ગુજરાતની પરંપરા કેનેડામાં અકબઁધકેનેડાના ટોરોન્ટો શહેરમા ઇટોબિકો ખાતે છેલ્લા ૨૦ વર્ષથી શેરી ગરબા ઉજવણી


ગુજરાતની પરંપરા કેનેડામાં અકબઁધ

કેનેડાના ટોરોન્ટો શહેરમા ઇટોબિકો ખાતે છેલ્લા ૨૦ વર્ષથી શેરી ગરબા ઉજવણી


ગુજરાતની પરંપરા અકબઁધ સાચવીને કેનેડાનું ઈટોબિકા બેઠું છે. શરદોત્સવ, નવરાત્રી, દિવાળી કે ગણેશોત્સવ હોય અહીંની વાત ન્યારી હોય છે. વિશેષ કેનેડાના ટોરોન્ટો શહેરમા ઇટોબિકો ખાતે છેલ્લાં ૨૦ વર્ષોથી પરંપરાગત શેરી ગરબાનું આયોજન થાય છે.ભારતીય પરંપરા મુજબ અહીં આરતી, હવન તેમજ પ્રાચીન અર્વાચીન ગરબાની એનોખી ઉજવણીમાં હજજારો ગુજરાતીઓ જોડાઈ છે. નડિયાદ, આણંદ સહીત ચરોતર અને ગુજરાતનાં લોકો અહીં નવરાત્રી પછી દિવાળીને આવકારવા અવનવા આયોજન હાથ ધરી રહ્યા છે.



આ આયોજન અંગે જય અંબે ગ્રુપના આગેવાન શિરીષભાઈ પટેલ તેમજ આશિષ કવિએ જણાવ્યું હતું કે,આવા કાર્યક્રમો દ્વારા અમે સંસ્કૃતિ જીવન્ત રાખીયે છે. નવરાત્રીમાં
મા જગદંબાની ભક્તિ અને આસ્થા વધુ દૃઢ બને ,કેનેડામાં ઉછરી રહેલા યુવાધન માટે આપણા સંસ્કારોનું સિંચન થાય,ગુજરાતી અને ભારતીય લોકોને એક કરી એકબીજાને મદદરૂપ થઈ શકાય, આપણી સંસ્કૃતિનું જતન થાય અને વિદ્યાર્થી મિત્રો માટે મોંઘી ટિકિટ લઈ ગરબા રમવા ન જવું પડે તેવા ઉદ્દેશ્ય સાથે અમો સૌ આ ભવ્ય ગરબાનું આયોજન કરીએ છીએ.

ખંભાતના આશિષ કવિ જણાવે છે કે,દરેક તહેવાર મૂલ્ય આધારે ઉજવાય છે તેથી લોકો શ્રદ્ધાપૂર્વક જોડાય છે.૨૦ વર્ષ પહેલાં એકજ સ્ટ્રીટ પર વસતા ચાર પાંચ ગુજરાતી પરિવારો દ્વારા અમે આ ગરબાની શરૂઆત કરી હતી, ત્યારબાદ આયોજકોને પણ ખબર ન પડી કે ક્યારે આ સંખ્યા ૩૦૦૦ થી ૪૦૦૦ ની આસપાસ પંહોચી ગઈ.શુક્રવારે ૬૫૦૦ લોકો ગરબામાં ઉપસ્થિત હતા જે એક વિક્રમ છે.આ શેરી ગરબાની ખ્યાતિ દિવસ અને રાત જેમ કસ્તુરી સુવાસ ફેલાય તેમ આ ગરબાની સુવાસ પ્રસરવા માંડી છે અને આજે તો હજારોની સંખ્યામાં અબાલ વૃદ્ધ સૌ જોડાવા લાગ્યા. મોટાભાગે નોર્થ અમેરિકામાં કોઈપણ પ્રસંગ માત્ર વિકેન્ડમા જ યોજાય અને જો વિકડેસમા કોઈપણ આયોજન હોય તો હાજરી પાંખી રહે પણ આ ગરબાએ તો સૌ માન્યતાઓને ધરમૂળથી ખોટી પાડી કારણ કે આ વખતે સોમ થી શુક્ર ના દિવસોમાં પણ સંપૂર્ણ હાજરી વર્તાય અને ચાલવાની પણ જગ્યા ન મળે તેટલા લોકો જોડાય.ગુજરાતની પરંપરાના દ્રશ્યો જીવંત લાગ્યા.

દરેક તહેવારમાં સહુનો સાથ મળે છે.ખાસ આ પ્રસંગે આખી ટીમને માર્ગદર્શન કરવા તથા સુચારુ સંચાલન કરવા બદલ તથા આખા કાર્યક્રમને જીવંત રાખવા માટે શ્રી શિરીષભાઈ પટેલનો સવિશેષ નો સહુએ આભાર માન્યો હતો.

સવિશેષ આ પ્રસંગે અષ્ટમીના દિવસે ૨૦૦૦ માણસો માટે જમણના યજમાન ફ્રેશ ચોઇસ ઇન્ડિયન ગ્રોસરી સ્ટોરના માલિક મિતેષ પટેલ ,દશેરા પર ફાફડા અને જલેબીના યજમાન ગુજરાતી ફુડસના જયશીલ પટેલ અને GPAC ના હોદ્દેદાર મિલિન્દ દવે અને સામાજિક અને રાજકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા આનંદ શાહને સહુએ બિરદાવ્યા હતા.
આ પ્રસંગે વિદેશની ધરતી પર સુંદર આયોજન કરનાર શિરીષભાઈ પટેલ,ડાહ્યાભાઈ પટેલ,જતીનભાઈ પટેલ,અનંતભાઇ ગાંધી,કિરણ પટેલ
અનિલ જેસાણી, યોગેશ પટેલ
ભાવિન પટેલ, મુકેશ જેસવાણી,
આનંદ શાહનો ગુજરાતી સમુદાયે આભાર માન્યો હતો.