કૅનેડામાં સ્થાયી થવા માટે ઉત્તમ ત્રણ શહેરો કયાં છે ?

હાલમાં કેનેડાનો ક્રેઝ વધ્યો છે.વાનકુવર, કૅલગરી અને ટોરોન્ટોને ‘ગ્લોબલ લિવેબિલિટી ઇન્ડેક્સ-2023’માં ટોચનાં 10 શહેરોમાં સ્થાન મળ્યું છે. આ શહેરોમાં એવું તે શું છે,જે અહીં રહેતા લોકોના જીવનને મધુર બનાવે છે?

યુરોપિયન અને સ્કેન્ડેનેવિયન સ્થળો વિશ્વનાં સૌથી આરોગ્યપ્રદ રાષ્ટ્રો અથવા નાનાં બાળકોના ઉછેર માટેના શ્રેષ્ઠ દેશો તરીકે વિશ્વના સૂચકાંકોમાં વારંવાર ટોચ પર જોવા મળે છે ત્યારે કૅનેડા તેમની સાથે સ્પર્ધા કરવા ચૂપચાપ આગળ વધી રહ્યું છે.

‘ઇકૉનૉમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ’ દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના રહેવા માટે સૌથી વધુ યોગ્ય શહેરોના સૂચકાંકમાં તે વધારે સ્પષ્ટ થયું છે. તેમાં કૅનેડાનાં ત્રણ શહેરોને વિશ્વના ટોચનાં 10 શહેરોમાં સ્થાન આપવામા આવ્યું છે.

આ યાદીમાં ટોચનાં ત્રણ શહેરોમાં વાનકુવર (પાંચમા ક્રમે), કૅલગરી (જિનીવા સાથે સાતમા ક્રમે) અને ટોરોન્ટો (નવમા ક્રમે)નો સમાવેશ થાય છે. આરોગ્યસંભાળ અને શિક્ષણની બાબતમાં આ શહેરોએ પરફેક્ટ ગુણાંક હાંસલ કર્યાં છે.

આ કારણો કૅનેડાના લોકોને આકર્ષિત કરે છે, જેઓ જીવનની ગુણવત્તામાં સુધારો કરતી સકારાત્મક સરકારી નીતિઓને વખાણે છે.

વાનકુવરમાં રહેતાં સામંથા ફોકે કહ્યું હતું, “અમારી પ્રગતિશીલ રાજનીતિ અને સાર્વભૌમિક સ્વાસ્થ્ય સેવા કૅનેડાને રહેવા માટે એક શાનદાર દેશ બનાવે છે. ડૉક્ટરની સલાહ લેવાનું કે બાળકને હૉસ્પિટલે લઈ જવાનું શક્ય ન હોય અથવા કૅન્સરને કારણે ખિસ્સાં ખાલી થઈ જાય તેવા દેશમાં રહેવાની કલ્પના પણ હું ન કરી શકું.”

સારસંભાળની આ ભાવના દેશમાં સર્વત્ર પ્રસરેલી છે. તેનાથી સમુદાયની ભાવના સર્જાય છે, જે ઘર તથા ઑફિસ બન્ને જગ્યાએ જીવવાની ક્ષમતા બહેતર બનાવે છે.

#shaileshrathod #શૈલેષરાઠોડ