લાકડા વાહન અને પાસ સેટિંગ: ખંભાત -નડિયાદ માર્ગ સરકારી તંત્ર આપે છે મોતની સજા


લાકડા વાહન અને પાસ સેટિંગ:
ખંભાત -નડિયાદ માર્ગ સરકારી તંત્ર આપે છે મોતની સજા

બેરોકટોક લાકડાની હેરાફેરીને જોખમી વહન છતાય તંત્ર ચુપ



ખંભાત નડિયાદ માર્ગ ઉપર એક વર્ષમાં 7 જેટલા રાત્રીના સમયે લાકડાના વહન  કરતા વાહનો દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યા છે જેમાં 6 મોત ,13 ઈજાગ્રસ્ત તેમજ 2 ઊંટ પશુઓના મોત  થયેલ છે.ખુલ્લેઆમ લીલા વૃક્ષોનું નિકંદન અને વૃક્ષોનું લાકડું રોકટોક વગર જોખમી રીતે વહન કરવામાં આવે છે.જેથી અંધારામાં અકસ્માતની ઘટનાઓ બની રહી છે.લાકડાઓ ટ્રક, ઊંડગાડી અને ટ્રેક્ટર જેવા વાહનોમાં હેરાફેરી થઇ રહી છે.આ બાબત વન વિભાગ જાણતું હોવા છતાં કોઇ અસરકારક પગલાં નહીં ભરતાં  અને પોલીસ તંત્ર દ્વારા તગડી કમાણી  કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.આ સમગ્ર વહનમાં પહેલેથી જ પોલીસ અને વેન વિભાગની પાસ સેટિંગ કરી સામેલગીરી હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે.

ખંભાતના સામાજિક કાર્યકર મુકેશ રાઠોડે જણાવ્યું હતું કે,રાત્રે અંધારામા  લાકડાની ચોરી થાય છે.ઊંટગાડી કે ટ્રકટરોમાં બેક લાઈટ હોતી નથી.સામેથી ફૂલ લાઈટ આવે એટલે વાહન ચાલાક અંજાઈ જાય છે અને અકસ્માત સર્જાય છે.જેમાં બે દિવસ પૂર્વે જ ખંભાતમાં લાયન્સ ક્લબની મીટિંગમાં હાજરી આપી પરત ફરતા વડોદરા લાયન્સ ક્લબના પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નરનું ગઇ મધરાતે પેટલાદ નજીક કાર અકસ્માતમાં મોત નીપજ્યું હતું.જ્યારે,અન્ય બે જણાને ઇજાઓ પહોંચી હતી.જેમાં વડોદરામાં કારેલીબાગ વિસ્તારમાં ગાંધીપાર્કમાં રહેતા રાજેન્દ્ર અમૃતલાલ પટેલ(રાજુભાઇ) ગઇકાલે સાંજે લાયન્સ ક્લબના અન્ય મેમ્બરો કિશોર ભીખાભાઇ પટેલ (રહે.શિવ ટેનામેન્ટ,સુભાનપુરા) અને પરિમલ હરમાનભાઇ પટેલ સાથે  ખંભાત ખાતે મીટિંગમાં ગયા હતા.મધરાતે તેઓ પરત ફરતા હતા ત્યારે કિશોરભાઇ કાર ચલાવતા હતા અને જોગણ ગામ પાસે નિલગિરીના લાકડા ભરી જતા ઊંટગાડાની પાછળ કાર ધડાકાભેર ભટકાઇ હતી.અકસ્માતમાં રાજેન્દ્રભાઇનું મોત નીપજ્યું હતું.જ્યારે,કિશોરભાઇ અને પરિમલભાઇને ઇજાઓ પહોંચી હતી.આજે બપોરે બહુચરાજીના ખાસવાડી સ્મશાનગૃહ ખાતે તેઓની અંતિમવિધી કરાઇ હતી.પેટલાદ પોલીસે બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અગાઉં ગત મહિને નડિયાદ-ખંભાત  રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.નડિયાદ-પેટલાદ રોડ પર  પીપળાતા ગામ પાસે કન્ટેનર અને ટ્રેક્ટર વચ્ચેના આ અકસ્માતમાં 2 લોકોનાં મોત થયાં હતાં અને 3 લોકો ગંભીર રીતે ઘવાયા હતાં.
આ અંગે ગલ્ફ ઓફ કેમ્બે લાયન્સ પ્રમુખ દેવેન વ્યાસે જણાવ્યું હતું કે,તંત્રની બેદરકારી નો ભોગ જાણતા બની રહી છે.ગેરકાયદે લાકડાનું વાહન મોતનું કારણ બને છે પરંતુ આ વેન વિભાગ કે પોલીસ તંત્ર કોઈ જ પગલાં ભરતી નથી તે દુઃખનું કારણ છે.
ખંભાત તાલુકા વિસ્તારમાં સુકી ધરતીને લીલુડી બનાવવા માટે રાજ્ય સરકાર વૃક્ષારોપણ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરે છે.પરંતુ આ સરકારી તંત્રની જાણમાં જ કટિંગ કરી રાત્રીના સમયે પોલીસની રહેમનજર હેઠળ નડિયાદ,પેટલાદ,મહેમદાવાદ,આણંદ  જેવા માર્કેટમાં વેચાણ થાય છે.
ઓવરલોડિંગ સામે ટ્રાફિક પોલીસનું સેટિંગ
લાકડાનું ગેરકાયદે કટિંગ અને વાહન વેન વિભાગની  તે તંત્રનિષ્ક્રિય છે પરંતુ વાહનની ક્ષમતા  કરતા પણ વધુ ભાર લઇ જતા વાહનો સામે ટ્રાફિક પોલીસ કે પેટ્રોલિંગ કરતી પોલીસ નિષ્કીય પુરવાર થાય છે.આવા વાહનો ઉભા રખાઈ છે પરંતુ તેની સામે કાર્યવાહી કરવાની જગ્યાએ સેટિંગ થાય છે જે મોતનું કારણ બને છે.
-મુકેશ રાઠોડ,સામાજિક કાર્યકર

વનવિભાગના આંખ આડા કાન
વન વિભંગ દિવસ દરમ્યાન આવા ગેરકાયદેસર કપાતા વૃક્ષો સામે સખ્ત બનતું નથી.મંજૂરી વગર આ વાહનોમાં વૃક્ષોનું વહન થાય છે.ખંભાત નડિયાદ રોડ ઉપર ક્યાંય વેન વિભાગ સક્રિય જોવા મળતું નથી એટલે વાહન કરનાર ને લીલા લહેર।જેમાં મોટા પ્રમાણમાં અકસ્માત થાય છે.
-દેવેન વ્યાસ ગલ્ફ ઓફ કેમ્બે,લાયન્સ પ્રમુખ

પાસનું સેટિંગ
ગેરકાયદે લાકડાનું વાહન કરતા વાહનોને અગાઉનથી જ પાસ મળી જાય છે જેમાં પોલીસની સામેલગીરી હોઈ છે.આ કારનામા રાત્રીના 12 થી સવારના 5 સુધીમાં થાય છે.પાસ મેળવનારનું સ્ટિંગ પોલીસના વચેટિયા કરે છે.જે તમામ હદ માં ઉપયોગી બને છે.
-એમ.એમ મકવાણા,સામાજિક કાર્યકર

Leave a comment