર સ્પર્શ કર્યો હતો.મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના અલીબાગ શહેરની દક્ષિણે મુંબઈથી 110 કિલોમિટર દૂર આવેલું ચૌલ એક સામાન્ય ગામ હતું.નારિયેળ, પામ સહિત અન્ય તમામ ઉષ્ણકટિબંધીય વૃક્ષોથી ઘેરાયેલું ચૌલ અન્ય પડોશી તટવર્તી ગામો જેવું જ દેખાય છે. પરંતુ આ સામાન્ય લાગતું તટીય ગામ બે હજાર વર્ષનો ઇતિહાસ સંઘરીને બેઠું છે.ઘણા ઐતિહાસિક દસ્તાવેજો અને પ્રવાસીઓએ આ બંદરનો ઉલ્લેખ અલગ અલગ નામે કર્યો છે. જેમ કે, ચંપાવતી, ચિઉલ અને ચિવલી.મધ્યકાલીન સમયમાં ચૌલ એક મોટું બંદર ધરાવતું શહેર હતું જ્યાં સુદૂર દેશોમાંથી વેપારીઓ આવતા હતા. તેઓ કુંડલિકા નદીમાર્ગે બંદરમાં પ્રવેશીને એક સ્થળે આવતા હતા જે હવે રેવડંડાની નજીક આવેલું ગામ છે.અફનાસી નિકિતિન આવા વેપારીઓમાંના એક હતા. તેઓ ઈસવીસન 1469માં કોઈ એક સમયે અહીં પહોંચ્યા હતા અને એમણે પોતાની ડાયરીમાં અહીંના લોકો વિશે લખ્યું.એમણે લખ્યું કે, “અહીં બધા લોકો નગ્ન રહે છે. તેઓ પોતાનું માથું નથી ઢાંકતા. ઉઘાડા પગે ચાલે છે. અહીંની મહિલાઓ પોતાના વાળને એક ચોટલામાં ગૂંથે છે. સમૃદ્ધ લોકો પોતાનું માથું ઢાંકે છે. તેઓ પોતાના ખભા પર એક કપડું રાખે છે અને બીજું કમર પર બાંધે છે.”

અવારનવાર કહેવાતું રહ્યું છે કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો ઘણા ગાઢ અને મૈત્રીપૂર્ણ રહ્યા છે. પરંતુ આ મૈત્રી કેટલી જૂની છે અને બંને દેશોના લોકોમાં એકમેકને ત્યાં આવવા-જવાની પરંપરા ક્યારે શરૂ થઈ? આ સવાલનો જવાબ ઇતિહાસના ગ્રંથોમાં મળે છે.

વર્ષ 1469માં રશિયન પ્રવાસી અફનાસી નિકિતિન એક ઘોડા અને પોતાની ડાયરી સાથે ભારત પહોંચ્યા હતા.

દીવ અને ગુજરાતમાંથી પસાર થઈને તેઓ મહારાષ્ટ્રના તટીય ગામ ચૌલમાં પહોંચ્યા અને દક્ષિણના ગ્રામીણ વિસ્તારોમાં થઈને વર્તમાન તેલંગણા પહોંચ્યા હતા.

વર્ષ 1469માં રશિયન પ્રવાસી અફનાસી નિકિતિન એક ઘોડા અને પોતાની ડાયરી સાથે ભારત પહોંચ્યા હતા

ઇમેજ કૅપ્શન,

વર્ષ 1469માં રશિયન પ્રવાસી અફનાસી નિકિતિન એક ઘોડા અને પોતાની ડાયરી સાથે ભારત પહોંચ્યા હતા

એ સમયનું ભારત કેવું હતું? નિકિતિને માત્ર એ સમયના ભારતને જ ન જોયું બલકે એના વિશે વિસ્તારથી લખ્યું.

આ એ સમયની કથા છે જ્યારે ભારતમાં મુઘલ સામ્રાજ્યની શરૂઆત પણ નહોતી થઈ; બાબર હજુ જન્મ્યા પણ નહોતા; દિલ્હી પર લોદી વંશનું શાસન શરૂ જ નહોતું થયું; અને દક્ષિણમાં વિજયનગર અને બહમની સલ્તનતનું રાજ હતું.

વાસ્કો ડી ગામાનો જન્મ થોડાં વરસો પહેલાં જ થયેલો અને એમના ભારત આવવાને ત્રણ દાયકાની વાર હતી.

નિકિતિનની કથા બોલિવૂડ ફિલ્મ ‘પરદેશી’ દ્વારા પણ દર્શાવાઈ છે જેમાં હિન્દી સિનેમાનાં ઘણાં ખ્યાતનામ અભિનેતાઓ અને અભિનેત્રીઓએ કામ કર્યું છે. એની સાથે જ ચૌલમાં એમની યાદમાં એક સ્મારક બનાવવામાં આવ્યું છે.

પરંતુ સવાલ એ છે કે નિકિતિન કોણ હતા અને એમની કથા આટલી રસપ્રદ શા માટે છે?

વોલ્ગાથી કુંડલિકા સુધીની સફર

રશિયન દસ્તાવેજો અનુસાર, અફનાસી નિકિતિન એક રશિયન પ્રવાસી અને વેપારી હતા

ઇમેજ સ્રોત,GETTY IMAGES

ઇમેજ કૅપ્શન,

રશિયન દસ્તાવેજો અનુસાર, અફનાસી નિકિતિન એક રશિયન પ્રવાસી અને વેપારી હતા

રશિયન દસ્તાવેજો અનુસાર, અફનાસી નિકિતિન એક રશિયન પ્રવાસી અને વેપારી હતા. તેમનો જન્મ 1433માં રશિયન શહેર ત્વેરમાં થયો હતો.

એમના ભારત આવ્યા પહેલાંના જીવન વિશે ઘણી ઓછી માહિતી મળે છે પરંતુ કોઈ પણ વ્યક્તિ એ વાતનું અનુમાન કરી શકે એમ છે કે એમણે પ્રવાસ ખેડવાનો નિર્ણય શા માટે કર્યો.

એ સમયે ત્વેર વેપારીઓનો ગઢ ગણાતું હતું. વોલ્ગા નદીતટે વસેલું ત્વેર શહેર સાહસિક વેપારીઓ માટે જાણીતું હતું જેઓ યુરોપ અને મધ્ય એશિયાના પ્રવાસ કરતા રહેતા.

નિકિતિને પણ એવી જ વ્યાપારિક યાત્રા પર જવાનો નિર્ણય કરીને 1466માં ત્વેર છોડી દીધું. કહેવાય છે કે એમને કોઈએ જણાવેલું કે ભારતમાં જાતવાન ઘોડા ખૂબ ઓછા મળે છે. એ જોતાં એમણે પોતાની સાથે એક ઘોડો લઈ જવાનો નિર્ણય કર્યો.

નિકિતિને પોતાના આ પ્રવાસ વિશે વિસ્તારથી લખ્યું છે. એમાંથી મધ્યકાલીન ભારતના વેપારી માર્ગો વિશેની માહિતી મળે છે.

નિકિતિને જણાવ્યું છે કે એમણે કઈ રીતે વોલ્ગા નદીથી કૅસ્પિયન સમુદ્ર સુધીનો પ્રવાસ કર્યો.

આ સફરમાં એમને બે વાર લૂંટી લેવાયા. આ પ્રવાસમાં એમની સાથે કેટલાક અન્ય લોકો પણ હતા જેમણે પાછા ફરવાનો અથવા જ્યાં સુધી પહોંચ્યા હતા ત્યાં જ રોકાઈ જવાનો નિર્ણય કર્યો હતો.

પરંતુ નિકિતિન આગળ વધતા રહ્યા. ત્યાર બાદ તેઓ પર્શિયા (આજનું ઈરાન)માં પ્રવેશ્યા, ત્યાંથી હોરમુઝ પહોંચ્યા અને ત્યાંથી અરબ સાગરના રસ્તે ભારત પહોંચ્યા.

નિકિતિનની હોડી સૌથી પહેલાં દીવ પહોંચી હતી, ત્યાર બાદ તેઓ ગુજરાતના ખંભાત પહોંચ્યા. ખંભાત બંદરે પહોંચીને એમણે ઇન્ડિગો એટલે કે ગળી વિશે લખ્યું. ગળી રશિયામાં ખૂબ મોંઘી હતી.

ત્યાર બાદ એમણે મહારાષ્ટ્રની કુંડલિકા નદીના મુખપ્રદેશ પાસે સ્થિતિ ચૌલ બંદર માટે યાત્રા શરૂ કરી. રશિયન ઇતિહાસકારો માને છે કે અફનાસી નિકિતિને ભારતની ધરતીનો ચૌલમાં પહેલી વાર સ્પર્શ કર્યો હતો.

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના અલીબાગ શહેરની દક્ષિણે મુંબઈથી 110 કિલોમિટર દૂર આવેલું ચૌલ એક સામાન્ય ગામ હતું.

નારિયેળ, પામ સહિત અન્ય તમામ ઉષ્ણકટિબંધીય વૃક્ષોથી ઘેરાયેલું ચૌલ અન્ય પડોશી તટવર્તી ગામો જેવું જ દેખાય છે. પરંતુ આ સામાન્ય લાગતું તટીય ગામ બે હજાર વર્ષનો ઇતિહાસ સંઘરીને બેઠું છે.

ઘણા ઐતિહાસિક દસ્તાવેજો અને પ્રવાસીઓએ આ બંદરનો ઉલ્લેખ અલગ અલગ નામે કર્યો છે. જેમ કે, ચંપાવતી, ચિઉલ અને ચિવલી.

મધ્યકાલીન સમયમાં ચૌલ એક મોટું બંદર ધરાવતું શહેર હતું જ્યાં સુદૂર દેશોમાંથી વેપારીઓ આવતા હતા. તેઓ કુંડલિકા નદીમાર્ગે બંદરમાં પ્રવેશીને એક સ્થળે આવતા હતા જે હવે રેવડંડાની નજીક આવેલું ગામ છે.

અફનાસી નિકિતિન આવા વેપારીઓમાંના એક હતા. તેઓ ઈસવીસન 1469માં કોઈ એક સમયે અહીં પહોંચ્યા હતા અને એમણે પોતાની ડાયરીમાં અહીંના લોકો વિશે લખ્યું.

એમણે લખ્યું કે, “અહીં બધા લોકો નગ્ન રહે છે. તેઓ પોતાનું માથું નથી ઢાંકતા. ઉઘાડા પગે ચાલે છે. અહીંની મહિલાઓ પોતાના વાળને એક ચોટલામાં ગૂંથે છે. સમૃદ્ધ લોકો પોતાનું માથું ઢાંકે છે. તેઓ પોતાના ખભા પર એક કપડું રાખે છે અને બીજું કમર પર બાંધે છે.”

બળ અને બુદ્ધિમાન લોકોનું નગર એટલે ઉમરેઠઆશરે ૧૫૦૦ વર્ષ જેટલો પ્રાચીન ઈતિહાસ પોતાના અસ્તીત્વ સાથે સાંકળી રહેલું ઉમરેઠ નગર ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વનું સંશોધનાત્મક સ્થળ ગણાય .આઝાદીનું આંદોલન હોય કે પછી રાજનીતિ ઉમરેઠ હંમેશા દરેક ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે. ભારતમાં ન્યાયમૂર્તિ થી લઈ રાજનેતાની ભેટ ઉમરેઠે આપી છે.વિશ્વના કોઈપણ ખૂણે ઉમરેઠી અચૂક મળે તેવી વાયકા પ્રચલિત છે.

 ઉત્તર અક્ષાંસ રર જર ’ તથા પૂર્વ રેખાંશ ૭૩૧૭ ’ ઉપર ઉમરેઠ નગર વસેલું છે . ગામની ચારે બાજુએ આવેલા કોટના અવશેષરૂપે હજીએ ઊભેલા ૬ દરવાજા ૬ બારીઓ , મુખ્ય ચાર બજારો , પર થી યે વધુ પોળ , કસ્બાઓ , ૪૫ જેટલી સંખ્યામાં ધર્મશાળા અને ધાર્મિક સ્થાનકો , ચાર મોટા તળાવો અને અનેક કુવાઓ , તથા બેનમુન શિલ્પ સ્થાપત્યવાળી વાવ વિગેરે પ્રાચીનકાળની જાહોજલાલીની શાખ પુરે છે .            ઉમરેઠની એક છેડે પીપળીયા તળાવ , બીજે છેડે મલાવ તળાવ , ત્રીજે છેડે વડુ તળાવ અને ચોથે છેડે રામ તળાવ એમ ચારે દિશાઓએ આવેલ તળાવો વચ્ચે લંબગોળાકારે વિસ્તરેલ ગામ ભૌગોલિક રીતે જોઇએ તો ઉધી રકાબી જેવું ભાસે છે .

ઉમરેઠમાં અખુટ જળના ૧૬૫ થી વધુ કુવા તથા કુઇઓ અસ્તીત્વ ધરાવતી હતી .ઉમરેઠ એટલે ચરોતરનો ઉમરો .આ ઉમરેઠ પહેલાં ઉમાપુરી , ઉમારાષ્ટ્ર , ઉમરાવતી , ઉદુમ્બર , ઉમાક્ષેત્ર , બ્રહ્મપુરી વિગેરે નામથી ઓળખાતું , તેનું ક્ષેત્રફળ આશરે ૬.૭૫ ચોરસ માઇલ છે .

ઉમરેઠ વિ.સં. પપપ ઇ.સ. ૪૯૯ માં લેઉઆ પાટીદાર જહા પટેલે વિસાવ્યું હતું .રાજમાતા મીનળદેવી ૧૦૯૬ એટલે સંવત ૧૧ પર ના અરસામાં ઉમરેઠની ભુમીમાં મલાવ તળાવ ખોદી તથા ભદ્રકાળીની સુંદર સાતમાળની વાવ બંધાવી હતી જે આજે પણ જોવાલાયક છે. વિ.સં. ૧૬૮૦ શ્રાવણ વદ એકાદશીના રોજ દવેજી બદ્રીનાગજીના સુત દેવેશ્વરે નવાણું મહારુદ્ર કરી શ્રી અમરેશ્વર મહાદેવની સ્થાપના કરી . જે અમરેશ્વર મહાદેવમાં આષાઢી જોખવામા આવે છે.

રાજવી સિદ્ધરાજ જયસિંહે વિ.સં. ૧૧૫૮ ને શ્રાવણ સુદ નોમને બુધવારે શ્રી મુળેશ્વર મહાદેવ , અષ્ટભૈરવ તથા બબ્રુવાહન ( બળીયાદેવ ) એમ ત્રણે દેવોની ગામમાં સ્થાપના કરી એ ઉપરાંત સંવત ૧૧૯૯ માં ગુજરાત નરેશ કુમારપાળે જૈન દેરાસરની સ્થાપના કરી .


વિ.સં. ૧૨૧૨ કારતક સુદી ૧૫ ને ગુરુવારના રોજ શ્રી રણછોડરાય મહારાજ ઉમરેઠમાં પધાર્યા હતા . તે હાલમાં રણછોડરાયના પગલાં તરીકે ઓળખાય છે . આ મંદિર ઇ.સ. ૧૮૬૦-૬૧ ના અરસામાં બન્યું હતું . વિ.સં. ૧૩ ના સૈકામાં ઉમરેઠમાં ઔદિચ્ય બ્રાહ્મણોનું આગમન ગોહિલ રાજપૂતો સાથે થયું હતું .
વિ.સં. ૧૫૦૦ એટલેકે ઇ.સ. ૧૪૪૪ ના અરસામાં બાજખેડાવાળ બ્રાહ્મણોએ ઉમરેઠમાં આશરો મેળવ્યો . પાટમાં આવેલ તાડકેશ્વર મહાદેવના મંદિરની સ્થાપના ગોહિલ વંશના રાજપૂતોએ કરી હતી .
ભગવાન શ્રીચેતન્ય ઇ.સ. ૧૪૫૫ માં જાગનાથ મહાદેવ નજીકના ચોગાનમાં પધાર્યા હતા .
ભકત કવિ નરસિંહ મહેતા ઇ.સ. ૧૪૫૮ માં તેમના સભા મંડળ સહિત ઉમરેઠ પધાર્યા હતા .
ઇ.સ. ૧૪૭૪ માં મહાન સંત પરમ વૈષ્ણવ શ્રી એકનાથજી મહારાજ ઉમરેઠ નગરમાં પધાર્યા હતા .
ઇ.સ. ૧૫૯૦ માં જગદ્ગુરૂ શંકરાચાર્ય ઉમરેઠમાં પધાર્યા હતા .
ઇ.સ. ૧૪૯૪ માં ભકત કવિ મીરાંબાઇએ ઉમરેઠની મુલાકાત લીધી હતી .
સ્વામી વિદ્યાતીર્થ નામના મહાન સંતે ઇ.સ. ૧૫૦૪ માં તથા વિખ્યાત કવિ નાકરે ઇ.સ. ૧૫૧૬ માં ઉમરેઠની મુલાકાત લીધી હતી .
ઇ.સ. ૧૫ ર ૮ માં ચાંપાનેર – પાવાગઢ તુટ્યુ ત્યાંથી ખડાયતા વાણિયા ઉમરેઠમાં આવી વસ્યા હતા .
ઇ.સ. ૧ પ ૭૦ ના સમય પહેલા ઉમરેઠમાં જૈનની ઘણી જ વસ્તી હતી જૈન જે પોળમાં વસતા હતા તે હાલ સટાક પોળથી ઓળખાય છે અને વણિકોનું વ્યાપારીક સામ્રાજ્ય હતું . જૈન ધર્મી શ્રાવક મહીલાઓની ચાર સતીઓની દેરીઓ થામણા જવાના રહે છે ,

જુના સમયમાં ઉમરેઠમાં ચાર ચોરા હતા ( ૧ ) રાજપૂતોનો ચોરો ( ૨ ) વ્યાસનો ચોરો ( ૩ ) ખેડાવાળનો ચોરો ( ૪ ) પંચવટીનો ચોરો .

ઉમરેઠને વેપાર – વાણિજય તથા શરાફીક્ષેત્રે આગેવાન અને ( મોખરાનું નગર બનાવવામાં ખડાયતા વણીકો તથા બાજખેડાવાળા બ્રાહ્મણોનો બહુ મોટો ફાળો હતો .
પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રી સહજાનંદ સ્વામીએ સને ૧૮૦ ૦ ના અરસામાં ઉમરેઠ ની ભૂમિને પાવન કરી હતી ,
ગાયકવાડી કર ઉઘરાવનાર અમલદાર શાહુજી ભટ્ટ તથા બાજીભટ્ટ વચ્ચે ફર ભરવા બાબદે વિવાદ થયો તેમાં બાજીભટ્ટ વેરો ભરવાનો ઇન્કાર કર્યો તેની શીક્ષારૂપે બાજીભટ્ટના આખા શરીરની ચામડી ઉતારી ખુશાલાલની હવેલી પાસે બાળવામાં આવ્યા હતા.આથીતે પોળને બળેલી પોળ તરીકે ઓળખવામાં આવે છે .
વહેરાઈ માતાની સ્થાપના ઈ.સ .૧૭૬૬ ના મહાસુદી નોમના દિવસે ગામના પંચોએ કરેલી છે .
ઈ.સ .૧૭૬૯ માં ગુરૂપૂર્ણિમાં ને દિવસે મલાવ તળાવની પાળ ઉપર ભટ્ટવાડી પોળમાં રહેતાં પ્રેમાનંદે ગુરૂદત્તાત્રેયની સ્થાપના કરી હતી .
ઉમરેઠમાં પુરાતન મંદિરો ઈ.સ. ૧૭૦૦ મી સદી દરમ્યાન બંધાયા હોવાનું જણાય છે .


શ્રી સંતરામ મહારાજનું મંદિર સને ૧૭૭ રમાં બંધાયું હતું . અને બસો વર્ષ પહેલા પંચવટીમાં કામનાથ મહાદેવનું મંદિર બંધાયું હતું . ભાલવો કૂવો ખોદતી વખતે મળેલી વારાહીમાતાની મૂર્તિ મંદિરમાં સ્થાપવામાં આવી હતી . હાલ દર વર્ષે આસો સુદ ૯ ને દિવસે લાલ દરવાજે મંગળેશ્વર મહાદેવના ચોગાનમાં ઘણીજ ધામધુમથી તથા અત્યંત ભકિતભાવ પૂર્વક વારાહીમાતાજીનો હવન થાય છે . આવો યજ્ઞ માત્ર કાશી અને ઉમરેઠમાં પુરાતન કાળથી થાય છે
. પેશ્વા સમયમાં ગણપતિનું મંદિર અને તેની ધર્મશાળા બાંધવામાં આવી હતી . વૈષ્ણવોના ત્રણ મંદિરો પણ જાણીતા છે .
. ઉમરેઠમાં પ્રથમ પ્રિન્ટીંગ પ્રેસ ૧૮૯૯ માં શરૂ થયું હતું ઈ.સ .૧૯૧૩ ના રોજ પૂજય મહાત્મા ગાંધીજી ઉમરેઠમાં પધારી પુસ્તકાલય ખુલ્લું મૂકેલું ઈ.સ .૧૮૫૯ માં પોસ્ટઓફીસ શરૂ ગઈ હતી અને ઈ.સ. ૧૮૭૪ માં રેલગાડીની શરૂઆત કરી હતી અને મ્યુનીસી પાલટીની સ્થાપના ૧૮૮૯ ના ઓકટોબરમાં થઈ હતી . ૧૮૯૦ માં ઉમરેઠની કોર્ટનું તે સમયનું અદ્યતન મકાન બનાવવામાં આવ્યું હતું . ઈ.સ. ૧૯૭૪ માં નવનિર્માણ અંદોલન થયા પછી ઉમરેઠની તમામ ક્ષેત્રની ઘટનાથી નગરજનો પરિચિત છે . ઉમરેઠ નગરે ધુરંધરો કાર્યકરો , વકીલો , ન્યાયાધીશો , ડૉકટરો , કેળવણીકારો , સચિવો , ધારાસભ્યો , પ્રધાનો , વાઇસ ચાન્સેલરો વગેરેની સમાજને ભેટ ધરી છે .
એક જમાનામાં એમ કહેવાતું કે આ નગરની માટી ચુરમું છે અને તેનું પાણી ઘી છે . જેથી અહીંના લોકો બુધ્ધિ અને બળમાં નામ કાઢે તેવા છે . હિન્દુસ્તાન અગર તો દુનિયાના છેડે પણ તમને ઉમરેઠનો માણસ તો મળશે જ .

-શૈલેષ રાઠોડ

બોર્ડની પરીક્ષા આપનાર વિધાર્થીઓ માટે ટિપ્સબોર્ડ એક્ઝામ સોમવારથી શરૂ થઇ રહી છે.શિક્ષકો તથા અગાઉના વર્ષના ટોપર વિદ્યાર્થીઓએ પોતાના અનુભવ પરથી પરીક્ષામાં કેવી તકેદારી રાખવી તે જણાવ્યું તે અહીં નોંધ્યું છે.આ માર્ગદર્શન અચૂક ઉપયોગી થશે.

‘છેલ્લી ઘડીએ તમામ વિષયો એક સાથે ના વાંચવા’
આ અંગે નિષ્ણાત શિક્ષક સહદેવ સિંહ સોનાગરાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન આ કાળજી રાખશે તો પરીક્ષા ખુબ સારી રીતે આપી શકશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ અંતિમ સમયમાં એક સાથે તમામ વિષય વાંચવાની જગ્યાએ એક એક વિષય અલગ અલગ શીડ્યુલ કરીને વાંચવા, જેથી સારી રીતે યાદ કરીને પરીક્ષા આપી શકે.

‘જે આવડે તે પહેલા લખવું’
અન્ય આચાર્ય નીરવ ઠક્કરે જણાવ્યું હતું કે, પરીક્ષાને ગણતરીના દિવસો બાકી છે જેથી શક્ય હોય તો ઘરે રહીને તૈયારી કરવી. રાતના ઉજાગરા તથા તબીયત ના બગડે તેની કાળજી રાખવી. બોર્ડની માર્ગદર્શિકા પ્રમાણે ઉતરવહીમાં કોઈ નિશાન ના કરવા જેથી ઓળખાણ પ્રસ્થાપિત થાય. જે આવડતું હોય તે પ્રથમ લખવું.

ટોપરની ટિપ્સ
2020માં ટોપ કરનાર પ્રિયા કાબરા નામની વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, જે વિષયમાં રોકડા માર્ક્સ મળી શકે હોય તેમાં વધુ તૈયારી કરવી. થીયરીના વિષયમાં નાની ભૂલોના કારણે માર્ક્સ કપાય છે પરંતુ ગણિત, એકાઉન્ટ, સ્ટેટ્સ જેવા વિષયમાં પુરા માર્ક્સ મેળવી શકાય જેથી રફમાં ગણતરી કરીને લખવું.

તમામ વિધાર્થીઓને All the Best

-શૈલેષ રાઠોડ

દલિત સાહિત્યના દાદા:જોસેફ મેકવાન [૧૯૩૬-૨૦૧૦]


મેકવાન જોસેફ ઈગ્નાસ (૯-૧૦-૧૯૩૬) : નવલકથાકાર.જન્મ આણંદ તાલુકાના ત્રણોલમાં. એમ.એ., બી.ઍડ. સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, આણંદમાં શિક્ષક. ૧૯૮૯નો સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર.

જીવનના અસંખ્ય અનુભવો અને જ્ઞાતિપ્રથા આધારીત સ્વઃનજરે નિહાળેલ અત્યાચારોને તેમણે પોતાના લખાણોમાં વાચા આપી અને અસલ ચરોતરી ભાષામાં ગામડાના અછુત અને પછાત જ્ઞાતિસમાજની વિતકકથાઓને એક માધ્યમ પુરુ પાડ્યુ છે. ચરોતરી અને દલિત સમાજની જેવી બોલાય છે, તેવી જ બળૂકી અને તળપદી ભાષાનો સચોટ પ્રયોગ, વિપુલ લેખન, સનસનાટીભરી ઘટનાઓ, અને આંચકો આપે તેવા આદર્શવાદી સંતપાત્રોની સાથે સામા છેડાના શેતાન શાં ચરિત્રોની સંમિશ્ર મિલાવટ, તેમની ઘણી રચનાઓ કથારૂપે આત્મકથાનાત્મક છે.

“દલિત સાહિત્યના દાદા”,”જંગમ વિદ્યાપીઠ”,”વંચિતોના વકીલ “જેવા અનેક ઉપનામોથી ઓળખાયેલા જોસેફ મેક્વાનનું સાહિત્ય સર્જન અનેક ભાષાઓમાં અનુદિત પણ થયું છે.તેમની સાહિત્ય અને સમાજ સેવાને બિરદાવતો “જીંદગી જીવ્યાનો હરખ”નામે દળદાર ગ્રંથ પણ થયો છે.ગુજરાતી સાહિત્યના બળુકા સર્જક અને કર્મશીલ જોસેફભાઈનું તારીખ ૨૮ માર્ચ ૨૦૧૦ના રોજ અવસાન થયું હતું.

‘વ્યથાનાં વીતક’ (૧૯૮૫)માં શોષણપ્રધાન સમાજનાં દલિતચરિત્રોનાં આલેખનો છે. ‘વહાલનાં વલખાં’ (૧૯૮૭) અને ‘પ્રીત પ્રમાણી પગલે પગલે’ (૧૯૮૭) પણ ચરિત્રલક્ષી પુસ્તકો છે. ‘આંગળિયાત’ (૧૯૮૬) વણકર અને પટેલ કોમના વર્ગસંઘર્ષને કેન્દ્રમાં રાખી સામાજિક દ્વેષ અને સંઘર્ષને દલિત દ્રષ્ટિ-કોણથી ઉપસાવતી જાનપદી નવલકથા છે. વસ્તુપરક રીતિ ને દસ્તાવેજી સામગ્રીને કારણે આ કૃતિ પ્રચારલક્ષી થતાં અટકી ગઈ છે. બોલીનું ભાષાકર્મ એમાં ધ્યાન ખેંચે તેવું છે. ‘લક્ષ્મણની અગ્નિપરીક્ષા’ (૧૯૮૬) નવલકથામાં આત્મકથાત્મક શૈલીમાં શશીકાન્તના લક્ષ્મણવ્રતને વેદના અને સહનશીલતાના સંદર્ભે નિરૂપ્યું છે. ‘મારી પરણેતર’ (૧૯૮૮) એમની અન્ય નવલકથા છે. ‘સાધનાની આરાધના’ (૧૯૮૬) એમનો વાર્તાસંગ્રહ છે. ‘મારી ભિલ્લુ’ (૧૯૮૯) ચરિત્રકથા છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા

આંગળિયાત (૧૯૮૬) : દલિત દ્રષ્ટિકોણનો સબળ ઉન્મેષ દાખવતી જોસેફ મેકવાનની નવલકથા. ખેડા જિલ્લાના ગામડામાં પટેલો અને ઠાકોરોના સમાજથી ઘેરાયેલા વણકરસમાજના જીવનસંઘર્ષની આ કથાનું દસ્તાવેજી મૂલ્ય ઊંચું છે. પ્રાદેશિક ભાષાનું પોત નવલકથાના નિરૂપકથી છેક પાત્રો સુધી એકસરખું વણાયેલું હોવા છતાં સંવેદનશીલ રજૂઆત અને વાસ્તવના રુચિપૂર્ણ સમાયોજનને કારણે નવલકથા પ્રાણવાન બની છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા

નવલકથાઓ

 • આંગળિયાત
 • લક્ષ્મણની અગ્નીપરીક્ષા
 • મારી પરણેતર
 • મનખાની મિરાત
 • બીજ ત્રીજનાં તેજ
 • આજન્મ અપરાધી
 • દાદાનો દેશ
 • માવતર
 • અમર ચાંદલો
 • દરિયા
 • ભીની માટી કોરાં મન
 • સંગવટો
 • अपनो पारस आप

રેખાચિત્રો

 • વ્યથાનાં વિતક
 • વ્હાલનાં વલખાં
 • મારી ભિલ્લું
 • જીવતરનાં નટારંગ
 • જનમ જલાં
 • માણસ હોવાની યંત્રણા
 • न ये चांद होगा
 • રામનાં રખોપાં
 • લખ્યા લલાટે લેખ

ટૂંકી વાર્તાઓ

 • સાધનાની આરાધના
 • પન્નાભાભી
 • આગળો
 • ફરી આંબા મ્હોરે
 • આર્કિડનાં ફૂલ

નિબંધ

 • વ્યતીતની વાટે
 • પગલાં પ્રભુંનાં
 • સંસ્કારની વાવેતર

સંપાદન

 • અમર સંવેદન કથાઓ
 • અનામતની આંધી
 • અરવિંદ સૌરભ
 • એક દિવંગત આત્માની જીવન સૌરભ

અહેવાલો

 • ભાલનાં ભોમ ભીતર
 • ઉઘડ્યો ઉઘાડ અને આવી વરાપ
 • વહેલી પરોઢનું વલોણું

લેખો અને વિવેચન

 • વાટના વિસામા (લેખ સંગ્રહ)
 • પ્રાગડના દોર (સમીક્ષાત્મક લેખો)

અનુવાદો

 • આંગળિયાત નો ડૉ. રીટા કોઠારીએ step child નામે અંગ્રેજીમાં કરેલો અનુવાદ, (ઓક્સફર્ડ યુનિ. પ્રેસ દ્વારા પ્રકાશિત પ્રથમ ગુજરાતી નવલકથા)
 • વ્યથાનાં વિતક નો નેશનલ બૂક ટ્રસ્ટ, નવી દિલ્હી દ્વારા અંગ્રેજી અને 11(અગિયાર) ભારતીય ભાષાઓમાં અનુવાદ
 • ઘંટીના હિન્દી, તેલુગુ, બંગાળી, પંજાબી અને સિન્ધી ભાષાઓમાં અનુવાદો થયા છે.

વિશેષ

 • લોહીનો સબંધ પરથી ગોપી દેસાઈ દિગ્દર્શિત બસ યારી રખ્ખો નામે બાળ ફિલ્મ.
 • બહેરું આયખુ મુંગી વ્યથા નામે ટેલિ ફિલ્મ.

કટાર

ભવાટવિ, તીર્થ સલિલ, નદી નદીનાં વહેણ જેવી કટારો જન્મભૂમિ-પ્રવાસી, અખંડાનંદ, નવનીત સમર્પણ, મુંબઇ સમાચાર, ગુજરાત ટાઇમ્સ, જનકલ્યાણ, નયામાર્ગ અને ઉત્સવ.

સમ્માન

પુરસ્કારો

 • સેંટ ઝેવિયર્સ સુવર્ણચંદ્રક (૧૯૮૧)
 • સંસ્કાર ઍવોર્ડ (૧૯૮૪)
 • અભિવાદન ટ્રોફી ‌(૧૯૮૭)
 • મેઘ રત્ન ઍવોર્ડ (૧૯૮૯)
 • ધનજી કાનજી સુવર્ણચંદ્રક (૧૯૯૦)
 • કનૈયાલાલ મુંશી સુવર્ણચંદ્રક (૧૯૯૫)

ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી પારિતોષિકો

 • સાધનાની આરાધના (૧૯૮૫)
 • મારી પરણેતર (૧૯૮૬)
 • જનમ જલાં (૧૯૮૭)
 • મારી ભિલ્લું (૧૯૮૮)
 • પન્નાભાભી (૧૯૯૦)
 • સાહિત્ય અકાદમી, દિલ્હી (૧૯૮૯‌)

દલિત સાહિત્યના દાદા, જંગમ વિદ્યાપીઠ, વંચિતોના વકીલ જેવા અનેક ઉપનામોથી ઓળખાયેલા જોસેફ મેકવાન ચરોતરી સમાજમાં વ્યાપ્ત અસ્પૃશ્યતાને સાહિત્યિક વાચા આપે છે. તેમની બળુકી તળપદી ભાષામાં બોલીનું ભાષાકર્મ ઊડીને આંખે વળગે તેવું છે. જોસેફ મેકવાન એ ગુજરાતી સાહિત્યના સુખ્યાત અને લોકપ્રિય લેખક રહ્યા છે. ગુજરાતી દલિત સાહિત્યના શરૂઆતી પ્રારંભક અને પ્રમુખ સર્જક તરીકે એમનું અર્પણ ગુજરાતી સાહિત્યમાં મૂલ્યવાન છે. તેઓ માત્ર દલિત સાહિત્યના સર્જક ન રહેતાં મુખ્યધારાના મહત્વના સર્જક તરીકે પણ ઊભરી આવ્યા છે. વિષય વૈવિધ્ય, વ્યાપ તથા ગુણવત્તાની દ્રષ્ટિએ પણ એમનું સર્જન વ્યાપક વર્ગોમાં સ્વીકૃતિ પામેલું છે. દલિત સાહિત્ય એ અનુકંપા પ્રેરવાનું સાહિત્ય નથી, પડકારનું સાહિત્ય છે, ચેલેન્જનું સાહિત્ય છે. એની પ્રથમ શરત પ્રતિબદ્ધતા છે અને પ્રતિબદ્ધતા એક જવાબદારી હોય છે.

જન્મ અને બાળપણ:

જોસેફ મેકવાનનો જન્મ ૦૯/૧૦/૧૯૩૬ના રોજ આણંદ જિલ્લાના ત્રણોલ ગામે થયો હતો. તેમના પિતાજીશ્રી ઇગ્નાસ મેકવાન શિક્ષક હતા, ને ઘરે થોડુ ખેતીકામ પણ કરાવતા હતા. એમનું વતન ગામ ઓડ જિ.-આણંદ. એમના બાનું નામ હીરા હતું. એમનું યુવાનવયે અવસાન થતાં એમના પિતાજી (મૂળ નામ ડાહ્યાભાઈ હરખાભાઈ માસ્તર) એ બીજીવાર લગ્ન કરેલું. કઠોર સ્વભાવના પિતાજી તથા સાવકી બાએ જોસેફ પાસે ઘર-ખેતરના ઠીક ઠીક વૈતરાં કરાવેલાં. આમ, આર્થિક સંકડામણો અને લાગણીઓના અભાવોએ એમની કસોટીઓ કરી હતી. તેઓ કહે છે કે એ ગરીબી અને પ્રેમઝંખના તથા ઝૂરણે એમને અનેક રીતે ઘડ્યા હતા.

જોસેફના બાળપણ વિશે વાત કરીએ તો, જોસેફનું બાળપણ ભારે અભાવોમાં વીત્યું હતું. લેખક એને શબ્દોમાં આ રીતે વ્યક્ત કરે છે.- “આઠ વરસની વયે ગામના ઊંડા કૂવેથી અધમણના દોરડે, પંદરશેરિયા ઘડે, બાર બેડાં પાણી ખેંચવું, ઘર વાળવાથી માંડી વાસણ-કુસણ અજવાળવાં, તુવેર ભરડવી, દાળ મોવી, બે ઢોરનું વાસીંદુ ઉકરડે નાખવું, નવી માના સાત ખોટના દિકરાને કેડેથી કોરે ના મેલવો, ઇંધણા એકઠા કરવાં, ખેતરની વાડને હુળ કરવાં- એ બધાંની સાથે ભણવાની હોંશને લીધે નિશાળે જવું એ મારી જીવનચર્યા હતી, પરિણામે વર્નાક્યુલર ફાઈનલ સુધી ભણી, પછી આપબળે આગળ ભણ્યો, રાત્રે પ્રૂફ રીડિંગ કરીને પણ કૉલેજમાં પ્રાધ્યાપક અને પછી સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ આણંદમાં શિક્ષક બન્યો.”[1]

પોતાના હૃદયની વેદના વ્યક્ત કરતાં લેખક કહે છે- “વહાલના વીરડા કાજે તો હું ભવરણ ભટક્યો છું. મારા સદાનાં બારેય પહોરને આઠેય ઘડીનાં સંગી સાથી તો રહ્યા છે વેદનાને વલોપાત.! વ્યર્થતા, વિહવળતા ને વલવલાટ.! વીતરાગતા આવી ગઈ છે. ઘણીવાર મને સુખ સાથેના વેરથી વલખા માર્યા કર્યા છે મેં, સાચુકલા ‘વહાલ’ કાજે ક્યાં-ક્યાં નથી રખડ્યો હું. વહાલ પરના બે બોલ ઝીલવા- હું તો ભૂખ્યો હતો ભાવનાનો, વહાલનો, શૈશવ આખુંય મારું વલખાતા વલખાતા જ વીત્યું છે.”

જોસેફ મેકવાનના સાહિત્યમાં પ્રગટતી દલિત વેદના:

જોસેફે વીસમી સદીના નવમા દાયકે વન પ્રવેશની વયે ફરી કલમ ગ્રહી. ગુજરાતમાં દલિત સાહિત્યનો એ આરંભનો દાયકો. અનામત વિરોધી ઉદ્દેકો અને દલિત સાહિત્ય ચળવળના એ દિવસોમાં જોસેફભાઈ ‘વ્યથાનાં વીતક’ (૧૯૮૫) લઈને આવ્યા અને સમગ્ર સાહિત્યાકાશમાં છવાઈ ગયા.

દલિત દ્રષ્ટિકોણનો સબળ ઉન્મેષ દાખવતી જોસેફ મેકવાનની નવલકથા ખેડા જિલ્લાના ગામડાંમાં પટેલો અને ઠાકોરોના સમાજથી ઘેરાયેલા વણકર સમાજના જીવન સંઘર્ષની કથાનું દસ્તાવેજી મૂલ્ય છે. તો ‘વ્યથાનાં વીતક’ને વાંચતાં આપણી સંવેદનાઓ ખળભળી જાય છે, તો લખનારે કેટકેટલું વેઠવું પડ્યું હશે? શોષાતાં, રીબાતાં, રવરવતાં, વલવલતાં ને તો યે ખુમારી ના છોડતાં જીવતરોની કથા માંડવા આ જમાનાને જોસેફદાદો મળ્યો એ ગુજરાતી દલિત સાહિત્યનુ જ નહિ, બલકે એકંદરે ગુજરાતી જીવનનું પણ બડ્ભાગ્ય.

આપણા મૂર્ધન્ય સાહિત્યકાર રઘુવીર ચૌધરી દલિતોની ખુમારીને પોતાના શબ્દોમાં આ રીતે મૂકી આપે છે- “(આંગળિયાતમાં) દલિત પુરૂષોનો અન્યાય સામેનો પ્રતિકાર, પ્રેમીઓનો ઝૂરાપો અને સંયમ, વર્ગ સંઘર્ષ જેવો જ આંતર સંઘર્ષ અને બીજા માટે કશુંક કરી છૂટવાની ભાવના દ્રશ્યાત્મ્ક ઘટનાઓ દ્વારા વ્યક્ત થઇ છે.”[2]

જોસેફ મેકવાન જીવનવાદી લેખક છે, પ્રતિબદ્ધ લેખક છે. ‘કલાને મેં પ્રમાણી છે પણ જીવતરને ભોગે કલાની ઉપાસના કરવાનું મને હરગીજ મંજૂર નથી’ એવું વારેવારે વગાડીને કહેનારા આ લેખકનું સાહિત્ય જાનપદી છે અને ગદ્યમાં જ આલેખાયેલું છે. નવલકથા, ચરિત્ર નિબંધ તથા ટૂંકીવાર્તા:આ ત્રણે ગદ્ય સાહિત્યનાં સ્વરૂપોમાં એમણે પુરા અધિકારપૂર્વક અને ખાસ્સું ગુણવત્તાસભર-સંતર્પક કાર્ય કર્યું છે.

સર્જન-લેખન વિશેનો એમનો પોતાનો મત, કહો કે પ્રતિબદ્ધતા એમણે આ રીતે મૂક્યાં છે. “હું લખું છું જીવન પ્રત્યેની પ્રતિબદ્ધતાથી, સચ્ચાઈ પ્રત્યેના સ્નેહથી, અનુભૂતિ પ્રત્યે ઈમાનદાર રહેવું મને હંમેશાં ભાવ્યું છે. માણસાઈના ચરણોમાં માથું મેલવું મને ગમ્યુ છે. મારી અપાત્રતા હું સારી પેઠે જાણું છું પણ માણસ માત્રમાં સારાપણું જોવાના, મને કડવા વખ અનુભવો થયા છતાં ય, મારી શ્રધ્ધા જરા સરખીયે ઓછી થઇ નથી. આ જ અંત:પ્રેર્યું બળ છે, જે મારા પાત્રોમાં શક્તિ સીંચે છે. એમાં કલ્પના છે પણ એ તો કથાને પ્રવાહમાન કરવા પુરતી અને ઘટનાને વળ તથા બળ દે એટલી જ! બાકી ચરિત્રોના અભ્યંતરમાં ઉછાળા મારતું ચિત્ત તો મેં જીવનમાં ક્યાંક ને ક્યાંક પ્રમાણેલું તથ્ય જ છે.” [3]

‘આંગળિયાત’, ’વ્યથાનાં વીતક’ જોસેફ મેકવાન તથા કુન્દનિકા કાપડિયાની નવલકથા ‘સાત પગલાં આકાશમાં’ (૧૯૮૪) ના પ્રકાશન સાથે આધુનિકતાવાદી સાહિત્યનો દબાવ હઠયો અને અનુ-આધુનિક સાહિત્યની આલબેલ ગૂંજી ઊઠી હતી. આ કૃતિઓથી દલિત સાહિત્ય, નારીવાદી સાહિત્ય અને ગ્રામચેતનાના સાહિત્યના દરવાજા નવેસર ખૂલે છે. આ કૃતિઓ સામાજિક તથા સાંકૃતિક સંદર્ભોમાં પણ મૂલ્યવાન ઠરેલી છે. આમ, આ ઘટના સાહિત્યના ઇતિહાસમાં પણ વિશેષ મહત્વની બની રહેલી જણાય છે.

‘આંગળિયાત’ જે મુખ્ય શીર્ષક છે તેનો અર્થ એ છે કે જયારે કોઈ એક સ્ત્રી છૂટાછેડા લઇ ને બીજા લગ્ન કરે, ત્યારે જે બાળક તેની સાથે હોય છે, તેને આંગળિયાત કહેવાય છે. ‘વાલજી’ના છોકરાને બધાં આંગળિયાત કહે છે. આ નવલકથામાં વાર્તા અને તેનાં પાત્રોની જે સાહજિક કલાત્મકતાથી માવજત કરવામાં આવી છે, તે આફરીન થઇ જવાય તેવી છે. તેની ભાષા અને કથાગૂંથણી તેને ગુજરાતી ભાષાની ઉત્તમ નવલકથાઓમાંની એક ઠેરવે છે.

‘આંગળિયાત’ જનપદમાં ય ઉપેક્ષિત અને શોષિત માણસોના સંઘર્ષની વાત માંડે છે. એમાં ૧૯૩૫ થી ૧૯૬૦ સુધીના વર્ષોનું, મધ્ય ગુજરાતના ચરોતર-ડાકોર-ઓડ આસપાસના ગ્રામીણ સમાજનું આલેખન દલિતો-પીડિતોના સંદર્ભોમાં ધ્યાન ખેંચનારું બની રહ્યું છે. દલિતોની ગરીબાઈ તથા એમની ન્યાત તથા રીવાજોની મુશ્કેલીઓ તો એમાં છે જ, પણ સવર્ણ સમાજ દ્વારા દલિતોનું જે શોષણ થાય છે એ સૂર કથા નિમિત્તે-પ્રધાનપણે પ્રગટાવાયો છે. વાલજી, ટીહો, દાનો, જીવણ તથા કંકુ અને મેઠી જેવાં નારી પાત્રો-ભવાન ભગતની ઓથ માનીને શોષણ સામે ને ન્યાતની અવળચંડાઈ સામે બાખડી બાંધીને સંઘર્ષ કરે છે…ને કૃતિનો એ વિશેષ, તળબોલીના બળ સાથે કથાકથનના વળથી સ્પષ્ટપણે ઉપસી આવ્યો છે એમાં કૃતિની સફળતા વાંચી શકાશે.

દલિતો અને નારી ઉપરના બેરહમ અત્યાચારોને નીર્દેશતી આ કથામાં સવર્ણોની અક્ષમ્ય અમાનુષિતા ઓછા લસરકાઓમાં પણ પ્રભાવકતાથી આલેખાઈ છે. જોસેફ મેકવાનની અન્ય રચનાઓમાં પણ શોષિતોનો શોષકો સામેનો સંઘર્ષ ઉજાગર થાય છે. વેઠનારાં પાત્રોમાં રહેલા મૂલ્યો-નીતિ-પ્રેમ, માણસાઈ તથા સચ્ચાઈ, પરગજુતા અને પરિશ્રમ કરીને હક્કનું ખાવાનું વલણ વગેરે એમની કૃતિઓને પ્રસ્તુત અને મૂલ્યવાન ઠેરવે છે.

ગુજરાતમાં કાપડ મીલોનો મધ્યાહ્ન હતો. (૧૯૫૦-૭૦) એ ઉદ્યોગે ગામડાંના વણકરોનો સાળ ઉદ્યોગ ભાંગી નાખ્યો હતો. પરિણામે દલિતોએ કાળી મજૂરી કરવાની આવી. જોસેફના સાહિત્યમાં આવાં મજૂરીયાં મનેખની, અજંપ કરી દેનારી વેદનાઓ આલેખાઈ છે. બાકી, શોષણ તો હજાર પ્રકારે સૌ કોઈ નબળાં સબળાં વડે થતું આવ્યું છે, જે વિદિત છે. જોસેફમાંના સર્જકે આવી વેદનાની વાતો વચ્ચે ય ‘લક્ષ્મણની અગ્નિપરીક્ષા’ નવલકથા લખી, જેમાં મિત્ર-ભાઈ એવા બંધુની વિધવા જોડે દિયરવટુ કરીને ય બ્રહ્મચર્ય પાળતો નાયક તથા એ દંપતીનો સત્યશીલ પ્રેમ સરસ રીતે આલેખાયાં છે. આ નિમિત્તે લેખકે આદર્શ ખ્રિસ્તી કુંટુંબ આલેખીને માણસાઈને પોંખી છે. દલિત સમાજમાં નારીનો સમાદર કરનારા વધારે નીકળે એમ બન્યું છે. છતાં ‘મારી પરણેતર’ અને ‘મનખાની મિરાત’ એ બંને નવલકથાઓમાં દલિત સમાજ પોતે પણ નારી ઉપર કેવો ત્રાસ ગુજારે છે એનું હૃદયદ્રાવક ચિત્રણ છે. ‘મારી પરણેતર’ની ગૌરી નપુસંક અને નઠારા ધણીને ત્યજી દે છે પણ મનના માણીગરને પામી શકતી નથી, બલકે વિષપાન કરીને જીવન પણ ત્યજી દે છે. સમાજ અને કુટુંબની આણ સારાં માણસને વધારે તાવે છે. ‘મનખાની મિરાત’ ની ગુણવંતી ગુણિયલ છે ને સચ્ચાઈ જણાવ્યા વિના રહી શકતી નથી. બસ આટલા કાજે જ એનો કશે ય સમાવેશ થતો નથી ને એને રાન રાન ને પાન પાન ભટકવું પડે છે.

‘બીજ-ત્રીજનાં તેજ’ ચરોતરના વાઘરી સમાજની કથા છે. ચોરીને વ્યવસાય ધર્મ માનનારી આ પ્રજાનો માથાફરેલ વડીલ વેલજી એની દીકરી પૂનમ માટે રવિશંકર મહારાજના બોચાસણ આશ્રમમાં ભણેલોને ગુણિયલ શિક્ષક થયેલો યુવાન ભૂપત જમાઈ તરીકે મેળવે છે. પણ વેલજીને વિદ્યાની કોઈ કિંમત નથી, એ તો ભૂપતને ‘ચોરીની’ ની વિદ્યામાં પારંગત થવા કહે છે નહીતર પૂનમ એની વહુ નહી બની રહે! ભૂપત વિદ્યાના પક્ષે રહીને સંઘર્ષ કરે છે ને સમાજમાં અજવાળું પ્રગટતું ભળાય છે. સમાજમાં અનેક દુષણો છે. ચોરી એમાંનું એક છે. જ્યાં સુધી છેવાડાના માણસને જીવન જરૂરિયાતની સઘળી વસ્તુઓ કે એ માટે કમાવાનું સાધન નહી સંપડાય ત્યાં સુધી દુરીતો દૂર થવાના નથી. થોડા લોકો નિરાંતે ઉપભોગ કરે ને મોટા ભાગનાને એ જોવા પણ ન મળે ત્યારે સમતામૂલક સમાજ વ્યવસ્થા કેવી રીતે આવશે?

છ જેટલા વાર્તાસંગ્રહોમાં વિવિધ વિષયો ઉપર આશરે ૮૦ થી વધારે વાર્તાઓ આપનાર જોસેફ મેકવાનની નોધપાત્ર વાર્તાઓ આશરે બાર-પંદર જેટલી મણિલાલ હ. પટેલે તારવી છે. એ પણ બીજા વાર્તાકારોની તુલનામાં આવકાર્ય છે. પોતાની વાર્તાલેખન પ્રવૃત્તિ વિશે લેખકના પોતાના બે પ્રતિભાવો જોઈએ-“મારા વાર્તાલેખનનો આરંભ જ વાર્તાથી, મારો મનગમતો સાહિત્ય પ્રકારે ય વાર્તા. જો કે મને જાણીતો કીધો મારાં રેખાચિત્રોએ. પણ વાર્તાને મેં હંમેશાં સાચુ સાધન માન્યું છે.” (સાધનાની આરાધના)

રેખાચિત્રોમાં માહિર એવા જોસેફ મેકવાનની કીર્તિદા કૃત્તિ ‘વ્યથાનાં વીતક’ એ કોઈ કાલ્પનિક કથાઓ નથી. જિંદગીનાં વિવિધ રૂપોનું પ્રગટીકરણ છે. એમાં વાત્સલ્ય છે, ભોળપણ છે, ટીખળ છે, નીંભરતા ય છે ને ક્રૂરતા પણ છે. પણ એનું પ્રાધાન્ય પાસું છે વેદનાનું…કોઈને કોઈ પ્રકારના વહેણના વમળમાં વમળાતું હોય છે…ને છતાં એ ધબકતું હોય છે. એના ‘માંયલા’માં પડેલો માણસ ક્યાંક ને ક્યાંક વ્યક્ત થવા મથતો રહ્યો છે.

જોસેફ કશુંક કહેવા વાર્તા લખે છે. વાર્તાને એ સમાજદર્શન અને માનવ નિયતિની અભિવ્યક્તિનું સાધન માને છે, વેદનાનો તથા શોષિતોની પીડાઓ વર્ણવીને ઉપેક્ષિતોને જગાડવા, ઘડવા, તૈયાર કરવા, એટલા માટે વાર્તા અહીં સાધ્ય કરતાં સાધન જ વિશેષ છે.

લેખક લખે છે કે- “મારી વાર્તા મારા અનુભવ જગતમાંથી નીતરી આવે છે. એને આત્મસાત કરતાં અને એને શબ્દોમાં અભિવ્યક્ત કરતાં હું એક નિરનિરાળી મન:સ્થિતિમાંથી પસાર થાઉં છું. ‘રેખાચિત્ર’ પૂરું કર્યા પછી ક્વચિત હાશકારો અનુભવું છું, પણ વાર્તા પૂરી કર્યા પછી ય એ મારા મનોજગતમાં એ ક્યારેય પૂરી થતી નથી, એ નિરંતર ચાલ્યા જ કરે છે.” (આગળો)

ગ્રામજીવનના પરિસરમાં દલિતચેતનાને ઉજાગર કરતી આ વાર્તાઓમાં, વાસ્તવજીવનની સમસ્યાઓનો લોકબોલીમાં ઉપસી આવતો વણાટ લેખકની સર્જકતાનો પણ પરિચાયક બની રહે છે. કસ્બાનું તથા શહેરનું વાતાવરણ પણ એમની કથા વાર્તાઓમાં આવે છે. ગરીબી, શોષણ, મૂલ્યહાસ્ ઉપરાંત સમકાલીન જીવનની સમસ્યાઓ એમની કથાવાર્તાના વિષયો છે. ક્યારેક ઘટના-પ્રસંગોની સ્થૂળતા સુધી જ રહી જતી વાર્તાઓમાં પણ ચરિત્ર-ચિત્રણની માવજત તો પ્રભાવિત કરે જ છે.

આ સંગ્રહની મોટાભાગની વાર્તાઓની જેમ ‘પરભુદા પટેલનું મામેરું’ વાર્તાનો આરંભ ફ્લેશબેકથી થાય છે. આ વાર્તામાં ગામડામાં દલિતો બીન દલિતો વચ્ચે સત્તા-સંપત્તિ માટે જે કાવાદાવા રચાય છે અને બ્રાહ્મણ, વાણિયા, પટેલો દ્વારા દલિતો તેનો ભોગ બને છે. પછાત વર્ગને લોભ લાલચ આપી તેમની જમીન પચાવી પાડે છે. કહેવાતા સવર્ણનાં બતાવવાના અને ચાવવાના દાંત જુદા હોય છે. તેનું દંભી માનસ અહીયા છતું થયા વિના રહેતું નથી.

દલિત સંવેદના અને બે વર્ગ વચ્ચેનો સંઘર્ષ કૃતિના મૂળમાં છે. સવર્ણ પરભુદા દલિત પાત્રો ઈચ્છો, નાથો, રતન વગેરેનું શોષણ કરે છે. પરભુદા નાથાની જમીન પચાવી પાડે છે અને સામે પડતા દાનાને મારી નાખે છે. તે જ પરભુદા નાથાની પુત્રીનું મામેરું કરવાનું કહે છે ત્યારે ઈચ્છાને શંકા જાય છે, હાળું કાંક કારનામું લાગ છ. પટેલ પાધરો ન પડે, ને આવો આ પચી હજારનું ખરચ કરે તે માન્યામાં નથી આવતું. ગામમાં દલિતો મુસ્લિમ, હિન્દુ વચ્ચે સંપ હતો, પરંતુ ચૂંટણી આવતા વેરઝેરને કારણે તેમની વચ્ચે ફાટફૂટ પડી અને બધું વેર વિખેર થઈ ગયું. વાર્તામાં સંદર્ભિત સમળગાળો ઈ.સ. ૧૯૪૮નો છે. ગાંધી હત્યા, આઝાદી, ગણોતધારો વગેરેનો નિર્દેશ થયો છે. લેખકની ભાષા શૈલી, વર્ણન કળા, ધ્યાનાર્હ છે. તળપદી લહેકાવાળી લિજ્જતદાર બોલી તાજગી ભરી દે છે જે વાર્તાને જીવંત રાખે છે.

મકનો પરભુદા પટેલનો વસવાયો યા વાણોતર હતો, એટલે પટેલને ડેલે એની અવરજવર વધુ રહેતી, તહેવાર ટાંકણે, સારે માઠે અવસરે ને કામ પડ્યે મકનો પરભુદા પટેલની ડેલીએ હાજર રહેતો, કદાવર ગઠાયેલો દેહ આંગણે આઘો પાછો થતો જોવામાં પણ પરભુદા પટેલ ગૌરવનો અનુભવ કરતા. ભલે મકનો પછાત હતો, પણ એનો દેહ દેવાંશી હતો. ભલભલાં દિલડાં એના પર વારી જવાને તડપતાં હતાં, પણ અંતરાય નડતો હતો માત્ર વરણનો, એની હલકી જાતનો. કેટલાંયે બળાપો કરતાં કે ભલા ભગવાન આવો અદકેરો દેહ દઈને તે એને જાત દેવામાં કંજુસાઈ કરી?

વાર્તાનાં પાત્રો ભીની માટીની સોડમવાળાં છે. તેની જીવંતતા ભાવકને સ્પર્શી જાય તેવાં સાચુકલા પાત્રોની છે. આ પાત્રો શ્રમજીવી વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે. કથા નાયક જેને પુરૂષ તરીકેના અહંને સંતોષવા તેની બબ્બે પત્ની મોંઘી અને કંકુડી પર ત્રાસ ગુજારે છે. તેનું જીવવું હરામ કરી દે છે. આમાં હાસ્યરસ એ વાર્તાનું જમાપાસું છે. મોંઘી જણસ જેવી વિલાયતી બત્તી કંકુ જેણાને ખેતર જવા માટે આપે છે. તે ગાયબ થઈ જતાં તેની દાઝ કંકુ પર ઉતારે છે. તેણે રીત સરની રાડ નાખી કંકુડી… ઈ… ઈ… ? મામી હાહુ… ઉ… ઉ… મરી જ્યો રે… એ… એ…!આ વાંચી ભાવકને મજા પડી જાય છે. બે સ્ત્રી અને એક પુરૂષ વચ્ચે સંઘર્ષ પેદા થાય છે. તેના મૂળમાં બેટરી રહેલી છે. બેટરીનું મૂળ જમાઈ હતો અને જમાઈનું મૂળ મોંઘલી છે. જેણો મોંઘી પાસે એવું સાંભળવા માગતો હતો કે ‘એક દા’ડો તો એ મારા પગ ઝાલવાની ન કૈવાની શા હાતર આમ કરો છો ભુંડા! શું જોઈએ છે તમાર તે દન રાત લોઈ ઉકાળા કરો છો!’ મોંઘી જેણાને અને જેણો મોંઘીના માહ્યલાને ન ઓળખી શક્યો. શાંત રસમાં વિરામ પામતી આ સામાન્ય પ્રકારની વાર્તા છે. પાત્રની ભાષા તેનો લય વાર્તાને જીવંતતા બક્ષે છે. રૂઢિપ્રયોગો, કહેવતો વગેરે રચાઈ આવે છે. માનવતાને નાતે સર્વ ધર્મ સમભાવ, સમતા, સમાનતા, સમરસતા વગેરેની ભાવના બે વ્યક્તિ સમાજને જોડવાનું કાર્ય કરે છે. પરંતુ આપણી સામાજિક વ્યવસ્થા અસમાનતાના પાયા પર ઊભી છે. એક જ વિષયનું વારંવાર પુનરાવર્તન થતાં તે તેનું અર્થ સૌંદર્ય ગુમાવી દે છે. દલિત સવર્ણનાં પાત્રો વચ્ચે પ્રેમ થાય અને અંતે પરિણામ દુઃખદ આવે આ પ્રકારનો વિષય હવે નવો નથી રહ્યો.

‘રેખાનો ગૃહત્યાગ’ વાર્તામાં આ પ્રશ્ન સહેજ અલગ દ્રષ્ટિકોણથી નિરૂપાયો છે. એમ કહેવામાં વધારે પડતું નહી ગણાય કે દલિતો બીન દલિતો વચ્ચે જ્યાં સુધી રોટી બેટીનો વ્યવહાર નહીં થાય ત્યાં સુધી સમાનતા ભાઈચારાની ભાવનાને કારણે દલિતો પ્રત્યેનો બીન દલિતોનો અણગમો, ઈર્ષ્યા, તિરસ્કારની ભાવનાને કારણે સવર્ણ રેખા અને દલિત મૃગેશ લગ્ન કરી શકતા નથી. રેખાનું તીવ્ર મનોમંથન વાર્તામાં કેન્દ્ર સ્થાને છે. રેખા એક બાજુ માતા-પિતા અને બહેનનો પ્રેમ જ્યારે બીજી બાજુ મૃગેશનો પ્રેમ આ બે બિંદુ વચ્ચે એ ઝોલા ખાય છે. તે દ્વિધામય પરિસ્થિતિમાં કોઈ નિર્ણય પર આવી શકતી નથી. વાર્તાના શીર્ષક પ્રમાણે રેખા ગૃહત્યાગ કરે છે. પરંતુ તે મૃગેશ સાથે રહી શકતી નથી પરંતુ સંન્યાસી બની વિહારમાં જતી રહે છે, અને વાર્તા આમ, શાંત રસમાં પરિણમે છે. વાર્તાનો અંત અણધાર્યો આવે છે.

‘આંગળિયાત’ જેવી કીર્તિદા દલિત નવલકથાના આ સર્જકની આગવી સર્જકતા હતી. જોસેફભાઈના પ્રવેશથી ગુજરાતી દલિત સાહિત્ય એક નવી ઊંચાઈ મેળવે છે. આક્રોશ અને આત્મદયાનું દલિત સાહિત્ય સ્વમાન અને આત્મવિશ્વાસનું સાહિત્ય બની શક્યું તેમાં જોસેફ મેકવાનનો સિંહ ફાળો છે. જોસેફના પાત્રો થકી એમનું સમાજદર્શન કે દલિતદર્શન અવ્યક્ત થયા વિના નથી રહેતું. દલિતત્વ લેખકના પિંડમાંથી ઘાટ ઉતારવાનું કારણ બનીને આવે છે. ઈ.સ. ૧૯૮૬માં પ્રગટ થયેલી આ નવલકથાએ જોસેફને યશ અપાવ્યો છે. આ નવલકથામાં પીડિત, શોષિત માનવસમાજની વ્યથાને તેનાં ઉચ્ચ સંસ્કારોને, અસ્મિતાને, હૃદયની અમીરાતને આલેખવામાં આવેલ છે. આ નવલકથાએ ચરોતર પ્રદેશ અને તે પ્રદેશમાં શ્વસતા પછાત દલિત લોકોને જીવંત કર્યા છે. સમાજની ગરીબીને તેની રહેણીકરણી, રીતરીવાજો, લોકબોલી, આધ્યાત્મિક જ્યોત તથા ભોળા માણસોની ગરીમાને આલેખિત કરી છે. નવલકથાની શરૂઆતમાં ટીહો અને વાલજી શીલાપુર ગામમાં વણાટ કરેલા વસ્ત્રોની હરાજી કરવા, વેચવા માટે આવે છે, ત્યારે મેઘજી પટેલનો પુત્ર ભારાડી નાનીયો દલિત યુવતી મેઠીની મશ્કરી કરી છેડતી કરે છે ત્યારે ટીહારામ પરાયા ગામમાં વચ્ચે પડે છે અને દ્રશ્ય જીવંત કરે છે. એ પછી અનેક પ્રસંગ ચિત્રોબનતાં રહે છે. ટીહો મર્દ પુરુષને શોભા આપે તે રીતે મેઠીને બચાવીને મેઠીના હૃદયમાં ટીહા પ્રત્યે અનુરાગ જન્માવે છે, ત્યારે મેઠીનું અપહરણ થાય છે. ટીહાના મિત્ર વાલજીનું મૃત્યુ, ટીહો, મેઠી, દાનાજી સૌનાં હૃદયને વલોવતું રહે છે. મેઠીનું કેરડીયાના વતની ચૂંથવા સાથેનું બાળવિવાહ, પતિ-પત્ની વચ્ચેનો અણબનાવ તો એ તે એના દીકરાની મા બને છે. ચૂંથીયાના ત્રાસથી કંટાળીને મેઠી ટીહાની ઘરે આવે છે અને ચૂંથીયો ન મરે ત્યાં સુધી ટીહા સાથે ઘર માંડવાની ના કહે છે. બીજી તરફ રત્નાપુરમાં કંકુ પોતાનો શોક દોઢ વરસ સુધી પાળે છે, અને તે અંતે ભવાન-ભગત અને ટીહાના કહેવાથી યથાર્થને સ્વીકારી વાલજીના કાકાના દીકરા ધનજી સાથે દિયરવટુ કરી ઘર માંડે છે. પ્રણયી જીવો ટીહો તથા મેઠીને ધનજી, કંકુ સમજાવે છે તો યે એક થતા નથી. ચૂંથીયો જીવે છે અંતે કંકુના મામાના સાળાની દીકરી વાલી સાથે ટીહારામ પરણે છે. પરણ્યા પછી બંને વચ્ચે મેઠીના લીધે તિરાડ પડે છે. ઘરમાં કજીયા થાય છે. અંતે ગામના સરપંચ સાથે ટીહાને ઝઘડો થતાં ધીંગાણું થાય છે, અંતે તેને સારવાર મળતી નથી અને તે છેલ્લા શ્વાસ છોડે છે. ટીહાના મૃત્યુનું દુઃખ મેઠીને થાય છે, તે અન્ન-જળનો ત્યાગ કરે છે. અંતે ટીહાના મૃત્યુ બાદના અઢારમા દિવસે તે પણ મૃત્યુ પામે છે. જે જગ્યાએ ટીહાને દાટવામાં આવેલ તેની બાજુની જગ્યામાં જ મેઠીના દેહને પણ દફન કરવામાં આવે છે. કૃતિને અંતે ગામમાં શાળા બાંધવાની વાત થાય છે ત્યારે ટીહાપુત્ર સાત હજાર એક રૂપિયાનું દાન આપે છે.

વસ્તુ-સંકલનાની દ્રષ્ટિએ ‘આંગળિયાત’ ધ્યાનાર્હ છે. નાનાવિધ પ્રસંગોની ફૂલગૂંથણીમાં ક્યાંય સાંધો જોવા મળતો નથી. કૃતિમાં વિધ-વિધ ઘટનાઓને કારણે લેખક સળંગ કથાસૂત્રતા જાળવી શક્યા છે. કૃતિ અનેક ઘટનાઓથી ભરચક છે. આ ભરચક કથાપ્રવાહ કૃતિત્વને અહર્નિશ ગતિમાં રાખે છે. શીલાપુરમાં કાપડનું વેચાણ કે મેઠીની છેડતી, પટેલો સાથે નાયકનું ધીંગાણુ, મેઠીનું અપહરણ, વાલજીનું મૃત્યુ, કંકુનું દિયરવટુ, ટીહા-વાલીના લગ્ન, મેઠીનું એકલા રહેવું, ટીહાનું મૃત્યુ થતાં મેઠીનો અઢારમાં દિવસે પ્રાણત્યાગ…વગેરે મુખ્યકથા પ્રવાહો ‘આંગળિયાત’ નવલકથાને જાન બક્ષે છે. અહીં સર્જકનો મુખ્ય ઉદેશ્ય દલિત સમાજની વાતને અભિવ્યક્ત કરવાનો રહેલો છે. જોસેફ પોતે કહે છે તેમ- “એક આથમી ગયેલી સંસ્કૃતિ અને આયાસપણે વિસારે પાડવામાં આવી રહેલ સામાજિકતાની વાત છે. ‘આંગળિયાત’ એ સમાજ વ્યવસ્થાની પુન:પ્રતિષ્ઠાનો આ પ્રયાસ નથી, પણ એમાં રહેલ સત્યશીલતાનાં પુરસ્કારનો ઉદેશ છે. ઈ.સ. ૧૯૩૫ થી માંડીને ૧૯૬૦ સુધીના અઢી દાયકાની આ કથામાં સામાજિક અન્યાય અને ઉલ્લેખાયેલી એક જાતિ પ્રત્યેના સંપન્ન સવર્ણોના હાડોહાડ દ્વેષનો પણ ચિતાર છે.”[4]

કવિશ્રી હરીન્દ્ર દવે ‘આંગળિયાત’ વિશે કહે છે- “આ નવલકથા આપણી વણખેડાયેલી ભોમને ફલક બનાવે છે. એ માટે જ નહી; એમાં સર્જકતા છલકી રહી છે એ માટે મને ગમી છે, એના પાત્રો અત્યારે મારી અનુભવ સૃષ્ટિનો ભાગ બની ગયા છે.”

કવિશ્રી ઉમાશંકર જોષી ‘આંગળિયાત’ ને આ રીતે નવાજે છે- “તમે ‘આંગળિયાત’ ને ઉજાગર કરતા નથી, ‘આંગળિયાત’ તમને ઉજાગર કરે છે. ગુજરાતી કલા સાહિત્યમાં એક વિશિષ્ટ રચના આપે છે, એટલું જ નહી ગુજરાતને મળ્યું છે એમ નહી એક વિશાળ સહાનુકંપાવાળો સમજદાર માનવી આ ભાષા બોલનારાઓની વચમાં હરતો ફરતો જોવાનું ભાગ્ય સાંપડે છે ને હૈયાધારણા મળે છે.”[5]

સાહિત્યની પ્રાદેશિક કૃતિઓમાં ચોથા મોજામાં ‘આંગળિયાત’ માં પ્રથમ જ દલિત સમાજ અખિલાઈપૂર્વક અભિવ્યક્ત થયેલ છે. આથી ધવલ મહેતા આ નવલકથાથી ગુજરાતી નવલકથા સાહિત્યમાં ચોથું મોજું આવે છે તેમ કહે છે. આ નવલકથામાં દલિત પ્રજાને થતા અન્યાયો તો છે જ સાથેસાથે દલિત પ્રજાના આંતર પ્રશ્નો-સંબંધોને લીધે એક જુદાં પ્રકારનું વિશ્વ અહીં રચાય છે.

‘આંગળિયાત’ માં મૂળભૂત સ્થિતિ સાથે સંભવિત પરિસ્થિતિઓનું ઘર્ષણ શક્ય તેટલી હદે વિસ્તર્યું છે. જેથી સ્થિતિજડ સમસ્યાઓ સહજપણે જુદી તરી આવે છે. છેલ્લાં વીસ-પચ્ચીસ પાનામાં લેખકે કરેલી ઉતાવળ આ નવલકથાની મોટી મર્યાદા બની રહે છે. જે ચુસ્તતા પૂર્વ ભાગમાં છે, તે ઉતરાર્ધમાં ખંડિત થતી ભળાય છે. સામાજિક સંદર્ભોને પીડિતની નજરે જોવાની વૃતિને લીધે એક પ્રબળ સંઘર્ષની ભૂમિકા ‘આંગળિયાત’ માં જોઈ શકાય છે, પરંતુ વસ્તુસંયોજન ક્યારેક કથળતું માલુમ પડ્યું છે. દરેક પ્રસંગે તેમનાં પાત્રો આગવી ઓળખ ઊભી કરે છે. તેથી પાત્ર વિકસતું-ઘડાતું આવે છે. આ નવલકથાનું અસ્તિત્વ એના પાત્રોને કારણે કાયમ ટકી રહે છે.

જોસેફ મેકવાનની સ્મૃતિમાં સ્થપાયેલા જોસેફ મેકવાન ફાઉન્ડેશનના ઉપક્રમે જોસેફ મેકવાન સાહિત્ય પુરસ્કાર

જોસેફ મેકવાનની સ્મૃતિમાં સ્થપાયેલા જોસેફ મેકવાન ફાઉન્ડેશનના ઉપક્રમે જોસેફ મેકવાન સાહિત્ય પુરસ્કાર અને જોસેફ મેકવાન કર્મશીલ પુરસ્કાર અર્પણ કરવાનો કાર્યક્રમ ત્રિવેણી લેન્ડ માક, આણંદ ખાતે યોજાયો હતો.પ્રકાશ ન. શાહના અધ્યક્ષપદે યોજાયેલ આ સમારોહમાં જોસેફ મેકવાન સાહિત્ય પુરસ્કાર સાહિત્યકાર ડો. મણીલાલ હ. પટેલ અને જોસેફ મેકવાન કર્મશીલ પુરસ્કાર આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કાર્યરત કર્મશીલ માર્ટિન મેકવાનને એનાયત કરવામાં આવ્યો હતો.

જેમાં પુરસ્કાર રૂપે રૂ. 25,000 સન્માન પત્ર અને શાલ ઓઢાડી આ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.સમારોહના અધ્યક્ષપદેથી બોલતા ચાર દાયકા અતિતમાં પહોંચીને પ્રકાશ ન શાહે જણાવ્યું હતું કે ‘1981 થી 1990ના ગાળામાં નવનિર્માણ અને અનામત આંદોલનના કપરા દિવસોમાં એક અસાધારણ ઉન્મેષ જે આવ્યો તે દલિત સાહિત્યનો હતો. આ ચરોતરભૂમિના સાક્ષ્ર ગોવર્ધન રામ સાક્ષર જીવનનો એક આદર્શ મૂકયો હતો. ઇશ્વર પેટલીકરે એના સર્જનથી આ વિસ્તારને એક નવી ઉંચાઇ આપી હતી.

પરંતુ જોસેફ મેકવાને તો તેમના સર્જન થકી એક ઋષિ તર્પણ કરીને અગાઉ સાહિત્યમાં જેની ચર્ચા-જિકર થયા જ ન હતા. એ વાસ્તવનો જગત આખાને એમની અઢળક કૃતિઓ થકી પરિચય કરાવ્યો છે.’ ઇન્દુકુમાર જાનીએ જોસેફ મેકવાનને શબ્દ સૂર્યથી ઓળખાવી કહ્યું કે ખરેખર તો એમણે એક તંત્રી, લેખક અને એ સમયે નવા નવા નિમાયેલા તંત્રી-સંપાદક એવા પોતાની વિચારધારાને વધારે સ્પષ્ટ અને એક નવી દિશા પુરી પાડી હતી.સંદર્ભસૂચિ-

 1. દલિત અધિકાર (પાક્ષિક તા-૫/૪/૨૦૧૦ સળંગ અંક-૧૧૩) પૃષ્ઠ-૧૧
 2. એજન- પૃષ્ઠ-૨૩
 3. મણિલાલ હ. પટેલ -‘કર્તા અને કૃતિ’- પાશ્વ પબ્લિકેશન પ્ર.આ-૨૦૧૩ પૃષ્ઠ-૫૬
 4. એજન-પૃષ્ઠ-૬૦
 5. ડૉ.મોહન પરમાર- ‘સમાજમિત્ર સામાયિક’ (અંક-૧૦/૧૧ ઓક્ટોબર/નવેમ્બર-૨૦૧૭) પેજ નંબર-૮ થી ૧૪
 6. જોસેફ મેકવાન’- આંગળિયાત’ (૨૦૧૦ની સંવર્ધિત આવૃત્તિ)
 7. હરીન્દ્ર દવે- ‘જન્મભૂમિ પ્રવાસ’ ‘સામાયિક’ અંક-૧૯૮૬
 8. જોસેફ મેકવાન-‘વ્યથાનાં વીતક’ -ડીવાઈન પબ્લિકેશન- અદ્યતન આવૃત્તિ-જુલાઈ-૨૦૧૩
 9. ડૉ.બાબુભાઈ બારડ:’જોસેફ મેકવાનનું નવલકથા વિશ્વ’

મારુ ખંભાત-આગવું ખંભાત


ખંભાત શહેર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલું છે તેમ જ ખંભાત તાલુકાનું મુખ્ય મથક છે.

કેમ્બે, ખંભાત તરીકે પણ ઓળખાય છે, તે ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલ નગર છે. તે અગાઉ એક મહત્ત્વનું વેપારી કેન્દ્ર હતું, જોકે હાલમાં તેના બંદરમાં ધીમે ધીમે કાંપ જમા થઈ ગયો છે અને તેથી દરિયાઇ વેપાર અન્યત્ર ખસેડવામાં આવ્યા છે. ખંભાત ખંભાતના અખાતના ઉત્તરના ભાગે મેદાની ભાગમાં સ્થિત છે અને તેની નજીક દરિયાની ભારે ભરતી અને ઓટ આવે છે, દરિયાઈ સપાટીમાં ૩૦ ફૂટ જેટલો બદલાવ આવે છે. ખંભાત બ્રિટિશ ભારતમાં બોમ્બેના ગુજરાત વિભાગના એક રજવાડાં રાજધાની હતી. તે ૩૫૦ ચોરસ માઇલ નો વિસ્તાર ધરાવે છે. એક અલગ રાજ્ય તરીકે તે મુઘલ સામ્રાજ્યમાંથી અલગ ૧૭૩૦ આસપાસ થયું હતું. તેના નવાબ મોમિન ખાન બીજાના વંશજ હતા, ૧૭૪૨ માં તેમના સાળા નિઝામ ખાન જે ખંભાતના ગવર્નર હતા તેમની હત્યા કરી ત્યાં પોતાની જાતને સ્થાપિત કરી.

ખંભાત નગર ટોલેમિ ના કેમેનેશ હોઈ શકે છે, અને અગાઉ ખૂબ જ સમૃદ્ધ શહેર હતું, વ્યાપક વેપાર બેઠક હતું, અને તેનું રેશમ, છીંટ અને સોનાના પદાર્થનું ઉત્પાદન પ્રસિદ્ધ હતું; માર્કો પોલો દ્વારા ૧૨૯૩ માં તેનો એક વ્યસ્ત બંદર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મુખ્યત્વે કાંપ જામી જવાને કારણે સમુદ્ર માર્ગે ત્યાં પહોંચવું અઘરું થયું તેથી તેનું વાણિજ્ય ઘણા લાંબા સમયથી પડી ભાગ્યું છે, અને નગર ગરીબ અને જર્જરિત બન્યું છે. વસંત ઋતુમાં ભરતી ૩૦ ફૂટ થી ઉપર વધે છે, અને આટલા છીછરા અખાતમાં વાણિજ્ય માટે તે જોખમકારક છે. ૧૯૦૦ની સાલ સુધી મુખ્ય વેપાર કપાસ નિકાસ સુધી મર્યાદિત થયો હતો. આ નગર ગોમેદ અને અકીક ઘરેણાંનાં ઉત્પાદન માટે મુખ્યત્વે ચીનમાં પ્રતિષ્ઠિત હતું. ઘણા કિસ્સાઓમાં ઘરો પથ્થરથી (તે શહેરની સદ્ધરતા સૂચવે છે કારણ કે આ પથ્થરો ખૂબ જ દૂરથી લવવામાં આવ્યા હતા) બાંધવામાં આવતા હતા અને ૩ માઈલ ના ઘેરાવામાં શહેર, ચાર જળાશયો અને ત્રણ બજારો ફરતે ઈંટોની દિવાલ ચણેલી જેના અવશેષો હાલમાં મોજૂદ છે. દક્ષિણપૂર્વ દિશામાં ભૂમિગત મંદિરો અને અન્ય ઇમારતોના અડધા દટાયેલ અવશેષો છે, જે ભૂતકાળમાં તેમની મોટા પ્રમાણમાં સંખ્યા સૂચવે છે. આ જૈન મંદિરો છે, અને તેમના દેવતાઓની બે મોટી પ્રતિમાઓ ધરાવે છે, એક કાળી, અન્ય સફેદ છે. મુખ્ય મૂર્તિ, શિલાલેખ અનુસાર, પારિશ્વનાથ અથવા પારશ્વનાથ છે. સમ્રાટ અકબરના સમયમાં તેમની કોતરણી કરવામાં આવી છે. કાળી મૂર્તિ પર ૧૬૫૧ની તારીખ કંડારેલી છે. ૧૭૮૦માં ખંભાત જનરલ ગોડાર્ડના સૈન્ય દ્વારા કબ્જે કરાયું. ૧૭૮૩માં પાછું મરાઠા તાબા હેઠળ ગયું અને ત્યારબાદ ૧૮૦૩ ની સંધિ હેઠળ પેશ્વા દ્વારા બ્રિટિશને સોંપી દેવામાં આવ્યું. તે ૧૯૦૧ માં રેલવે સાથે દ્વારા જોડવામાં આવ્યું હતું.

ગુજરાતમાં ખંભાત શહેર અકીક ના વેપાર માટે જાણીતું હતું.

ખંભાત તાલુકામાં આવેલાં ગામો

આખોલ
બામણવા
ભાટ તલાવડી
ભીમતળાવ
ભુવેલ
છતરડી
દહેડા
ધુવારણ
ફીણાવ
ગોલાણા
ગુડેલ
હરીપુરા
હરીયાણ
હસનપુરા
જહાજ
જલસણ
જલુંધ
ઝાલાપુર
જીણજ
લક્ષ્મીપુરા
કલમસર
કાળી તલાવડી
કાણીસા
કણઝટ
ખડોધી
ખટણાલ
કોડવા
લુણેજ
માલસોની
માલુ
મીતલી
મોતીપુરા
નગરા
નાના કલોદરા
નંદેલી
નવાગામ બારા
નવાગામ વાંટા
નેજા
પાલડી
પાંદડ
પીપળોઇ
પોપટવાવ
રાજપુર
રાલેજ
રંગપુર
રોહણી
શકરપુર
સાયમા
સોખડા
તામસા
તારકપુર
ટિંબા
ઉંદેલ
વડગામ
વૈણાજ
વાસણા
વટાદરા
વત્રા

પ્રવાસન ક્ષેત્રે ખંભાત-જોવા લાયક સ્થળો”’સેલ્ફી પોઈન્ટ નેજા-કનેવાલ”’
ખંભાતનો નેજા-કનેવાલ વિસ્તાર ફિલ્મ શુટિંગનું કેન્દ્ર બન્યો


લેખક અને પત્રકાર શૈલેષ રાઠોડે જણાવ્ધ્યયું હતું કે,ગુજરાતમાં નૈસર્ગિક પ્રવાસન સ્થળોની કમી છે.તેવા સંજોગોમાં પ્રાચીન નવાબી નગરી નેજા થી કનેવાલ સુધીના વિસ્તારમાં તાડના વૃક્ષો તેમજ પાણીના છીછરા ઝરા અને તળાવોને કારણે ફિલ્મ નિર્માતાઓ માટે ફિલ્મ શુટિંગ નું આદર્શ કેન્દ્ર બની રહ્યું છે.નેજા ખંભાતીઓ માટે સેલ્ફી પોઈન્ટ બન્યું છે.સાહિત્યકાર શૈલેષ રાઠોડે ૧૯૯૮ માં નેજા વિસ્તારની ડોકયુમેન્ટરી ફિલ્મ બનાવી અને ફોટોગ્રાફી અખબારો અને સોસીયલ મીડિયા ઉપર પ્રસારિત કરી આ વિસ્તારને “સેલ્ફી પોઈન્ટ”નામ આપ્યું હતું.અહી સવાર અને સાંજ પ્રકૃતિપ્રેમીઓ કુદરતને માણવા ઉમટી પડે છે.
ફિલ્માંકન માટે ઉત્તમ નેજા માર્ગ વારંવાર ટ્રાફિક થી છલકાઇ છે.અહી નિર્માતાઓ વિવધ દ્રશ્યો માટે આવે છે.ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા ગોવિંદ બારોટે જણાવ્યું હતું કે-મે અહી વિડીયો માટે શુટિંગ કર્યું કારણ કે અહી નેચરલ વાતવરણ છે.કુદરતી વાતાવરણ અને કેરેલા જેવા દ્રશ્યો અહી મળે છે.છેલ્લા ૨ વર્ષથી નેજા અને કનેવાલ વિસ્તાર ફિલ્મ નિર્માતાઓ માટે આશીર્વાદ સમાન બન્યો છે.જો સરકાર અહી રીફ્રેશમેન્ટ માટે વ્યવસ્થા ઉભી કરે તો વધુ નિર્માતાઓ-પ્રવાસીઓ ખેચાઇ શકે છે.અહી અસંખ્ય તાડના વૃક્ષોનો સમૂહ અદ્ભુત છે.તાડની વનરાજી મનમોહક છે.

[[https://wordpress.com/post/shaileshrathod.wordpress.com/1029]]
આ ઉપરાંત ખંભાતી સિવાઈ અન્ય જીલ્લા બહારથી નાગરીકો તહેવારોની ઉજવણી કે મિની વેકેશનની મજા માણવા માટે અહી આવે છે.પ્રવાસન સ્થળોએ જવાની નોબત આવે છે. ચરોતરમાં નૈસર્ગિક વિસ્તારો અને પ્રવ્સન માટે સ્થળો ઓછા હોઈ ખંભાતમાં ધાર્મિક એવા શિકોતર મંદિર,વડગામ સ્થિત દરિયા કિનારો,જુમ્મા મસ્જીદ,કનેવાલ તળાવ,સેલ્ફી પોઈન્ટ નેજા પ્રવાસીઓને આકર્ષે છે.

માદળા તળાવ :-
ખંભાત શહેરની પૂર્વ દિશામાં માદળા તળાવ આવેલું છે. જેની દક્ષિણ બાજુએ બગીચો આવેલ છે. કિનારા ઉપર મહાકાળેશ્વર મહાદેવ, રણછોડજી મંદિર, રામ મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર વિગેરે મંદિરો આવેલા છે. શહેરની મધ્યમાં આ તળાવ આવેલ હોવાથી સાંજના સમયે તથા તહેવારોના દિવસે શહેરીજનો ફરવા આવે છે.


ગુજરાત સરકાર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક :- નપલ/૪૫૯૩/એમએલએ/૧૨/મ તા. ૧૫-૦૯-૧૯૯૩ના હુકમથી સીટી સર્વે નંબર ૩/૩૨૪૬ વાળી જમીન “માદળા તળાવ” તરીકે આવેલ છે જેનું ક્ષેત્રફળ ૬૭૨૨૫-૯૫-૩૧ ચોરસ મીટર જમીન તે પૈકી ૧૭૮૩-૪૬-૫૩ ચોરસ મીટર જમીન હેતુ ફેર કરેલ છે.

જૈન દેરાસરો:-
જૈન ધર્મે ગુજરાતના સાંસ્કૃતિક વિકાસમાં અમૂલ્ય ફાળો આપેલો છે. ખંભાત જૈનપૂરી અને યાત્રાનું ધામ હોવાથી લગભગ બધા જ ગચ્છના આચાર્યોએ ખંભાતને પાવન કરેલું છે. જૈન ધર્મની કિર્તિને વિશેષ ઉજ્જવળ કરનાર શ્રીમદ હેમચંદ્રાચાર્યે ખંભાતમાં જ દિક્ષા લીધી હતી. જેઓએ સાડા ત્રણ કરોડ શ્લોકોનો ગ્રંથ બનાવેલ છે. ગુજરાતી સાહિત્યમાં સિદ્ધહેમ જેવુ વ્યાકરણના રચિતા શ્રીમદ હેમચંદ્રાચાર્યની કર્મભૂમિ એવા ખંભાતમાં ૭૫ થી વધારે જિનાલયો આવેલા છે. આ જિનાલયોમાં સમગ્ર ભારત વર્ષમાથી તેમજ વિદેશથી જૈન યાત્રાળુઓ આવે છે.

ભૈરવનાથની પ્રસિદ્ધ વાવ:-
ગવારા દરવાજાથી આગળ વોરવાડ જતાં ભૈરવનાથની પ્રસિદ્ધ વાવ આવેલ છે. જે વાવ ૩૨૫ વર્ષ પહેલા ખંભાતના શ્રીગોડ બ્રાહમણ રાજદેવ સમ્રાટે બંધાવ્યાની હકીકત મળે છે. વાવની અંદર ભૈરવનાથની મૂર્તિ છે. આ વાવ ઘણી વિશાળ છે.

નારેશ્વર તળાવ :-
આ તળાવ ખંભાતના વાયવ્ય ખૂણામાં આવેલું છે. તેની પૂર્વ બાજુએ શ્રી મહાપ્રભુજીની બેઠક, દક્ષિણ બાજુએ જાફરઅલી ખાન વોટર વર્ક્સ, પશ્ચિમે લાલબાગ અને ઉત્તરે રાજવંશોના મકાનો જેનું ક્ષેત્રફળ ૧૨૭૩.૫૦ ચો.વાર છે. પૌરાણિક કથા મુજબ નારદજીએ દર્ભની સળી વડે આ સરોવર ખોદયું હતું અને તામ્રપત્ર વડે માટી બહાર કાઢી સર્વે તીર્થોમાથી ઉત્તમ જળ લાવી તેમાં ભર્યું હતું. જેથી આ સરોવર નારદીય સરોવર કહેવાયું. કાળાંતરે આ નામમાં ફેરફાર થવાથી નારેશ્વર નામથી ઓળખાય છે.

બેઠક મંદિર :-
નારેશ્વર તળાવ પૂર્વ કિનારે શ્રી ગુંસાઈજીની બેઠક આવેલી છે. આ સ્થળે શ્રી ગુંસાઈજી સંવત ૧૬૧૩થી બેઠક નક્કી થયેલ છે. મંદિરના નિયમ મુજબ ત્યાં નિત્ય લીલાઓ થાય છે. આ બેઠક શ્રીનાથજી ના તાબાની ગણાય છે. ત્યાંના પ્રતિનિધિ હાર વર્ષે અહી આવી વ્યવસ્થા જોઈ જાય છે. વૈષ્ણવો નિત્ય દર્શને જાય છે.

ગાંગડીયું તળાવ :-
શહેરની ઉત્તરે આવેલા ગાંગડીયા તળાવની શોભા તળાવની આસપાસ આવેલા તાડના વૃક્ષોથી અનેરી લાગે છે. અમદાવાદ તરફથી ખંભાત આવતા માર્ગમાં આ વૃક્ષો રડીયામણા લાગે છે.

બ્રહ્માજીનું મંદિર :-
શ્રી બ્રહ્માજીનું સ્વતંત્ર મંદિર નગરામાં છે. બ્રહ્માજીની મૂર્તિનો પથ્થર આબુથી આવેલ છે. તેમ વિધ્વાનો માને છે. બ્રહ્માની મૂર્તિ આરસની મનુષ્યના કદ જેટલી અને ઉત્તમ છે. બ્રહ્માને ચાર મુખ છે. જટા મુકુટ છે, લાંબી દાઢી અને ચાર હાથ છે. એક હાથમાં સવેલ, બીજા હાથમાં માળા, ત્રીજા હાથમાં માપ દંડ (ગજ), ચોથા હાથમાં કમંડળ છે. બ્રહ્માના પરિવાર દેવોમાં તેમની બે પત્નીઓ સાવિત્રી (બ્રહ્માણી) અને સરસ્વતી છે. તે પણ મોટા કદની છે. તેમના હાથમાં કમળ અને કમંડળ આપવામાં આવેલ છે. મૂર્તિઓ સુંદર અને નમૂનેદાર છે.

મરીયમપુરા ચર્ચ:-
પ્રેસ રોડ ઉપર મરીયમપુરા ખાતે કલાત્મક કેથોલિક ચર્ચ અને સેન્ટ ઝેવિયર્સ સ્કુલ આવેલી છે.ઉપરાંત દરિયાકિનારે સૌથી મોટું કબ્રસ્તાન પણ આવેલું છે.કંસારી માર્ગ ઉપર પ્રાચીન સી.એન.આઈ ચર્ચ આવેલું છે.

જુમ્મા મસ્જિદ :-
ખંભાત શહેરના દરિયા તરફના કોર્ટની પાસે આવેલ છે. મસ્જિદના લેખમાં જણાવ્યા મુજબ હીજરી સંવત ૭૨૫ના મોહર્રમ માસની ૧૮મી તારીખ(ઈ.સ.૧૩૨૫) જાન્યુઆરીમાં મહંમદ અલબુ તમારીએ બાદશાહ મહંમદ તધલખના કાળમાં બંધાવેલ છે. મસ્જિદની બાંધણી અને તેનું કોતરણી કામ જોવા માટે ભારત વર્ષ તથા દુનિયામાથી મુસ્લિમ સમાજના યાત્રાળુઓ આવે છે. આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટે આ સ્થાપત્યને રાષ્ટ્રીય સુરક્ષા સમારક તરીકે જાહેર કરેલ છે.(૧૦) વડવા આશ્રમ :- પૂજ્ય મહાત્મા ગાંધી જેમને પોતાના ગૂરૂ માનતા હતા તેવા શ્રીમદ રાજચંદ્ર દ્વારા વિક્રમ સંવત ૧૯૭૨માં સ્થપાયેલ વડવા તીર્થ ક્ષેત્ર આવેલું છે જેની મુલાકાતે ભારત વર્ષમાંથી યાત્રાળુઓ આવે છે.

શહેરની અન્ય વિશિષ્ટ બાબતો:-

 • ઘણાં વર્ષોથી ખંભાત દુનિયાભરમાં હલવાસન,સુતરફેણી અને સુકાભજીયા જેવી વાનગી પ્રખ્યાત છે. જેનો સ્વાદ માણવાનું દુનિયાભરના ગુજરાતીઓ ચુકતા નથી.
 • ખંભાતનો મુખ્ય ગૃહ ઉધ્યોગ અકીકનો છે અને અકીકના પથ્થરમાંથી બનાવેલ ઘરેણા તેમજ વિવિધ ચીજ વસ્તુઓનું બજાર ખંભાતમાં છે.
 • ગ્રહોના રત્નો અને ઝવેરાત તથા વિવિધ આભુષણ ખરીદવા માટે પણ દેશભરમાંથી લોકો ખંભાત આવે છે.
  -ખંભાતની ખંભાતી પતંગોની સૌથી વધુ માંગ રહે છે.
  -ખંભાતને કર્મભૂમિ બનાવનાર લેખક સર્જક શૈલેશ રાઠોડે ૩૦ વર્ષ સુંધી ખંભાતમાં સેવાઓ બજાવી છે અને તેમને ૫૬ જેટલા પુસ્તકોની ગુજરાતીઓને ભેટ આપી છે.તેમને રાજ્યનો શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર એનાયત થયેલ છે.
  ખંભાત ના સાહીત્યકારો અને સાહિત્યદર્શન:-

1) ખંભાત રચાયેલા સંસ્કૃત ગ્રંથો
કોઈ પણ દેશ ના સાંસ્કૃતિક ઇતિહાસ ના એના સંતપુરુષો અને સાહીત્યકારો નું સ્થાન એક રીતે તો એના રાજપુરુષો કરતા પણ ઊંચું છે. અને એમની કીર્તિ રાજપુરુષો કરતા વધારે ચિરજીવ છે. રાજપુરુષોને એમની તાત્કાલિક સતા ને લીધે માન મળે છે. પણ એમના જમાના પછી ભાગ્યે જ કોઈ સંભારે છે. જયારે સંતોને એમના તપ અને શુદ્ધ જીવન ને લીધે પ્રસરેલી સનાતન શાંતી ના લીધે અને સાહીત્યકારો એ સરજેલા વિધાસંસ્કારોના સાધનો ને લીધે એમના જમાના પછી પણ અનંતકાલ સુધી લોકો સંભારે છે. છતાં સંતો નું તેમજ સાહીત્યકારો નું સ્થાન ઘણું ઊંચું હોય છે એ ના ભૂલવું જોઇએ. આપણી સરકારે અનેક કળાવિઘ્નો નું બહુમાન કર્યું છે એ આનંદ ની વાત છે.
ખંભાત માં રચાયેલા કેટલાક સંસ્કૃત ગ્રંથો:
શાંતીનાથચરિત્ર: વિ. સં. 1160 માં ખંભાતમાં હેમચંદ્રના ગુરુ દેવચંદ્રસુરીએ પ્રાકૃતમાં ગધપધમાં રચયું છે. તેમાં અપભ્રશ ભાષા વપરાયેલી છે. તેની તાડપત્ર ની પ્રત પાટણ ભંડારમાં છે. સમય સિદ્ધરાજ નો છે.
આદિનાથચરિત્ર વર્ધમાન આચાર્ય એ વિ. સં. 1160માં પ્રાકૃત ભાષામાં રચના કરી. કોઈ કોઈ સ્થળે અપભ્રશ ભાષા છે. આ વર્ધમાન આચાર્ય નવાંગિ વૃત્તિકાર અભયદેવસુરી ના શિષ્ય હતા. તેમને સ્ટભતીર્થ માં આ રચના કરી છે. તેમાં “ખંભાઈરથ” પ્રયોગ કર્યો છે. પીટરસરન રિ. 5/8.
ઉકતિયકમ: (સં.) લેખક એક અજ્ઞાત પંડિત છે. વિ. સં. 1484 માં ખંભાત ના શ્રી ગૌડ બ્રાહ્મણ જ્ઞાતિ ના વિદ્યવાન બ્રાહ્મણ એ “ઉકતિયકમ” નામે વ્યાકરણ ગ્રંથ ની રચના કરેલ છે. આ ગ્રંથ નો પરિચય જૂની ગુજરાતી માં એક ટૂંકી સમાસ શિક્ષા એ શિરશક નીચે શ્રી ભોગીલાલ સાંડેસરાએ કરી છે (સાહીત્ય માસિક, સને 1932)
કુંડતત્વપ્રદીપ : (સં.) વિ. સં. 1680 ના ચૈત્ર સુદ 15 ખંભાત ના શ્રી ગૌડ બ્રાહ્મણએ યજ્ઞ કરવાનાં કુંડ વિશે ગ્રંથ ની રચના કરેલ છે. અને તે સંસ્કૃત માં “કુંડવિશંતી” નામે પ્રસિદ્ધ થયેલા ગ્રંથ માં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પારસ્કર ગૃહય સૂત્રના બે કાંડનું ભાષાંતર :
વિ. સં. 1692 ના મહા સુદ 14, મંગળવારે ખંભાત ના લક્ષ્મીધરે કાશીમાં જઈને તેનું ભાષાંતર કર્યું.
જયરત્નગણી : વિ. સં. 1662.
આ જૈન આચાર્ય એ સંસ્કૃતમાં (1) જવરપરાજય અને (2) દોષરત્નાવલી નામે બે ગ્રંથોની ખંભાત માં રચના કરી છે. ‘જવરપરાજય’ વિશે વિસ્તારથી મો.દ. દેસાઈ એ ‘જૈનપત્ર’ ના રોપ્યમહોત્સવ અંકમાં પૃ. 137 ઉપર વર્ણન કર્યું છે. દોષરત્નાવલી વિશે ડો. ત્રિ. લે. ના પ્રશિસ્ત સંગ્રહમાંથી. (જૈન રોપ્ય મહો. અંક, પૃ. 137)
શ્રી રવિચંદ્ર :
હીરચંદગણી ( વિ. સં. 1694 ) ના શિષ્ય રવિચંદ્રએ ખંભાત માં સં. 1712માં ‘ઉપાસકદશાંગ’ ની પ્રતિ લખી.
જૈન સંપ્રદાય અને વિશેષતાઓ:-
જૈન ધર્મે ગુજરાતના સાંસ્કૃતિક વિકાસમાં અમૂલ્ય ફાળો આપેલો છે.પ્રાચીન કાળથી ત્રંબાવતી નગરી અને “સ્તંભતીર્થ”ના નામે પ્રસિદ્ધિ પામેલાં ખંભાતના ૭૩ જિનાલયો જૈન ધર્મની યશોગાથા ગાતા દીપી રહ્યાં છે. જિનાલયો કે જેમાં હીરાપન્ના સુવર્ણ, રૌપ્ય અને ધાતુની આહ્લાદક પ્રતિમાજીઓ દર્શનીય છે.આ જિનાલયોમાં સમગ્ર ભારત વર્ષમાથી તેમજ વિદેશથી જૈન યાત્રાળુઓ આવે છે. ખંભાત પ્રાચીનકાળથી જ ગુજરાતના મહત્વના શહેર તરીકે નામના મળી છે. અને એની પાછળનું કારણ છે અહીંયાનો અખાત અને બંદર. ખંભાતનું જે બંદર છે તે પ્રાચીન જાહોજહાલીનું સુચક છે. માટે જ અહીંયા આવતા વિદેશપ્રવાસીઓ ખંભાતની સમૃધ્ધિના વખાણ ખુબ જ કરે છે.
ખંભાત જૈનપૂરી અને યાત્રાનું ધામ હોવાથી લગભગ બધા જ ગચ્છના આચાર્યોએ ખંભાતને પાવન કરેલું છે.
વર્ષોથી ખંભાત નગર જૈનોની જાત્રાનું સ્થાન ગણાતું આવ્યું છે.. ગુજરાતના મધ્યકાલીન સંસ્કૃત સાહિત્યની અપ્રયત્યન્સ અને જુની ગુજરાતી સાહિત્યની અપૂર્ણ સેવા બજાવી છે. ખંભાતના જિનાલયોમાં ૧૫૦૦ જેટલી (અંદાજે) અતિપ્રાચીન કિંમતી મૂર્તિઓ આવેલી છે. આ પ્રાચીન મૂર્તિઓના દર્શન આજે પણ સૌકોઇના હૈયા ઠારે છે.
આ જૈન દેરાસરો બાંધવા માટે દૂરદૂરના સ્થળોએથી પથ્થરો લાવવામાં આવ્યા હતા. પૂર્વકાળમાં જૈનાચાર્યો કેવી ઢબથી વ્યાખ્યાન કરતાં હતા તે આબેહુબ કોતરેલી મૂર્તિઓમાં જોવા મળે છે. ખંભાત પણ પ્રાચીન તાડપત્રીય ગ્રંથભંડારોનો અમૂલ્ય વારસો છે. જે ગ્રંથોની પ્રતો અન્ય સ્થળે ન હોય તે ખંભાતમાંથી મળે છે. ખંભાત જૈન દેવાલયો અને તેની સંસ્કૃતિનો અમર વારસો મળેલ છે.

સાહિત્યકાર શૈલેષ રાઠોડ:-
આધુનિક સમયમાં સાહિત્યકાર શૈલેષ રાઠોડ અનેક ક્ષેત્રોમાં સેવારત રહી યોગદાન આપી રહેલ છે.તેમનો જન્મ ૧ જુન ૧૯૭૨ માં થયો હતો.૧૯૯૨ થી તેઓ ખંભાતમાં શ્રી માધવલાલ શાહ હાઇસ્કુલમાં શિક્ષક તરીકે સેવાઓ બજાવે છે.તેમના પુસ્તકોની ગુજરાતી અને અંગ્રેજીમાં પ્રકાહિત થયા છે.વા વયે લોકજાગૃતિ અને યુવા પ્રવૃતિઓ બદલ ભારત સરકાર,નવી દિલ્હીના નહેરુ યુવા કેન્દ્ર દ્વારા “શ્રેષ્ઠ યુવા કાર્યકારનો” રાષ્ટ્રીય પરિતોષિક યેનાયત કરાયો હતો.  ભારત સરકારના સાયન્સ વિભાગ દ્વારા “હાઈ ટેક ટાઉન” કૃતિને રાષ્ટ્રીય કક્ષાએ ઉત્તમ કૃતિ તરીકે પસંદ કરી સન્માન કરાયું હતું.  કેથોલિક સમાજ દ્વારા “સ્વ.ઉરૈયા પત્રકારત્વ પરિતોષિક” એનાયત કરાયેલ  કાલુપુર કોમર્શિયલ બેન્ક દ્વારા “શ્રેષ્ઠ શિક્ષક” નો એવોર્ડ અર્પણ કરાયો હતો.  મૂક બધિર વિદ્યાલય, નડિયાદ દ્વારા “યુવા ગૌરવ” પુરસ્કાર  શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ઉત્તમ સેવા પ્રવૃતિ બદલ સન્માન  તેઓના ઇનોવેશન, સામાજિક પ્રવૃતિઓ, લેખન કાર્યોને બિરદાવી શિક્ષણ વિભાગે વર્ષ 2018 ના ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પરિતોષિક રાજયપાલ, મુખ્યમંત્રી, શિક્ષણમંત્રીના વીએઆરડી ના વરદ હસ્તે એનાયત કરેલ છે.તેમણે ગુજરાતી સાહિત્યમાં ૫૬ જેટલા પુસ્તકોની ભેટ આપી છે.તેમનું સૌથી પ્રસિદ્ધ બનેલ પુસ્તક ‘આત્માનું સૌંદર્ય”મહત્તમ ગુજરાતી પરિવારો માટે પ્રેરણારૂપ બનેલ છે.40 હજારથી વધુ નકલો તેની વેચાઈ ચૂકી છે.તેમના પ્રસિદ્ધ પુસ્તકો માં 1 પરખ કાવ્યસંગ્રહ ૧૯૯૨ 2 કોમ્પ્યુટરના સાનિધ્યમાં શૈક્ષણિક ૧૯૯૪ 3 હૈયાની વેદના વાર્તા સંગ્રહ ૧૯૯૫ 4 અપરાધચક્ર નવલકથા ૧૯૯૬ 5 અંગ્રેજી ગ્રામર શૈક્ષણિક ૧૯૯૮ 6 રાતરાણીનું ધાર્યું થાય નવલિકા સંગ્રહ ૨૦૦૧ 7 આત્માનું સૌંદર્ય ચિંતનાત્મક ૨૦૦૫ 8 પ્રેરણા સ્પર્શ ચિંતનાત્મક ૨૦૦૮ 9 અભ્યાસ કરવાની પદ્ધતિ શૈક્ષણિક ૨૦૧૦ 10 આર્યુવેદ એક ઉત્તમ ઉપચાર આર્યુવેદિક ૨૦૧૨ 11 તંદુરસ્તી તમારા હાથોમાં આર્યુવેદ ૨૦૧૪ 12 યશ!આઈ.એમ.ડીફરન્સ ચિંતનાત્મક ૨૦૧૬ 13 પ્રેરણાત્મક વાર્તાઓ ચિંતનાત્મક ૨૦૧૭ 14 જો પાછા હસ્યા હાસ્ય ૨૦૧૭ 15 ક્ષણનુ સરનામું ચિંતનાત્મક ૨૦૧૮ 16 શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ છે.

ખંભાત ના જૈન દેરાસરો ની એતિહાસિક વાતો આવતા લેખ મા લેશું
ખંભાતના 73 જીનાલયો ની યાદી
(1) શ્રી મહાવીર સ્વામી -ગીમટી
(2) શ્રી સુમતિનાથ સ્વામી -ચોળાવાડો
(3) શ્રી ચોમુખજી મંદિર -બજાર
(4) શ્રી ચિતામણી પાશ્વૅનાથ -બજાર
(5) શ્રી આદીનાથજી – બજાર
(6) શ્રી કુંથનાથજી -દંતારવાડો
(7) શ્રી શાંતિનાથજી -દંતારવાડો
(😎 શ્રી શાંતિનાથજી -પૂણ્યશાળીની ખડકી
(9) શ્રી શાંતિનાથજી – ઉંડીપોળ
(10)શ્રી વાસુપૂજય સ્વામી-શેરડીની પોળ
(11) શ્રી પાશ્વૅનાથજી -જીરાળાપાડો
(12) શ્રી શીતળનાજી-કુમારવાડો
(13) શ્રી કુંથુનાથજી -માંડવીની પોળ
(14) શ્રી આદિનાથજી -માંડવીની પોળ
(15) શ્રી શાંતિનાથજી -ઓળીપાડો
(16) શ્રી સુમતિનાથજી -કડાકોટડી
(17) શ્રી પદમપ્રભુજી – કડાકોટડી
(18) શ્રી અરનાથજી – જીરાળાપાડો
(19) શ્રી મનોહન પાશ્વૅનાથજી – જીરાળાપાડો
(20) શ્રી અમિઝરા પાશ્વૅનાથજી – જીરાળાપાડો
(21) શ્રી નેમીનાથજી (ભોંયરામાં) -જીરાળાપાડો
(22) શ્રી ચિતાંમણી પાશ્વૅનાથજી -જીરાળાપાડો
(23) શ્રી પાશ્વૅનાથજી -દલાલનીખડકી
(24) શ્રી સોમચિંતામણી પાશ્વૅનાથજી – સંધવી ની પોળ
(25) શ્રી વિમળનાથજી -સંધવી ની પોળ
(26) શ્રી અભિનંદન સ્વામી – બોળપીપળો
(27) શ્રી નવપલ્વ પાશ્વૅનાથજી -બોળપીપળો
(28) શ્રી મુનિસુવ્રત સ્વામી -બોળપીપળો
(29) શ્રી સભવનાથજી – બોળપીપળો
(30) શ્રી વિજય ચિતામણી પાશ્વૅનાથજી – વાધમાસીની ખડકી
(31) શ્રી સંભવનાથજી -વાધમાસીની ખડકી
(32) શ્રી વિમળનાથજી – ઝવેરીની ખડકી
(33) શ્રી શાંતિનાથજી -ખારવાડો
(34) શ્રી મુનિસુવ્રત સ્વામી (કાંચનું મંદિર) – ખારવાડો
(35) શ્રી મહાવીર સ્વીમી – ખારવાડો
(36) શ્રી કંસારી પ્રાશ્વૅનાથજી -ખારવાડો
(37) શ્રી અનંતનાથજી – ખારવાડો
(38) શ્રી સ્થંભણ પાર્શ્વનાથજી – ખારવાડો
(39) શ્રી સીમંધર સ્વામી – ખારવાડો
(40) શ્રી સુખસાગર પાર્શ્વનાથજી – ખારવાડો
(41) શ્રી સુમતિનાથજી – ટેકરી
(42) શ્રી શાંતિનાથજી – ચોકસીની પોળ
(43) શ્રી મનમોહન પાર્શ્વનાથજી – ચોકસીની પોળ
(44) શ્રી શ્રેયાંસનાથજી – ચોકસીની પોળ
(45) શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી – ચોકસીની પોળ
(46) શ્રી મહાવીર સ્વામી ( શ્રી ગૌતમ સ્વામી ) – ચોકસીની પોળ
(47) શ્રી વિમલનાથજી – ચોકસીની પોળ
(48) શ્રી વાસુપૂજય સ્વામી – નાગરવાડો
(49) શ્રી મુનિસુવ્રત સ્વામી – અલીંગ
(50) શ્રી અભિનંદન સ્વામી – લાડવાડો
(51) શ્રી રત્નચિંતામણી પાર્શ્વનાથજી – માણેકચોક
(52) શ્રી ધર્મનાથજી – માણેકચોક
(53) શ્રી મહાવીર સ્વામી – માણેકચોક
(54) શ્રી મોટા આદિશ્વરજી ( ભોંયરામાં ) – માણેકચોક
(55) શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી – માણેકચોક
(56) શ્રી વાસુપૂજય સ્વામી – માણેકચોક
(57) શ્રી શાંતિનાથજી – માણેકચોક
(58) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી – માણેકચોક
(59) શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી – માણેકચોક
(60) શ્રી આદિશ્વરજી – માણેકચોક
(61) શ્રી નવખંડા પાર્શ્વનાથજી – ભોંયરાપાડો
(62) શ્રી ચંદ્રપ્રભુ સ્વામી – ભોંયરાપાડો
(63) શ્રી મલ્લિનાથજી – ભોંયરાપાડો
(64) શ્રી શાંતિનાથજી – ભોંયરાપાડો
(65) શ્રી નેમિનાથજી – ભોંયરાપાડો
(66) શ્રી શાંતિનાથજી – ભોંયરાપાડો
(67) શ્રી મહાવીર સ્વામી ( રીક્ષામાં જવાય ) – દહેવાણ નગર
(68) શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી ( રીક્ષામાં જવાય ) – શકરપુર ( 3 કિ. મી.)
(69) શ્રી સીમંધર સ્વામી ( રીક્ષામાં જવાય ) – શકરપુર ( 3 કિ. મી.)
(70) શ્રી ગોડી પાર્શ્વનાથજી ( રીક્ષામાં જવાય ) – રાલેજ ( 7 કિ. મી.)
(71) ચંદ્રપ્રભ સ્વામી – લોંકાપરી
(72) શ્રી આદિશ્વર ભગવાન ( રીક્ષામાં જવાય ) 3 કિ. મી.
(73) શ્રી જીરાવલા પાર્શ્વનાથ ( સ્ફટીક રત્નના ) – ઝવેરીની ખડકી
૧૦૮ પાર્શ્વનાથ પરમાત્મામાં ગણતરી થાય છે.*
૧) શ્રી સ્થભણ પાર્શ્વનાથ – ખારવાડો
૨) શ્રી ભુવન પાર્શ્વનાથ – ભોંયરાપાડો (નવખંડા)
3) શ્રી સુખ સાગર પાર્શ્વનાથ – ખારવાડો
૪) શ્રી સોમ ચિંતામણિ પાર્શ્વનાથ – સંઘવીની પોળ
૫) શ્રી કંસારી પાર્શ્વનાથ – ખારવાડો તથા
૬) શ્રીરત્ન ચિંતામણિ પાર્શ્વનાથ – માણેકચોક
ખંભાત ની પંચતીથી
ખંભાત થી વડવા – 3
ખંભાત થી શકરપુર – 3
ખંભાત થી રાલજ – ૭
ખંભાત થી વત્રા – ૧૦
ખંભાત થી વટાદરા – ૧૭

અકીક અને ઐતિહાસિક વારસા માટે જાણીતું ખંભાત


ખંભાત બસ સ્ટેશન તસ્વીર:શૈલેષ રાઠોડ

શહેરની આસપાસ નેચરલ અને હિસ્ટોરીકલ ટ્રાવેલ ડેસ્ટિનેશન આવેલા છે.ખંભાત વિશ્વમાં અકીક અને તેના ઐતિહાસિક વારસાના કારણે જાણીતુ છે.ખંભાત વિશે સૌ કોઇ જાણતા હશે પરંતુ જો તેના વિશેની માહિતી આપવી હોય તો ખંભાતને ઐતિહાસિક અને અનોખું શહેર કહી શકાય.વડોદરાની પશ્વિમ દિશામાં 74 કિલૉમીટર દૂર આવેલુ ખંભાત નેશનલ હાઇવે પર બોરસદ ધુવારણ હાઇવે પર આવેલું છે.

તસ્વીર:શૈલેષ રાઠોડ

ખંભાતનો ઇતિહાસ ચકાસો તો જાણવા મળે કે શહેર 17મી સદી સુધી દેશનું સૌથી વધુ ઘનાઢ્ય શહેરોમાંનું એક હતુ અને ધમધમતુ પ્રસિદ્ધ બંદર હતુ.અખાત માટે જાણીતું ખંભાત એક જમાનામાં સિલ્કના ઉત્પાદન માટે ખૂબજ પ્રખ્યતા હતુ અને સમગ્ર વિશ્વમાં ખંભાતનું સિલ્ક એક્સપૉર્ટ થતુ હતુ.વર્તમાન સમયમાં સિલ્ક ઉત્પાદનના સ્થાને ખંભાત તેના કલાત્મક સ્ટૉન કાર્વિંગ માટે જાણીતું છે. અકીકના પથ્થરોથી તૈયાર થતા ઘરેણા દેશ અને દુનિયામાં એક્સપૉર્ટ થાય છે જેમાં યુરોપ અને ચાઇના અગ્રેસર છે. દરેક શહેરની સ્થાનિક વિશેષતાઓ હોય છે જે ત્યા રહેતા લોકો અથવા તેના ઇતિહાસ સાથે જોડાયેલી હોય છે.

વડાપ્રધાન મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિનને ( Russian President Vladimir Putin) ગુજરાતના ખંભાતમાં તૈયાર કરેલ અકીકના બાઉલની ભેટ (PM Modi gives Gujarat based gift ) આપી હતી. બાઉલ બને તેવો મોટો પત્થર મળવો જ મુશ્કેલ છે. જો મળે તો તેમાંથી બાઉલ બનાવવું મુશ્કેલ છે. કારણ કે આ પત્થર ખુબ જ બટકણો હોય છે તેથી તેમાંથી બાઉલ બનાવવામાં ખુબ જ કાળજી રાખવી પડતી હોય છે. તેવામાં આ બાઉલની માંગ સમગ્ર વિશ્વમાં છે. આ બાઉલ વિશ્વનાં ટોચનાં લોકોના રસોડામાં પણ અલભ્ય છે. ત્યારે વડાપ્રધાને ખંભાતના અકીકનું પ્રખ્યાત બાઉલ રાષ્ટ્રપતિ પુતિનને ભેટ આપી હતી.

ખંભાતના અકીક વિક્રેતા ખુશમન પટેલે જણાવ્યું હતું કે, ઇ.સ. ૧૨૦૦ આસપાસથી ખંભાતમાં કલાત્મક આભુષણ બનવવામાં આવે છે.અહીં 5 હજારથી વધુ અકીકના કારીગરો કાર્યરત છે.ભેટમાં આપેલ  બાઉલની સમગ્ર વિશ્વમાં ખુબ જ માંગ છે. અકીકના ઘરેણા અને અકીકમાંથી બનેલી વસ્તુઓની સમગ્ર વિશ્વમાં ભારે માંગ છે. આ બાઉલની ખાસિયત એ છે કે, તેમાં એક પણ સાંધો નથી. પત્થરને કોતરીને આ બાઉલ બનાવવામાં આવ્યા છે.

ખંભાતની લોકલ વિશેષતાની વાત કરીએ તો તેમાં ફૂડ આઇટમ્સનો સમાવેશ થાય છે.

તસ્વીર:શૈલેષ રાઠોડ

ખંભાતનુ હલવાસ’ અને સુતરફેણી’ ફૂડ આઇટમ્સમાં ઘણી જાણીતી છે. ફૂડ આઇટ્સ સિવાય ખંભાતના પતંગ પણ ખૂબજ ફેમશ છે. ક્વૉલિટી માટે જાણીતા ખંભાતના પતંગો પતંગપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યાં છે. ખંભાતના ઑલ્ડ સિટી વિસ્તારની લટારે નિકળો તો જૂના પુરાણા બિલ્ડીંગ્સ આજે પણ જોવા મળશે પરંતુ તેની ખાસ જાળવણી કે રિસ્ટોરેશન નથી થયુ પરંતુ ઇમારતો જોતા માલુમ થઇ જશે કે ખંભાતએ ઐતિહાસિક શહેર છે.

તસ્વીર:શૈલેષ રાઠોડ

2001મા ખંભાતના દરીયા કિનારાથી 20 કિલૉમીટર દૂર એનશિયન્ટ અંડર વૉટર સિટી શોધાયું હતુ. ખંભાતમાં ડીપ સીડાઇવીંગ જેવી સુવિધાઓ વિકસી નથી.ખંભાત જવાના માર્ગે ધુવારણ રોકાઇ શકાય છે અને નજીકમાં આવેલ પાવર પ્લાન્ટની મૂલાકાત કરી શકાય છે. અખાતના શહેરના જાણવા માટે જોવા માટે એક દિવસ પુરતો છે અને ખંભાતની મૂલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય વિન્ટર છે.

તસ્વીર:શૈલેષ રાઠોડ

17મી સદી સુધી દેશનું સૌથી વધુ ઘનાઢ્ય શહેરોમાંનું એક અને ધમધમતુ બંદર હતું.

:શૈલેષ રાઠોડ

અમેરિકામાં સરદાર પટેલ યુનિ.ના ભૂતપૂર્વ વિધાર્થીઓના એસ.પી.યુ.”alumni “સંમેલનની આનંદપૂર્વક ઉજવણી ન્યુજર્સીમાં એસ.પી યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ફરી એકવાર અદ્ભૂત સંમેલન.


અમેરિકામાં સરદાર પટેલ યુનિ.ના ભૂતપૂર્વ વિધાર્થીઓના એસ.પી.યુ.”alumni ”

  અમેરિકામાં વસતા એસ.પી યુનિ.ભૂતપૂર્વ વિધાર્થીઓ કરે છે વર્તમાન વિધાર્થીની ચિંતા;ફંડ એકઠું કરી નિયમિત કરશે સહાય
અમેરિકામાં સરદાર પટેલ યુનિ.ના ભૂતપૂર્વ વિધાર્થીઓના એસ.પી.યુ.”alumni “સંમેલનની આનંદપૂર્વક ઉજવણી  
ન્યુજર્સીમાં એસ.પી યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ફરી એકવાર અદ્ભૂત સંમેલન.
  અમેરિકામાં વસતા એસ.પી યુનિ.ભૂતપૂર્વ વિધાર્થીઓએ ભારતમાં વસતા  વર્તમાન વિધાર્થીઓની ચિંતા કરી ફંડ એકઠું કરે છે. આ માટે આયોજિત ન્યુજર્સીના એડિશન સ્થિત રોયલ ગ્રાન્ડ મેનોર ખાતેના કાર્યક્રમમાં  સરદાર પટેલ યુનિવર્સીટીના કુલપતિ પ્રો.ડૉ. શિરીષ કુલકર્ણી , સુપ્રસિદ્ધ વક્તા જય વસાવડા, અશોકભાઈ પટેલ સહિતના અગ્રણીઓ  તેમજ ગુજરાતની પ્રસિદ્ધ સરદાર પટેલ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ-અગ્નારણીઓ ઉપસ્થિત રહ્યા હતા.  આ પ્રસંગે એસ.પી.યુ. ‘એલ્યુમની”અમેરિકાના પ્રમુખ અલય  પટેલે જણાવ્યું હતું કે,અમેરિકામાં વસતા સરદાર પટેલ યુનિ. ભૂતપૂર્વ વિધાર્થીઓની સંસ્થાને સરદાર પટેલ યુનિ.એ પોતાના ઠરાવ ન.25 માં સ્થાન આપ્યું છે.ઉપરાંત શિષ્ય વૃત્તિનું પણ આયોજન અને જાહેરાત કરેલ છે.અહી સંમેલનની ૧૭મી વાર્ષિક ઉજવણી કરાઈ છે.વિદેશની ધરતી પર યોજાયેલ સ્નેહમિલનમાં ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓ-સભ્યો એકત્ર થયા હતા.આ દરેક ચરોતરના વિધાર્થીઓ માટે આર્થિક સહયોગ આપે છે.
આ સંમેલન દરમ્યાન મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત સરદાર પટેલ યુનિવર્સીટીના કુલપતિ પ્રો.ડૉ. શિરીષ કુલકર્ણીએ સંબોધનમાં શિક્ષણ માટે શિષ્યવૃત્તિની પ્રવૃત્તિને બિરદાવી હતી.કાર્યકરોની ધગશ, ઉત્સાહ અને શિક્ષણ સેવાને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.ઉપરાંત યુનિવર્સીટીમાં ભણતા વિદ્યાર્થીઓ માટે શું કરી શકાય તે સંદર્ભે વિસ્તારથી દિશાસૂચન કર્યું હતું.

ગુજરાતના ખ્યાતનામ સાહિત્યકાર અને સુપ્રસિદ્ધ વક્તા જય વસાવડાએ હાસ્યરસ સાથે સૌને પ્રેરણા મળે તેવા બળનું સિંચન કર્યું હતું.તેમજ સ્વ.પૂજય ભક્તિબા અને સ્વ.ગોપાલભાઈ દેસાઈના સુપુત્ર ડૉ. બારીન્દ્રભાઈ દેસાઇનું સન્માન કરાયું હતું.સમારંભના વરિષ્ઠ મહેમાન અશોકભાઈ પટેલના પ્રેરણાદાયી પ્રવચને રંગ રાખ્યો હતો.મૂળ ચાંગાના વતની અને ડેવલોપર અશોકભાઈને ડૉ. અબ્દુલ કલા મે વિશિષ્ટ ભૂતપૂર્વનું એવોર્ડ આપ્યો હતો.ભૂતપૂર્વ કુલપતિ આર.ડી. પટેલની જન્મ શતાબ્દી નિમિત્તે સમારંભમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી ગોરધનભાઈ પટેલે તેઓના કાર્યની વિસ્તારથી માહિતી આપી હતી.મુખ્ય કાર્યક્રમ પૂર્વે બે સેમિનારે કુ.દુલારી અમીને નવા સાહસની સંપૂર્ણ માહિતી આપી..  ભૂતપૂર્વ વિધાર્થીઓમાં  અમેરિકાની ટિમસી.ઝેડ પટેલ,ડી ડી પટેલ,હર્ષદ પટેલ,રતિભાઈ પટેલ,ભારત પટેલ,મહેન્દ્ર પટેલ,ધર્મેશ પટેલ,ચીનુભાઈ જાની ,અલાય પટેલ,જતીન પટેલ,કમલેશ પટેલ,પિયુષ પટેલ,રૂપ પટેલ,રશ્મિ પટેલ,મિલેશ પટેલ,સચિન પટેલ,પ્રકાશ પટેલ,હિના પટેલ,કમલેશ પટેલ,રિના પટેલ,હસમુખ પટેલ અને હરિભાઈ પટેલે કાર્યક્રમને સફળ બનાવવા મહત્વની ભૂમિકા ભજવી હતી. 

અભાવગ્રસ્ત ગામો સુધી પહોચ્યો “વિશ્વ પર્યાવરણ દિવસ”


ખંભાત-તારાપુરના અભાવગ્રસ્ત ગામો સુધી પહોચ્યો “વિશ્વ પર્યાવરણ દિવસ”

-શૈલેશ રાઠોડ

ખંભાત તાલુકાના ગોલાણા અને ઇન્દ્રણજમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી
ખંભાત તારાપુર તાલુકાના છેવાડાના અને પાણીની અછત ધરાવતા ગામોમાં શિક્ષણ અને પર્યાવરણ સંબધે જાગૃતતા આવી છે.જ્યાં ખરેખર પર્યાવરણ ની માવજત જરૂર છે તેવા વિસ્તારો સુધી પર્યાવરણ દિનની ઉજવણી પહોચી છે.પર્યાવરણ દિવસના ઉપક્રમે ખંભાત તારાપુર તાલુકાના ગોલાણા તેમજ ઇન્દ્રણજ ખાતે મહિલાઓએ વિશેષ રસ દાખવી અનોખી રીતે ટુકડીઓ બનાવી વૃક્ષનો મહિમા સમજી-વૃક્ષ રોપી પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી.આ પસંગે આર.એફ.ઓ ઝાલા,હિંમતભાઈ ચૌહાણ,રમેશભાઈ ચૌહાણ સહતિના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભાલ પંથકમાં કાર્યરત પોચાભાઈ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસના ઉપક્રમે ગોલાણા અને ઇન્દ્રણજમાં લોકજાગૃતિ કાર્યક્રમ યોજી દીવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મહિલાઓના વિવધ જૂથોએ વૃક્ષો રોપી તેના ઉછેરની જવાબદારી સ્વીકારી હતી.દરેક પરિવારે પોતાના ઘરે વૃક્ષ રોપી દિવસનો મહિમા સાર્થક કર્યો હતો.
આ પ્રસંગે પોચાભાઈ ફાઉન્ડેશનના ડાયરેક્ટર હિંમતભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે-ભાલ પંથક ઉનાળામાં સુક્કો ભઠ્ઠ બને છે તેનું કારણ વૃક્ષોનો અભાવ છે.પ્રકૃતિની સુંદરતાને છેડશો તો જીવન સમાપ્ત થઈ જશે.
વિશ્વ પર્યાવરણ દિન”-Environment Day જનમાનસમાં પર્યાવરણ પ્રશ્ને જાગૃતતા વધે – લોકો પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી બને તે હેતુથી તા. ૫મી જૂન “”વિશ્વ પર્યાવરણ દિન ” તરીકે ઉજવાય છે . ૧૯૭૨થી સંયુક્ત રાષ્ટ્રસંધ દ્વારા આ દિવસ ઊજવવા માર્ગદર્શન આપાઈ છે.
બહેનોએ આંબેડકર ભવન,તેમજ ફળિયાની આસપાસ અને દરેક ઘરે વૃક્ષોની રોપણી કરી હતી.આ કાર્યક્રમમાં વન વિભાગ કચેરી ખંભાત-તારપુરે સહયોગ આપ્યો હતો અને વન વિભાગના ફોરેસ્ટ ઓફિસરોએ હાજરી આપી માર્ગદર્શન આપ્યું હતું.

ચાલો દિલથી નવું વર્ષ ઉજવીએ


giving-tuesday-charity

શૈલેષ રાઠોડ

મને લાગે છે કે
વર્ષ ૨૦૧૮ માં પ્રથમ દિવસથી જ
-આપણે કોઈ રાજનૈતિક પક્ષના ગુલામ નહિ હોઈએ પણ માનવીય મુલ્યોના ગુલામ હોઈશું.
-આપણે ટીવી,મીડિયા કે કોઈ નેતા કે કટ્ટરવાદીની વિચારસરણીના ગુલામ નહિ પણ પોતીકા આત્મજ્ઞાન અને ઈશ્વરીય જ્ઞાનના ગુલામ બનીશું.
-હું ઘેંટાઓના ટોળામાં ભળી અભિમાન કરવાની જગ્યાએ પ્રેમ,દયા,ક્ષમાનું અભિમાન કરી ઉપયોગી બનીશ.
આપણે ટીવી-મીડિયા-રાજકરણની આંટીઘૂંટીમાં એવા તે અટવાઈ ગયા છે કે-આપણે જીવનની વાસ્તવિકતા જ ભૂલી ગયા છીએ.

સમયની સાથે માણસ ઊગવો અને ખીલવો જોઇએ. ઉદાસી અને અણગમાને ખંખેરી નાખો.
નવું વર્ષ નવા વિચાર, નવી આશા અને નવા સંકલ્પની સાથે શરુ કરો.
નવું વર્ષ એટલે, પોતાની જાતને નવી રીતે ઘડવાનો ઉત્સવ! સંબંધોમાં સ્નેહની રંગોળી પૂરીને આપણું અને સ્વજનોનું જીવન રંગીન બનાવવાનો અવસર.
આપણને વોટ્સઅપ-ફેસબુક સહિતના માધ્યમોએ વિચલિત કરતા મેસેજ અને ચિત્રોએ આપણા મનની અંદર ધર્મ,જ્ઞાતિ અને તિરસ્કારની દીવાલ ચણી લીધી છે.અને એટલે આપણે ભૂલી ગયા છે”આપણને અંદરથી જીવતા રાખતો આપવાનો આનંદ.’પ્રેમ,દયા,માનવતા,ક્ષમા જેવા મુલ્યો વિસરાઈ રહ્યા છે.આપણે માત્ર મેળવવાની ઘેલછામાં અને ફરિયાદ કરવાની કુટેવમાં જ જીવન ખર્ચી નાંખીએ છીએ.
મિત્રો,’ઘટનાઓ,તહેવારો અને સંજોગો…જીવનને સમજી વહેતું રાખવા માટે હોઈ છે.
ધર્મ સત્યને વહેવડાવવા માટે હોઈ છે.

સંબધ અને સંપર્કને પુનઃ જીવિત કરી પ્રેર્મના માર્ગે ચાલવાની મઝા અનોખી હોય છે.
 મારો ધર્મ એટલે મારું મુલ્યવાન જીવન.દિવાળી,ઈદ કે નાતાલ….જો કોઈના હૈયામાં આનંદની જ્યોત પ્રગટાવો તો..તહેવારની ઉજવણી સાર્થક ગણાશે.

મહાન તત્વજ્ઞાની હેરાક્લિટસે કહ્યું છે કે જીવનમાં પરિવર્તન અે અવિરત પ્રક્રિયા છે.અાપણા જીવનમાં પરિવર્તનની શા માટે જરૂર છે? જીવનમાં સ્ફૂર્તિદાયક નાવીન્ય લાવવા માટે તે અનિવાર્ય છે. તેનાથી પ્રેરણા પણ મળે છે.નવા આદર્શ વિચારો સાથે પરિવર્તન આણો.
બીજાને આપવાનો આનંદ માણો! “લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.”
સુખ-સમૃદ્ધિમાં રહેતા લોકો સમાજના બીજા વર્ગોની જિંદગી બહેતર બનાવવા માટે પોતાની સંપત્તિ, સમય, જ્ઞાન કે કલા-કૌશલ્યનો ઉપયોગ કરે અને એમ કરવામાં તેઓ જે આનંદ અનુભવે છે એને ‘જૉય ઑફ ગિવિંગ’ કહેવાય છે.

નવું વર્ષ સમાજમાં એકતા, શાંતિ, સમૃધ્ધિ અને સુખ લાવીને દરેકના ચહેરા પર સ્મિત કાયમ રાખે તેવી અભ્યર્થના. “મેરી ક્રિસમસ””હેપ્પી ન્યુ ઈયર”
-શૈલેશ રાઠોડ

વિધાર્થી કેવો હોવો જોઈએ?


shailesh rathod

વિદ્યાર્થી કેવો હોવો જોઇએ તે દરેક જીજ્ઞાસુ એ જાણવું જોઈએ. વિધ્યાધ્યન એક તપસ્યા છે; વિદ્યાર્થી એક તપસ્વી છે. વિદ્યાર્થી ના લક્ષણો વિશે આપણા પ્રાચીન ગ્રંથો માં બહુ કહ્યુ છે. હું આપને એ અસીમ ના સાર માં લઈ જવા ઈચ્છીશ. આ અસીમ નો નિચોડ એવા એક પ્રાચીન સુભાષિત અત્રે રજૂ કરી રહ્યો છું. જે દરેક ને સમાન લાગુ પડે છે.

।।कागचेष्टा श्वाननिद्रा बकःध्यानम्  अल्पाहारी गृहत्यागी;
पंचःविध्यार्थयम्  लक्षणम् ।।

https://2.bp.blogspot.com/-SeptjxpoMRQ/We7DNZ2LpII/AAAAAAAAAIE/lwCFZe1kErcJYSkK8hbix_C-4tZPPB4zwCLcBGAs/s320/Screenshot_2017-07-02-12-13-09-1.png

1] કાગ્ચેષ્ટા (कागचेष्टा )
અર્થાત કાગડા જેવી ચેષ્ટા.


જે રીતે કાગડો પોતાને જોઈતી ચિજ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી શાંતિ થી બેસતો નથી. અંતતોગત્વા તે પોતાને જોઈતી ચિજ મેળવી ને જ રહે છે.
તેવી જ રીતે વિદ્યાર્થી પણ પોતાને જે ટોપિક સમજણ ના પડે ત્યાં સુધી સતત મથતો રહેવો જોઈએ. આ થઈ કાગચેષ્ટા.

2.શ્વાન નિંદ્રા (श्वाननिद्रा)
 શ્વાન એટલે કૂતરું.
અહી વિદ્યાર્થી ને કુતરા જેવી ઊંઘ કરવા કહ્યુ છે.
જે રીતે કુતરું સૂતું હોય અને જરા પણ અવાજ થતાં તે તરત જ જાગી જાય છે, તેવી જ રીતે વિદ્યાર્થી પણ સતત જાગતો રહે તે જરૂરી છે. અહી જાગવા થી એ અર્થ છે કે સતત તૈયારી રાખવી જેથી કોઈ પણ સમયે કસોટી માટે તૈયાર રહે.
આ થઈ શ્વાનનિદ્રા ની વાત.

3]બક ધ્યાનમ(बकःध्यानम्)
બકઃ એટલે બગલો.
જે રીતે સવાર ના સુંદર સમયે શાંત સરોવર કાંઠે પોતાની ક્ષુદ્ધા ને સંતોષવા બગલો એક પગે ઊભો રહી ને તપસ્યા કરતો હોય છે પરંતુ તેની તપસ્યા નું વાસ્તવિક કારણ સૂર્યોપાસના નહી પણ મછલી પકડવું છે.
તે જ રીતે વિદ્યાર્થી પણ અનેક સાંસારિક પ્રવૃત્તિઓ માં લિપાયેલ હોવા છતાં પોતાના એક માત્ર લક્ષ્ય અભ્યાસ તરફ ધ્યાન રાખતો  હોવો જોઈએ.
આ રીતે વિધાર્થી નું ધ્યાન બગલા જેવું હોવુ જોઈએ.

4]અલ્પાહારી (अल्पाहारी)
અલ્પાહારી એટલે શરીરને અનુકુળ આવે તેવું અને ઓછું ખાનાર.
વિજ્ઞાન અને શાસ્ત્રો કહે છે કે-વિધાર્થીન