નેલ્સન મંડેલા એક પ્રેરણા


-શૈલેષ રાઠોડ

આફ્રિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી,નેલશન મંડેલા એકવખત જમવા માટે રેસ્ટોરન્ટમાં ગયા.

તેઓ સુરક્ષાકર્મીઓથી ધેરાયેલા હતા અને ત્યાં હાજર દરેક વ્યક્તિ પોતાના મનપસંદ ભોજન ની રાહ જોતું હતું.

એજ વખતે તેમનાથી થોડે દૂર એક બીજી વ્યકિત પણ તેના ભોજનની રાહ જોતી હતી.

મંડેલા એ તેના સુરક્ષાકર્મી થી પેલી વ્યક્તિને તેમની પાસે બોલાવ્યો.

ભોજન પીરસાઈ ગયું અને દરેક જણે જમવાનું શરૂ કરી દીધું.

વ્યકિત જેને મંડેલાએ પોતાની પાસે બોલાવ્યો હતો એણે પોતાનું ભોજન જેટલું જલ્દી બને એટલું પૂરું કરી હાથ ધોઈ અને નિકળી ગયો.

ત્યારે સુરક્ષાકર્મી એ મંડેલા ને કહ્યું એ વ્યક્તિ મને બીમાર લાગ્યો કારણકે જમતી વખતે તેના હાથ ધ્રુજતા હતા.

ત્યારે મંડેલાએ કહ્યું,”ના, એ વાત ન હતી હું જે જેલમાં કેદી હતો એ પણ એજ જેલમાં કેદી હતો.તે મને ખૂબ ટોર્ચર (હેરાન,અનહદ હેરાનગતિ)કરતો.એક દિવસ જ્યારે તેણે ખૂબ જ ટોર્ચર કર્યું અને પીવા માટે પાણી માંગ્યું તો એ મારા પર પેશાબ કરવાની અણી પર હતો.

“આજે જ્યારે હું રાષ્ટ્રપતિ છું,તો તેણે વિચાર્યું હશે કે કદાચ હું તેને પણ એવીજ સજા આપીશ જેવું એણે મારી સાથે જેલમાં કર્યું હતું.એટલા માટે જમતી વખતે તેના હાથ ધ્રુજતા હતા.પણ હું બદલો લેવામાં નથી માનતો મારો એ સ્વભાવ કે સંસ્કાર નથી.”

“બદલો લેવાની ભાવના વ્યક્તિની અંદર રહેલા માણસને મારી નાખે છે પણ ધિરજતા અને સહનશકિત માનવીને મહાન બનાવે છે”- નેલ્શન મંડેલા(એક મહાન સુધારક)

Leave a comment