નેતૃત્વ


-શૈલેષ રાઠોડ

નેતૃત્વ સફળતાનો પાયો છે.આવો તેને વિભાગીકરણ દ્વારા સમજીયે.

1. પ્રભાવી નેતૃત્વ ( Commanding Leadership)

આ પ્રકારનું નેતૃત્વ ધરાવતી વ્યકિત જૂથ પર પોતાનુ સંપૂર્ણ વર્ચસ્વ ધરાવે છે. તત્કાલ નિર્ણયો લઇ લાદે છે. આ પ્રકારના નેતૃત્વનો મુખ્ય મંત્ર “આજ્ઞાનુસાર કરો.” હોય છે. કટોકટીના સમયે કેતાત્કાલિક પરિણામ મેળવવાની દૃષ્ટિએ આ પ્રકારનું નેતૃત્વ સફળ હોય છે. આ નેતૃત્વની મુખ્ય વિશેષતાનેતાની પહેલવૃતિ અને સ્વનિયંત્રણ હોય છે. લાંબાગાળે આ પ્રકારનું નેતૃત્વ જૂથના સભ્યોમાંનકારાત્મકતા અને વૈફલ્યની ભાવના લાવે છે.

2. લોકશાહી નેતૃત્વ ( Democratic Leadership)

આ પ્રકારનુ નેતૃત્વ ધરાવતી વ્યકિત જૂથના સભ્યોની સહભાગીદારી અને સંમંતિ સાથે આગળવધે છે. સૌના મૂલ્યવાન અભિપ્રાયો મેળવીને નિર્ણયો લે છે. આ પ્રકારના નેતૃત્વનો મુખ્ય મંત્ર “આસમસ્યાના ઉકેલ સંદર્ભે આપ શુ માનો છો?” હોય છે. આ પ્રકારનું નેતૃત્વ લાંબાગાળાના ઉદેશ્યનીપ્રાપ્તિ માટે સફળ રહે છે. અલબત નિર્ણય અને પરિણામની પ્રક્રિયા ધીમી છતાં ચોકકસ હોય છે. આનેતૃત્વની મુખ્ય વિશેષતા સહભાગીદારીપણું, જૂથનેતૃત્વ અને અસરકારક પ્રત્યાયન છે.

૩. દૂરંદેશી નેતૃત્વ ( Visionary Leadership)

આ પ્રકારનું નેતૃત્વ ધરાવતી વ્યકિત ચોકકસ દિશા સાથે કામ કરે છે. ભાવિ લક્ષ્યાંકો તેનામગજમાં સ્પષ્ટ હોય છે અને જૂથને પણ તે સ્પષ્ટપણે સમજાવે છે. સ્પષ્ટ સમજણ સાથે જૂથ લક્ષપ્રાપ્તિમાટે ગતિશીલ બને તેવા પ્રયત્નો કરે છે. આ પ્રકારના નેતૃત્વનો મુખ્ય મંત્ર “ આવો સાથે મળીને કરીએ’’હોય છે. આ પ્રકારના નેતૃત્વની મુખ્ય વિશેષતા આત્મવિશ્વાસ, સમાનુભૂતિ અને પારદર્શકતા છે.પરિવર્તનશીલ સમાજમાં નવી સમજણ વિકસાવવી હોય ત્યારે આ પ્રકારનું નેતૃત્વ કારગત નીવડે છે.

4. જોડાણવાદી નેતૃત્વ (Affinitive Leadership)

આ પ્રકારનું નેતૃત્વ ધરાવતી વ્યક્તિ જૂથમાં સુસંવાદિતા ઊભી કરી સકારાત્મક ભાવાવરણનુંનિર્માણ કરે છે. જૂથના સભ્યોને સાથે રાખી અપેક્ષિત લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવાનો સફળ પ્રયત્ન કરે છે.તેનોમુખ્ય મંત્ર જૂથના સભ્યો થકી લક્ષ્ય પ્રાપ્તિ કરવાનો હોય છે. આ પ્રકારના નેતૃત્વની મુખ્ય વિશેષતાઆંતરવૈયક્તિક સંબધો, સમાનુભૂતિ અને ટીમ બિલ્ડીંગ છે. અહીં જૂથના સભ્યો આગળ અને નેતા પાછળ
હોય છે. તનાવયુક્ત સ્થિતિમાં કામ કરતી વખતે કે જૂથને પુનર્ગઠીત કરતી વખતે આ પ્રકારનું નેતૃત્વસકારાત્મક પરિણામ આપે છે.

5. પ્રગતિશીલ નેતૃત્વ (Pacesetting leadership)

આ પ્રકારનું નેતૃત્વ ધરાવતી વ્યક્તિ કર્તૃત્વ માટેના ઊંચા ધોરણો પ્રસ્થાપિત કરે છે. આ પ્રકારનાનેતૃત્વની મુખ્ય વિશેષતા સભાનતાપૂર્વક ધીમી ગતિએ લક્ષ્ય પ્રાપ્તિ કરવાનો છે. નેતા અગ્રીમ હરોળથીકર્તૃત્વ નું ઉદાહરણ પૂરું પાડી, તે પ્રમાણે જૂથને કાર્ય કરવા પ્રેરિત કરે છે. આ પ્રકારના નેતાનો‘હું કરું છું’ તેમ કરવા પ્રેરે છે. જૂથ પાસેથી ઉત્કૃષ્ટ પરિણામો મેળવવા આ પ્રકારનું નેતૃત્વ સકારાત્મકમુખ્ય મંત્રપરિણામો મેળવે છે.

6. માર્ગદર્શક નેતૃત્વ (Coaching Leadership)

ભાવિ લક્ષ્યાંકો માટે જૂથના સભ્યોને તૈયાર કરવા આ પ્રકારની નેતૃત્વ શૈલી ઉપયોગમાં લેવાય છે.અહીં નેતા ભવિષ્યના લક્ષ્યાંકોની પ્રાપ્તિ માટે જૂથને કૌશલ્યપૂર્ણ રીતે તૈયાર કરવાનો પ્રયત્ન કરે છે. આપ્રકારના નેતૃત્વનો મુખ્ય મંત્ર ‘પ્રયત્ન કરી જૂઓ’ કે ‘અજમાવી જૂઓ’ છે. કોર્પોરેટ જગતમાં લાંબાગાળામાટે ગુણવત્તાસભર કર્મચારીઓ તૈયાર કરવા આ પ્રકારનું નેતૃત્વ ઉપયોગી છે. અહીં નેતા મેન્ટરનીભૂમિકામાં હોય છે. નેતાના પ્રયત્નો થકી જૂથના સભ્યોનો આત્મવિશ્વાસ વધે છે અને તેઓ સફળતાનીપ્રાપ્તિ માટે પ્રતિબદ્ધ બને છે.