હોઠોં સે છુ લો તુમ


47119500-multiethnic-couple-of-lovers-hugging-under-the-umbrella-on-a-rainy-day-man-and-woman-on-a-romantic-d.

એકાએક કાળી દિબાંગ વાદળી ધસી આવી.

ઘરની લાઇટ ઓન કરી.વાદળી ગર્જ્યા વગર એકાએક વર્ષી.કાળા રંગનું એક્ટિવા ઘર બહાર થોભ્યું.

મારી કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વલ્લરી દરવાજા પાસે વરસાદથી બચવા ઉભી રહી.

એન્જીનિયરીંગમાં હું ચોથા વર્ષમાં અને વલ્લરી ત્રીજા વર્ષમા.અમે બંને નેશનલ યુથ ડ્રામા કોમ્પિટિશનમાં ત્રણ વર્ષથી ભાગ લઈએ. તૈયારી અને સ્પર્ધા દરમ્યાન અમે ખૂબ જ નિકટ હોઈએ.ગત વર્ષે વલ્લરીના પિતાને બ્લડ કેન્સર હોવાની માહિતી મળી.વલ્લરી નાટકના પ્રેક્ટિસ દરમ્યાન શોક્જ્નક સમાચારથી તૂટી પડી હતી.અમે મિત્રોએ છેલ્લા સ્ટેજમાં લોહીની તમામ વ્યવસ્થા કરી હતી.વલ્લરી કોલેજમાં એન્યુઅલ ડે માં “હોઠોં સે છુ લો તુમ….મેરા ગીત અમર કર લો.”ગીત ગાયું હતું.ત્યારે ગીતના શબ્દે શબ્દમાં હું ખોવાયો હતો.ફંક્શનના અંતે વલ્લરીને શેક હેન્ડ કરી જૂઈના ફૂલોએનઓ ગુચ્છ બનાવી ભેટ આપ્યો હતો. ત્યારે તે બોલી હતી,”મને વેલના ફૂલ ગમે તે તને કેમની ખબર?”મે કહ્યું હતું,”વલ્લરી એટ્લે વેલ.પણ…વેલ આધાર વિના ટકી છે.તારા ગીતમાં ઘણું છુપાયું છે.”

વલ્લરીએ કહ્યું,”આધાર છે,દોસ્ત…..હુંફનો…”કહી અટકી અને પછી ચાલી નીકળી હતી.

આજે કાળા ચશ્મા અને લીલું ટોપ.વરસાદના ફોરાઓ વાળમાં અને ચહેરે સ્થાયી થયાં હતાં.

મને જોઈ તે થોડી શરમાઇ…છતાય હું કઈ કહું તે પહેલા તે બોલી,”વરસાદને કારણે થોભી ગઈ છું.”

મે પણ હસતાં-હસતાં કહ્યું,”વેલને ગમે ત્યાં વીંટળાવાનો હક્ક છે.”

તે થોડી શરમાઇ ને બોલી,”અભિ!તમે જ્યારે ને ત્યારે સાહિત્યમાં વાત કરો છો.”

મે કહ્યું,”મજાક કરું છું,અંદર આવી જા.”

“ના,બસ જુઓને વરસાદ પણ થંભી ગયો છે.”તેણે કહ્યું.

“હા,યાર…વાદળી અચાનક આવી પણ મન મૂકી વરસી નહીં.”મે કહ્યું.

ઘરમાં ધીમા અવાજે ગીત વાગતું હતું,”હોઠોં સે છુ લો તુમ….મેરા ગીત અમર કર લો.”

વરસતા વરસાદના ફોરાં રૂપાળી વલ્લરીના કપાળથી લપસી હોઠ પર આવી રહ્યા હતા.તેણે હાથ રૂમાલ થી લૂછયા….એટ્લે મે કહ્યું,”વલ્લરી કોલેજના નાટકમાં તો તું પત્નીનું પાત્ર ભજવતી વખતે એવી તે મારી સાથે ઓતપ્રોત થઈ જાય છે કે હું ગભરાઈ જાઉં…પણ અહી તું ગભરાયેલી લાગે છે.”

એક્દમ તેના ચહેરાની રેખાઓ બદલાઈ ગઈ.તેણે ઉત્તર આપ્યો,”ફિલ્મોમાં યેશુદાસનું ગીત “હોઠોં સે છુ લો તુમ….મેરા ગીત અમર કર લો.”સુપરહિટ રહ્યું પણ વાસ્તવિક જીવનમાં યેશુદાસ જેટલો સંઘર્ષ કોઈએ નથી કર્યો.દોસ્ત,સ્ટેજ ઉપર ભજ્વાતું હાસ્ય જન્માવે કે પછી લાગણીઓ પેદા કરે પણ વાસ્તવિક જીવન તેનાથી જોજનો દૂર હોય છે.”

મે કહ્યું,”ગ્રેટ ફિલોસોફર વલ્લરી તે છેલ્લા ત્રણ વર્ષમાં મને ક્યારેય જીતવા દીધો નથી.”

“દોસ્ત,તું જાણે છે કે પિતાને ગુમાવ્યા પછી હું હારી છું.સંઘર્ષ વચ્ચે તે કરેલી મદદ આજીવન નહીં ભૂલું.આપણે પ્રેમના અનેક દ્રશ્યો ભજવ્યા પણ તે સાચો પ્રેમ બતાવી મને ખરા સમયે મદદ એકાએક

“યાર,એ તો મારી ફરજ છે.”

“થેંક્યું,અભિ!મારે મોડું થાય છે કહી વલ્લરી નીકળી.ને નાકાએથી બૂમ પડી.હું દોડીને નાકા પાસે પહોચ્યો તો ત્યાં વલ્લરી લોહીલૂહાણ.પુરપાટ ઝડપે આવી રહેલ બાઇક સાથે વલ્લરીનું એક્ટિવા અથડાતાં અકસ્માતમાં વલ્લરીને મો ઉપર ગંભીર ઇજાઓ થઈ હતી.

હું રસ્તા ઉપરથી તેને ઊંચકીને બાજુના ઘરમાં લાવ્યો.તેના હાથને ઇજાઓ થઈ હતી અને ચહેરા ઉપર હોઠને ઇજાઓ થતાં ચહેરો લોહીલુહાણ દેખાતો હતો.મે મારો રૂમાલ બહાર કાઢી તેના હોઠોનું લોહી સાફ કર્યું.એકાએક વલ્લરી ઝબકી ગઈ..મને જોઈ તેના મુખ ઉપર મંદ હાસ્ય પ્રસર્યું.તેણે મારો હાથ પકડ્યો અને ફરીથી રૂમાલ વિના હોઠ પરનું રહી ગયેલ લોહી હટાવ્યું.મારી આંખના આંસુ તેના હોઠના લોહીમાં ભળી ગયા.

રસ્તા પરથી પસાર થતી રિક્ષામાં ગીત વાગી રહ્યું હતું,””….મેરા ગીત અમર કર લો.”

-શૈલેષ રાઠોડ 9825442991

—————————-

Advertisements

વર્ષો આધારે કઈ ઉજવણી ક્યારે?ઉજ્વણીનું નામ


20181130_154949વર્ષો આધારે કઈ ઉજવણી ક્યારે?ઉજ્વણીનું નામ

ક્રમ ઉજવણી ક્યારે?
1 દશાબ્દિ જયંતિ દસ વર્ષે
2 સિલ્વર જ્યુબિલી (રજત જયંતિ) પચીસ વર્ષે
3 પર્લ જ્યુબિલી (મોતી જયંતિ) ત્રીસ વર્ષે
4 રૂબી જ્યુબિલી (માણેક જયંતિ) ચાલીસ વર્ષે
5 ગોલ્ડન જ્યુબિલી (સુવર્ણ જયંતિ) પચાસ વર્ષે
6 ડાયમંડ જ્યુબિલી (હીરક જયંતિ) સાઠ વર્ષે
7 પ્લેટીનમ જ્યુબિલી (પ્લેટીનમ જયંતિ) સિત્તેર વર્ષે
8 અમૃત મહોત્સવ પંચોતેર વર્ષે
9 રેડીયમ જ્યુબિલી (રેડીયમ મહોત્સવ) એંશી વર્ષે
10 યુરેનિયમ જ્યુબિલી (યુરેનિયમ મહોત્સવ) નેવું વર્ષે
11 સેન્ટેનરી જ્યુબિલી (શતાબ્દિ મહોત્સવ) સો વર્ષે

લાકડા વાહન અને પાસ સેટિંગ: ખંભાત -નડિયાદ માર્ગ સરકારી તંત્ર આપે છે મોતની સજા


લાકડા વાહન અને પાસ સેટિંગ:
ખંભાત -નડિયાદ માર્ગ સરકારી તંત્ર આપે છે મોતની સજા

બેરોકટોક લાકડાની હેરાફેરીને જોખમી વહન છતાય તંત્ર ચુપખંભાત નડિયાદ માર્ગ ઉપર એક વર્ષમાં 7 જેટલા રાત્રીના સમયે લાકડાના વહન  કરતા વાહનો દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યા છે જેમાં 6 મોત ,13 ઈજાગ્રસ્ત તેમજ 2 ઊંટ પશુઓના મોત  થયેલ છે.ખુલ્લેઆમ લીલા વૃક્ષોનું નિકંદન અને વૃક્ષોનું લાકડું રોકટોક વગર જોખમી રીતે વહન કરવામાં આવે છે.જેથી અંધારામાં અકસ્માતની ઘટનાઓ બની રહી છે.લાકડાઓ ટ્રક, ઊંડગાડી અને ટ્રેક્ટર જેવા વાહનોમાં હેરાફેરી થઇ રહી છે.આ બાબત વન વિભાગ જાણતું હોવા છતાં કોઇ અસરકારક પગલાં નહીં ભરતાં  અને પોલીસ તંત્ર દ્વારા તગડી કમાણી  કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.આ સમગ્ર વહનમાં પહેલેથી જ પોલીસ અને વેન વિભાગની પાસ સેટિંગ કરી સામેલગીરી હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે.

ખંભાતના સામાજિક કાર્યકર મુકેશ રાઠોડે જણાવ્યું હતું કે,રાત્રે અંધારામા  લાકડાની ચોરી થાય છે.ઊંટગાડી કે ટ્રકટરોમાં બેક લાઈટ હોતી નથી.સામેથી ફૂલ લાઈટ આવે એટલે વાહન ચાલાક અંજાઈ જાય છે અને અકસ્માત સર્જાય છે.જેમાં બે દિવસ પૂર્વે જ ખંભાતમાં લાયન્સ ક્લબની મીટિંગમાં હાજરી આપી પરત ફરતા વડોદરા લાયન્સ ક્લબના પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નરનું ગઇ મધરાતે પેટલાદ નજીક કાર અકસ્માતમાં મોત નીપજ્યું હતું.જ્યારે,અન્ય બે જણાને ઇજાઓ પહોંચી હતી.જેમાં વડોદરામાં કારેલીબાગ વિસ્તારમાં ગાંધીપાર્કમાં રહેતા રાજેન્દ્ર અમૃતલાલ પટેલ(રાજુભાઇ) ગઇકાલે સાંજે લાયન્સ ક્લબના અન્ય મેમ્બરો કિશોર ભીખાભાઇ પટેલ (રહે.શિવ ટેનામેન્ટ,સુભાનપુરા) અને પરિમલ હરમાનભાઇ પટેલ સાથે  ખંભાત ખાતે મીટિંગમાં ગયા હતા.મધરાતે તેઓ પરત ફરતા હતા ત્યારે કિશોરભાઇ કાર ચલાવતા હતા અને જોગણ ગામ પાસે નિલગિરીના લાકડા ભરી જતા ઊંટગાડાની પાછળ કાર ધડાકાભેર ભટકાઇ હતી.અકસ્માતમાં રાજેન્દ્રભાઇનું મોત નીપજ્યું હતું.જ્યારે,કિશોરભાઇ અને પરિમલભાઇને ઇજાઓ પહોંચી હતી.આજે બપોરે બહુચરાજીના ખાસવાડી સ્મશાનગૃહ ખાતે તેઓની અંતિમવિધી કરાઇ હતી.પેટલાદ પોલીસે બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અગાઉં ગત મહિને નડિયાદ-ખંભાત  રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.નડિયાદ-પેટલાદ રોડ પર  પીપળાતા ગામ પાસે કન્ટેનર અને ટ્રેક્ટર વચ્ચેના આ અકસ્માતમાં 2 લોકોનાં મોત થયાં હતાં અને 3 લોકો ગંભીર રીતે ઘવાયા હતાં.
આ અંગે ગલ્ફ ઓફ કેમ્બે લાયન્સ પ્રમુખ દેવેન વ્યાસે જણાવ્યું હતું કે,તંત્રની બેદરકારી નો ભોગ જાણતા બની રહી છે.ગેરકાયદે લાકડાનું વાહન મોતનું કારણ બને છે પરંતુ આ વેન વિભાગ કે પોલીસ તંત્ર કોઈ જ પગલાં ભરતી નથી તે દુઃખનું કારણ છે.
ખંભાત તાલુકા વિસ્તારમાં સુકી ધરતીને લીલુડી બનાવવા માટે રાજ્ય સરકાર વૃક્ષારોપણ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરે છે.પરંતુ આ સરકારી તંત્રની જાણમાં જ કટિંગ કરી રાત્રીના સમયે પોલીસની રહેમનજર હેઠળ નડિયાદ,પેટલાદ,મહેમદાવાદ,આણંદ  જેવા માર્કેટમાં વેચાણ થાય છે.
ઓવરલોડિંગ સામે ટ્રાફિક પોલીસનું સેટિંગ
લાકડાનું ગેરકાયદે કટિંગ અને વાહન વેન વિભાગની  તે તંત્રનિષ્ક્રિય છે પરંતુ વાહનની ક્ષમતા  કરતા પણ વધુ ભાર લઇ જતા વાહનો સામે ટ્રાફિક પોલીસ કે પેટ્રોલિંગ કરતી પોલીસ નિષ્કીય પુરવાર થાય છે.આવા વાહનો ઉભા રખાઈ છે પરંતુ તેની સામે કાર્યવાહી કરવાની જગ્યાએ સેટિંગ થાય છે જે મોતનું કારણ બને છે.
-મુકેશ રાઠોડ,સામાજિક કાર્યકર

વનવિભાગના આંખ આડા કાન
વન વિભંગ દિવસ દરમ્યાન આવા ગેરકાયદેસર કપાતા વૃક્ષો સામે સખ્ત બનતું નથી.મંજૂરી વગર આ વાહનોમાં વૃક્ષોનું વહન થાય છે.ખંભાત નડિયાદ રોડ ઉપર ક્યાંય વેન વિભાગ સક્રિય જોવા મળતું નથી એટલે વાહન કરનાર ને લીલા લહેર।જેમાં મોટા પ્રમાણમાં અકસ્માત થાય છે.
-દેવેન વ્યાસ ગલ્ફ ઓફ કેમ્બે,લાયન્સ પ્રમુખ

પાસનું સેટિંગ
ગેરકાયદે લાકડાનું વાહન કરતા વાહનોને અગાઉનથી જ પાસ મળી જાય છે જેમાં પોલીસની સામેલગીરી હોઈ છે.આ કારનામા રાત્રીના 12 થી સવારના 5 સુધીમાં થાય છે.પાસ મેળવનારનું સ્ટિંગ પોલીસના વચેટિયા કરે છે.જે તમામ હદ માં ઉપયોગી બને છે.
-એમ.એમ મકવાણા,સામાજિક કાર્યકર

પાકિસ્તાનના કરાંચીમાં નવરાત્રીનો અનોખો સમભાવ,પાકિસ્તાનમાં 17 લાખ હિન્દુઓ કહે છે”જીના મરના પાકિસ્તાનમે” Watch “We are one-Hindu festival’s in Pakistan” on YouTube