15મી ઓગષ્ટ વક્તવ્ય સ્પીચ


-શૈલેષ રાઠોડ

ખાલી બે દિવસ નહીં,હરપળ દેશ દિલમાં ધબકવો જોઈએ,
દેશભક્તિ નો સુર, રગ રગ માં ઉતરવો જોઈએ,
જ્યારે સ્તંભ પર નહીં,હૃદય માં તિરંગો લહેરાય,
ત્યારે એક નાગરિક ની સાચી દેશભક્તિ કહેવાય

વતન મને વહાલું લાગે, રહેવું એમાં મધુરું લાગે.
મળ્યો છે જન્મ આ ધરતી પર, સન્માન એ સોહામણું લાગે.

-Shailesh Rathod

આઝાદી મળી તેનું ગર્વ હોવું જોઈએ, કારણ કે ભારત આઝાદી બાદ દુનિયાનો સૌથી મોટી લોકશાહી દેશ બન્યો.દેશમાં સંઘર્ષ અને વિષમ સ્થિતિ આવે પરંતુ જે મૂલ્યો દ્વારા જીવન જીવે તે સાચું જીવન, સાચી આઝાદી.લોકશાહી ટકાવી રાખવા મૂલ્યોને ટકાવી રાખવી જરૂરી છે.

-આ પર્વ ઉપર સર્વ પ્રથમ સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીએ જેમણે દેશની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.

-સાચું કહું તો દર વર્ષે માત્ર તિરંગાના રંગોમાંથી જીવન શીખ મેળવીયે તો જીવન સફળ અને ધન્ય બની જાય.

આપણે જે ત્રિરંગાની છાયામાં ઉભા છીએ તે આપણને જીવન જીવવાની સાચી રીત શીખવે છે.

-કેસરી રંગ દેશની તાકાત અને સાહસનું પ્રતિક છે.મધ્યમાં સફેદ રંગ શાંતિ, સંવાદિતા અને તમામ ધર્મોનું સમ્માન કરવાનું શીખવે છે. ત્રિરંગાની સૌથી નીચેનો લીલો રંગ દેશના વિકાસ અને સમૃદ્ધિનું પ્રતિક છે. ધ્વજની મધ્યમાં બનેલું અશોક ચક્ર આપણને સતત આગળ વધવાની પ્રેરણા આપે છે.

તમે આવતીકાલનું ભવિષ્ય છો.. ત્યારે આ રંગોએ અર્પેલ મૂલ્યો ક્યારેય ન ભૂલશો.

ધર્મ જાતિના ભેદભાવ ભૂલી… માનવ બનવા આપણે પ્રયત્ન કરીયે તો તે સાચી આઝાદી.

કોઈના આંસુ લૂછી શકીયે તો તે સાચી આઝાદી.

આઝાદીને જીવન્ત રાખવા આપણે પરસ્પર પ્રેમ અને લાગણીઓને જીવન્ત રાખીશું.

-કોઈને પીડા ન પહોંચાડીયે,કોઈનું ન છીનવી લઈએ, કોઈને અન્યાય ન કરીએ…. તો દેશ સાચા અર્થમાં સ્વતંત્ર થયો ગણાય.

-આ શુભ અવસર પર આપણે રાષ્ટ્ર નિર્માણ,દેશનો વિકાસ અને તેનું સન્માન જાળવી રાખવાનો સંકલ્પ લઈએ.

એક વિધાર્થીઓ તરીકે તમે સાચા મૂલ્યો દ્વારા સત્ય, ન્યાય અને પ્રમાણિકતાને માર્ગે ચાલો તો તે સાચી આઝાદી.

સ્વતંત્રતા દિવસના આ શુભ અવસર પર આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.