કેન્યાની રિફ્ટ વેલી:તિરાડ નહીં જોડાણ



નરોબી(કેન્યા)થી મસાઈમારા માર્ગ ઉપર આવે સુંદર રિફ્ટ વેલી.આ વેલી એટ્લે પ્રચલિત છે કારણ કે તે કેન્યાને બે ભાગમાં વહેચે છે.ઉત્તરથી દક્ષિણમાં વિસ્તરેલી આ વેલીને કારણે કેન્યા બે ભાગમાં વહેચાઈ જાય છે.એટલું જ નહીં તે ગ્રેટ રિફ્ટ વેલીનો હિસ્સો છે.એટ્લે કે તાન્ઝાંનીયા થી ઇથોપિયા સુધી ફેલાયેલી ખીણ નો ભાગ.8000 ફિટ ઊંચાઈ ઉપર આવેલી આ વેલી વહેલી સવારે કુદરતનો રોમચક અનુભવ કરાવે.વાદળો આપણને સ્પર્શ કરે અને ઠંડા પવનો ધ્રુજાવિ દે.ધુમ્મસ પછી તડકો આહલાદક લાગે.અહી દૂર ધુમાડા નજરે પડે.છતાય અહી લોકો રહે છે અને લાકડાની વસ્તુઓનું નિર્માણ કરે છે તેમજ ખેતી પણ કરે છે.

રિફ્ટ એટલે બે વ્યક્તિ કે બે ગ્રૂપની તિરાડ, ઝઘડો કે તેઓ વ્યક્તિગત – સામાજિક રીતે અલગ થાય એ.પણ કેન્યાના નૈરોબીમાં પ્રવેશ પછી હું અને નાનો ભાઈ લાલુ ઉર્ફે વિપુલ કે જે નૈરોબીમાં રેડિંગ્ટન કંપનીમાં કન્ટ્રી મેનેજર છે તેની સાથે રિફ્ટ વેલી પહોચ્યો.અમે બંને ઘણા વર્ષો પછી એકદમ નજીક રહ્યા અને ઓતપ્રોત પણ.

૧૯મી સદીના અંગ્રેજ અન્વેષક જહોન ગ્રેગરીએ એશિયાના સિરિયાથી શરૂ કરીને આફ્રિકાના મોઝામ્બિક સુધીની ૩૫૦૦ માઇલ લાંબી ખીણને ‘ધ ગ્રેટ રિફ્ટ વેલી’ નામ આપ્યું. આ ખીણ કેન્યાને બે ભાગમાં વહેંચતા પ્રાંતનું નામ છે રિફ્ટ વેલી પ્રોવિન્સ.કુદરતી સૌંદર્યથી ભરપુરઆ સ્થળે પહોચવાનો આનંદ હતો.

રિફ્ટ એટ્લે બે ભાગ-સંબંધમાં તિરાડ પડે એટ્લે “રીફ્ટ’.‘રિફ્ટ’ શીર્ષકની પસંદગીમાં શબ્દના બંને અર્થ છે. ઉત્તર અમેરિકાની ભૂસ્તરીય રિફ્ટની પણ વાત છે કે જેના કારણે ભયંકર ભૂકંપ આવે છે. તો એની સાથે કાળા ગોરાના વંશીય રિફ્ટની, તેઓના સામાજિક ભાગલાની વાત પણ વણી લેવાઇ છે.પરેશ વ્યાસે નોધ્યું છે તેમ-નોર્વે અને ડેન્માર્કમાં રિફ્ટ એટલે વહેંચાયેલું અથવા વિભાજીત. પૃથ્વીના પોપડામાં કે શિલાવરણમાં ભાગલા પડતા જાય તેને રિફ્ટ કહેવાય, જેનાથી ધરતીકંપ કે ત્સુનામી પણ આવી શકે. પતિ-પત્ની વચ્ચેના દાંપત્યજીવનમાં રિફ્ટ પડે તો છુટાછેડાય થાય.

અમેરિકન લેખક વોલ્ટેર વિલિયમ્સે ૧૯૯૯માં ‘ધ રિફ્ટ’ નામની નવલકથામાં ધરતીકંપ થશે ત્યારે કેટલી તબાહી થશે તેનું ભવિષ્ય ભાખ્યું છે. ‘રિફ્ટ’ શીર્ષકની પસંદગીમાં શબ્દના બંને અર્થ છે. ઉત્તર અમેરિકાની ભૂસ્તરીય રિફ્ટની પણ વાત છે કે જેના કારણે ભયંકર ભૂકંપ આવે છે. તો એની સાથે કાળા ગોરાના વંશીય રિફ્ટની, તેઓના સામાજિક ભાગલાની વાત પણ વણી લેવાઇ છે.

કુદરતી સૌંદર્યથી ભરપુર આ પ્રાંતમાં અહીથી જીવતા જ્વાળામુખી નજરે પડે.રિફ્ટ ના અર્થ મુજબ અમે બે પ્રદેશને વહેચાયેલો જોયો પણ હું અને વિપુલ લીન હતા પરિવારને વધુ મજબૂત બાનવવાની વાતોમાં.તિરાડ, ઝઘડો કે તેઓ વ્યક્તિગત – સામાજિક રીતે અલગ થાય એ પણ અહી અમે બે ભાઈઓનુ મિલન થયું.મે અને વિપુલે આ ભૌગોલિક પ્રસિધ્ધ જગ્યાએ ભેગા થઈ અસીમ આનંદ લૂંટયો.ભારત અને કેન્યાના સંબધોની વાત કરી.પરિવારને જોડતી બાબતોની ચર્ચા કરી.અમે બે પ્રદેશને જોડતી રેખા ઉપર એકાકાર થઈ ગયા.ગાડીમાં જ થરમોસમાં ભરી લાવેલ ચા ની ચુસ્કી મારવાનો લાહવો લીધો.ગરમ ચા ની વરાળ અને જ્વાળામુખીના ધુમાડા ને નિરખાતા નિરખાતા કેન્યાને માણ્યો-જાણ્યો.