સ્ટડી ટેક્નિક્સ અને વૈજ્ઞાનિક ટિપ્સ


સ્ટડી ટેક્નિક્સ અને વૈજ્ઞાનિક ટિપ્સ સાથે સેન્ટ મેરીઝ હાઈસ્કૂલ નડિયાદ ખાતે દીક્ષાંત સમારંભ યોજાયો

સેમિનાર

નડિયાદની અગ્રેસર શાળા સેન્ટ મેરીઝ ખાતે ધો.10 બોર્ડના વિધાર્થીઓ મહિનાપૂર્વે બોર્ડ પરીક્ષા માટે આયોજનબદ્ધ રીતે તૈયારી કરી શકે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વાંચન કરી ઉત્તમ પરિણામ મેળવી શકે તેવા હેતુસર તજજ્ઞોના માર્ગદર્શન હેઠળ દીક્ષાંત સમારંભ યોજાઈ ગયો.આ પ્રસંગે મુખ્યમહેમાન પદે શિક્ષણવિદ શૈલેષ રાઠોડ અને ડૉ. પ્રીતિ રાઠોડ ઉપસ્થિત રહી પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.આ પ્રસંગે મેનેજર ફાધર આમ્બ્રોસ ડાભી, આચાર્ય ફાધર વિન્સેન્ટ પોલ, ફાધર માર્ટિન ઉપસ્થિત રહ્યા હતા.

Shailesh Rathod

ડૉ. પ્રીતિ રાઠોડે એકગ્રતા, નિયમિતતા અને ધૈર્ય રાખી બોર્ડ પૂર્વે દરેક વિષયને ન્યાય આપવા અને સમજદારીપૂર્વક વાંચન અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.
શૈલેષ રાઠોડે છેલ્લા એક મહિનાનું પ્લાનિંગ અને ટાઈમટેબલની વિષદ માહિતી આપી હતી.ઉપરાંત વાંચનની પદ્ધતિ,યાદ રાખવાની વૈજ્ઞાનિક પદ્ધતિ અને બોર્ડ પરીક્ષાપૂર્વેની ટિપ્સ આપી હતી.

શાળાની વિધાર્થીનીઓએ પ્રાર્થનાનૃત્ય અને ગરબો રજૂ કર્યો હતો.ડૉ.કલ્પેશ મેકવાને વિધાર્થીઓને પરીક્ષાલક્ષી રચનાત્મક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.વિધાર્થીઓ તરફથી ધો.9 ની વિધાર્થીની યશ્વી અને ધો.10 ની વિધાર્થીની જેનાલીએ શુભેચ્છાઓ સાથે અનુભવો અને સ્મરણો રજૂ કર્યા હતા.

આ પ્રસંગે મેનેજર ફાધર આમ્બ્રોસ ડાભી અને આચાર્ય ફાધર વિન્સેન્ટ પોલે આશીર્વાદ આપી ઉત્તમ પરિણામ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.કાર્યક્રમનું સુંદર સંચાલન શાળાના શિક્ષક ડૉ.કલ્પેશ મેકવાને કર્યું હતું.

Dr.Priti rathod