“જેને ઉડવું છે, તેના માટે વિશાળ આકાશ છે.”:શિક્ષણવિદ શૈલેષ રાઠોડ


આણંદ ખાતે ઋષિ સાયન્સ ઝોન દ્વારા અનોખો માર્ગદર્શન સોમિનાર યોજવામાં આવ્યો.

આણંદ ખાતે આવેલ ઋષિ સાયન્સ ઝોન દ્વારા અનોખો માર્ગદર્શન સોમિનાર યોજવામાં આવ્યો.જેમાં “જેને ઉડવું છે, તેના માટે વિશાળ આકાશ છે.”તેમ જણાવી તજજ્ઞ વક્તાઓએ ધો.10 પરીક્ષા પૂર્ણ કર્યા પછી શું?સૌથી મોટો યક્ષ પ્રશ્ન.જેનું સમાધાન કરવું બાળક અને માતાપિતા માટે કઠિન હોય તેનું સમાધાન કરાયું હતું.

સંસ્થાના નિયામક ડૉ. એની અર્ચન, ફાઉન્ડર અર્ચન દિનેશ દ્વારા વક્તા તજજ્ઞ ડૉ. પ્રીતિ રાઠોડ અને શૈલેષ રાઠોડને આવકારી સન્માન કર્યું હતું.
સેમિનારમાં  બાળક અને વાલીને સાથે રાખી સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, ડિપ્લોમા ની પાયાદાર સમજ, ભવિષ્યમાં સ્કોપ અને વિષય પસંદગી માટે ટ્રાયલ..આ ત્રયેય સમન્વય સાથેનું માર્ગદર્શન આપ્યું હતું.

આ સેમિનારમાં વક્તાઓએ
IIM,IIT, AIIMS, IAS સાથે તમારા કોર્ષનું અનુસંધાન તેમજ ધોરણ-૧૦ પછી કઈ શાખાઓમાં વધુ તક છે?બેસ્ટ  કૅરીયર  ઓપ્શન્સ  આફ્ટર 12th સાયન્સ, કોમર્સ, આર્ટ્સ  તેમજ વિધાર્થી પોતાનો અભ્યાસ સાત વર્ષ પછી પૂરો કરશે ત્યારે કઈ શાખામાં નોકરીની તકો વધારે હશે?ઉપરાંત  ધોરણ-૧૧ માં કઈ રીતે શાખા પસંદ કરાય?ની  વિષદ માહિતી આપી હતી.

સંસ્થાના નિયામક ડૉ. એની અર્ચન, ફાઉન્ડર અર્ચન દિનેશે પણ ભાવિ સ્કોપ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

Leave a comment