પેન્શન માટેની ઉપયોગી માહિતી તથા રાખવા જેવી ફાઈલ અંગે વધુ જાણો


-શૈલેષ રાઠોડ



*( 1 ) પેન્શનરે રાખવાની ફાઈલ : -*

🌹( 1 ) પેન્શનર નિવૃતિત્તનો આદેશ ,
( 2 ) પી.પી.ઓ. બુક ( લાલ ચોપડી )
( 3 ) પેન્શર ડાયરી રાખવા બાબત : – રાજ્ય મંડળો પાસેથી મળતી પેન્શન ડાયરીમાં પૂરેપૂરી વિગતો ભરી સાચવી રાખવી તે ઘણી ઉપયોગી થશે .
*🌹(2)જોઈન્ટ ખાતું ખોલવા બાબત*
પેન્શન માટે પતિ – પત્નીનું જોઈન્ટ ખાતું ખોલાવી લેવું
*ખાતું ખોલાવવા રજૂ કરવાની માહિતી*
( 1 ) પાસપોર્ટ ફોટો નંગ – ૨
( 2 ) રેશનકાર્ડની નકલ ( 3 ) ચુંટણી
ઓળખપત્રની નકલ

*🌹(3) ઉંમર પ્રમાણે મળતું પેન્શન*
( 1 ) ૮૦ વર્ષ પૂરાં થતાં ૨૦ ટકા
( 2 ) ૮૫ વર્ષ પૂરાં થતાં ૩૦ ટકા
( 3 ) ૯૦ વર્ષ પૂરાં થતાં ૪૦ ટકા
( 4 ) ૯૫ વર્ષ પૂરાં થતાં ૫૦ ટકા
( 5 ) ૧૦૦ વર્ષ પૂરાં થતાં ૧૦૦ ટકા
*🌹(4) કુટુંબ પેન્શન માટે જરૂરી માહિતી*
(1) કુટુંબ પેન્શનરના જોઈન્ટ ફોટો ઓળખપત્ર સાથે.
(2) નોમીનેશન કરેલ ફોર્મ.
(3) બેન્કની પાસ બુક , (4 ) કુટુંબ પેન્શનની ઉંમરના આધાર પુરાવા (5) જન્મના આધાર પુરાવા જરૂરી છે .
*નાણાં ખાતાના ઠરાવ નં . પી . જી . આર . ૧૦૦૯ / ૪ / પે સેલ તારીખ :13-04-2009 આધારે છઠ્ઠા પગાર પંચે લાભ કરી આપેલ છે પેન્શનર / કટુંબ પેન્શનર બંને લાભ મળશે*
*🌹(5)કુટુંબ પેન્શનરની ઉંમર માટે સ્વીકારવા પાત્ર દસ્તાવેજ*
( 1 ) સક્ષમ અધિકારીનો જન્મનો દાખલો
( 2 ) ડ્રાઈવિંગ લાયસન્સ
( 3 ) એલ.સી. ની નકલ ( 4 ) પાનકાર્ડ
( 5 ) ચૂંટણી કાર્ડ
( 6 ) કેન્દ્ર અથવા રાજ્ય સરકારે આપેલ ઓળખપત્ર
( 7 ) ઉંમર સાથેનો પાસપોર્ટ ફોટો
( 8 ) સિવિલ સર્જનનું પ્રમાણપત્ર નાણાં વિભાગનો ઠરાવ તા.27-09-2009 આધારે .m
*🌹( 6 ) મેડીક્લ ભથ્થાનો વિકલ્પ આપવા બાબત –*
પેન્શનરે મેડીકલ વિકલ્પ આપવાનો હોય તો ફેબ્રુઆરી માસમાં બદલી શકાય છે . તા.10 મી માર્ચ સુધી નિયત નમૂનાનું ફોર્મ ભરીને રજૂ કરવું . *પેન્શનરે બેન્કની પાસબુક ભરવા બાબત :*
પેન્શનરે બેન્કની પાસબુક નિયમિત બેન્કમાં ભરાવી લેવી મહિલા અને અભણ પેન્શનરે એ.ટી.એમ. નો મોહ રાખવો નહી .
*પુનઃ લગ્નનો દાખલો આપવામાં મુક્તિ બાબત*
મહિલા પેન્શનરની ઉંમર 50 વર્ષની પુરૂષ માટે 70 વર્ષ પુરા થાય તો પુનઃ લગ્નનો દાખલો આપવામાં આવેલ છે . નાણા વિભાગના ઠરાવ 02-09-2009 થી.

*🌹(7) હયાતિની ખરાઈ કરવા બાબત : –*
પેન્શનર – કુટુંબ પેન્શનરે હયાતિની ખરાઈ મે – જૂન માસમાં કરવાની હોય છે હયાતિ માટે અધિકૃત અધિકારીરશ્રી : ( 1 ) તિજોરી અધિકારી ( 2 ) કલેક્ટર
( 3 ) નાયબ કલેક્ટર ( 4 ) મામલતદાર
( 5 ) તાલુકા વિકાસ અધિકારી
( 6 ) સંસદ સભ્ય
( 7 ) ધારાસભ્ય
( 8 ) જિલ્લા વિકાસ અધિકારી
( 9 ) બેન્કના મેનેજર વગેરેનું પ્રમાણપત્ર માન્ય છે .
( 10 ) વિધવા પેન્શનરે પુનઃ લગ્ન કરવા બાબત : સંતાન વગરની મહિલા પેન્શનર પુનઃ લગ્ન કરી શકે છે લગ્ન કરનાર પુરૂષની આવક રૂપીયા 3500 થી વધવી જોઈએ નહી . નાણાં વિભાગનો ઠરાવ તા.13-04-2000 પેરા 6
*🌹 (8) મુજબ ચાલુ નોકરીએ મરણ થાય તો કટુંબ પેન્શન મળવા બાબત*
(1) ચાલુ નોકરીએ મૃત્યું થાય તો કટુંબ પેન્શન 10 વર્ષ સુધી પુરૂ પેન્શન મળે છે .
*🌹(9) રહેમરાહે નોકરીના બદલે ઉચ્ચક રકમ મળવા બાબત*
ચાલુ નોકરીએ કર્મચારીનું મૃત્યુ થાય તો રહેમરાહે નોકરી આપવાનું સરકારે બંધ કરેલ છે . ચાલુ રાખવા ગુજરાત હાઈકોર્ટમાં અપિલ દાખલ કરેલ છે . નોકરીના સમયે ધ્યાનમાં રાખી ઉચ્ચક રકમ રૂ.8,00,000/- ચુકવાય છે . જે મેળવી લેવી .
*🌹(10) સિનિયર સિટીજનના દાખલા બાબત*
સિનિયર સિટીજનનો દાખલો રૂપિયા 20 ભરી મામલતદાર કચેરીએથી ફોટા સાથે મેળવી લેવો ઉંમરનો દાખલો સાથે આવી જાય છે .
( 1 ) ઈન્કમટેક્ષમાં રાહત મળે છે .
( 2 ) રેલ્વે અને વિમાનની મુસાફરીમાં કન્સેશન મળે છે .
( 3 ) બેન્ક અને એન.એસ.એસી . રોકાણ ૧ ટકા વ્યાજ મળે છે . ( 4 ) મુસાફરીમાં ઉપયોગી થાય છે .
*🌹(11) સરકારી ગેસ્ટ હાઉસમાં લાભ મળવા બાબત :* નિવૃત્તિ કર્મચારી / અધિકારીને તેના કુટુંબ સાથે રાજ્ય સરકારના ગેસ્ટ હાઉસમાં બીન ફરજ પરના કર્મચારી અધિકારી સમકક્ષ ગણી રહેવા જમવાની સગવડ *છ દિવસ* સુધીના સમયગાળા માટે આપવાનું ઠરાવેલ છે . ઓળખપત્ર ખાસ રજૂ કરવું.મકાન અને માર્ગ વિભાગના ઠરાવ નં . એવીએ / ૧૦૮૩ / સીએમ / ૧૮૯૬ ( ૧ ) , તા . 13-03-1997
*🌹(12) ઓળખપત્ર રાખવા બાબત*
ઓળખ પેન્શનર / કુટુંબ પેન્શનરે પોતાની પાસે હંમેશા સાથે રાખવું પેન્શનર ટ્રેઝરી ઓફીસરનું અને બીજા પણ સાથે રાખવાં .
*🌹(13) બે પેન્શનરમાં મોંઘવારી ભથ્થુ મેળવવા બાબત : –*
પેન્શનર જુદી જુદી બે નોકરીમાં બે પેન્શન મેળવતાં હોય તેમને બંને પેન્શન ઉપર મોંઘવારી ભથ્થુ મળે છે . નાણાં વિભાગના તા.20-01-1998 ના ઠરાવ તથા કેન્દ્ર સરકારનો સરક્યુલર તા . 04-12-1997 પેન્શન તા . 16-06-1999 ની સ્પષ્ટતા મુજબ .
*🌹(14) તાત્કાલિક સારવાર ccc બાબત*
પેન્શનરને તાત્કાલિક સારવાર માટે સરકાર માન્ય હોસ્પિટલના બદલે અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હોય તો પણ કુલ રીએમ્બેસમેન્ટ મેળવવા હક્કદાર છે .
*🌹(15) લઘુત્તમ પેન્શન બાબત*
લઘુત્તમ પેન્શનર રૂપિયા 9000 નક્કી કરેલ છે . તેના ઉપર મોંઘવારી ભથ્થું મેડીકલ વગેરે નીયમો મુજબ મળે છે . નાણાં વિભાગ ઠરાવ તા.13-04-2009

*🌹(16) મકાન પેશગી માંડવાળ કરવા બાબત :*
પેન્શનરના મૃત્યુના કિસ્સામાં મકાન પેશની મુદ્દત વ્યાજ સાથે માંડવાળ કરવા બાબત નાણાં વિભાગના ઠરાવ નં . ડીપીપી / ૧૦૯૨ – ૧૪૭૮/૯૬ ઝેટ -૧ , તા . 03-08-1996 માંડવાળ કરવા ઠરાવેલ છે .
*🌹 (17) માતા – પિતાને પેન્શન મળવા બાબત*
– પેન્શનરના મૃત્યુના સંજોગોમાં પતિ / પત્ની બાળકો ન હોય તો પેન્શનર આધારિત હોય તેવા માતા , પિતાને પેન્શન મળવાપાત્ર છે . નાણાં વિભાગના પત્ર નં . એન . વીટી / ૨૦૦૧ / ડી / ૪૯૭ / ૨ / પી , તા . 19/08/2002 ( 21 ) પેન્શન પાત્ર નોકરી બાબત : – ઓછામાં ઓછા પેન્શન પાત્ર નોકરીના વર્ષ 10 વર્ષ ગણાય છે . જી.સી.આર. 2002 પેન્શન , નિયમ –37 ( 1 ) મુજબ પેન્શનપાત્ર નોકરીના જરૂરી વર્ષ રોજમદાર કારીગર માટેના ઠરાવ તા.17-10-1988
*🌹(18) હોસ્પિટલમાં સિનિયર સીટીજન જુદી લાઈન રાખવા બાબત :* હોસ્પિટલમાં કેશ કઢાવવા ડોક્ટરને બતાવવા અને દાવા કરાવવા અલગ લાઈન કરવા સામાજિક ન્યાય અને અધિકારીત કેન્દ્ર સરકારના હુકમો થયેલ છે . ઈન્કમટેક્ષની મર્યાદા વધુ – વ્યાજદર ૧ ટકા રેલ્વે , હવાઈ મુસાફરી 50% રાહત વગેરે .
*🌹(19) મા – બાપ અને વરિષ્ઠ નાગરિક બાબત : –*
મા – બાપ અને વરિષ્ઠ નાગરિક નિભાવ અને કલ્યાણ કેન્દ્રીય અધિનિયમ 56 , 2007 ના નિયમો અને ટ્રિબ્યુનલો 2009 જાણવા જોગ જુઓ .
*🌹(20) માહિતી અધિકાર બાબત : જરૂર પડે માહિતી અધિકાર હેઠળ માહિતી* અધિનિયમ , 2005 નિયમ નમૂનામાં ફોર્મ ભરી રૂપિયા 20 ના સ્ટેમ્પ લગાવી માહિતી મેળવવાની જોગવાઈ છે .
*🌹(21) પેન્શન જગતમાં પ્રશ્ન પૂછી માહિતી મેળવવા બાબત*
– પેન્શનર મુંજવતા કોઈ પણ પ્રશ્ન હોય તો તે પેન્શન જગતના ગ્રાહકના પ્રશ્ન પૂછી તેનો જવાબ મેળવી પ્રશ્નની ચોખવટ મેળવી શકે . અંકમાં પ્રશ્નનો જવાબ આપવામાં આવે છે . પેન્શન જગતના ગ્રાહકને જ જવાબ આપવામાં આવે છે . જેથી ગ્રાહક નંબર અચુક લખવો .
*🌹(22) નિવૃત્ત થયેલ અધિકારીશ્રી ઓળખ આપી શકે છે*
નિવૃત્ત થયેલ અધિકારીશ્રી ઓળખ આપી શકે છે . રહેઠાણના પુરાવા સાથે ઓળખ આપવાની જોગવાઈ કરેલ છે . સામાન્ય વહીવટી વિભાગના તા.12-01-2012 ના ઠરાવ નં . યું.આઈ.ડી .102009 યુ.ઓ. આર . – 45 એસ પાર્ટ ( ટુ ) થી જોગવાઈ કરેલ છે .
*🌹(23) પેન્શન ઘટાડવા સ્થાગિત કરવા બાબત –*
રાષ્ટ્ર વિરોધિ પ્રવૃિત્તિ તથા નિયમ ભંગની અત્યંત ગંભીર કાર્યવાહી કરે તો પેનશન ઘટાડવા સ્થગિત કરવાનો અધિકાર રાજ્ય કરી શકે છે . ગુજરાત સરકારના ૨૦૦૨ ના પેન્શન નિયમોના નિયમો – ૨૩ ( ૩ ) મુજબ
*🌹(24) નિવૃત્તિ બાદ પુનઃ લગ્ન કરવા બાબત :*
– નિવૃત્તિ બાદ કરેલ પુનઃ લગ્ન રાજ્ય સરકારે માન્ય રાખેલ છે નાણાં ખાતાનાં ઠરાવ નં . ન . વ.તા.એફ. 1390 જી.ઓ. –૧–૩૦ – પી.આઈ એફ . 1390 –જી.ઓ. –130 – પી.આઈ. , તા . 15/09/2091 આ અંગે મેરેજ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે . જે ખાતામાંથી નિવૃત્તિ થયા હોય તે ખાતા મારફતે દરખાસ્ત મંજૂર કરાવી પીપીઓ બુકમાં નામ દખલ કરાવવું જરૂરી છે .
*🌹(25) ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર એમ્બ્યુલન્સ સેવા બાબત*
ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો 1988 ની મહત્ત્વની ઉપયોગી જોગવાઈ કરવામાં આવી . દર્દીને ચાલવાનું અશક્ય હોય તો હોસ્પિટલ અને હોસ્પિટલ થી ઘર સુધી બંને તરફ આવવા – જવા માટે એમ્બ્યુલન્સ સેવા તરીકે સ્વીકારેલ છે નિયમ – ૨ ( ૭ ) છ મુજબ .
*🌹(26) પેન્શનરને આવકનું પ્રમાણપત્ર મેળવવા બાબત : – નાણાં ખાતાના ઠરાવ –* ડીપીપ – 1098-49696-8 – પી . , તા .24 / 04 / 2000 થી તિજોરી અધિકારીએ 30 જૂન સુધી મોકલી આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે , ઈન્કટેક્સ રીટર્ન વગેરે માટે ઉપયોગી છે .

*🌹(27) 80 વર્ષ થી વધુ ઉંમરના પુરાવા માટે પ્રમાણ રજુ કરવા બાબત*
– 80 વર્ષ પૂરા થયેથી પેન્શનર – કટુંબ પેન્શનરને 20 ટકા , 30 ટકા , 40 ટકા , 50 ટકા પૂરા 100 ટકા મેળવવા જિલ્લા તિજોરી અધિકારીશ્રીને ઉંમરના પુરાવા કુટુંબ પેન્શનરને રજૂ કરવાના થાય છે . અભણ કટુંબ પેન્શનરે તબીબી પ્રમાણપત્ર માન્ય રાખવા કમિશનર આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ ( તબીબી સેવાઓ ) ગુજરાત રાજ્ય ના જા.જ.6-1 -80 ના પ્રમાણપત્ર 11 તા . 27/12/2011 થી સિવિલ સર્જનની સહી થયેલ પ્રમાણપત્ર માન્ય રહે છે . ( 32 ) કેન્દ્ર સરકારના પેન્શનરોની અપરણિત પુત્રીને આજીવન પેન્શન બાબત ઃ કેન્દ્ર સરકાર વિધવા ત્યકતા અપરણિત પુત્રી આજીવન પેન્શન આપવા કેન્દ્ર સરકાર ના ઠરાવ નં.1-19-03 પી – એન્ડ –પી . ડબલ્યુ.ડી– ( સી ) તા.06-09-2007 થી ઠરાવેલ છે આ અંગે ગુજરાત સરકાર પાસે પેન્શનરોની માંગણી ચાલુ છે .
*🌹 (28) પેન્શનરે* – કુટુંબ પેન્શનરે તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળમાં આજીવન સભ્ય ફી ભરી આપણા હક્કોની લડત અને સંગઠનમાં સહભાગી થવું .
*🌹(29) વર્ષ 2021 માટે પેન્શનરોની વાર્ષિક હયાતીની ખરાઈનો સમયગાળો વધારવા અંગે*
જીવન પ્રમાણ પોર્ટલ પર પણ ઓનલાઈન કરાવી શકાય છે . ( http://www.jeevanpramaan.gov.in ) નાણાં વિભાગના પત્ર તા .27 / 05 / 2021
*🌹 (30)કુટુંબપેન્શન* શરૂ કરવા અંગેની માહીતીનું પત્રક પેન્શન ચૂકવણા પત્ર તા .27 / 05 / 2021
*🌹 (31) અવસાન પામેલ નિવૃત્ત સરકારી કર્મચારીના મુક – બધિર સંતાનને આજીવન કુટુંબ પેન્શન આપવા અંગે .* નાણા વિભાગના તા .21 / 12 / 2018 ના પત્ર અન્વયે .
*🌹 (32) પેન્શન અદાલત યોજના અંગે .*
( હિસાબ અને તિજોરી નિયામકના તા .03 / 08 / 2019 ના પત્ર અન્વયે . )
*🌹(33) વારસાઈ પ્રમાણપત્ર મેળવવા અંગે .*
( નાણાવિભાગના તા .28 / 07 / 2018 ના પત્ર અન્વયે . )
*🌹 (34) પેન્શનરના કુટુંબ પેન્શન કેસમાં* નિવૃતિ / અવસાન સમયે પેન્શનર જે હોદા પર હોય તે હોદાને અનુરૂપ 50 % પેન્શન / 30 % કુટુંબ અંગે . ( નાણાવિભાગના તા .01 / 05 / 2018 ના પત્ર અન્વયે . )
*🌹 (35) પેન્શન રીવીઝન સમયે* કર્મચારી એ નિવૃતી સમયે મેળવેલી પગાર ધોરણ ઘ્યાનમાં લેવા અંગે . ( નાણાવિભાગના તા .12 / 03 / 2018 ના પત્ર અન્વયે . )
*🌹 (36) પરવરીશ પેન્શન ,* જીવાયપેન્શન અને વિધવા આર્થિક સહાયમાં વધારો કરવા અંગે . ( નાણાવિભાગના તા .07 / 04 / 2015 ના પત્ર અન્વયે . )
*🌹 (37)* તા.01-01-2006 થી તા.13-04-2009 દરમીયાન નોશનલ ઈજાફા સાથે સ્વૈચ્છિક નિવૃત થયેલ . ( નાણાવિભાગના તા .10 / 10 / 2013 ના પત્ર અન્વયે . )
*🌹(38) પેન્શનના રૂપાંતર કરાયેલા ભાગનું 15 – વર્ષ બાદ પુનઃ સ્થાપન કરવા અંગે .* ( નાણાવિભાગના તા .21 / 11 / 2010 ના પત્ર અન્વયે . )
*🌹(39) પોસ્ટલ મનિઓર્ડર દ્વારા પેન્શનનું ચુકવણું કરવા અંગે . ઓક્ટોબર- 2009 થી શરૂઆત .* ( નાણાવિભાગના તા .22 / 03 / 2010 ના પત્ર અન્વયે . )
*🌹(40)* 50 વર્ષથી મોટી ઉમરના મહિલા કુટુંબ પેન્શનરોને લગ્ન અથવા પુનઃ લગ્ન કરવા અંગેના પ્રમાણપત્ર રજુ કરવામાંથી મુક્તિ આપવા અંગે . ( નાણાવિભાગના તા .02 / 09 / 2009 ના અન્વયે . )
*🌹 (41) અવસાન પામેલા સરકારી કર્મચારી* અધિકારી પેન્શનરનાં શારીરિક અથવા માનસિક અશક્ત સંતાનને આજીવન કુટુંબ પેન્શન આપવા અંગે . ( નાણાવિભાગના તા .08 / 04 / 2009 ના પત્ર અન્વયે . )
*🌹(42) કુટુંબની વ્યાખ્યામાં* માતા – પિતાનો સમાવેશ કરવા અને આવક મર્યાદા નક્કિ કરવા અંગે . ( નાણાવિભાગના તા .09 / 11 / 2004 ના પત્ર અન્વયે . )
*🌹(43) રાજ્ય ફેડરેશનનું મુખપત્ર “* પેન્શનર જગત ” નું નીચેના સરનામે લવાજમ ભરી તેના સભ્ય બની અદ્યતન કાર્યવાહીથી વાકેફ રહેવા વિનંતી છે . મંડળનું મુખ્ય અને પેન્શનર જગત કાર્યાલય : સ્ટેટ પેન્શનર્સ ફેડરેશન , જી / 1-2 ” પોલોવ્યુ ” પોલો ગ્રાઉન્ડ સામે , વડોદરા -1 ફોન : ( 0265 ) 241847 મો .9099946294 શાખા કાર્યાલય : ગુજરાત સ્ટેટ પેન્સનર્સ ફેડરેશન : 304 સ્વસ્તિક કોમ્પલેક્ષ , એસ -૧ , બીજો માળ , 17/22 , ના બસસ્ટેન્ડ પાસે , સેક્ટર – 22 , ગાંધીનગર ફોન : 3820222 ફોન . ( 079 ) 23246865

ઓળખપત્ર બાબત નાણા વિભાગે પેન્શનરોને ઓળખપત્ર અંગે પત્ર ક્રમાંકઃ પરચ / 5691 / પી -2 /તા.15-09-92 થી નિર્ણય કરેલ છે . પેન્શનર્સ ફેડરેશન તથા મંડળો મારફત આવા ઓળખપત્ર અપાય છે . ઓળખપત્રો ઉપર સંબંધિત તિજોરી પેટા તિજોરીના સહી સિક્કાથી અધિકૃત કરી આપવામાં આવે છે . ઓળખપત્ર ધરાવતા પેન્શનરને ઘણી બધી સવલતા મળતી હોય છે . નિવૃત્તિ સમયે સરકારી રેકર્ડમાં ચાલતા નામ પ્રમાણે જ બેંકમાં ખાતુ ખોલાવવું . હવે ઇ – પેમેન્ટ પ્રથા અમલમાં હોવાથી નામમાં ફેરફારથી પેન્શનર જમાં થવામાં મુશ્કેલી પડે છે . આથી બેંક ખાતામાં સ ૨ કા ૨ી રેકર્ડમાં દર્શાવ્યા મુજબના જ આખા નામ , અટક સાથે ખાતું ખોલાવવું તે પ્રમાણે આધાર કાર્ડ અને પાનકાર્ડ પણ મેચ થાય તે પ્રમાણે કરાવવા .
*🌹(44) કુટુંબ પેન્શન મેળવવા શું કાર્યવાહી કરવી : –*
પેન્શનરના અવસાન પ્રસંગે – વારસદારે તિજોરી અધિકારીશ્રીને સાદા કાગળનાં પી.પી.ઓ. નંબર મરણના દાખલા સાથે અરજી કરવાની હોય છે . નિયુક્ત પત્રમાં જણાવેલ નિયુક્ત અવસાન તારીખ એક વર્ષમાં અરજી કરે અને રૂ .30,000 સુધીની બાકીના પેન્શનની રકમ મામલતદાશ્રીના સર્ટિફિકેટના આધારે મળવાપાત્ર બને છે . 1 લાખ સુધીની કરમ કલેક્ટરની અને ત્યાર પછી વધુ રકમ માટે ડી . મેજીસ્ટ્રેટશ્રીને પાવર હોય છે .
*🌹(45) ઉતરક્રિયાનાં નાણાં મેળવવા શું કાર્યવાહી કરવી ? :* પેન્શનરના અવસાન પ્રસંગે પેન્શનરે નિયુક્ત કરેલ વારસદાર એક માસના પેન્શન વત્તા મોંઘવારીની રકમ ઉત્તરક્રિયાના ખર્ચ તરીકે ચૂકવવામાં આવે છે . આ અંગે પેન્શનરે તેમની હયાતી દરમ્યાન તિજોરી અધિકારીશ્રીને નમૂના – 11 અને 12 ના ફોર્મ ભરી આપવાના રહે છે . જેથી પેન્શનરના મરણ પછી આવા હક્કદાવા મેળવવામાં નિયુક્તાને મુશ્કેલી પડે નહી . આ લાભ કુટુંબ પેન્શન મેળવતા પેન્શનરને લાગુ પડશે નહિં . પેન્શન ટ્રાન્સફર કરવા બાબત : એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં અથવા એક તાલુકામાંથી બીજા તાલુકામાં પેન્શન ટ્રાન્સફર કરવા તિજોરી અધિકારીશ્રીને અરજી કરવાની હોય છે . નમુના – 14 મુજબ કરવાથી ટ્રેઝરી ઓફીસર તબદીલી કરી શકે છે . એક રાજયમાંથી બીજા રાજયમાં પેન્શન ટ્રન્સફર કરવા આવી જ કાર્યવાહી કરવાની હોય છે . પેન્શન પ્રો . કચેરી દ્વારા એ.જી. ઓફીસેથી,,, તબદીલીથી કાર્યવાહી કરવાની રહે છે .
*🌹(46) વિકલાંગ પુત્ર – પુત્રીને કટુંબ પેન્શન ઃ* ( 1 ) શારીરિક રીતે પુત્ર – પુત્રીને જીવન પર્યત કુટુંબ પેન્શન મળે છે . નાણા વિભાગના ઠરાવ નં . નવત / 1387 / જી.ઓ.આઈ પી.જે. તા.06-06-89 પેન્શનરે હયાતીમાં અરજી કરી લાભાર્થીનું નામ પી.પી. ઓ . માં લખાવવું . બે પત્નીના કિસ્સામાં કુટુંબ પેન્શન –
( 2 ) કુટુંબ પેન્શનની રકમ બે પત્નીના કિસ્સામાં એકના અવસાન પછી પેન્શન બંધ થવાને બદલે બીજી પત્નીને કુટુંબ પેન્શનની પહેલી પત્નીને મળતી રકમ પ્રમાણે ચુકવાશે . નાણા ખાતાના ઠરાવ નં . નવત / 1091 જી.ઓ.આઈ.એફ. એફ . / એમ- 01-03-92
( 3 ) નિવૃત્તિ બાદ લગ્નથી પ્રાપ્ત સંતાનોને કુટુંબ પેન્શન મળવાપાત્ર થાય છે . સરકારી ઠરાવ તા.18-03-97 થી તા.01-01-2006 ધારણ કરેલ હોદ્દાના મિનિમમ પગાર બેન્ક + ગ્રેડ પે ના 50 ટકા પેન્શન તથા 30 ટકા મુજબ કુટુંબ પેન્શન મળે તેવી જોગવાઈ કરેલ છે .
*મને મળ્યું એ મેં આપ સહુ ને મોકલ્યું છે*
RSM – VADODARA

પેન્શનર માટે ઉપયોગી